તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Due To Lack Of Money, He Had To Quit His Studies. Now He Earns Rs 60 Lakh Every Year From TORO Farming.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:પૈસાની અછતને પગલે અભ્યાસ છોડવો પડ્યો, હવે અળવીની ખેતીથી દર વર્ષે 60 લાખની કમાણી કરે છે

ખંડવા17 દિવસ પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
મધ્યપ્રદેશના ખંડવામાં રહેતા રામચંદ્ર પટેલ 25 વર્ષથી અળવીની ખેતી કરી રહ્યાં છે. - Divya Bhaskar
મધ્યપ્રદેશના ખંડવામાં રહેતા રામચંદ્ર પટેલ 25 વર્ષથી અળવીની ખેતી કરી રહ્યાં છે.

આજની વાત છે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લા કાલંકા ગામમાં રહેતા રામચંદ્ર પટેલની. રામચંદ્ર પટેલ માત્ર 12 ધોરણ સુધી જ ભણ્યાં છે, પરંતુ આજે તેઓ ખેતીથી લાખો રૂપિયાની કમાણી કરે છે. લગભગ 25 વર્ષ પહેલાં તેઓએ અળવીની ખેતી શરૂ કરી હતી. હવે તેઓ દિલ્હી, મુંબઈ સહિત અનેક શહેરોમાં પોતાની પ્રોડક્ટ સપ્લાઈ કરે છે. ગત વર્ષે તેઓએ 60 લાખથી વધુની કમાણી કરી હતી.

48 વર્ષના રામચંદ્ર એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેઓ કહે છે કે, "હું ત્રણ ભાઈઓમાં સૌથી મોટો છું. પિતાજી એકલા ખેતી સંભાળી શકતા ન હતા અને ઘરમાં પણ પૈસાની ભારે અછત રહેતી હતી. હું નહોતો ઈચ્છતો કે મારા બંને નાના ભાઈઓ ખેતી કરે, તેથી મેં પોતે ખેતી કરવાનો નિર્ણય કર્યો. ત્યારે અમારી પાસે વધુ જમીન ન હતી. પિતાજી પારંપરિક ખેતી કરતા હતા. તેમાં કોઈ ખાસ નફો થતો ન હતો. જે પછી મેં વિચાર્યું કે કેમ ન એવા કોઈ પ્લાન્ટ્સની ખેતી કરવામાં આવે કે જેનાથી જમીનની જરૂરિયાત પણ ઓછી રહે અને નફો પણ વધારે થાય."

ગત વર્ષે રામચંદ્રના ખેતર પર જિલ્લાના કલેક્ટર અને એસપી આવ્યા હતા. તેઓએ રામચંદ્ર પાસેથી સારી ખેતી અંગે જાણકારી મેળવી હતી.
ગત વર્ષે રામચંદ્રના ખેતર પર જિલ્લાના કલેક્ટર અને એસપી આવ્યા હતા. તેઓએ રામચંદ્ર પાસેથી સારી ખેતી અંગે જાણકારી મેળવી હતી.

તેઓ કહે છે કે, "તે સમયે મારા મામાને ત્યાં અળવીની ખેતી થતી હતી અને તેઓ સુખી સમ્પન્ન પણ હતા. મેં પણ નક્કી કર્યું કે એક વખત અળવીની ખેતી કરીને પણ જોઈએ. જે પછી હું મામા પાસેથી એક ગુણી અળવી લઈને મારા ગામડે આવ્યો અને મેં તેને મારા ખેતરમાં વાવી દિધી. જ્યારે ગ્રામવાસીઓને ખબર પડી તો તેઓએ કહ્યું કે અહીં અળવીની ખેતી શક્ય જ નથી. તારી પાસે જે થોડીઘણી જમીન છે, તેને પણ ખરાબ કરી રહ્યો છે. પરંતુ હું પીછેહટ કરવા માગતો ન હતો. વિચાર્યું, જે કંઈ થશે તે જોયું જશે."

