• Gujarati News
  • Dvb original
  • Everyone In These Areas Of Punjab Has Their Own Story, Their Own Pain; But One Thing In Common Is Intoxication

ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી રિપોર્ટ-2:પંજાબના આ વિસ્તારોમાં દરેકની પોતાની કહાની છે, પોતાની પીડા છે; પરંતુ એક વાત સામાન્ય છે, એ છે નશો

પંજાબ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંજાબની મોટા ભાગની વસતિ ડ્રગ્સના સકંજામાં છે. ખાસ કરીને પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારોમાં ભાગ્યે જ કોઈ પરિવાર હશે, જે આ સફેદ ડ્રગ્સના નશામાં ડૂબેલો નહીં હોય. અમે અમારા પહેલા રિપોર્ટમાં કહ્યું હતું કે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ હોવા છતાં પણ અહીં સરળતાથી ડ્રગ્સ મળી રહે છે. ભાસ્કરની રિપોર્ટર પૂનમ કૌશલે પોતે ડ્રગ્સ ખરીદીને વાસ્તવિકતાની તપાસ કરી હતી. આજે તેમના બીજા રિપોર્ટમાં વાંચો કે કેવી રીતે ડ્રગ્સ પંજાબના લોકોનાં સપનાં છીનવી રહ્યું છે...

હરપ્રીત કૌરનો ચહેરો સુકાઈ ગયો છે. આંખો ડૂબી ગઈ છે. પતિ જગજિત સિંહની તસવીરને અડતાં જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. તેના પતિનું 18 ઓક્ટોબરે ડ્રગ્સને કારણે મૃત્યુ થયું હતું. તેના પતિના મૃત્યુ પહેલાં પણ તેમનું જીવન પણ બહુ સરળ ન હતું, પરંતુ હવે એ વધુ મુશ્કેલ બની ગયું છે. 26 વર્ષની હરપ્રીતને ખબર નથી કે આગળ તેનું અને તેના 4 વર્ષના પુત્રનું હવે શું થશે. તેમના લગ્ન થયા હતા ત્યારે જગજિત તેને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ પછી તેને નશાની લત લાગી ગઈ હતી.

હરપ્રીત કહે છે, "તેનો પતિ 4 વર્ષથી નશો કરી રહ્યો હતો. તેણે ઘરનું બધું જ વેચી નાખ્યું હતુ. ઘરેણાં, ઘઉં, કપડાં, અનાજ સહિત કશું જ બાકી રાખ્યું ન હતું. નશો એ ખૂબ જ ખરાબ બાબત છે, એ બધું જ બરબાદ કરી નાખે છે."

ભારત-પાકિસ્તાન વાઘા બોર્ડરની નજીક હરદો રતન ગામના જગજિતે 18 ઓક્ટોબરે ગામના સ્મશાનગૃહમાં પોતાના મિત્રો સાથે નશાનું ઈન્જેક્શન લીધું હતું, પણ ઓવરડોઝને કારણે તે બેભાન થઈ ગયો હતો. તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું. તે તેની સાથે રહેલા છોકરાઓ ભાગી ગયા હતા. જ્યારે તેના કાકા ટહલ સિંહને ખબર પડી ત્યારે તે જગજિતને લઈને હોસ્પિટલ દોડી ગયા હતા, પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. જગજિત સિંહ અગાઉ પણ ઘણી વખત ડ્રગના ઓવરડોઝનો શિકાર બની ચૂક્યો હતો. હાલમાં જ તેની સારવાર પાછળ પરિવારે 40 હજારનો ખર્ચ કર્યો હતો.

જગજિતના પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું. તેનો ઉછેર તેમના કાકા ટહલ સિંહ અને દાદી દ્વારા થયો હતો. યુવાનીમાં ગામના છોકરાઓ સાથે તેને ડ્રગ્સની લત લાગી ગઈ હતી. ટહલ સિંહ કહે છે, “અમે તેને વ્યસનમુક્તિ કેન્દ્રમાં રાખ્યો હતો. તેની સારવાર પણ કરાવી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નથી. ગામમાં આવ્યા પછી તેણે ફરીથી ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું.

નશો મેળવવો એટલો આસાન છે કે કોઈ ઈચ્છે તોપણ તેને છોડી શકતું નથી.

હરપ્રીત જણાવે છે, તેનો પતિ 4 વર્ષથી નશામાં હતો. દર વખતે સારવાર બાદ તેનો બચાવ થતો હતો, પરંતુ આ વખતે તેનું મૃત્યુ થયું.
હરપ્રીત જણાવે છે, તેનો પતિ 4 વર્ષથી નશામાં હતો. દર વખતે સારવાર બાદ તેનો બચાવ થતો હતો, પરંતુ આ વખતે તેનું મૃત્યુ થયું.

હરપ્રીત કહે છે, "ડ્રગ્સનો નશો એટલો સરળતાથી મળી જાય છે કે જો કોઈ છોડવા માગે તોપણ તેને છોડી શકતું નથી." જગજિત ઘણી વખત ડ્રગ્સ છોડવાનો પ્રયાસ કર્યો. થોડા દિવસ એનાથી દૂર રહ્યો, પણ પછી તે ઘરની બહાર નીકળતો ત્યારે તેને ઇન્જેક્શન મળી જ રહેતું અને તે ફરી નશો કરવા લાગતો હતો.

જગજિતનો પુત્ર પિતાની તસવીર હાથમાં પકડીને ચૂપચાપ ઊભો છે. કદાચ તેને એ વાતનો ખ્યાલ પણ નહિ હોય કે તેના માથા પરથી પિતાનો હાથ હવા રહ્યો નથી. પાકિસ્તાન સરહદથી લગભગ 3 કિલોમીટર દૂર લગભગ 1200ની વસતિ ધરાવતું હરદો રતન ગામમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે, જે ડ્રગ્સથી અસરગ્રસ્ત ન હોય. અહીં દરેક વ્યક્તિની પોતાની એક અલગ કહાની છે, તેનું પોતાનું દર્દ છે, પરંતુ દરેક કહાનીમાં એક વાત સામાન્ય છે, એ છે નશો.

26 વર્ષની સંદીપ કૌર તેનાં ત્રણ બાળકો અને સાસુ સાથે ગામના ગુરુદ્વારામાં રહે છે. તેનું ઘર નશાએ છીનવી લીધું છે. તેના પતિ ધર્મેન્દ્ર સિંહે ચાર વર્ષ પહેલાં ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું. તે ગામ જ હેપ્પી (હરપ્રીત) નામના યુવક સાથે ડ્રગ્સ લેતો હતો. હેપ્પી ઓવરડોઝને કારણે મૃત્યુ પામ્યો અને ધર્મેન્દ્ર પર કેસ કરવામાં આવ્યો હતો.

સંદીપ કહે છે, મારા દિયરે કેસ સામે રૂપિયા ખર્ચ્યા અને પછી મને અને મારાં બાળકોને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યાં. તેઓ કહે છે કે તેમણે જે રૂપિયા ખર્ચ્યા એમાં મેં ઘરમાંથી મારો હિસ્સો ગુમાવ્યો. તેનાં સાસુ પણ તેની સાથે ગુરુદ્વારામાં જ રહે છે.

સંદીપ કહે છે, “નશાએ મારી પાસેથી બધું જ છીનવી લીધું છે. મને ખબર નથી કે અમે અહીં કેટલો સમય રહી શકીશું. અહીંથી જો લોકોએ કાઢી મૂકશે તો અમે ક્યાં જઈશું? પતિ હંમેશાં નશામાં હોય છે, માર મારતો હોય છે. આ બાળકોને પણ જોનારું કોઈ નથી.

સંદીપ કૌરનો પતિ ડ્રગ્સના કેસમાં ફસાઈ ગયો હતો, સંદીપ કહે છે કે તેના પતિની નશાની આદતે તેનું બધું જ છીનવી લીધું.
સંદીપ કૌરનો પતિ ડ્રગ્સના કેસમાં ફસાઈ ગયો હતો, સંદીપ કહે છે કે તેના પતિની નશાની આદતે તેનું બધું જ છીનવી લીધું.

જ્યારે તેને નશાની લત લાગી ત્યારે તેના પિતાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. અહીં રહેતા ગુરસેવકે 10 વર્ષ પહેલાં ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું ત્યારે તે માંડ 14-15 વર્ષનો હતો. તેની શરૂઆત મિત્રો સાથે ડ્રગ્સ લેવાથી થઈ અને પછી સરળતાથી ઉપલબ્ધ નશો તેની રગેરગમાં ભળી ગયો. નશો કરવાને કારણે ગુરસેવકને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હવે તેના કાકા, કાકી અને દાદા-દાદી તેની સંભાળ રાખે છે. તે એક પ્રકારથી ઘરમાં નજરકેદ છે. તેની મોટરસાઇકલને સાંકળથી બાંધી દેવામાં આવી છે. તે ખુરશી પર બેઠો હોય ત્યારે વૃદ્ધ દાદા તેની રક્ષા કરી રહ્યા હોય છે. તેની દાદી આજીજી કરતાં કહે છે, કોઈ તો અમારા લાલને આ જાળમાંથી બહાર કાઢો.

ગુરસેવક છેલ્લાં 10 વર્ષથી ડ્રગ્સ લેતો હતો. એના હાથ પર ઘણી જગ્યાએ ઈન્જેક્શનનાં નિશાન છે. તેઓ કહે છે કે હું મારી નશાની આદતને છોડી શકતો નથી.
ગુરસેવક છેલ્લાં 10 વર્ષથી ડ્રગ્સ લેતો હતો. એના હાથ પર ઘણી જગ્યાએ ઈન્જેક્શનનાં નિશાન છે. તેઓ કહે છે કે હું મારી નશાની આદતને છોડી શકતો નથી.

હું મહેનત કરીને જે કમાઉં છું એ નશામાં ખર્ચી નાખું છું

ગામનો ચરણજિત સિંહ પણ નશો કરવા માટે ઘરનો સામાન વેચતો હતો અને ચોરી પણ કરતો હતો. હવે તેણે ડ્રગ્સ લેવાનું બંધ કરી દીધું છે. નશાને કારણે 40 વર્ષની વય વટાવી ચૂકેલા ચરણજિતના લગ્ન થયા નથી. તેઓ કહે છે, જે એક વખત નશાના ચક્રમાં ફસાઈ જાય છે તો પછી સંપૂર્ણપણે એમાંથી બહાર નીકળી શકતો નથી.

બલવિંદર સિંહે (નામ બદલ્યું છે) હાલમાં જ ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું છે. તેણે સવારે 10 વાગ્યે ઈન્જેક્શન લીધું હતું અને સાંજ સુધીમાં નશો તેમના પર વર્ચસ્વ જમાવી દેતો હતો. 50 વર્ષીય બલવિંદર કહે છે, "અમે દેખાદેખીમાં ઈન્જેક્શન લેવાનું શરૂ કર્યું હતું. હવે નશો કરવાની આદત થઈ ગઈ છે. હું જે પણ મહેનત મજૂરી કરું એના બધા જ પૈસા એમાં જતા રહે છે.

ગામના લોકોનું કહેવું છે કે અહીં નશો એટલી સરળતાથી મળી જાય છે કે લોકો ઈચ્છે છતાં એમાંથી બહાર નીકળી શકતા નથી.
ગામના લોકોનું કહેવું છે કે અહીં નશો એટલી સરળતાથી મળી જાય છે કે લોકો ઈચ્છે છતાં એમાંથી બહાર નીકળી શકતા નથી.

હરદો રતન અને પંજાબનાં હજારો ગામડાં ધીમે ધીમે નશામાં ડૂબી રહ્યાં છે. અહીંના લોકોના ચહેરા પર ઉદાસી દેખાય છે. દરેક વ્યક્તિ જાણે છે કે ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે. અહીં ચૂંટણીમાં પણ નશાની લત એક મોટો મુદ્દો છે, પરંતુ એને રોકવા માટેના કોઈ ગંભીર પ્રયાસો થતા નથી. મારા મનમાં પ્રશ્ન થાય છે કે શા માટે કોઈને એની પરવા નથી. તેનો જવાબ એક વૃદ્ધના લાચાર અને નિરાશ અવાજમાં મળે છે. તે કહે છે, “દરેક વ્યક્તિ બધું જ જાણે છે. બસ કોઈને પડી નથી. જેમણે નશો બંધ કરવાનો હતો તેઓ જ નશો વહેંચી રહ્યા છે. દરેક વ્યક્તિ એમાં સામેલ છે."

અન્ય સમાચારો પણ છે...