તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Discussion In Foreign Media About Heavy Barricading Of Internet Ban And Police, Target Being Made To PM Modi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:ઈન્ટરનેટ પ્રતિબંધ અને પોલીસની ભારે બેરિકેડિંગ અંગે વિદેશી મીડિયામાં ચર્ચા, પીએમ મોદીને દરેક જગ્યાએ ટાર્ગેટ કરાયા

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક

રાજધાની દિલ્હી તરફ વધતા હજારો ટ્રેક્ટર્સ, લાલકિલ્લા પર ધ્વજ લહેરાવતા દેખાવકારીઓ અને દિલ્હી બોર્ડર પર પાથરેલા કાંટાળી તાર અને ખિલ્લીઓ. આ ભારતની એ તસવીર છે જેને દુનિયા હવે જોઈ રહી છે.અમેરિકન પોપ સિંગર રિહાનાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, આપણે ભારતમાં ખેડૂતોના પ્રદર્શન અંગે વાત કેમ નથી કરી રહ્યાં? આ પોસ્ટે ભારતમાં ખેડૂતોના પ્રદર્શન અંગે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે.ગ્લોબલ મીડિયામાં પહેલાથી જ આ પ્રદર્શન અંગે ઘણું લખવામાં આવી રહ્યું છે. સૌથી વધુ વાત ઈન્ટરનેટ બંધ કરવાની અને દિલ્હીની સરહદ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવાની થઈ રહી છે.

ઈન્ટરનેટની આઝાદીનો મુદ્દો ઉઠાવનારી સંસ્થા એક્સેસ નાઉના હવાલાથી CNNએ લખે છે કે, ભારત આમ તો દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે, પણ ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાના મામલામાં પણ ભારત વર્ષ 2019માં નંબર વન પર રહ્યું છે. CNNએ ફ્રીલાન્સ પત્રકાર મનદીપ પૂનિયાની ધરપકડનો ઉલ્લેખ પણ કર્યો છે.

ટાઈમ પત્રિકાએ એક લેખમાં ભારતમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ટ્વિટર એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવા અને પછી એક કલાકમાં પ્રતિબંધ હટાવી લેવા અંગે રિપોર્ટ રજુ કરે છે. ટાઈમે લખ્યું કે, પ્રતિબંધિત કરાયેલા ટ્વિટર એકાઉન્ટ્સમાં એક કોમન વાત હતી, તમામે સત્તાધારી BJPની ટિકા કરી હતી.જેનાથી સરકારની સત્તાને પડકાર મળ્યો હતો.

અમેરિકન પોપ સિંગ રિહાનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આપણે ભારતમાં ખેડૂતોના પ્રદર્શન અંગે વાત કેમ નથી કરી રહ્યાં?
અમેરિકન પોપ સિંગ રિહાનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આપણે ભારતમાં ખેડૂતોના પ્રદર્શન અંગે વાત કેમ નથી કરી રહ્યાં?

અલજજીરાએ લખ્યું છે કે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની ગુંજ અમેરિકામાં સંભળાઈ રહી છે અને અમેરિકન ખેડૂતો પણ આને પોતાની સાથે જોડાયેલો ગણે છે. અમેરિકામાં 70 અને 80ના દાયકામાં હજારો ખેડૂત ટ્રેક્ટર લઈને રાજધાની વોશિંગ્ટન પહોંચી ગયા હતા. દિલ્હીમાં ગણતંત્ર દિવસના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અમેરિકામાં થયેલા ખેડૂતોના પ્રદર્શનની યાદ અપાવે છે, જ્યારે ટ્રેક્ટર નેશનલ મોલમાં ઘુસ્યા હતા. અમેરિકામાં 1980ના દાયકામાં મોટી સંખ્યામાં ખેડૂતોને પોતાની જમીન વેચવી પડી હતી. સૂત્રોનું કહેવું છે કે જો ભારતમાં આ કાયદો પાછો નહીં લેવામાં આવે તો અહીં પણ આવું જ બની શકે છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે 26 જાન્યુઆરીનો ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે ખેડૂત રેલીમાં હિંસા પછી પોલીસ અને પ્રદર્શનકારો વચ્ચે તણાવ છે

સમાચારમાં લખાયું છે કે કૃષિ કાયદા વડાપ્રધાન મોદીની કોઈ પણ પ્રક્રિયા વગરના નિર્ણય લેવાની આદત અને સહમતિ કરવાની જગ્યાએ પોતાની મરજી થોપી દેવાની આદતને દર્શાવે છે. તેમની સરકાર ખેડૂતો માંગ સામે ઝૂકેલી દેખાવા માંગતી નથી, પણ સરકાર પર ઘણા મહિનાથી ચાલી રહેલા આ મુદ્દાનો નિવેડો ન લાવી શકતા દબાણ વધી રહ્યું છે.

સાથે જ વોશિંગ્ટન પોસ્ટમાં ભારતીય પત્રકાર રાણા અયૂબે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ખેડૂતોની વાત નહીં સાંભળે. લેખમાં કહેવામાં આવ્યું છે કે મોદીએ વિચાર્યુ ન હતું કે, કૃષિ કાયદાનો આટલો વિરોધ થશે પરંતુ દેશના ખેડૂતોએ વિરોધના અવાજને ફરીથી ઉઠાવ્યો છે.

