તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હીમાં બાળકી સાથે ગેંગરેપનો મામલો:આરોપીએ પહેલા પણ બે બાળકી સાથે કરી છે જબરજસ્તી, તેના મામાની સારી વગ; ધમકી આપીને મામલો થાળે પાડી દે છે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નાનું ઘર એક ગલી અને પછી એક રૂમ, રૂમમાં જ રસોઈ ઘર. બાજુમાં પડેલા એક બેડ પર બળાત્કારનો ભોગ બનેલી નાની છોકરીના દાદી બેઠા હતા. તે કહે છે કે છોકરી રોજની જેમ જ બહાર રમી રહી હતી, આખો દિવસ બાળકો બહાર જ રમતા હોય છે. જોકે અમને ક્યાં ખબર હતી કે માણસના રૂપમાં બહાર રાક્ષસ ફરી રહ્યો છે. આટલી નાની છોકરી પર કોણ ખરાબ નજર નાંખી શકે છે.

પછી તે મોટેથી કહે છે કે પહેલા જ તેને સજા મળી ગઈ હોત તો તે બીજી વખત આવી હરકત ન કરત. શું તેણે આવી હરકત પહેલા કરી છે? જવાબ બાજુમાં ઉભેલી બાળકીની ફોઈ આપે છે, હા લગભગ દોઢ વર્ષની અંદર જ તેણે બે બાળકીની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી હતી. એક 11 વર્ષની તો બીજી 9 વર્ષની. આ વાતનો સપોર્ટ પડોશની નીતા પણ કરે છે.

તે કહે છે કે આ છોકરાના મામા મોટા હોદ્દા પર છે. વિસ્તારમાં પંચાયત બેસાડીને, બાળકીઓના ઘરવાળાને ધમકાવીને તમણે મામલાને ઉંચો મૂક્યો હતો. આ તો પ્રથમ વખત આ બાળકીના ઘરવાળાએ હિંમ્મત કરી. જો પહેલા જ આવી હિંમ્મત બતાવવામાં આવી હોત તો આજે આ બાળકી બચી જાત. આ વાતની પુષ્ટિ એક નહિ આસપાસના બધા લોકોએ કરી.

અહીં હાજર શબા કહે છે કે પોલીસનું વલણ જ એવું હોય છે કે તેમની પાસે કોઈ જવા માંગતુ નથી. પરિવાર અને છોકરીને ઈજ્જતનો સવાલ હોવાનું કહીને ઘણી વખત મોહલ્લાના લોકો જ આવી ઘટનાને દબાવવાનું સુચન કરતા હતા. પછી કોઈ બાળકી આવી જ ઘટનાનો એક દિવસ શિકાર બની જાય છે.

શું આંખી જીંદગી મારી બાાળકી આ ઘટનાને ભુલી શકશે?
બાળકીની માતા હાલ તેની પુત્રીની સાથે AIIMSમાં છે. બાળકીને ઘટના પછી પહેલા એલબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ જ્યારે તેની સ્થિતિ ગંભીર થઈ તો તેને AIIMSમાં રીફર કરવામાં આવી. ફોન પર તેની માતાએ જણાવ્યું કે બાળકી હાલ પહેલા કરતા સારી છે અને હાલ તેને ભૂખ પણ લાગી છે. ફોન પર માતાનું એટલું જ કહેવું હતું કે અમને ન્યાય જોઈએ છીએ. શું આ ઘટનાને મારી છોકરી આખી જીંદગી ભૂલી શકશે? શું સમાજ તેને બધુ યાદ નહિ અપાવે? બંને છોકરાને એવી સજા મળે કે બીજી વખત કોઈ આવું કરવાનું વિચારે પણ નહિ.

ફ્રોકમાં હાથ નાંખીને, પગ પર પડતા લોહી સાથે છોકરી ઘરે પહોંચી

પીડિતાના પરિવારના સભ્યો પોલીસના વલણથી નારાજ છે.
પીડિતાના પરિવારના સભ્યો પોલીસના વલણથી નારાજ છે.

છોકરીના ફોઈ કહે છે કે છોકરીની દાદી પોતાના હાથમાં પ્લાસ્ટર કરાવવા માટે હોસ્પિટલ ગઈ હતી. સાથે બાળકીના દાદા પણ હતા. હું ઉપરના ફલોરમાં રહેતી હતી. બાળકીના કાકા અને કાકી નીચેના ફલોર પર રહે છે. જોકે તેઓ કઈક કામથી બહાર ગયા હતા. છોકરી બહાર રમી રહી હતી. લગભગ બપોરે 2.30 વાગ્યે બાળકી ફ્રોકમાં હાથ નાંખીને મારી પાસે આવી. તેના પગમાં લોહી વહી રહ્યું હતું. ફ્રોક પર લોહીના ડાધા પડી ગયા હતા. તેને જોતા મને લાગ્યું કે તેને કોઈ અકસ્માત નડ્યો અથવા તો તે પડી ગઈ છે.

મેં તેને પુછ્યું કે બેટા શું થયું? તેણે કહ્યું, ફોઈ ઈજા થઈ છે. હું તેના પગમાંથી નીકળી રહેલા લોહીને સાફ કરી રહી હતી. છોકરીએ કહ્યું કે ખૂબ જ દર્દ થઈ રહ્યું છે, ફોઈ. મેં કહ્યું ક્યાં, તેણે ઈશારો કરીને બતાવ્યું. મેં જોયું તો હું પણ ચોંકી ગઈ. મેં પછી તેને પ્રેમથી પુછ્યું બેટા કોઈ અંકલ તને લઈ ગયા હતા? તેણે કહ્યું ના, ઈજા થઈ છે.

આરોપીએ કહ્યું હતું, મોઢું ખોલ્યું તો મમ્મી-પપ્પાને જાનથી મારી નાંખીશ
ફોઈએ કહ્યું બેટા ડરીશ નહિ મને આખી વાત જણાવ. બાજુમાં રહેતા ભાઈ અને તેની સાથે બીજા ભાઈ મને દુકાન પર લઈ ગયા હતા. તેમણે કહ્યું હતું ઉપર ચીજ્જી મળશે, જોકે ત્યાં તેમણે મને ઈજા પહોંચાડી. મને દુઃખાવો પણ થઈ રહ્યો હતો. મેં કહ્યું અંકલ ઈજા થઈ રહી છે તો તેમણે મને મારી અને ધમકી આપી કે કોઈને કહ્યું તો તારા વાલીને મારી નાંખીશ. બાળકી એટલી ડરી ગઈ હતી કે તેણે કહ્યું તમે આ બધુ કોઈને કહેતા નહિ.

પીડિતાની દાદી કહે છે કે જો આરોપીને પહેલા સજા મળી ગઈ હોત તો તે ફરી આવી હરકત ન કરત.
પીડિતાની દાદી કહે છે કે જો આરોપીને પહેલા સજા મળી ગઈ હોત તો તે ફરી આવી હરકત ન કરત.

બાળકીના 3 વર્ષના ભાઈએ કહ્યું, દીદીએ જેને ઈજા પહોંચાડી તેને હું મારી નાંખીશ
નાની બાળકીના બે ભાઈઓ છે. એક 9 વર્ષનો છે, જ્યારે બીજો 3 વર્ષનો છે. મોટો ભાઈ માતાની સાથે હોસ્પિટલ ગયો હતો, જ્યારે નાનો ભાઈ સતત ઘરમાં થઈ રહેલી ભીડથી ડરેલા હતો. ઘણી વખત સુધી વાત કર્યા પછી પણ તે એક શબ્દ પણ ન બોલ્યો. જોકે દૈનિક ભાસ્કરના રિપોર્ટરે બીજી તરફ જોઈને પુછપરછ શરૂ કરી તો પાછળી એક પાતળો અવાજ આવ્યો. દીદીને જેણે ઈજા પહોંચાડી છે, તેને હું જાનથી મારી નાંખીશ. બાજુમાં બેઠેલા દાદાએ કહ્યું જ્યારથી બાળકી હોસ્પિટલમાં ગઈ ત્યારથી જીદ કરી રહી છે કે દાદી પાસે જઈશ. તેને ઈજા થઈ છે. દીદી રડી રહી હશે. મમ્મી પણ રડી રહી હતી.

ચોરીના આરોપમાં બાળકીના પિતા જેલમાં, માતા ઘરમાં કચરાપોતુ કરે છે
બાળકીના પિતા ગિરીશ(નામ બદલ્યું છે) છેલ્લા લગભગ સાડા છ મહિનાથી જેલમાં છે. તેની પર એક ટુ-વ્હીલર વાહન ચોરવાનો આરોપ છે. જોકે ગિરીશની માતા, એટલે કે બાળકીની દાદી કહે છે કે તેણે એ ગાડી કોઈ પોલીસવાળાએ ખરીદાવી હતી પરંતુ પછીથી તેની પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો. 26 જાન્યુઆરીએ તેને ઘરેથી ઉઠાવી લીધો. તેને જેલમાં કોરોના પણ થયો હતો. કોઈ પણ સારવાર ન કરાવી. ભગવાનની કૃપાથી તે બચી ગયો. તેની સ્થિતિ ખરાબ છે. જેલમાંથી પોલીસનો ફોન ઘણી વખત આવી ચુક્યો છે, તમારા પુત્રને શું મૃત્યુ પછી લેવા આવશો? તેની તબિયત સારી નથી. જામીન કરાવો અને ઘરે લઈ જાવ નહિતર તે મૃત્યુ પામશે.

