તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Exclusive Interview With Divya Bhaskar, Silver Woman Bhavina Patel Said, "I Even Dreamed That There Is A Game Of Table Tennis, To Reach Home And Hug My Parents."

એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ:સિલ્વર વુમન ભાવિના પટેલે કહ્યું, 'સપને પણ વિચાર્યું નહોતું કે ટેબલ ટેનિસની રમત હોય છે, ઘરે પહોંચી માતા-પિતાને ગળે લગાડવાં છે'

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક

મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાની ભાવિના પટેલે પેરાલિમ્પિક્સમાં પહેલો સિલ્વર મેડલ જીતી ન માત્ર ગુજરાત, પરંતુ દેશનું નામ વૈશ્વિક સ્તરે ચમકાવ્યું છે. સિલ્વર મેડલ જીત્યા બાદ પહેલીવાર ભાવિના પટેલે દિવ્ય ભાસ્કર સાથે એક્સલૂઝિવ વાત કરી હતી, જ્યાં તેણે પોતાની જીત અને મહેનત બાદ સફળતા અને આગામી ડબલ્સના મુકાબલા અંગે વાત કરી. વાંચો દિવ્ય ભાસ્કર સાથે ભાવિના પટેલે કરેલી ખાસ વાત આ અહેવાલમાં
ફાઇનલ રમતાં પહેલાં મનમાં શું વિચાર ચાલી રહ્યા હતા ?
જવાબ-
આટલી મોટી ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ હોય ત્યારે ત્યારે થોડુંઘણું પ્રેશર તો હોય જ છે, પણ એ વાત મનમાં હતી કે જેમ અન્ય રમતમાં પર્ફોર્મન્સ આપ્યું, એવી જ રીતે ફાઇનલમાં રમવું. ગોલ્ડ ન મળ્યો પણ મેં મારો શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કર્યો. હું જ્યારે રમવા જાઉં છું ત્યારે એ નથી વિચારતી કે સામેવાળો પ્લેયર કયા દેશનો છે કે કોણ છે? માત્ર મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરું છું. સામેના પ્લેયરના વીક પોઇન્ટ શું છે, તેની સ્ટ્રેન્થ શું છે? એ જોઇને જ મારો ગેમ પ્લાન નક્કી કરું છું, એટલે પ્લેયર કયા દેશનો છે એ મન કે દિમાગ પર નથી લેતી.

જીત બાદ ઘરમાં કેવો માહોલ છે, માતા-પિતા સાથે શું વાત થઈ?
જવાબ-
ફાઇનલ રમ્યા બાદ માતા-પિતા સાથે વાત થઇ ત્યારે તેમણે કહ્યું હતું કે આટલું સેક્રિફાઈસ કર્યું, મહેનત કરી મેડલ જીત્યો છે અને એ પણ ચીનની સામે રમી સિલ્વર મેડલ લાવી છે, એ તેમના માટે ગોલ્ડ મેડલ બરાબર જ છે, આ બહુ મોટી સિદ્ધિ છે. ગોલ્ડ મેડલની ફરીથી તૈયારી કરવાનું પ્રોત્સાહન આપ્યું. માત્ર મારા ઘરે જ નહિ, પરંતુ આખા ગામમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. બધાં જ સ્થાનો પર સફળતાની ખુશી મનાવી રહી છે, જે જાણી ગર્વ થાય છે. ગામના લોકો હું પહોંચીશ ત્યારે શું કરવું એ અંગેના આયોજનમાં લાગી ગયા છે.
જીત બાદ કોની જોડે વાત થઈ છે ?
જવાબ-
જીત પછી ઘણાબધા લોકોના શુભેચ્છા આપવા માટે ફોન આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મને કોલ કર્યો હતો અને આશીર્વાદ આપ્યા છે, કોઈ પ્રેશર વિના રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. આ સિવાય સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને ગુજરાતના સી.એમ વિજય રૂપાણી, ઉપરાંત સ્પોર્ટ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે પણ ફોન કરી શુભેચ્છા આપી છે.

