• Gujarati News
  • Dvb original
  • Eight Mature Books That Will Promote Mental Growth; These Are Advanced Level Books, Very Useful For Everyone

કરિયર ફન્ડા:આઠ મેચ્યોર બુક્સ, જે મેન્ટલ ગ્રોથ કરશે; આ છે એડવાન્સ લેવલ બુક્સ, દરેક લોકો માટે ઘણી જ ઉપયોગી

5 દિવસ પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

"જો તમે માત્ર તે પુસ્તક વાંચો છો જે અન્ય લોકો પણ વાંચી રહ્યાં છે, તો તમે માત્ર તે જ વિચારી શકો છો જે અન્ય લોકો વિચારી રહ્યાં છે."
- હારુકી મુરાકામી પોતાના પુસ્તક 'નોર્વેઇયન વુડ'માં (જાપાની લેખક)

કરિયર ફન્ડામાં સ્વાગત છે!

આજે અમે તમને આઠ એવી એડવાન્સ લેવલની બુક્સ અંગે જણાવીશું, જે તમે વાંચીને તમારું મેન્ટલ થિકિંગ પાવર વધારી શકો છો. જેને તમે, સમયથી સાથે, પોતાની લાઈબ્રેરીમાં જરૂરથી ખરીદીને રાખો.

પુસ્તકો તો ઘણાં વાંચ્યા હશે તમે!
બુક્સ ઘણાં પ્રકારની હોય છે, અને અલગ-અલગ રીતે આપણને ઈમ્પેક્ટ કરે છે. પરંતુ આજની બુક્સ એડવાન્સ લેવલની તે રોચક ગાથાઓ છે જે દરેક સ્ટુડન્ટ, પ્રોફેશનલ અને હોમમેકર વાંચીને એનરિચ બની શકે છે. તમારા વિચારવાની ક્વોલિટી, થોટ્સને શેપ આપવાની સ્કિલ અને કોન્ફિડન્સ બધું જ વધશે. પાક્કું મેં જ્યારે આ વાંચી હતી, અને મારી લાઈબ્રેરીમાં ઉમેરી હતી, મને આનંદ જ આનંદ મળ્યો. શું તમે તૈયાર છો "પ્યોર જોય" માટે?

આઠ એડવાન્સ લેવલની બુક્સ જે તમને તાત્કાલિક ફાયદો આપશે

1) મૈલા આંચલ- શરૂઆત હિન્દુ પુસ્તકથી કરીએ. ફણીશ્વરનાથ રેણુએ લખેલી, 'મૈલા આંચલ' 1954માં પ્રકાશિત થઈ હતી અને તેની વાર્તા 1942થી શરૂ થઈને આઝાદી પછીના માહોલ સુધી જાય છે. જેને હિન્દી સાહિત્યની પહેલી અને સર્વશ્રેષ્ઠ આંચલિક ઉપન્યાસ ગણાવવામાં આવે છે. વાર્તા નેપાળની સરહદ પાસેના ઉત્તર-પૂર્વી બિહારના એક પછાત ગ્રામીણ અંચલની છે જ્યાં ડોકટર પ્રશાંત પહોંચે છે. મલેરિયા અને કાળાબજાર પર શોધ કરે છે, પરંતુ ત્યાં તેમનો સામનો થાય છે, ગામમાં ફેલાયેલા અંધવિશ્વાસ, કુરીતિઓ, સામાજિક શોષણ અને ખેડૂતોની દુર્દશાથી. મૈલા આંચલ, હિન્દુસ્તાનના ગામના જનજીવન, ત્યાંની બોલી, ભાષા, લોક સંસ્કૃતિ, માન્યતાઓ, વિશ્વાસ, રીતિ રિવાજ અને તેમના સુખ-દુઃખને ઘણી જ વિશ્વસનીય રીતે રજૂ કરે છે. મને સૌથી વધુ તેની આંચલિકતા પસંદ આવે છે.

2) પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઇસ (Pride and Prejudice)- જેન ઓસ્ટોન દ્વારા રચિત આ પુસ્તકને વાંચવા માટે સૌથી રસપ્રદ પુસ્તકમાંથી એક અને અત્યાર સુધીના સૌથી પ્રસિદ્ધ ઉપન્યાસોમાંથી એક ગણાવવામાં આવી છે. પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઇસ એક એવી વિક્ટોરિયન દુનિયામાં બે બિલકુલ વિપરીત પાત્રોના પ્રેમાલાપની વાર્તા છે જેના સૌજન્ય અને શિષ્ટાચાર અભિન્ન અંગ છે. ઉપન્યાસ સામાજિક અપેક્ષાઓના તેમજ સમસ્યાઓને નેવિગેટ કરવાના પ્રયાસ કરતી એક યુવાન મહિલાના આત્મનિરીક્ષણ યાત્રા પુરવાર કરે છે. મને આ પુસ્તકમાં પ્રેમની તાકાતની વાત ઘણી જ પસંદ આવી.

3) છાવા- લેખક શિવાજી સામંત દ્વારા લખવામાં આવેલી, 'છાવા' એક મોટો અને ઐતિહાસિક ઉપન્યાસ છે, જે છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજીને કેન્દ્રમાં રાખે છે. આ તમને વિભિન્ન સંબંધ જેમકે પિતા-પુત્ર, પતિ-પત્ની, મા-પુત્ર વચ્ચે થનારા ઈમોશન્સની ઝીણામાં ઝીણી વાતને જણાવવાની સાથે-સાથે મરાઠા અને મોઘલ ઈતિહાસ તેમના રાજકરણ, સંસ્કૃતિ, યુદ્ધ-જીવન વગેરે અંગે પણ જણાવે છે. મારું એવું માનવું છે કે એક વખત શરૂ કર્યા પછી આ પુસ્તકને ખતમ કર્યા વગર પાછી રાખવી પાઠક વાંચે માટે મુશ્કેલ હોય છે. મને આ પુસ્તકમાં ઈમોશન્સ અને જોશ ઉત્કૃષ્ટ લાગ્યા.

4) મેકડોનલ્ડ્સઃ બિહાઈન્ડ ધ આર્ચેસ- માત્ર એક નાનાકડા રેસ્ટોરાંથી શરૂ થયેલી આ વાર્તા કઈ રીતે એક ભીમકાય મલ્ટીનેશનલ બની, આ તેની અવિશ્વસનિયા દાસ્તાન છે. રેમન્ડ ક્રોકનું વિઝન અતુલનીય જોવા મળે છે, અને બર્ગર બનાવવા જેવા ધંધામાં વિજ્ઞાનનો પ્રયોગ, અકલ્પનીય. દરેક આંત્રપ્રેન્યોર જરૂરથી વાંચે. મને તેનો આસાન ફ્લો મજેદાર લાગ્યો.

5) યયાતિ- વિષ્ણુ ખાંડેકર દ્વારા લેખિત આ મને કોઈ સમ્રાટના જીવનનું સૌથી જીવંત ચિત્રણ લાગે છે. આ મારું ફેવરિટ પૌરાણિક ઉપન્યાસ છે. એક રાજકુમાર જેને પોતાના પૂર્વજોના કૃત્યો સાથે બરોબરી કરવી છે પરંતુ જેને શ્રાપનો ભય પણ છે. જેને મહેલોની સુખ સુવિધાઓની ઈચ્છા નથી પરંતુ બીજો માર્ગ પણ ન હોવાના કારણે મજબૂર છે. જે કામાતુર છે અને પોતાની પત્નીનો અંકુશ પણ નથી સહી શકતો. એક એવા મનુષ્યની ભાવનાઓનું શ્રેષ્ઠ ચિત્રણ લેખકે કર્યું છે. ઐતિહાસિક વિશ્લેષણ સારું લાગ્યું.

6) ફાઉન્ટેનહેડ (Fountainhead)- એન રેડ દ્વારા લેખિત પુસ્તક ફાઉન્ટેનહેડ આપણને આપણી ઈન્ડિવિઝ્યુઅલ સ્ટ્રેન્થને વધારવા, અને સમાજના દબાણમાં પોતાને ન કચડવાનો સંદેશ આપે છે. હાવર્ડ રોર્ક એક એવા શહેરમાં એક દુરદર્શી આર્કિટેક્ટ છે જ્યાં વ્યક્તિતત્વની સરાહના નથી કરવામાં આવતી. તે પોતાના સમયથી આગળ છે અને દુનિયા તે માટે તૈયાર નથી. રોર્ક સમજૂતી કરવાનો ઈનકાર કરી દે છે અને સમાજની પાસે તેને નષ્ટ કરવા ઉપરાંત કોઈ વિકલ્પ નથી, કેમકે તે ઘણું અલગ છે. આ પીટર કીટિંગની પણ વાર્તા છે, જે રોર્કને પોતાના સૌથી મોટા દુશ્મન ગણાવે છે. મને તેમાં પાત્રોના સંઘર્ષ અને વિજયનું ચિત્રણ અદ્ભૂત લાગ્યું.

7) રાગ-દરબારી- હવે પછીનું પુસ્તક, 1968 પ્રકાશિત રાગ દરબારી, હિન્દી સાહિત્યની સર્વશ્રેષ્ઠ વ્યંગ્ય કૃતિ ગણાવવામાં આવે છે. જેના લેખક છે શ્રી લાલ શુક્લ. આ મારું ફેવરિટ વ્યંગ્યાત્મક પુસ્તક છે. જેમાં શિવપાલગંજ નામના એક ગામની વાત છે, જ્યાં સરકારી તંત્ર બિલકુલ ભ્રષ્ટ થઈ ગયું છે અને સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જાય છે, અને લોકો પોતાના સ્વાર્થની સિદ્ધિમાં લાગેલા છે તથા ગામનો વિકાસ અટકેલો છે. આ પુસ્તક આજના સમયમાં વધુ પ્રાસંગિક લાગે છે. વ્યગ્યાત્મક શૈલીમાં લખાયેલા હિન્દી સાહિત્યમાં તેને ક્લાસિકલનો દર્જ પ્રાપ્ત છે. મને તેમાં લેખકનો હાસ્ય-બોધ ઉમદા લાગ્યો.

8) ઓરિજિન ઓફ સ્પીશીઝ (Origin of Species)- ચાર્લ્સ ડાર્વિન દ્વારા લેખિત આ આપણાં (અને કોઈ પણ) સમયની સૌથી પ્રસિદ્ધ અને પ્રભાવશાળી પુસ્તકોમાંથી એક આ પુસ્તક આશ્ચર્યજનક રીતે, ઘણી જ ઓછી વંચાય છે. આ પુસ્તકે દુનિયા અને મનુષ્યના વિચારને ઘણાં બદલાવી નાખ્યા. આ પોતાના પહેલા પ્રકાશનના એક સદી પછી પણ શક્તિશાળી અને આકર્ષક પઠન છે. દુનિયામાં ઉપસ્થિતિ તમામ પ્રજાતિઓની ઉત્પતિ પર ટેકનિકલ ઈનસાઈટ પોતાનામાં એક ક્રાંતિ હતી, અને છે. મને તેનો મજબૂત ટેકનિકલ આધાર, ઉંડા બૌદ્ધિક તર્ક અને ડાર્વિનનો કોન્ફિડન્સ ઉમદા લાગ્યો.

આજનું કરિયર ફન્ડા છે "વાંચતા રહો, આગળ વધતા રહો"!