• Gujarati News
  • Dvb original
  • Divya From Delhi Started An Online Startup Three Months Ago With 5 Girlfriends, Now A Business Worth Rs One Lakh Per Month

આજના પોઝિટિવ સમાચાર:6 સખીઓએ ત્રણ મહિના પહેલાં ઓનલાઇન સ્ટાર્ટઅપ શરૂ કર્યું, 100 પ્રકારની ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવી, આજે દર મહિને એક લાખ રૂપિયાનો બિઝનેસ

નવી દિલ્હી9 મહિનો પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
દિવ્યા રાજપૂત, પૂજા અરોરા, સુરભિ સિંહા અને ક્રિસ્ટીના ગ્રોવર, આ પાંચેય મળીને ઓનલાઇન સ્ટાર્ટઅપ ચલાવી રહી છે. - Divya Bhaskar
દિવ્યા રાજપૂત, પૂજા અરોરા, સુરભિ સિંહા અને ક્રિસ્ટીના ગ્રોવર, આ પાંચેય મળીને ઓનલાઇન સ્ટાર્ટઅપ ચલાવી રહી છે.

દિલ્હીની રહેવાસી દિવ્યા રાજપૂતે 20 વર્ષથી વધુ સમય સુધી કામ એજ્યુકેશન સેક્ટરમાં કર્યું છે. તે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં પણ કામ કરી ચૂકી છે. અત્યારે દિવ્યા પોતાની ચાર સખી સાથે મળીને એક ઈકો ફ્રેન્ડલી સ્ટાર્ટઅપ ચલાવી રહી છે, જ્યાં તેઓ રોજિંદી જરૂરિયાતની લગભગ દરેક ચીજો ઓનલાઈન વેચી રહી છે. અત્યારે ત્રણ મહિના અગાઉ જ આ લોકોએ પોતાનું ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. દર મહિને લગભગ 200 ઓર્ડર આવી રહ્યા છે અને એક લાખ રૂપિયા સુધીનો બિઝનેસ થઈ રહ્યો છે. આ સાથે જ દિવ્યાની સાથે ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ રીતે 200થી વધુ મહિલાઓ જોડાઈને ખુદનું ગુજરાન ચલાવી રહી છે.

43 વર્ષીય દિવ્યા કહે છે, મારી મિત્ર કાકુલ રિઝવી, જે એક માર્કેટિંગ પ્રોફેશનલ હતી, તે કેન્સરનો ભોગ બની. ડોક્ટરે અમને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ઉપયોગમાં લેવાની સલાહ આપી. એ દરમિયાન અમને લાગ્યું કે હજુ પણ દેશમાં એવા પ્લેટફોર્મની જગ્યા ઓછી છે જે કિફાયત રેન્જમાં ઓર્ગેનિક પ્રોડક્ટ વેચતા હોય. ત્યારે અમે પ્લાન બનાવ્યો કે શા માટે ખુદનું એક પ્લેટફોર્મ તૈયાર ન કરવું, જ્યાં રોજિંદી જરૂરિયાતની દરેક ચીજ ઓર્ગેનિક ફોર્મમાં મળી શકે. એ પછી મેં જોબ છોડી દીધી અને કાકુલ ઈકો નામથી પોતાનું સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું.

કાકુલ ટીમની સાથે 200થી વધુ મહિલાઓ જોડાઈને ખુદનું ગુજરાન ચલાવી રહી છે.
કાકુલ ટીમની સાથે 200થી વધુ મહિલાઓ જોડાઈને ખુદનું ગુજરાન ચલાવી રહી છે.

આ દરમિયાન દિવ્યાને એક મોટો આંચકો લાગ્યો. સ્ટાર્ટઅપ લોન્ચિંગના થોડા દિવસો પછી જ કાકુલ રિઝવીનું મોત થયું, એ પછી દિવ્યા એકદમ એકલી પડી ગઈ. તેને લાગ્યું કે હવે આગળની સફર મુશ્કેલ રહેશે પણ તેણે ખુદને સંભાળી અને કામ ચાલુ રાખ્યું. થોડા દિવસો પછી પૂજા અરોરા, સુરભિ સિંહા, આસ્થા અને ક્રિસ્ટીના ગ્રોવર પણ તેમની સાથે જોડાઈ. આ રીતે કાફલો વધતો ગયો.

દિવ્યા કહે છે, શરૂઆતમાં અમે લોકો અલગ-અલગ જગ્યાએ એક્ઝિબિશન લગાવીને પોતાની પ્રોડક્ટ વેચતા હતા, પણ લોકડાઉનમાં બહાર નીકળવાનું બંધ થઈ ગયું. ત્યારે અમે ઓનલાઈન પ્લેટફોર્મ પર ફોકસ કર્યું અને એક વેબસાઈટ લોન્ચ કરી. હવે અમે લોકો સોશિયલ મીડિયાના પણ તમામ પ્લેટફોર્મ પર એક્ટિવ હતા. લોકો ત્યાંથી ઓર્ડર કરી શકે છે. આ સાથે જ અમે સબ્સ્ક્રિપ્શન કેમ્પેન પણ ચલાવ્યું છે. અમે જ્યારે પણ કોઈ પ્રોડક્ટ લોન્ચ કરીએ ત્યારે લોકો પાસે ઓટોમેટિક નોટિફિકેશન પહોંચી જાય છે.

