તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Election Result 2021; Mamata Banerjee, Kailash Vijayvargiya, Rahul Gandhi, Sarbananda Sonowal, Palaniswami, And Kerala Politics

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોના પક્ષમાં ચૂંટણીનું પરિણામ આવશે!:દીદી જીત્યાં તો રાષ્ટ્રીય સ્તરે મોદી વિરોધનો ચહેરો બનશે; હાર્યા તો પાર્ટી પણ તૂટી શકે છે, જાણો કયા રાજ્યમાં કોનું નસીબ ચમકશે

13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ બંગાળમાં જીતે કે હારે કૈલાશ વિજયવર્ગીયની પ્રતિષ્ઠા વધશે
 • રાહુલ ગાંધી જો અસમ, કેરળમાં હાર્યા તો પછી G-21ના નિશાન પર આવશે

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ હવે પરિણામોની રાહ જોવાઇ રહી છે. સત્તાની ચાવી કઈ પાર્ટીના હાથમાં આવશે એ તો હવે 2 મેના રોજ સામે આવશે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ ઘણા એવા દિગ્ગજ નેતાઓ છે જેમની કારકિર્દી આ પરિણામ ઊપર નિર્ભર રહેલી છે. તો ચલો આપણે એક નજર ફેરવીએ એવા નેતાઓ ઊપર કે જેમના માટે આ ચૂંટણીના પરિણામ મહત્ત્વપૂર્ણ રહેશે......

મમતા બેનર્જીઃ ફરી એકવાર પોતાના રાજકીય સફરના મહત્ત્વના વળાંક પર
આ ચૂંટણી પાંચ રાજ્યમાં યોજાઈ છે, પરંતુ સમગ્ર દેશની નજર અત્યારે બંગાળ પર રહેલી છે. મોદી-શાહની જોડીએ બંગાળ જીતવાના પડાવને પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે, સ્ટ્રીટ ફાઈટર દીદીએ પણ આ ચૂંટણીમાં પોતાનું બેસ્ટ આપ્યું છે. આ ચૂંટણીના પરિણામો મમતા બેનર્જીના રાજકીય સફર પર કેવો પ્રભાવ પાડશે એને આપણે 2 ભાગમાં વહેંચી દઈએ.

જો દીદી ચૂંટણીમાં જીત્યાં તો.....
ભાજપે બંગાળની ચૂંટણી આક્રમક રીતે લડી છે. મોદી સરકારે એમની તમામ તાકાત જીત પ્રાપ્ત કરવામાં લગાવી દીધી છે. તેમ છતાં જો દીદી આમાં જીત પ્રાપ્ત કરીને બંગાળમાં સત્તા મેળવે છે તો એ રાષ્ટ્રીય સ્તર પર મોદી વિરોધી નેક્સસનું નેતૃત્વ કરવા માટેની પ્રબળ દાવેદાર બની શકે એમ છે.

કોલકાતાના વરિષ્ઠ પત્રકાર પ્રભાકર મણિ તિવારીએ જણાવ્યું હતું કે ભાજપની સૌથી મજબૂત જોડી મોદી અને શાહની છે, જો દીદી આ જોડીને હરાવવામાં સફળ રહ્યા તો તે રાષ્ટ્રીય સ્તર પર આગવી પ્રતિષ્ઠા મેળવશે. દીદી દેશભરમાં સંદેશો આપશે કે એમને એકલાએ ભાજપની સોથી પ્રબળ જોડીને પરાસ્ત કરી દીધી છે.

વિશ્લેષકોના આધારે, મમતાની જીતથી બીજી પણ એક અસર થશે કે કેન્દ્રમાં વિપક્ષના નેક્સસનું નેતૃત્વ કોઈ મજબૂત રીજનલ પાર્ટીના હાથમાં હોવું જોઈએ, લીડરશિપની સમસ્યામાં ફસાયેલી કોંગ્રેસના જેમ નહીં. બંગાળમાં દીદીની જીત એમને 2024ની સામાન્ય ચૂંટણીમાં વિપક્ષી નેક્સસના લીડર પણ બની શકે છે.

જો દીદી બંગાળમાં હાર્યા તો.....
રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ઘણા નેતાઓએ દીદીનો સાથ છોડીને ભાજપનો હાથ થામ્યો છે (શુભેન્દુ અધિકારી, દિનેશ ત્રિવેદી). જો દીદી હારી ગયા તો એમની પાર્ટીમાં મતભેદો વધી જશે અને અન્ય નેતાઓ પણ પાર્ટી સાથે છેડો ફાડી દેશે.

TMCમાં મમતાના ભત્રીજાથી પાર્ટીનો એક આખો વિભાગ નારાજ છે. સત્તા ગયા પછી આ તમામ નેતાઓ ભાજપનો સાથ આપી શકે છે. પાર્ટીમાં દીદીની પકડ પણ નબળી થશે અને અભિષેકના ભ્રષ્ટાચારના પગલે મમતાની પ્રમાણિક છબીને પણ નુકસાન પહોંચી શકે છે.

રાહુલ ગાંધીઃ જો અસમ, કેરળમાં હાર્યા તો પછી G-21ના નિશાન પર આવશે
આ ચૂંટણી કોંગ્રેસ કેરળ બાજુ વધારે કાર્યરત હતી, ત્યાં રાહુલ ગાંધી પણ વધુ સક્રિય જોવા મળ્યા હતા. પરંતુ અત્યારે મોટાભાગના એગ્ઝિટ પોલ લેફ્ટ ફ્રન્ટ પાર્ટીની વાપસીના એંધાણ આપી રહ્યા છે. કેરળના વરિષ્ઠ પત્રકાર બાબૂ પીટરે કહ્યું હતું કે રાહુલ કેરળમાં વધારે સક્રિય છે અને ત્યાં સાંસદ પણ હોવાથી જો તે આ ચૂંટણીમાં હારશે તો એમની છબીમાં પણ છીંડુ પડી જશે. શરૂઆતમાં એવું લાગતું હતું કે અસમમાં કોંગ્રેસ જીતશે પરંતુ એગ્ઝિટ પોલના અનુસાર ભાજપ અત્યારે આગળ છે. તમિલનાડુમાં કોંગ્રેસ DMK સાથે છે જે સત્તામાં વાપસી કરતી નજરે પડી રહી છે. પરંતુ, આ જીતનો શ્રેય સ્ટાલિનને જશે. બંગાળમાં કોંગ્રેસ રેસમાંજ નથી.

જો એગ્ઝિટ પોલ પર ધ્યાન આપીએ તો કોંગ્રેસ આ ટર્મની ચૂંટણીમાં સારૂં પ્રદર્શન કરે એવા જરાય એંધાણ નથી. આવામાં ભાજપ ફરી રાહુલના નેતૃત્વ પર નિશાન સાધશે, અને કોંગ્રેસથી અસંતુષ્ટ ગુલામ નબી આઝાદ જેવા નેતા પણ રાહુલ પર કટાક્ષ કરશે. પરંતુ અત્યારે રાહુલની રાજકીય છબીમાં વધારે નુકસાન પહોંચે એમ જણાઈ રહ્યું નથી. પરંતુ હો, જો બંગાળમાં હંગ એસેમ્બલીની સ્થિતિનું નિર્માણ થયું તો તૃણમૂલને સરકાર બનાવવા માટે લેફ્ટ ફ્રન્ટ કોંગ્રેસની જરૂરત પડશે, જેમાં રાહુલ શું નિર્ણય લેશે એ જોવા યોગ્ય હશે.

પલાનીસ્વામીઃ ચૂંટણી હાર્યા બાદ પણ જયલલિતાના વારસાના અધિકારી બનતા નજરે પડી રહ્યા છે
જયલલિતાના મૃત્યુ પછી પણ AIDMKના મધ્ય વર્ચસ્વની લડત ચાલુ છે. ચૂંટણીના સમયે મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કેટલાક એવા પગલાં ભર્યા હતા કે તેઓ ચૂંટણીમાં ભાગ નહીં લે તેમ છતાંપણ પાર્ટી પર એમની પકડ મજબૂત રહે.

