તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડોકટર પીપી દેવન કેરળથી છે અને આજકાલ પ્રખ્યાત થઈ રહ્યા છે. કોરોનાની સારવાર માટે તેમની વિવિધ પદ્ધતિઓએ તેમને ચર્ચામાં લાવ્યા છે. ડો દેવાન માને છે કે ઝિંક અને ગરમ પાણી તમને કોરોનાથી સુરક્ષિત કરી શકે છે. તેમના મતે, જો શરીરમાં ઝિંકનું સ્તર સારું છે, તો પછી ચેપ અથવા વાયરસ શરીરને અસર કરી શકતા નથી. તેઓ અત્યાર સુધીમાં ઝિંક અને ગરમ પાણીથી કોરોનાના 7 દર્દીઓની સારવાર કરી ચૂક્યા છે અને તમામ દર્દીઓ સ્વસ્થ પણ થઈ ગયા છે.
30 વર્ષથી શરદી અને ઉધરસની સારવાર કરી રહેલા ડોક્ટર દેવન હાલમાં જ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. કારણ સ્પષ્ટ છે કે કારણ કે કોરોનાથી બચવા માટેના આ પગલાં ખૂબ જ સરળ અને સામાન્ય છે અને આ માટે જટિલ ઉપચારની કોઈ જરૂર નથી.મેંગ્લુરુના એજે મેડિકલ કોલેજમાં હેડ અને નેક સર્જરીના પ્રોફેસર ડો.દેવનના કહેવા મુજબ જો દેશમાં દરેક જણ તેમના આહારમાં ઝિંકનો સમાવેશ કરે તો આવા ચેપને ટાળી શકાય છે.
ડો.દેવન કહે છે, કોરોના એ કોઈ નવો વાયરસ નથી, આજકાલ તેની શક્તિમાં વધારો થયો છે. આનું મોટું કારણ એ છે કે આપણો ખોરાક બદલાઈ ગયો છે. તમે દરરોજ જે ખાશો તેમાં ઝિંકનો સમાવેશ કરીને આ રોગચાળો ટાળી શકાય છે. તરબૂચ, પપૈયા, પાઈનેપલ અને અખરોટ ઝિંકથી સમૃદ્ધ છે. અથવા જો તમે ઇચ્છો, તો તમે તેને ટેબ્લેટ સ્વરૂપમાં પણ લઈ શકો છો. અમે ડો. દેવન સાથે કોરોના અટકાવવા માટેની આ સરળ રીતો પર વાત કરી.
1. કોરોના પોઝિટિવની સારવાર માટે તમારી પદ્ધતિ શું છે? વાયરસના આગમન પછી તરત જ તેની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સારવાર વાયરસ શરીરમાં દાખલ થયાના 48 કલાકની અંદર કરવી પડશે. જો તમને ગળામાં દુખાવો છે અથવા થાક લાગે છે, તો તરત જ ગરમ પાણી પીવાનું શરૂ કરો. એટલું ગરમ કે પીધા પછી તમને પરસેવો આવે અને શરીરનું તાપમાન એક કે બે ડિગ્રી વધે છે. પરસેવો ચાલવા અથવા સખત મહેનત કરવાથી પણ આવે છે, પરંતુ માત્ર ગરમ પાણી વાયરસને વધતા અટકાવશે. જો શરીરમાં ઝિંકનું સ્તર સારું રહેશે તો ઇમ્યુનિટી મજબૂત થશે અને વાયરસ મરી જશે.
2. શું ખાવાથી શરીરમાં ઝિંકનું લેવલ સારું રહે છે? પપૈયા અને તરબૂચના બીજનો પાવડર બનાવીને તેને ભાત સાથે ખાઓ. અથવા 2 અખરોટ, ડાર્ક ચોકલેટ, એક-બે સ્લાઈસ પાઈનેપલ દ્વારા તમારી ડાઈટમાં ઝિંકનો સમાવેશ કરી શકો છો. તે સિવાય તમારા ડોકટરને પૂછીને ઝિંક અને આયરન ટેબ્લેટ્સ લઈ શકો છો.
3. ઝિંક કઈ માત્રામાં અને ક્યારે લેવો જોઇએ? દરરોજ 40 એમજી ઝિંકની જરૂરત શરીરને હોય છે. સાઉથ ઇન્ડિયામાં રસમ પીવે છે, જેમાં ઝિંક હોય છે. લંચ-ડિનર પછી ફ્રૂટ્સ ખાવાથી પણ આ મળશે. ડોકટર જે સિરપ-ટેબ્લેટ આપે તે સામાન્યપણે સ્વસ્થ રહેવા અઠવાડિયામાં 2 વાર લેવાની હોય છે. કોરોના દરમિયાન તેને રોજ લેવી જોઈએ. ઓછામાં ઓછા દસ દિવસ સુધી.
4. શું હંમેશા શરીરમાં ઝિંકના લેવલ વિશે ધ્યાન રાખવાની જરૂર છે? મારી પાસે અમુક એવા બાળકો આવે છે, જે કાયમ બીમાર થતા રહે છે. મેં તેમને ઝિંકને ડાઈટમાં સામેલ કરવા કહ્યું અને તે ઓછા બીમાર પડવા લાગ્યા. હું એટલું જ કહીશ કે, તેને દરરોજ ખાવામાં લેવું જોઈએ.
5. શું દરેક ઉંમરના લોકો તેને લઈ શકે છે? 60 વર્ષથી વધુ ઉંમરના લોકો કોરોનાથી મરી રહ્યાં છે કારણ કે તેમના શરીરમાં ઝીંકની અછત છે. જો આપણે તેમને ઝિંક આપીએ તો તેઓને મોટો ફાયદો થશે. તેની કોઈ આડઅસર નથી. બ્લડ પ્રેશર અથવા કોઈ રોગથી પીડિત લોકો ઝિંક પણ લઈ શકે છે. તમામ ઉંમરના લોકો તેને લઈ શકે છે.
6. ખાઈને મળનાર ઝિંક વધુ સારું કે દવા દ્વારા તેને લેવાનું વધુ સારું છે? જો આપણે ખાવામાં તેનો સમાવેશ કરીએ તો તે વધુ સારું રહેશે. જોકે દવા દ્વારા પણ લઈ શકાય છે. તમે કેવી રીતે લો છો તેનું ખાસ ધ્યાન રાખો. ઘણી વાર હું ઝિંક ટેબ્લેટ આપું છું અને શરીરમાં પચતી નથી. ભાત અથવા લીંબુ સાથે લેવાથી તે સરળતાથી પછી જશે.
ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવા માટેના ચાર સૂચનો ...
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.