કેવી રીતે તૈયાર કરે છે પ્રોડક્ટ્સ?

દિવ્યા અને તેમની ટીમ કેટલીક પ્રોડક્ટ્સ ખુદ તૈયાર કરે છે તો કેટલીક તેઓ આસામ, મેઘાલય જેવાં રાજ્યોના લોકલ કારીગરો પાસેથી પણ લે છે.
દિવ્યા અને તેમની ટીમ કેટલીક પ્રોડક્ટ્સ ખુદ તૈયાર કરે છે તો કેટલીક તેઓ આસામ, મેઘાલય જેવાં રાજ્યોના લોકલ કારીગરો પાસેથી પણ લે છે.

દિવ્યા કહે છે, અમારી ટીમ કોઈપણ પ્રોડક્ટ બનાવતાં પહેલાં ખૂબ રિસર્ચ કરે છે. જ્યારે અમે શ્યોર થઈએ કે આ પ્રોડક્ટ ઈકો ફ્રેન્ડલી છે તો પછી પ્રોસેસ શરૂ કરીએ છીએ. અમારી પાસે 20થી 25 મહિલાઓની ટીમ છે. કેટલીક પ્રોડક્ટ અમે ખુદ તૈયાર કરીએ છીએ તો કેટલીક બહારથી મગાવીએ છીએ. અમારી ટીમે આસામ, હિમાચલ, મેઘાલય સહિત અનેક રાજ્યોના લોકલ કારીગરો અને ખેડૂતો સાથે ટાઈઅપ કર્યું છે. તેઓ પોતાની પ્રોડક્ટ તૈયાર કરીને ઓર્ડરના હિસાબે અમારી કંપનીને મોકલે છે, જેમ કે અમે હળદર-પાઉડર મેઘાલયથી મગાવીએ છીએ, કેમ કે ત્યાંની હળદર આરોગ્ય માટે સૌથી વધુ ઉત્તમ અને ઈમ્યુન બૂસ્ટર હોય છે. આ રીતે અમે લોકો નાગાલેન્ડ, મણિપુર, રાજસ્થાન જેવાં રાજ્યોમાંથી પણ પોતાની પ્રોડક્ટ મગાવે છે.

કઈ કઈ પ્રોડક્ટ તૈયાર કરે છે?
દિવ્યાની ટીમ લગભગ 100 પ્રકારની પ્રોડક્ટ્સ અત્યારે તૈયાર કરી રહી છે. એમાં સ્ટેશનરીનો સામાન, એગ્રી વેસ્ટ મગ, જૂટ અને કેનવાસ બેગ, હર્બલ ઈમ્યુનિટી બૂસ્ટર, હળદર, હેન્ડમેડ ક્રાફ્ટ, વેલનેસ પ્રોડક્ટ્સ સામેલ છે. આ સાથે જ આવશ્યકતા અને તહેવારના હિસાબે પણ અનેક પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. આ તમામ પ્રોડક્ટના પેકેજિંગમાં બાયોડિગ્રેડેબલ ચીજોનો ઉપયોગ થાય છે.

દિવ્યાની ટીમ લગભગ 100 પ્રકારની પ્રોડક્ટ્સ અત્યારે તૈયાર કરી રહી છે. એમાં રોજિંદી જરૂરિયાતની સ્ટેશનરીથી લઈને વેલનેસ પ્રોડક્ટ્સ પણ સામેલ છે.
દિવ્યાની ટીમ લગભગ 100 પ્રકારની પ્રોડક્ટ્સ અત્યારે તૈયાર કરી રહી છે. એમાં રોજિંદી જરૂરિયાતની સ્ટેશનરીથી લઈને વેલનેસ પ્રોડક્ટ્સ પણ સામેલ છે.

દિવ્યા જણાવે છે, આવનારા દિવસોમાં અમે વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરીશું. અમારી કોશિશ છે કે નાના-નાના સ્થળે કે જ્યા કારીગરો પ્રોડક્ટ તૈયાર કરે છે તેમને મોટા માર્કેટમાં જગ્યા મળે. લોકો તેમની ચીજો ખરીદે. અત્યારે પણ દેશમાં નાના કારીગરોને ઉત્તમ સામાન બનાવ્યા પછી પણ માર્કેટમાં સ્થાન મેળવવા ઝઝુમવું પડે છે. તેમને યોગ્ય કિંમત મળતી નથી. અનેક લોકોની તો ચીજો જ વેચાતી નથી. તેથી અમારું પૂરેપૂરું ફોકસ એ છે કે એ કારીગરોના કામને માર્કેટમાં આપવું.

અન્ય સમાચારો પણ છે...