• Gujarati News
  • Dvb original
  • Even After Spending Rs 61 Lakh Crore In 20 Years, America Could Not Win; That's The Whole Story Of The Taliban

મંડે મેગા સ્ટોરી:20 વર્ષમાં 61 લાખ કરોડ ખર્ચ કર્યા પછી પણ અમેરિકા જેનાથી જીતી ન શક્યું તે તાલિબાનની સંપૂર્ણ કહાની

3 મહિનો પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • તાલિબાને અમેરિકાને 20 વર્ષ સુધી લડત આપી અને દેશ છોડવા માટે મજબૂર કર્યું
  • અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 61 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો

'Afghanistan is the graveyard of Empires' મતલબ 'અફઘાનિસ્તાન સામ્રાજ્યોનું કબ્રસ્તાન છે'

વર્ષો જૂની આ કહેવત દરેક યુગમાં સાચી સાબિત થઈ છે. સિકંદર, મુગલ, અંગ્રેજ, સોવિયેત યુનિયન પછી અમેરિકા એનું સૌથી તાજું ઉદાહરણ છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 61 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે. 2,300થી વધુ અમેરિકન સૈનિકો માર્યા ગયા. આખરે તેને અફઘાનિસ્તાન છોડવું પડ્યું. જેણે અમેરિકાને 20 વર્ષ સુધી લડત આપી અને દેશ છોડવા માટે મજબૂર કરનાર સંગઠનનું નામ છે- તાલિબાન.

એક દિવસ પહેલાં એટલે કે 15 ઓગસ્ટ 2021 સુધી તાલિબાને રાજધાની કાબુલ સહિત આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. અફઘાન સેના તાલિબાન સાથે સમજૂતી કરવા માટે રાજી થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં એકવાર ફરી તાલિબાનની સત્તા નક્કી માનવામાં આવી રહી છે.

અમે અહીં તાલિબાનનો ઇતિહાસ, કામ કરવાની અને તેની વિચારસરણી, આવકનો સ્ત્રોત, અમેરિકા સાથે યુદ્ધ અને ભવિષ્યમાં એજન્ડા સહિત 7 બાબત પર તેની દાસ્તાન રજૂ કરી રહ્યા છીએ...

1 તાલિબાન કોણ છે?

1980ની શરૂઆતના દિવસોની વાત છે. અફઘાનિસ્તાનમાં સોવિયત યુનિયનની સેના આવી ચૂકી હતી. તેના જ સંરક્ષણમાં અફઘાન સરકાર ચાલી રહી હતી. અનેક મુઝાહિદ્દીન સંગઠન સેના ને સરકાર સામે લડી રહ્યાં હતાં. આ મુઝાહિદ્દીનોને અમેરિકા અને પાકિસ્તાન પાસેથી મદદ માળતી હતી. 1989 સુધી સોવિયત યુનિયને પોતાની સેનાને પરત બોલાવી લીધી. તેની સામે લડનારા લડવૈયાઓ હવે પોતાની વચ્ચે જ લડી રહ્યા છે. આવો જ એક લડવૈયો મુલ્લા મોહમ્મદ ઉમર હતો. તેણે કેટલાક પશ્તૂન યુવાનો સાથે તાલિબાન આંદોલન શરૂ કર્યું હતું.

2. તાલિબાન કઈ રીતે કામ કરે છે?

કોઈપણ દેશની સરકારની જેમ તાલિબાન પણ ચાલે છે. એમાં આખા સંગઠનનો એક વડો હોય છે. તે પછી ત્રણ ડેપ્યુટી નેતાઓ હોય છે. તેમની પાસે લીડરશિપ કાઉન્સિલ હોય છે, જેને રહબરી શૂરા કહે છે. એ પછી વિવિધ વિભાગોના કમિશન છે. દરેક પ્રાંત માટે અલગ ગવર્નર અને કમાન્ડરોની પણ નિમણૂક કરવામાં આવે છે.

3. તાલિબાનની વિચારધારા શું છે?

4. તાલિબાન કેટલા સમૃદ્ધ છે?

તાલિબાન તેમના હિસાબ-કિતાબની કોઈ વિગતો પ્રકાશિત કરતું નથી. એની ચોક્કસ કમાણી અને સંપત્તિ નક્કી કરવી મુશ્કેલ છે. 2016માં ફોર્બ્સે તાલિબાનનું વાર્ષિક ટર્નઓવર 2,968 કરોડ રૂપિયા હોવાનો અંદાજ મૂક્યો હતો. રેડિયો ફ્રી યુરોપ દ્વારા મેળવેલા નાટોના ગુપ્ત અહેવાલ મુજબ, 2019-20માં તાલિબાનનું વાર્ષિક બજેટ લગભગ 11 હજાર કરોડ હતું. ચાલો જાણીએ તેની કમાણીના મુખ્ય સ્ત્રોત શું છે...

5. અમેરિકા અને તાલિબાન વચ્ચે 20 વર્ષ ચાલ્યું યુદ્ધ

11 સપ્ટેમ્બર, 2001ના રોજ 19 આતંકવાદીઓએ અમેરિકાના 4 પેસેન્જર વિમાનોનું અપહરણ કર્યું હતું. આમાંથી બે વિમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર, 1 વિમાન પેન્ટાગોનમાં અને 1 વિમાન અજાણી જગ્યાએ ક્રેશ કરાવવામાં આવ્યું હતું. આ હુમલામાં 2996 લોકોનાં મોત થયાં હતાં. આ હુમલા પાછળ અલ કાયદાનો હાથ હતો. અમેરિકા ઓસામા બિન લાદેનના લોહી માટે તરસ્યું બન્યું. ઓસામા પહેલાં સુદાનમાં છુપાયો હતો, પછી અફઘાનિસ્તાનમાં આશરો લીધો. જ્યારે અમેરિકાને આ વિશે ખબર પડી ત્યારે તે અફઘાનિસ્તાન પર તૂટી પડ્યું. એ સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હતું.

6. તાલિબાનના વધતા પ્રભાવથી કોણ ચિંતિત છે?

7. તાલિબાનનો ભવિષ્યનો એજન્ડા શું છે?

એક્સપર્ટ ઇનપુટ્સ: કબીર તનેજા, ફેલો, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન
ગ્રાફિક્સ: રથિન સરકાર, પુનિત શ્રીવાસ્તવ

અન્ય સમાચારો પણ છે...