તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DB ઇમ્પેક્ટ:દિવ્ય ભાસ્કરના ખાસ અહેવાલની અસર, શિક્ષણ વિભાગ શેરી શિક્ષણ અંગે ઉત્તમ કામગીરી કરનારનું કરશે બહુમાન

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યભાસ્કર ડિજિટલમાં 9 જુલાઇના રોજ આ સ્ટોરી પ્રસિદ્ધ થઈ હતી
  • શિક્ષણ વિભાગે દરેક જિલ્લામાંથી શેરી-મહોલ્લા શિક્ષણની વિગતો માગી

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ હોવાથી ગ્રામીણ અને કેટલાક શહેરી વિસ્તારમાં શેરી શિક્ષણ ચલાવી રહ્યું છે. જેને લઇને દિવ્યભાસ્કરે 9 જુલાઇએ ખાસ અહેવાલ તૈયાર કર્યો હતો. જેમાં દાહોદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ વગેરે જિલ્લામાં શિક્ષકો મારફતે સ્વેચ્છાએ આપવામાં આવતા શિક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેની નોંધ લઈ શિક્ષણ વિભાગે દરેક જિલ્લામાંથી શેરી અને મહોલ્લા શિક્ષણની વિગતો માગી છે. જેમાં 16 જુલાઈ સુધી માહિતી મોકલવા DPO ને સૂચના અપાઈ છે.

શિક્ષણ વિભાગનો પરિપત્ર.
શિક્ષણ વિભાગનો પરિપત્ર.

શિક્ષણમંત્રીની સૂચનાથી પ્રાથમિક શિક્ષણ નિયામકે કર્યો પરિપત્ર
રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને પરિપત્ર કરી મહત્વની સૂચના આપવામાં છે કે તેમના જિલ્લામાં શેરી કે મહોલ્લામાં બાળકોને બોલાવી જે શિક્ષકો ભણાવી રહ્યા હોય તેની વિગતો આપવામાં આવે. પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેઈલ મારફતે શિક્ષકો કેટલા બાળકોએ આ પ્રકારના શિક્ષણનો લાભ લીધો, તેના ફોટોગ્રાફ્સની વિગતો આપવામાં આવે. સૌથી મહત્વની વાત એ છે કે પરિપત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ માહિતી શિક્ષણમંત્રીના કાર્યાલય તરફથી મળેલ સુચનના આધારે માંગવામાં આવી રહી છે.

દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલો અહેવાલ... સરકાર નહીં, શિક્ષકોને ચિંતા, ભાગીદારીમાં જૂનાં-નવાં ટીવી ખરીદી શેરીઓમાં વહેંચ્યાં; હવે લાખો વિદ્યાર્થીઓ મેળવે છે શિક્ષણ

આગામી દિવસોમાં આવા શિક્ષકોનું બહુમાન કરીશું- શિક્ષણમંત્રી
આ બાબતે દિવ્યભાસ્કરે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાત કરી જેમાં તેમણે જણાવ્યું કે, હાલ તો પ્રાથમિક તબક્કે જે-તે જિલ્લામાં શિક્ષકો શેરી કે મહોલ્લા શિક્ષણ બાબતે સારી કામગીરી કરી રહ્યા હોય તે અંગે ડેટા એકત્રિત કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં આ શિક્ષકોની કામગીરીને કેવી રીતે બિરદાવવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. અમે શિક્ષકોને શેરી શિક્ષણ અંગે અપીલ કરી હતી, જેને શિક્ષકોએ સારી રીતે નિભાવી છે, જેથી આવનાર દિવસોમાં આ પ્રકારની કામગીરી કરનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવશે, જ્યારે જેમને હજુ આ પ્રયોગ નથી કર્યો, તેમને પ્રેરિત કરવાનો આ હેતુ છે.

દિવ્ય ભાસ્કરે શિક્ષકોની કામગીરી અંગે તૈયાર કર્યો હતો ખાસ અહેવાલ
9 જુલાઈ એ દિવ્ય ભાસ્કરે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શેરી શિક્ષણ બાબતે થયેલી શિક્ષકોની કામગીરી અંગે ખાસ અહેવાલ તૈયાર કર્યો હતો. જેમાં શિક્ષકો પોતાની રીતે વિદ્યાર્થીઓ માટે TVની વ્યવસ્થા કરી, બાળકોને મોબાઈલ રિચાર્જ કરાવી આપી તથા ગામડાઓમાં અલગ અલગ વિસ્તારમાં જઈ નવા પ્રયોગો થકી ભણાવતા હોય તે વિગતો અહેવાલનો શમાવેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...