તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બન્ને રાજકીય પક્ષો તરફથી મતદારોને આકર્ષવા માટેના પ્રયાસ શરૂ થયા છે. ત્યારે ચૂંટણી પ્રયાર-પ્રસાર માટેની સાધન-સામગ્રીની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે. આ ચૂંટણીમાં ભાજપે પોતાનું સૂત્ર બદલીને 'ભાજપ માટે ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ'ના સૂત્રના ટીશર્ટ સાથે ચૂંટણીપ્રચાર કરશે. કોંગ્રેસે કોરોના મહામારી વચ્ચે મતદારોને આકર્ષવા માટે સેનિટાઇઝર અને માસ્કનો સહારો લીધો છે, જ્યારે ભાજપ પણ ચિહન સાથેના ભગવા માસ્ક બનાવીને મતદારોને આપશે.
ભાજપની ચૂંટણી માટે તૈયારીઓ
સામાન્ચ રીતે દર વખતે ચૂંટણીના સમયે ટીશર્ટ, ટોપી અથવા અન્ય સામગ્રી પર 'સૌનો સાથ-સૌનો વિકાસ'ના સૂત્ર સાથેની સાહિત્ય સામગ્રી પ્રચારમાં જોવા મળતી હોય છે, જોકે આ વખતે નવા સૂત્ર સાથેના ટીશર્ટ ભાજપના પ્રચારમાં જોવા મળશે. આ વખતે બનાવેલા ટીશર્ટની વિશેષતા એ છે કે એના આગળના ભાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર છે, જ્યારે પાછળના ભાગ પર પણ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તસવીર જોવા મળશે. આવા અંદાજે 2 લાખ જેટલાં ટીશર્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
ભાજપે અન્ય સૂત્ર સાથે પણ ટીશર્ટ બનાવડાવ્યાં, તોરણનો પણ ઉપયોગ
ટીશર્ટની સાથે 'મારું ઘર ભાજપનું ઘર'ના સ્લોગનવાળાં તોરણ પણ લગાવાશે. આ સિવાય ચૂંટણીપ્રચાર માટે ઉપયોગમાં લેવાતાં ખેસ, ઝંડા, કટ આઉટ, બેઝ, પેન, બિંદી વગેરે સામગ્રી સાથે સાથે ભાજપના લોગોવાળાં માસ્ક પણ પ્રચારના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાશે. પ્રચાર-પ્રસાર બાબતે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાત છે મકક્મ, ભાજપ સાથે અડીખમની સાથે સાથે અન્ય બે સૂત્રો અંગે પણ ચર્ચા ચાલી રહી છે, જે અંગે પાર્લમેન્ટરી બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે. જોકે પ્રચાર- પ્રસાર માટે આ સૂત્ર સાથેના ટીશર્ટની કામગીરી શરૂ થયા બાદ આ સૂત્ર સાથે કોર્પોરેશન ચૂંટણીમાં ઝંપલાવશે એ નક્કી માનવામાં આવી રહ્યું છે. માત્ર ટીશર્ટ જ નહીં, પરંતુ ટોપી પર પણ આ સૂત્ર જોવા મળશે.
માસ્કની સાથે સેનિટાઇઝર સાથે પ્રચાર કરશે કોંગ્રેસ
ભાજપની સાથે કોંગ્રેસ પણ ચૂંટણીપ્રચારમાં પરંપરાગત ખેસ, ઝંડા, બેનર, પોસ્ટર, સ્ટિકર અને સેનિટાઇઝર સાથે પણ પ્રચાર-પ્રસાર કરશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા મુજબ, આ ચૂંટણીપ્રચારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળશે અને સ્થાનિક સ્તરે જે-તે વિસ્તારનાં મુદ્દા-સમસ્યાના આધારે પ્રચાર કરશે. મોદીકાળમાં 3ડી પ્રચાર-પ્રસાર થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સીએમ બન્યા બાદ પ્રચાર-પ્રસારનાં માધ્યમોમાં ફેરફાર આવવાની શરૂઆત થઈ હતી. એમાં મોદીના કટ આઉટથી લઇને વર્ષ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે થ્રીડી ચૂંટણી સભા મારફત પ્રચાર કરવામાં આવ્યો હતો. એમાં જાહેર સ્થાનો પર વાહનોમાં ડિસ્પ્લે મૂકીને પણ નરેન્દ્ર મોદીની સભાઓ બતાવવામાં આવતી હતી, જે પ્રચલિત બની હતી. જોકે વર્ષ 2017ના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગ થયો ન હતો અને 2019ની લોકસભાની ચૂંટણીમાં થ્રીડી માધ્યમનો ઉપયોગ નહિવત જોવા મળ્યો હતો.
કારીગરોને કામ મળ્યું, પણ રાત્રિ કર્ફ્યૂને કારણે કામનું ભારણ વધ્યું
સામાન્ય રીતે ચૂંટણીના સમયગાળા દરમિયાન રાત-દિવસ કામ ચાલતું હોય છે, પરંતુ આ વખતે રાત્રિ કર્ફ્યૂને કારણે કારીગરો પાસે કામ લઇ શકાય એમ ન હોવાથી સવારના 6થી રાતે 10 સુધી કામ ચલાવવાની ફરજ પડી છે. કારીગરો દિવસની 3 હજાર જેટલાં ટીશર્ટ તૈયાર કરી રહ્યા છે. લોકડાઉન બાદ અને કોરોના દરમિયાન મોટે પાયે ઓર્ડર મળવાથી રોજગારી મળી છે. અત્યારસુધી કોઇ મોટી ઇવેન્ટ ન હોવાથી ધંધામાં મંદી હતી, જોકે હવે ચૂંટણી સમયે મોટો ઓર્ડર મળવાથી ધંધામાં પ્રાણ ફૂંકાયા હોવાનું ઉત્પાદકો કહી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.