• Gujarati News
  • Dvb original
  • Develop Multi dimensional Personality In Children; Success In Life Is Not Possible Without Extra curricular

કરિયર ફન્ડા:બાળકોમાં ડેવલપ કરો મલ્ટી-ડિમેન્શનલ પર્સનાલિટી; એક્સ્ટ્રા-કરિક્યુલર વગર જીવનમાં સફળતા શક્ય નથી

15 દિવસ પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

"કળા શિક્ષણનું એક અનિવાર્ય તત્ત્વ છે, જેને વાંચવા, લખવા અને અંકગણિત.... મ્યુઝિક, ડાન્સ, પેઇન્ટિંગ અને થિયેટર તમામ ચાવીઓ છે, જે ગહન માનવીય સમજ અને ઉપલબ્ધિને ખોલે છે"- વિલિયમ બેનેટ (પૂર્વ અમેરિકી શિક્ષણ સચિવ)

કરિયર ફન્ડામાં સ્વાગત છે!

શું તમે પણ તમારાં પુત્ર/પુત્રીના ભવિષ્યને લઈને ઘણું વિચારો છો? તો એક વાત જાણી લો- લાંબી રેસમાં એક્ઝામના માર્ક્સ અને કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરવા માત્રથી કંઈ નહીં થાય. જરૂરી છે અભ્યાસની સાથે-સાથે ભણતરથી અલગ એક્સ્ટ્રા-કરિક્યુલર ઈન્ટરેસ્ટ બનાવવાની.

ક્રિકેટ ટીમમાં આપણે કયા પ્લેયરને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ? જી હા, ઓલરાઉન્ડર્સને. સુનીલ ગાવસ્કર દ્વારા સ્લિપમાં ફિલ્ડિંગ, સચિનની બોલિંગ અને કપિલ દેવની બેટિંગ કોણ ભૂલી શકે છે.

એક્સ્ટ્રા-કરિક્યુલર અને કો-કરિયક્યુલર એક્ટવિટીઝ
"કો-કરિક્યુલર એક્ટિવિટીઝ" પ્રાયઃ કરિક્યુલમની બહારની હોય છે, જે કરિયક્યુલમને કોમ્પ્લિમેન્ટ કરે છે, જેમ કે કોઈ વિષય સાથે સંબંધિત પ્રોજેક્ટ, ડિબેટ્સ, ક્વિઝ, ક્રિએટિવ રાઈટિંગ, ભણાવવામાં આવે છે વિષયો સાથેના રોલ પ્લે વગેરે.

એક્સ્ટ્રા-કરિયક્યુલર એક્ટિવિટીઝ એ હોય, જે કરિક્યુલમથી કોઈપણ પ્રકારે સંબંધિત નથી હોતી, જેમ કે કોઈ આર્ટફોર્મ (સિગિંગ, પેન્ટિંગ, મ્યુઝિક) કે કોઈ સ્પોર્ટ્સ (જેમ કે ટેબલ ટેનિસ, લોન ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ) વગેરે. આજ આપણે એક્સ્ટ્રા-કરિક્યુલર એક્ટિવિટીઝ પર ફોકસ કરીશું.

કેટલા પ્રકારના ઈન્ટેલિજન્સ
પેરેન્ટ્સે સમજવું જોઈએ કે ઈન્ટેલિજન્સનો અર્થ માત્ર ગણિત અને વિજ્ઞાનના સવાલને ઉકેલવા કે સોશિયલ સ્ટડીઝને યાદ રાખવા પૂરતું નથી. એક્સપર્ટ કોઈપણ વ્યક્તિમાં આઠ પ્રકારની ઈન્ટેલિજન્સને જુએ છે જેમ કે

1) સ્પેશિયલ (Spatial) ઈન્ટેલિજન્સ- જેમાં પેટર્ન્સને આઈડેન્ટિફાઈ કરવી, વિઝ્યુઅલને ઈન્ટરપ્રેટ કરવા, ડ્રો કરવું વગેરે હોય છે.
2) કાયનેસ્થેટિક ઈન્ટેલિજન્સ- જેમાં ફિઝિકલ મૂવમેન્ટ અને મોટર સ્કિલસ આવે છે, જેમ કે સ્પોર્ટ્સમાં નિપૂણ હોવું, કરીને યાદ રાખવું, ફિઝિકલ કો-ઓર્ડિનેશનવાળી વસ્તુ, જેમ કે ડાન્સ સહિતમાં સારો દેખાવ કરવાનો છે.
3) મ્યુઝિકલ ઈન્ટેલિજન્સ- જેમાં રિધમ અને મ્યુઝિકનો ઉપયોગ, મ્યુઝિકલ નોટ્સ સહિતની ઓળખ સામેલ છે.
4) લિંગવિસ્ટિક ઈન્ટેલિજન્સ- આ ભાષા, શબ્દો અને લખવા સાથે સંબંધિત છે.
5) લોજિકલ-મેથેમેટિકલ સ્કિલ્સ- આ મેથ્સ, સાયન્સ સાથે સંબંધિત છે.
6) ઈન્ટર-પર્સનલ ઈન્ટેલિજન્સ- જેમાં સ્ટ્રોન્ગ ઈમોશનલ ઈન્ટેલિજન્સ, મનુષ્યોની અંદરોદરના રિલેશન્સ સાથે સંબંધિત સ્કિલ્સ આવે છે.
7) ઈન્ટ્રાપર્સનલ ઈન્ટેલિજન્સ- જેમાં પોતાની અંદર દેખવાની ક્ષમતા, પોતાની તાકાત અને નબળાઈઓને સમજવાની ક્ષમતા, પોતાની લાગણીઓ માટે સેન્સેટિવ થ્રુ સહિતની વાત સામેલ છે.
8) નેચરલિસ્ટિક ઈન્ટેલિજન્સ- પ્રકૃતિમાં પેટનર્સ અને રિલેશન્સને જોવાની ક્ષમતા, બોટની, જ્યુલોજી, ગાર્ડનિંગ, કેમ્પિંગ સહિતની વસ્તુઓ તેમાં સામેલ છે.