રામચંદ્ર કહે છે કે, પહેલાં વર્ષે જ મારી મહેનત રંગ લાવી અને એક ગુણીથી 40 ગુણી અળવીનું ઉત્પાદન થયું. તેનાથી મારું મનોબળ વધ્યું. મેં બાકી જે થોડી જમીન હતી, તેના પર પણ અળવી વાવી દિધી. આ રીતે દર વર્ષે હું તેનો વ્યાપ વધારતો ગયો. આજે 20 એકર જમીન પર હું અળવીની ખેતી કરી રહ્યો છું. ગત વર્ષે 3 હજાર ગુણી અળવીનું પ્રોડક્શન અમે કર્યું હતું.

રામચંદ્ર જણાવે છે કે પ્રતિ એકર અળવીની ખેતીથી લાખ રૂપિયાની કમાણી થાય છે. જો માર્કેટમાં ભાવ યોગ્ય મળ્યા તો તેનાથી કમાણી વધી પણ શકે છે.
રામચંદ્ર જણાવે છે કે પ્રતિ એકર અળવીની ખેતીથી લાખ રૂપિયાની કમાણી થાય છે. જો માર્કેટમાં ભાવ યોગ્ય મળ્યા તો તેનાથી કમાણી વધી પણ શકે છે.

રામચંદ્ર જણાવે છે કે માર્કેટિંગને લઈને મને ખાસ કોઈ મુશ્કેલી ન પડી. પહેલી વખત અમે અમારી પ્રોડક્ટ ઈન્દોર મોકલી હતી. તેઓને પસંદ આવી તો અમે અમારી પ્રોડક્ટની રેગ્યુલર સપ્લાઈ કરવા લાગ્યા. આ રીતે જ આસપાસની મંડીઓમાં પણ અપ્રોચ કર્યું અને તેઓ પણ અમારી પ્રોડક્ટ ખરીદવા લાગ્યા. હાલ અનેક શાક વેચનારા ખેતરમાંથી જ અળવી ઉઠાવી લે છે.

અળવીની ખેતી કઈ રીતે કરીએ?
અળવીની ખેતી ખરીફ અને રવી પાક એમ બંને રૂતુમાં કરી શકીએ છીએ. ખરીફ પાકની વાવણી જૂન-જુલાઈમાં કરવામાં આવે છે. જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના સુધી તૈયાર થઈ જાય છે. ત્યાં રવી પાકની સીઝન ઓક્ટોબરમાં શરૂ થાય છે. જે એપ્રિલ-મે સુધી તૈયાર થઈ જાય છે. અળવીની ખેતી માટે લાલ માટી સારી ગણવામાં આવે છે. એક એકર જમીનમાં અળવીની ખેતી માટે 4-5 ટ્રોલી ગોબર ખાતરની જરૂરિયાત હોય છે. સાથે જ જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતરની પણ જરૂર પડે છે.

અળવીના પાંદડામાં વિટામિન A, મિનરલ્સ જેવા ફાસ્ફોરસ, કેલ્શિયમ, આર્યન અને બીટા કેરોટિન મળે છે.
અળવીના પાંદડામાં વિટામિન A, મિનરલ્સ જેવા ફાસ્ફોરસ, કેલ્શિયમ, આર્યન અને બીટા કેરોટિન મળે છે.

ખેતર ખેડવામાં આવ્યા બાદ તેમાં ગોબરના ખાતરને સારી રીતે મેળવવામાં આવે છે. જે બાદ એક ફુટના અંતરે બીજ લગાવીને માટીથી ઢાંકી દેવામાં આવે છે. બીજ સાફ અને સ્વસ્થ હોય તે વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. તે માટે દરેક ચાર-પાંચ દિવસમાં સિંચાઈની જરૂરિયાત હોય છે. વરસાદ અને ઠંડીમાં પાણીની જરૂરિયાત ઓછી હોય છે.

એક એકરથી લાખ રૂપિયાની કમાણી કરી શકે છે
રામચંદ્ર જણાવે છે કે પ્રતિ એકર અળવીની ખેતીથી લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. જો માર્કેટ ભાવ યોગ્ય મળે તો તેનાથી વધુની પણ કમાણી થઈ શકે છે. એક એકર જમીન પર અળવીની ખેતી માટે 60 હજાર રૂપિયા ખર્ચ થાય છે. તેઓ કહે છે કે શહેરી ક્ષેત્રોમાં અળવીના પાંદડાની પણ સારી એવી ડિમાન્ડ હોય છે. અળવીની સાથે ધાણા અને બીજા શાકભાજીઓની પણ ખેતી થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser