ભાસ્કર ઓપિનિયનચૂંટણીનું વર્ષ:આવતી જાન્યુઆરી સુધી નવ રાજ્યોમાં ચૂંટણી, પરંતુ હલચલ માત્ર રાજસ્થાનમાં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઠંડી વધી ગઈ છે. લોકો મોડા સુધી પથારીમાંથી ઉઠતા નથી અને ટ્રેનો પાટા પર ઊંઘી રહે છે. મોટાભાગની ટ્રેનો ત્રણથી તેર કલાક મોડી ચાલી રહી છે. આ બધું ત્રણ-તેરમાં જ છે. ઠંડી આમ તો રચનાઓનો કાળ છે. સર્જનાત્મક ઋતું છે. ઉત્તરાખંડના જોશીમઠમાં માનવીય ભૂલોના કારણે દુઃખ-તકલીફના નવા મુદ્દાઓ વધી ગયા છે. સરકાર ઢાંકપિછોડો કરવામાં લાગેલી છે.

રાજસ્થાન કંઈ અલગ જ સર્જનમાં લાગેલું છે. જાન્યુઆરીનો મહિનો છે અને જયપુરમાં લિટ ફેસ્ટ યોજાવા જઈ રહ્યો છે. સાહિત્યનો મેળો લાગશે. દરેક વર્ષની જેમ. આ જ સમયે જ્યારે જયપુરમાં ગીતોના ઘાટ સજાવાશે અને સાહિત્યકારોનો જમાવળો લાગશે, ત્યારે રાજકીય અખાડા પણ સજાવાના છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના કારણે લાંબા સમયથી ચૂપ બેસેલા કોંર્ગેસના નેતા તેમનો અવાજ ઉઠાવવા તૈયાર જ બેઠા છે. અશોક ગેહલોત બજેટ બનાવવામાં લાગેલા રહેશે અને સચિન પાઇલટ રાજકીય બજેટને બગાડવાનો નિશ્ચય કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, બજેટ સત્ર દરમિયાન જ સચિન પાઇલટ તેમના સર્મથનમાં રહેલા ધારાસભ્યોની સાથે આખા પ્રદેશમાં સભાઓ અને કિસાન-સંમેલન કરવાના છે.

આ સંમેલનોમાં, સભાઓને કોંગ્રેસની ચૂંટણીની વ્યૂરચના કહેવી કે ગેહલોત પક્ષ માટે પડકાર કે પાર્ટી હાઈકમાન્ડ સામે શક્તિ પ્રદર્શન, આ હાલપૂરતું તો ખાતરીપૂર્વક નથી કહી શકાતું, પરંતુ એ તો નક્કી છે કે આ થોડું-થોડું ઘણું બધું છે. સામેનો પક્ષ કંઈ રણનીતિ અપનાવે છે, તે તો ભવિષ્ય જ જણાવશે.

આ અગાઉ જ્યારે રાહુલ ગાંધીની યાત્રા રાજસ્થાનમાં આવવાની હતી, ત્યારે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાઇલટના વિરૂદ્ધ ખીલો ઠોકી દીધો હતો. કહીં દીધું હતું કે, તે કોઈ પણ સંજોગોમાં સચિનને ખુરશી આપવાના નથી. તણાવ ત્યાંથી જ વધી ગયો છે. જોકે યાત્રાના કારણે ત્યારે ક્રિયાની પ્રતિક્રિયા વધારે નહોતી આવી. માની લો કે, એક પ્રકારે યુદ્ધ વિરામની જાહેરાત થઈ ગઈ હોય.

કહેવામાં માર્ચ 2023થી જાન્યુઆરી 2024 સુધી નવ રાજ્યોમાં ચૂંટણીનો વારો છે, પરંતુ રાજસ્થાન સિવાયા ક્યાંય પણ વધુ હલચલ જોવા નથી મળી રહી. આ નવ રાજ્યોમાં મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, કર્નાટક, મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા સામેલ છે.

જો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચર્ચા કરીએ તો મધ્યપ્રદેશમાં સ્થિતિ સ્પષ્ટ નથી. રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે વિખવાદ જોવા મળી રહ્યો છે. એક છત્તીસગઢ જ છે જ્યાં કોંગ્રેસ બીજીવાર સત્તામાં આવવાનો દાવો કરી રહી છે અને આ દાવામાં દમ પણ જોવા મળી રહ્યો છે.

કારણ સ્પષ્ટ છે. પાછલા સાત વર્ષથી છત્તીસગઢમાં ભાજપ ઊંઘી રહી છે. તેને કોઈ ચિંતા નથી. કદાચ અહીંયા ભાજપ વિચારી રહી છે કે, તેને કશું નહીં કરવું પડે અને રાજ્યની સત્તા રાંધેલા ચોખાની જેમ તેમના મોઢામાં આવી જશે, પરંતુ તેવું લાગતું નથી કેમકે ચોખાને ખાવા માટે થાળીથી મોઢા સુધી લાવવાનું પરિશ્રમ તો કરવું જ પડશે.

અન્ય સમાચારો પણ છે...