પેરેન્ટ્સનો રોલ સૌથી મહત્ત્વનો- છ મહત્ત્વના પોઈન્ટ્સ
1) ઝડપથી શરૂ કરો- પેરેન્ટ્સને પોતાના બાળકના ઈન્ટરેસ્ટ અને ઉપર જણાવેલા આઠ ઈન્ટેલિજન્સમાંથી કોઈ એકમાં સારું પ્રદર્શન કરે છે એ વાતની જાણ થયા બાદ વધુ રાહ ન જોવી જોઈએ તેમજ ધીમે-ધીમે તે ક્ષેત્રમાં કામ કરવું જોઈએ, જેમ કે જો કોઈ સ્ટુડન્ટ્સને કાઇનેસ્થેટિક ઈન્ટેલિજન્સમાં સારું છે અને તેને ડાન્સમાં રસ છે તો તેને ઉનાળાના વેકેશનમાં ડાન્સ ક્લાસ મોકલો, અને ભવિષ્યમાં પણ મોટિવેટ કરો.

2) યોગ્ય શેડ્યૂલ- "જો તમે યોજના બનાવવામાં નિષ્ફળ રહો છો, તો તમે અસફળ થવા માટેની યોજના બનાવી રહ્યાં છો." આ એક લોકપ્રિય કહેવત છે. તે તમામ પ્રવૃતિઓની યાદી બનાવો જે તમારા બાળકને એક દિવસમાં કરવાની છે. જે પછી એ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો, જેનો એક નિશ્ચિત રૂટિન છે, જેમ કે રાત્રે ખાવાનો સમય. બાળકોને મશીન ન બનાવી દો, પરંતુ શેડ્યૂલ જરૂર બનાવો.

3) પ્રોત્સાહિત કરતા રહો- પ્રોત્સાહન શબ્દ હંમેશાં બાળકોની એ ટેવને વિકસિત કરવામાં મદદ કરે છે, જે તેમને અપેક્ષાઓ પૂરી કરવામાં મદદ કરે છે. મોટાઓની જેમ બાળકોને પણ એવા શબ્દોની જરૂરિયાત હોય છે જે તેમને ખુશ રાખી શકે; માતા-પિતાને તેમને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવા અને તેમના કામમાં તેમની રુચિ બનાવી રાખવામાં મદદ કરવાની જરૂરિયાત છે.

4) બાળકોને વિભિન્ન પ્રવૃત્તિઓથી ઈન્ટ્રોડ્યુસ કરાવો- પોતાનાં બાળકોને જીવનમાં વિભિન્ન પ્રવૃત્તિઓ અંગે શીખવો અને તેમને એના નિયમો અંગે શિક્ષિત કરો. તેમને ઓછી ઉંમરમાં જ સંગીત, ગાયન, નૃત્ય, ડ્રોઈંગ, રમત સહિતની પ્રવૃત્તિઓ સાથે પરિચિત કરાવો. તેમને દરેક વસ્તુ કરવા દો અને પછી તેમાંથી એક એક્ટિવિટીની ઓળખ કરો, જે બાળકને સૌથી વધુ આકર્ષિત કરે છે.

5) બાળકોને શાંતિથી ઓબ્ઝર્વ કરો- જો તમારું બાળક રમવાનું પસંદ કરે છે અને પોતાનો મોટા ભાગનો સમય મેદાનમાં જ પસાર કરે છે, તો તેની ટેવને અવગણવાની કે તેને નજરઅંદાજ કરવાને બદલે, તેને રમતાં જુઓ. પોતાના બાળક અને તેમની ઉપલબ્ધિની સરાહના કરો અને તેને પ્રોત્સાહિત કરો. આ તેમને પ્રેરિત કરે છે, અને તે વધુ સારું પ્રદર્શન કરવા માટે આગળ વધે છે. સાથે જ જો તમારા બાળકને ગાવાનું, ડાન્સ કરવાનું વગેરે પસંદ છે તો તેમાં તેમના પ્રદર્શનનું વિશ્લેષણ કરો.

6) તેમનાં હિતો અને નિર્ણયોનું સમર્થન કરો- પોતાના બાળકોને ખીજાવ નહીં કે ન તો તેમનાં કાર્યોની નિંદા કરો, જો તે તમને અપ્રાસંગિક લાગે છે તોપણ. ઉદાહરણ તરીકે જો તમારું બાળક વીડિયો ગેમ રમવાનું પસંદ કરે છે તો તેને એનિમેશન ડિઝાઈનિંગ, વીડિયો ગેમ ડેવલપર્સ કે ગ્રાફિક ડિઝાઈનિંગ જેવા વિભિન્ન ક્ષેત્રો સાથે પરિચિત કરાવો.

તો આજનું કરિયર ફન્ડા છે કે પેરેન્ટ્સ અને ટીચર્સ બાળકમાં વિકસિત થતા રસના વિષયને સમજીને તેમની એક્સ્ટ્રા-કરિક્યુલર એક્ટિવિટીઝને ડેવલપ કરવામાં મદદ કરો.

કરીને દેખાડીશું!