એપ્રિલ મહિનો છેલ્લા 122 વર્ષોના સૌથી ગરમ દિવસોમાંનો એક રહ્યો છે. તાપમાન 45 ડિગ્રીને પાર થઈ ગયું એટલે કે હીટવેવ. આ હીટવેવ અચાનક નથી આવી. શહેર વધી રહ્યા છે, જંગલની હાલત તો તમે જોઈ જ રહ્યા છો. હિમાલયના પીગળતા ગ્લેશિયર પણ આવનારા જોખમની કહાની કહી રહ્યા છે. છેલ્લા 35 વર્ષમાં કુલ શહેરી વસ્તીમાં 2.3 અબજનો વધારો થયો છે.
દુબઈનું જ ઉદાહરણ લઈએ તો અહીં 1984માં 3 લાખ 25 હજાર વસ્તી હતી. 2020માં વસ્તી 33 લાખની નજીક પહોંચી ગઈ છે. આ બદલાવ ગ્લેશિયરથી લઈને જંગલો સુધીની દરેક વસ્તુ પર ખરાબ અસર કરી રહ્યા છે.
ગૂગલના કેટલાક પસંદ કરેલા વીડિયોની મદદથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે 30 વર્ષમાં ગ્લેશિયર, જંગલ અને વિકસતા શહેરોએ પૃથ્વીની કેવી હાલત કરી છે. આખી વાત જાણવા માટે ઉપર જઈને વીડિયો એક્સ્ક્લૂઝિવ જુઓ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.