સિલ્વર મેડલની ખુશી તો હોય, પરંતુ ખેલ દિવસે આ સિદ્ધિ મેળવી એની કેટલી ખુશી ?
જવાબ-
રાષ્ટ્રીય રમતના દિવસે, પેરાલિમ્પિક્સમાં મેડલનું એચીવમેન્ટ મળવું એ મારા માટે ખુશીની વાત છે. રમત સ્પોર્ટ ડેના જ્યારે સ્પોર્ટમાં કોઈ સિદ્ધિ મળવી અને તેમાંય પેરાલિમ્પિક્સ રમતમાં પહેલો સિલ્વર મેડલ મળવો, એનાથી ચાર ગણી ખુશી થાય છે અને ગૌરવની વાત છે, ખુશીનો કોઇ પાર નથી મારા માટે.
ઘરે પહોંચીને પહેલા શું કરવાની ઈચ્છા છે ?
જવાબ-
સૌથી પહેલા ઘરે પહોંચીને મમ્મી-પપ્પાના આશીર્વાદ લઇ તેમને ગળે લગાડવાની મારી સૌથી પહેલી ઇચ્છા છે, કારણ કે મારી સફળતા પાછળ મારાં માતા-પિતા અને મારા હસબન્ડનો મોટો ફાળો રહ્યો છે, જેથી હું સૌથી પહેલા તેમને મળવા માગું છું. તેઓ મારી લાઇફમાં મારા માટે મારા ગુરુ છે, કારણ કે મને હંમેશાં તેઓ પ્રેરણા પૂરી પાડે છે.
મુખ્ય ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ સારો દેખાવ કર્યો, તેની પોઝિટિવ એનર્જી મળી એવું કહી શકાય?
જવાબ-
મુખ્ય ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી મને મોટી પ્રેરણા મળી હતી. ખાસ નીરજ ચોપરા ગોલ્ડ મેડલ અને મીરા ચાનુએ મેડલ મેળવ્યો, એના પરથી આત્મવિશ્વાસ વધ્યો હતો. જેમ ઓલિમ્પિકમાં મેડલ મળ્યા તેમ પેરાલિમ્પિક્સમાં પણ વધુમાં વધુ મેડલ મેળવવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. અન્ય ખેલાડીઓની જીત બાદ તેમની વાતો પણ સાંભળી, જેના થકી પણ પ્રેરણા મળી જીત, માટે આત્મવિશ્વાસ વધ્યો.

ક્યારેય વિચાર્યું હતું કે આપ ટેબલ ટેનિસ રમશો અને આ સિદ્ધિ આપને મળશે?
જવાબ-
મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું અહીં સુધી પહોંચીશ, કારણ કે હું ગામડાંમાંથી આવું છું. સપનામાં પણ જોયું કે વિચાર્યું નહોતું કે ટેબલ ટેનિસ જેવી રમત હોય છે. જ્યારે હું 2004-05માં બ્લાઇન્ડ પીપલ એસોસિયેશનમાં ITIનો અભ્યાસ કરવા આવી ત્યારે હું ટેબલ ટેનિસ માટે પ્રેરાઇ અને તૈયારીઓ શરૂ કરી.
ટેબલ ટેનિસ રમત જ કેમ પસંદ કરી, કારણ શું ?
જવાબ-
હું પહેલાં ચેસ રમતી હતી, પરંતુ વર્ષ 2004-05માં બ્લાઇન્ડ અમદાવાદના પીપલ એસોસિયેશનમાં મારા ફ્રેન્ડને ટેબલ ટેનિસ રમતા જોયા એટલે હું પણ એ રમવા લાગી. સમય જતાં હું રેગ્યુલર રમવા લાગી, બાદમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો અને જીત મળતી ગઇ. જે પછી એવું લાગ્યું કે ટેબલ ટેનિસ માટે હું જીવી રહી છું, કારણ કે એનાથી મને ખૂબ ખુશી અને શાંતિ મળતી હતી. એવું ફીલ થવા લાગ્યું કે ટેબલ ટેનિસ જ મારો લાઈફ પાર્ટનર બની શકે છે. મારી લાઇફમાં જે મળ્યું છે એ ટેબલ ટેનિસના કારણે જ મળ્યું છે.

ઓલિમ્પિક માટે તૈયારીઓ કેવી રીતે કરી, કેટલા કલાક પ્રેક્ટિસ કરતાં?
જવાબ-
શરૂઆતમાં મેં અમદાવાદના બ્લાઇન્ડ પીપલ એસોસિયેશનમાં ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરતી હતી, ત્યાંથી મને સારો સપોર્ટ મળ્યો, પરંતુ કોવિડના કારણે ત્યાં ન જઈ શકાયું, એટલે મારા ઘરે જ મારા પતિએ ટેબલની વ્યવસ્થા કરી હતી અને હું ઘરે જ પ્રેક્ટિસ કરતી. દિવસના 8-9 કલાક પ્રેક્ટિસમાં નીકળી જતા.
હવે ડબલ્સ રમવાનાં છો, કેવી તૈયારીઓ, કેટલો આત્મવિશ્વાસ ?
જવાબ-
મંગળવારથી ડબલ્સની રમત પણ ચાલુ થઈ રહી છે, જે માટે તૈયારીઓ સારી ચાલી રહી છે. સિંગલમાં સિલ્વર મળવાથી મારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ વધ્યો છે. પ્રેક્ટિસમાં ચાલી રહી છે મને વિશ્વાસ છે કે ડબલ્સમાં પણ સારો દેખાવ કરીને મેડલ લાવવાનો પ્રયાસ કરીશું.

અન્ય સમાચારો પણ છે...