બે ઘર છોડીને ત્રીજુ ઘર છે આરોપીનું
બળાત્કારનો શિકાર બનેલી બાળકીના ઘરની ગલીમાં ત્રીજુ ઘર આરોપીનું છે. આરોપીએ તેની પાડોશમાં આવેલા એક ઘરની છત પર જ બાળકી પર રેપ કર્યો. જ્યાં આ ઘટના બની તેના મકાન માલિક સાથે છોકરાને સારા સંબંધ છે. આરોપી દક્ષિણ ભારતીય મૂળનો છે. પાડોશીઓએ જણાવ્યું કે તેનું ઘર મદ્રાસમાં છે. તે તમિલ છે.

આ તસ્વીર આરોપીના ઘરની છે.
આ તસ્વીર આરોપીના ઘરની છે.

સવાલોના ઘેરામાં પોલીસનું વલણ
બાળકીની ફોઈએ જણાવ્યું કે અમે તાત્કાલિક બાળકીની માતા અને પછી મયુર વિહાર પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો. અડધો કલાક પછી આવેલી પોલીસમાં કોઈપણ પ્રકારની સંવેદનશીલતા ન હતી. બાળકીને એક જ સવાલ દસ વખત કરવામાં આવ્યો. કેટલા લોકો હતા? છોકરી દરેક વખતે કહ્યું બે લોકો.

પોલીસે અત્યાર સુધીમાં શું કર્યું?

આરોપી દક્ષિણ ભારતીય છે.
આરોપી દક્ષિણ ભારતીય છે.

34 વર્ષના વાર્તિકને પોલીસની કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે ભારતીય દંડ સહિતાની ધારા 376 AB(12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે બળાત્કારનો અપરાધ), બાળકોના યૌન અપરાધોની વિરુદ્ધ બંનેલા પોક્સો અધિનિયમની ધારા 6 અને SC ST એક્ટ અંતર્ગત મામલો નોંધ્યો છે. મુખ્ય આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે પરિવારવાળાએ જે બીજા આરોપીનો ઉલ્લેખ કર્યો છે પોલીસે હાલ તેની ધરપકડ પણ કરી નથી. નોર્થ ઈસ્ટ DCP પ્રિયંકા કશ્યપે કહ્યું અમે આરોપીની પુછપરછ કરી રહ્યાં છે. મેડિકલ રિપોર્ટ પછી આગળ કાર્યવાહી થશે.

પડોશીઓએ કહ્યું જો પોલીસ તેને ફાંસી ન આપી શકી અને આરોપી મોહલ્લામાં આવ્યો તો અમે તેનો જીવ લઈ લઈશું
પડોશીઓનો ગુસ્સો વધી રહ્યો છે. ત્યાના સ્થાનિક નિવાસી મિથિલા કહે છે કે આટલી નાની બાળકીની સાથે આવું કોઈ કઈ રીતે કરી શકે છે. આ સાંભળીને મારી છાતી ફાટી રહી છે. જો તેને પોલીસે છોડી દીધો તો અમે તેને જીંવતો રહેવા દઈશું નહિ. સાથે ઉભેલી શબા કહે છે તેને મારવો ન જોઈએ. જીવતો રાખવો જોઈએ. તેના હાથ-પગ કાપીને ફેંકી દેવો જોઈએ.

બાળકીની દાદી કહે છે કે ફાંસીથી ઓછું અમને કઈજ મંજૂર નથી. પાડોશમાં ઉભેલી એક મહિલા કહે છે જ્યારે પણ કોઈ જુવાન છોકરી પર રેપ થાય છે ત્યારે તેના ઘરમાંથી નીકળવાના સમયને દોષી ઠેરવવામાં આવે છે. આ બાળકી તો બપોરે ઘરની બહાર રમી રહી હતી. એટલી નાની હતી કે તેના કપડાને પણ દોષ આપી શકાય તેમ ન હતો.