ચેન્નઈમાં ધ હિંદૂના રાજકીય રિપોર્ટર ઉદ્ધવે જણાવ્યું હતું કે, ‘પલાનીએ મુખ્યમંત્રીના કાર્યકાળમાં વન્નિયાર જાતિને આરક્ષણ આપ્યું હતું. એ સ્વંય પણ ગવંદર જાતિના છે. જે બંનેની સાઉથ તમિલનાડુમાં મોટી સંખ્યા છે. પલાનીએ આ બંને વચ્ચે વસ્તી વચ્ચે પોતાનો જનાધાર તૈયાર કર્યો છે. આ સમયે મોટા ભાગના અન્નાદ્રમૂક આવા વિસ્તારોમાંથી વિજય મેળવવાતા હોય એમ જાણવા મળ્યું છે. તેવામાં વિજયી વિધાયતોમાં મોટાભાગના પલાની સમર્થકો જ હશે. જે પક્ષની લડતમાં પલાનીની મદદ કરે છે. ’

શશિકલાના સમયમાં પાર્ટીમાં થેવર જાતિનો દબદબો હતો પરંતુ હવે પલાનીએ આ સામાજિક સમીકરણને બદલી નાખ્યું છે અને પાર્ટીના અંદર વર્ચસ્વની જે લડત છે એમાં આગળ પડતા નજરે પડે છે. ભલે પલાની સત્તા ગુમાવી બેસે પણ પાર્ટી પર એમની પકડ તો વધુ મજબુત થશે.

પી વિજયનઃ હાર્યા તો નોર્મલ પેટર્ન માનવામાં આવશે, જીત્યાં તો કેરળ CPM પર એકછત્ર રાજ્ય
કેરળમાં લેફ્ટ ફ્રન્ટ અને કોંગ્રેસની આગેવાની વાળા યૂડૂએફ વચ્ચે પ્રત્યેક પાંચ વર્ષે સરકાર બદલાતી રહે છે. પરંચુ અત્યારે મોટાભાગના એગ્ઝિટ પોલ કેરળમાં લેફ્ટ ફ્રન્ટ પાર્ટીની વાપસીના એંધાણ બતાવી રહ્યા છે. જો આમ થશે તો ઈતિહાસ રચાશે અને વિજયન આ જીત સાથે લેફ્ટ વિંગનો એવો નેતા બનશે, જેને પડકાર આપનારૂ કોઈ નહીં હોય.

સર્વાનંદ સોનોવાલઃ અસમમાં ભાજપ આવી તો કદમાં વૃદ્ધિ થશે, પરંતુ સરમાના પડકારો પણ વધશે
અસમમાં CAA-NRCનો મુદ્દો અલગ રીતે અસર કરી રહ્યો છે. અહીંયા કોંગ્રેસ ભાજપથી આગળ જણાઈ રહી છે. એનું એક કારણ એ પણ છે કે સર્વનાંદ કરતા જો હિંમત બિસ્વ સરમા અસમના મુખ્યમંત્રી હોત તો ભાજપ સરળતાથી ચૂંટણી જીતી ગઈ હોત.

પરંતુ, અત્યારે એગ્ઝિટ પોલમાં અસમમાં ભાજપ સરકારની રિપોટી જોવા મળી રહી છે. આ જીત જો શક્ય થશે તો સર્વાનંદનું કદ વધી જશે. જોકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ વખતે ભાજપ પૂર્વોત્તરના અમિત શાહ હિંમત બિસ્વને CM બનાવી શકે છે.

અસમના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સર્વાનંદ PMના ખાસ છે અને હિંમત બિસ્વ કોંગ્રેસથી ભાજપમાં આવ્યા છે. એટલે ભાજપ જીતશે તો સર્વાનંદ જ CM બનશે.

કૈલાશ વિજયવર્ગીયઃ ભાજપ બંગાળમાં જીતે કે હારે આમની પ્રતિષ્ઠા વધશે
રાજકીય વિશ્લેષકોના મતે કૈલાશે છેલ્લા કેટલાક સમથી ગ્રાઉન્ડ લેવલનું ઘણું કાર્ય કર્યું છે. એમાં સંગઠનને મજબૂત કરવાની સાથે TMCના નેતાને તોડવાનું કામ પણ કર્યું છે. જો બંગાળમાં ભાજપ જીતશે તો પાર્ટીમાં એમને ઉચ્ચ સ્થાન મળશે. જાણકારોના અહેવાલ મુજબ તેઓ ગૃહરાજ્ય મધ્યપ્રદેશમાં ઉચ્ચ સ્થાનની ઈચ્છા રાખશે. ભાજપ હારશે તો પણ એમના કામને સમજશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો