દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવ પર નીકળી રહેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. શનિવારે સાંજે 6 વાગ્યે થયેલી હિંસા પછી પોલીસે મોડીરાતે એક્શન શરૂ કરી હતી. દિલ્હી પોલીસ પરના પથ્થરમારાના વીડિયો ફુટેજના આધારે ઘટનાની જવાબદારી આરોપીઓને ચિહ્નિત કરી રહી છે. તોફાનીઓએ પથ્થરબાજી કરી, આ સિવાય ગાડીઓને સળગાવીને સરકારી રેશનની ગાડીને પણ લૂંટી.
પોલીસનો દાવો છે કે શરૂઆતની તપાસ મુજબ પથ્થરમારાની શરૂઆત મસ્જિદની છતથી થઈ હતી. પથ્થરમારો અને ફાયરિંગથી હિંસા ભડકાવવાની કોશિશ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ 14 આરોપીઓની ધરપકડ સિવાય લગભગ 30 લોકોની શકના આધારે ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાક્રમ મુજબ જહાંગીરપુરીમાં ડી બ્લોકના લોકોએ શોભાયાત્રા જહાંગીરપુરી પોલીસ સ્ટેશનની નજીકથી શરૂ કરી હતી અને સી બ્લોક થઈને કુશક સિનેમાની પાસે પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ દરમિયાન તેમની પર અચાનક જ પથ્થરમારો શરૂ થયો હતો.
સ્થાનિક લોકો પાસેથી મળેલા વીડિયોમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મુસ્લિમ સમુદાયના લોકો પોતાના છત પરથી પથ્થરો ફેંકી રહ્યાં છે. તે પછીથી હિંસાએ વીકરાળ રૂપ લીધું હતું. પોલીસે અત્યાર સુધીમાં ઘણા વીડિયો ફુટેજને શોધ્યા છે અને ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
શોભાયાત્રાના સમયે પોલીસ હાજર હતી
પોલીસનું કહેવું છે કે વીડિયો ફુટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યારે શોભાયાત્રા મસ્જિદની સામેથી નીકળે છે, ત્યારે કેટલાક યુવા તેની પર પથ્થરમારો શરૂ કરે છે અને પછી અચાનક પથ્થરોનો વરસાદ શરૂ થઈ જાય છે.
પથ્થરમારો રોકવા માટે શોભાયાત્રામાં નીકળેલી પોલીસ પોતાની તરફથી સંપૂર્ણ કોશિશ કરે છે, જોકે તોફાનીઓ તેમને પણ ગાંઠતા નથી. પરિણામ એ આવે છે કે ઘણા પોલીસવાળા પણ આ દરમિયાન ઘાયલ થાય છે. એક સબ ઈન્સ્પેક્ટર પણ ગોળી વાગવાથી ઘાયલ થયો છે.
પોલીસની 10 ટીમ તપાસ કરી રહી છે
પોલીસે આરોપીઓની ઓળખ કરવા માટે 10 ટીમ બનાવી છે. સમગ્ર તપાસની જવાબદારી ક્રાઈમબ્રાન્ચની છે. તોફાનીઓની શોધખોળમાં પોલીસ શંકાસ્પદ ઘરોમાં રેડ પણ કરી રહી છે.
આસપાસ સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે
જહાંગીરપુરીની નજીક આવેલા વિસ્તારમાં પણ ફોર્સ વધારવામાં આવી છે. અહીં જેએનયુ પર પોલીસનો બંદોબસ્ત છે. બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે નોઈડા અને ગાજિયાબાદમાં સ્થિતિ પર નજર રાખવા માટે પોલીસ અને પ્રશાસનને નિર્દેશ આપ્યા છે. બીજી તરફ પોલીસે આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ કર્યું છે.
જહાંગીરપુરીની ડેમોગ્રાફી
જહાંગીરપુરીના જે વિસ્તારમાં આ ઘટના બની છે, તે બંને ભાગમાં વહેંચાયેલો છે. સી બ્લોકમાં મુસ્લિમ વસ્તી વધુ છે. ત્યા એક મસ્જિદ છે. મોટાભાગના લોકો અહીં કચરો વીણવા, કબાડી અને ઈ-રિક્શા ચલાવવાના પ્રોફેશન સાથે જોડાયેલા છે. અહીં લગભગ આખા રસ્તા પર તેમનો કબજો છે. બીજી તરફ જી બ્લોક છે, જ્યાં હિન્દુઓની વસ્તી મોટાપ્રમાણમાં છે.
કોઈને આશા નહોતી કે પથ્થરમારો થશે
શોભાયાત્રા કાઢનાર સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષની જેમ આ વખતે પણ પોલીસ સ્ટેશનની પાસેથી શોભાયાત્રા સી બ્લોક થઈને કુશક સિનેમાંથી જી બ્લોક પહોંચવાની હતી. જોકે મસ્જિદની સામેથી પસાર થવા પર અમારી ઉપર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જેના પગલે અફરાતફરી સર્જાઈ હતી. જોતજોતામાં જ સ્થાનિક મુસલમાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. જે પોલીસની ડ્યુટી શોભાયાત્રામાં હતી, તેમણે તોફાનીઓને રોકવાની કોશિશ કરી હતી. જોકે પોલીસની સંખ્યા ઓછી હતી. તેના કારણે પોલીસવાળા પણ ઘાયલ થયા હતા.
ઝંડો લઈને ઘુસ્યા લોકો, ત્યારે તણાવ વધ્યો
દિલ્હીના સદર જમીયત ઉલેમા મોહમ્મદ આબિદ કાસમીએ દૈનિક ભાસ્કર સાથેની વિશેષ વાતચીતમાં કહ્યું કે તે ઘટનાના સમયે હાજર નહોતો. મસ્જિદની સામે શોભાયાત્રાનું DG ધીમે-ધીમે વાગતુ હતું અને કેટલાક લોકો ઝંડા લઈને મસ્જિદની અંદર ઘુસી ગયા હતા. તેના પગલે તણાવ વધી ગયો હતો. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલા માટે પોલીસ અને પ્રશાસન દોષિત છે. તેમણે પુરતી વ્યવસ્થા કરી નહોતી. જોકે પથ્થરમારાના સવાલ પર તેમણે જવાબ આપ્યો નહોતો.
પોલીસે તપાસ શરૂ કરી, અફવાથી દૂર રહેવા કહ્યું
સ્પેશિયલ પોલીસ કમિશ્નર દીપેન્દ્ર પાઠકે મોડી રાતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કેસ નોંધી લેવામાં આવ્યો છે. તપાસ શરૂ થઈ ગઈ છે. સ્થિતિ સંપૂર્ણ રીતે કાબુમાં છે. અમે સતત અપીલ કરી રહ્યાં છે કે લોકો અફવા પર ધ્યાન ન આપે. પુરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ ત્યાં તહેનાત છે. સાથે જ તેમણે એ પણ પુષ્ટિ કરી છે કે અમે હત્યાના પ્રયાસ સિવાય રમખાણો અને સરકારી કર્મચારીઓ પર હુમલો કરવા સહિતની કલમો જોડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.