તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડોનેશિયાથી ગ્રાઉન્ડ રિપોર્ટ:અહીં રામ-શિવ વસે છે, દિવાળીમાં અહંકાર દૂર કરવા 30 દિવસનું વ્રત રાખવામાં આવે છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
રામલીલામાં કુંભકર્ણનો વધ કરતા ભગવાન રામ. - Divya Bhaskar
રામલીલામાં કુંભકર્ણનો વધ કરતા ભગવાન રામ.

ભલે મુસ્લિમ બહુમતીવાળા ઈન્ડોનેશિયામાં હિન્દુઓની વસતિ 2% કરતાં ઓછી હોય, પરંતુ રામ અને શિવ અહીં સંસ્કૃતિમાં વસેલા છે. અહીં બધા તીજ-તહેવાર એવી રીતે જ ઊજવવામાં આવે છે, જેવી રીતે ભારતમાં મનાવવામાં આવે છે. અહીં બાલા, સુમાત્રા અને સુલાવેસી, પશ્ચિમી પાપુઆમાં દિવાળીને મુખ્ય તહેવાર માનવામાં આવે છે.

દિવાળી માટે અનુષ્ઠાન 30 દિવસ પહેલાં જ શરૂ થઈ જાય છે. લોકો 30 દિવસનું વ્રત રાખે છે. જોકે આ પરંપરા અમુક લોકો જ નિભાવે છે. સુમાત્રાના મેદાનમાં રહેતા ડી. સુરેશ કુમાર જણાવે છે, 30 દિવસનું આ વ્રત આત્મનિયંત્રણ, આત્મમંથન, પોતાની કમીઓને સુધારવા અને દિવાળીથી નવી શરૂઆતના રસ્તા ખોલવા માટેનું હોય છે.

આ 30 દિવસમાં અમે ઘરને સજાવીએ છીએ. રંગ-રોગાન કરીએ છીએ, દીપ પ્રગટાવીએ છીએ. દિવાળીની સવારે સ્નાન કરીને સપરિવાર મંદિર જઈએ છીએ. પરિચિતો અને મિત્રોના ઘરે જઈએ છીએ. રાત્રિ પૂજન પછી માતા-પિતા અને વૃદ્ધોને પગે લાગીએ છીએ. અંહકાર દૂર કરીએ છીએ અને ક્ષમા માગીએ છીએ. અહીં પણ આતશબાજી કરવામાં આવે છે. ઈટાલીના ધુમક્કડ લેખક વાર્થેમાએ 1502થી 1508 વચ્ચે દક્ષિણ એશિયાની મુલાકાત લીધી હતી. તેમણે યાત્રા વૃત્તાંતમાં ભારતના વિજયનગરની જેમ સુમાત્રા દ્વીપમાં પણ આતશબાજીનો ઉલ્લેખ કર્યો હતો.

ગલુંગન મનાવે છે સ્થાનિક લોકો
અહીં અમુક જગ્યાઓએ દિવાળીને અધર્મ પર ધર્મની જીત તરીકે ઊજવવામાં આવે છે. સ્થાનિક ભાષામાં એને ગલુંગન કહે છે. આ તહેવાર દર 210 દિવસે આવે છે. અહીં હિન્દુઓનું સૌથી મોટું સાંસ્કૃતિક કેન્દ્ર જાવાના યોગાકાર્તા શહેરમાં મંદિર આવેલું છે.
850ની સદીમાં બનેલું આ મંદિર યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં છે. અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું મંદિર છે. તેને સંજ વંશના શાસક રકાઈ પિકાતને બનાવ્યું હતું. આ મંદિરનું પુરાવિષ્ટ એન્ફી થિયેટરમાં ભજવાતા રામાયણ મંચ માટે પ્રખ્યાત છે. 1976થી અહીં રોજ રામાયણ ભજવાય છે. આ દુનિયાનો સૌથી લાંબું ચાલતો સ્ટેજ શો પણ છે. પ્રતિભાગીથી લઈને દર્શક સુધી મોટી સંખ્યામાં મુસ્લિમ સુમદાય પણ સામેલ થાય છે. સીતાના પિતા જનકની ભૂમિકા ભજવનાર અલી નૂર જણાવે છે કે અમે લોકો માત્ર મુસ્લિમો નથી, જાવાનીઝ પણ છીએ. અમે અહીં હિન્દુ-બૌદ્ધ વાર્તાઓ સાંભળીને મોટા થયા છીએ.

20 હજારથી વધારે મંદિરવાળા બાલીમાં 80% હિન્દુ વસતિ છે. ઈન્ડોનેશિયામાં મોટા ભાગના લોકો રામાયણ પર વિશ્વાસ રાખે છે. હિન્દુઓની ધાર્મિક શિત્રામાં રામાયણનો ફરજિયાતપણે સમાવેશ કરવામાં આવે છે. આ પ્રાથમિક, માધ્યમિત અને ઉચ્ચ શિક્ષણનો હિસ્સો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો