ડિજિટલ ડિબેટ:શું કોરોના વેક્સિન લેવાથી નપુંસક થઈ જવાય છે? જાણો સત્ય

એક વર્ષ પહેલા

ગામની શેરીમાં નાળિયેરનું તોરણ બાંધવાથી કોરોના ગામમાં પ્રવેશી શકતો નથી, માતાજી છે એટલે કોરોના કંઈ બગાડી શકશે નહીં, ભુવાજીએ વેક્સિન લેવાની ના પાડી છે, રોજા હોવાથી વેક્સિન લઈ શકાય નહીં, અમે કંઈ ખોટું કર્યું નથી તો વેક્સિન કેમ લઈએ?, વેક્સિન લઈશું તો કામ બગડશે, અમે મરી જઈશું, હિન્દુ-મુસ્લિમની અલગ વેક્સિન હોય છે એટલે નથી લેતા, કોરોના એ વસતી નિયંત્રણ માટેનું સરકારનું ષડયંત્ર છે, વેક્સિન લેવાથી નપુંસકતા આવી જાય છે, વેક્સિન લેનારા લોકો બે વર્ષમાં મરી જવાના છે, વેક્સિનમાં માઈક્રોચિપનો ઉપયોગ થયો છે. વેક્સિન અંગે કંઈક આવી અંધશ્રદ્ધા, માન્યતા અને અફવાઓ ચાલી રહી છે. જેને કારણે એક મોટા વર્ગમાં વેક્સિન લેવાનો ડર પણ છે. હકીકતમાં આવું કંઈ જ નથી, કોરોનાની ત્રીજી લહેરથી બચવું હશે તો વેક્સિન જ એકમાત્ર હથિયાર છે.

આવી અંધશ્રદ્ધા, માન્યતા, અફવાઓ અને ડરથી કેવી રીતે દૂર રહેવું તે માટે દિવ્ય ભાસ્કર આપના માટે ડિજિટલ ડિબેટ લઈને આવ્યું છે. આ ડિબેટમાં ખોટા બૂમ-બરાડા, ફેંકમફેંક, હાસ્યાસ્પદ, ગોળગોળ અને આધાર વગરની વાતો નહીં હોય પણ એક્સપર્ટે કરેલી એ જ સ્પષ્ટ વાત હશે જે તમારા માટે જાણવી જરૂરી હશે. તો આવો માણીએ ડિજિટલ ડિબેટ, વેક્સિનઃ અંધશ્રદ્ધા, માન્યતા, ડર અને સત્ય.

અન્ય સમાચારો પણ છે...