અમેરિકાએ છેલ્લાં 50 વર્ષમાં દરેક ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. પરંતુ, ગરીબીની સમસ્યામાં કોઈ વાસ્તવિક સુધારો થયો નથી. કેન્દ્ર સરકારની ગરીબીરેખા અનુસાર 1970માં 12.6 ટકા વસ્તી ગરીબ હતી જ્યારે 2019માં 10.5 ટકા વસ્તી ગરીબ હતી. અમેરિકામાં 29 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને ગરીબ ગણવામાં આવે છે. આ અંગે બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યુશનના સિનિયર ફેલો રોન હાસ્કિન્સ અને ઇસાબેલ સાવહિલનું કહેવું છે કે મોબાઈલ ફોન જેવી વસ્તુઓ ચોક્કસપણે સસ્તી થઈ ગઈ છે પરંતુ આરોગ્ય સેવાઓ અને મકાન ભાડા જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
10 કરોડ લોકો સ્વાસ્થ્ય સુવિધા મેળવવા અસમર્થ
છેલ્લાં પચાસ વર્ષમાં અમેરિકાની સરેરાશ આવકમાં 16%નો વધારો થયો છે. આ દરમિયાન, હાઉસિંગ કોસ્ટમાં 190% અને કોલેજ-ટ્યુશન ફીમાં 264% સુધીનો વધારો થયો છે. વર્ષ 2020માં તો 20 લાખ વિદ્યાર્થીઓએ અધવચ્ચે અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. આ સિવાય દેશમાં 10 કરોડ લોકો એવા છે જે સ્વાસ્થ્ય સુવિધા પર ખર્ચ કરવાની સ્થિતિમાં નથી. તેનાથી પણ વધુ સંખ્યા એવા લોકોની છે, જેઓ માને છે કે પૈસા હોવા છતાંય સારી સારવાર મેળવી શકતા નથી.
અમેરિકાન પ્લાઝમા વેચવા પર મજબૂર
આંકડા મુજબ, 23% અમેરિકન વર્કર્સ ઓછી સેલેરીવાળી જોબ કરવા મજબૂર બન્યા છે. તો, 85% વર્કર્સ એવા છે જેમને ઓવરટાઇમના પણ પૈસા ચૂકવવામાં આવતા નથી. આ જ કારણ છે કે, જીવવા માટે ત્યાં લોકો બ્લડ પ્લાઝમા વેચવા પર મજબૂર બન્યા છે. અમેરિકામાં એક પ્લાઝમા ડોનરને લગભગ 3 થી 5 હજાર રૂપિયા મળે છે. જે દિવસભરની મજૂરી કરતાં વધુ છે. આ સિવાય ઘરખર્ચ અને ભાડાથી બચવા માટે લોકો પોતાની કારમાં જ જીવન વિતાવી રહ્યા છે. જોકે, આ ગરીબીની અસર ક્રાઈમ રેટ પર પણ જોવા મળી છે. 2019ની તુલનાએ 2020માં અહીં, હોમિસાઈડના 25 ટકા કેસ નોંધાયા છે.
જાણવું જરૂરી છે કે ડૉલરની ચમક વચ્ચે અમેરિકામાં ગરીબીની પરિસ્થિતિ શું છે? અને ત્યાંના ગરીબોની હાલત કેટલી ખતરનાક છે. આખરે શા માટે તમામ પ્રયાસો છતાં ગરીબી નાબૂદ કરવામાં દેશ નિષ્ફળ રહ્યો. ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ આ વીડિયો...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.