પોલીસની બેરિકેડિંગ સમાચારોમાં છવાઈ
વોશિંગ્ટન પોસ્ટે વધુ એક લેખમાં દિલ્હીની સરહદ પર કડક સુરક્ષા વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે બેરિકેડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી છે. ઘણા લોકોએ તેની તુલના ભારે સૈન્ય બેરિકેડિંગ સાથે કરી છે. બ્રિટનની બ્રોડકાસ્ટર સ્કાઈ ન્યૂઝે લખ્યું છે કે પોલીસે સખત બેરિકેડ લગાવ્યા છે જેથી ખેડૂત સંસદના બજેટ સત્રમાં ખલેલ ન પહોંચી શકે.

સાથે જ ધ ઈન્ડિપેન્ડેન્ટે પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે,પોલીસ દિલ્હી બોર્ડર પર ખેડૂત તરફ ફુલ અવાજમાં દેશભક્તિના ગીત વગાડી રહી છે. જેને દિલ્હી પોલીસના ખેડૂતો પર દબાણ કરવા માટે લેવામાં આવેલું મનોવૈજ્ઞાનિક પગલું ગણાવવામાં આવ્યું છે. ચીનના સરકારી છાપા ગ્લોબલ ટાઈમ્સમાં રજુ કરાયેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ જણાવે છે કે ભારત સરકારને ડર છે કે મોદીનું શાસન અસ્થિર થઈ જશે.

ટીકરી બોર્ડર પર પોલીસે રસ્તાર પર તીક્ષ્ણ તાર પાથરી દેવડાઈ છે. અહીં ઘણા લેયરની બેરિકેડિંગ કરાઈ છે.
ટીકરી બોર્ડર પર પોલીસે રસ્તાર પર તીક્ષ્ણ તાર પાથરી દેવડાઈ છે. અહીં ઘણા લેયરની બેરિકેડિંગ કરાઈ છે.

છાપામાં લખાયું છે કે ભારતમાં ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને તેના જવાબમાં સરકારે ઈન્ટરનેટ જ બંધ કરી દીધું છે. જેમ જેમ પ્રદર્શન વેગ પકડી રહ્યું છે. મોદી સરકાર ઈન્ટરનેટ બંધ કરવા અને મીડિયા પર નિયંત્રણનો પ્રયાસ કરી રહી છે જેથી શાસનના મૂળ હલાવનારને અટકાવી શકાય. વધુ એક લેખમાં છાપાએ કહ્યું કે, ખેડૂતોનું પ્રદર્શન ભારતના આંતરિક પડકારોને બતાવે છે.

વડાપ્રધાન મોદી અને ભારતની છાપ પ્રભાવિત થઈ રહી છે
નિષ્ણાતોનું માનવું છે કે ખેડૂત આંદોલન અને ગ્લોબલ મીડિયામાં તેમના કવરેજથી વડાપ્રધાન મોદી અને ભારતની છાપ પ્રભાવિત થઈ રહી છે. લંડનમાં રહેતા વરિષ્ઠ ભારતીય પત્રકાર પરવેઝ આલમ કહે છે કે લંડનનું ભાગ્યે જ કોઈ એવું છાપું હશે જેમાં ભારતીય ખેડૂતોના પ્રદર્શન અંગે કોઈ સમાચાર ન છપાયા હોય. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર તલત હુસૈને કહ્યું કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છાપને ખરડે છે.

સાથે જ અમેરિકાની ડેલવેર યૂનિવર્સિટીમાં પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર પ્રોફેસર મુક્તદર ખાને કહ્યું કે, ભારતના ખેડૂત આંદોલન અંગે આંતરરાષ્ટ્રીય મીડિયામાં ઘણું કવરેજ થઈ રહ્યું છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં કદાચ દુનિયાના સૌથી મોટા શાંતિપૂર્ણ આંદોલન પર હેરાની પણ વ્યક્ત કરાઈ છે.

ખાન કહે છે, પરંતુ આની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સરકાર ચલાવવાની રીતની પણ ટીકા થઈ રહી છે.સંપાદકીય લેખમાં તેમને પસંદ કરાયેલા તાનાશાહ સુધી કહેવાયા છે. ગાર્ડિયનમાં પ્રકાશિત એક લેખમાં કહેવામાં આવ્યું છે કે મોદી કોઈ પણ પ્રકારની ચર્ચા વગર એકતરફી નીતિઓ બનાવે છે. તે ના તો જનતાનું મંતવ્ય પૂછે છે અને ન તો સંસદમાં ચર્ચા કરેવા છે અને ન તો આ નીતિઓની સમીક્ષા થાય છે. તાનાશાહી નિર્ણય કરવામાં આવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટની આઝાદી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે ભારતના ખેડૂત આંદોલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છાપને પણ પ્રભાવિત કરી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપે ભારે બહુમતીથી ચૂંટણી જીતી હતી અને દુનિયાભરમાં તેમની લોકપ્રિયતા વધી હતી, પરંતુ હવે તેમના નિર્ણયોને તાનાશાહી ગણવામાં આવી રહ્યાં છે. આનાથી માત્ર વડાપ્રધાન મોદીની છાપને નુકસાન જ નહીં પણ ભારતના લોકતંત્ર અને અર્થવ્યવસ્થાનું ઈન્ટરનેશનલ સ્ટેટ પણ પડી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો