• Gujarati News
  • Dvb original
  • Debt And Inflation Have Broken The Country's Back, Rising Election Expenses In Poverty Is A Big Challenge; What Will Improve The Current State Of Pakistan?

પાકિસ્તાન બની રહ્યું છે બીજું શ્રીલંકા:દેવું અને ફુગાવાએ મળી દેશની કમર તોડી નાખી, ગરીબીમાં ચૂંટણી ખર્ચ વધવો મોટો પડકાર; શું સુધરશે બેહાલ પાકિસ્તાનના હાલ?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન અત્યાર સુધીના સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓ આ સ્થિતિ માટે પાકિસ્તાન સરકારની ખોટી નીતિઓને જવાબદાર માને છે. આ નીતિએ લાંબા ગાળા અને ટૂંકા ગાળામાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને અસર કરી. સૈન્યમાં વધુ પડતું રોકાણ, લાંબી રાજકીય અસ્થિરતા, પ્રચંડ ભ્રષ્ટાચારે પાકિસ્તાનને આ સ્થિતિ તરફ દોરી ગયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાને આવા ઘણા નિર્ણયો લીધા જે તેના આર્થિક હિતને બદલે તેના રાજકીય હિતમાં હતા. જેના કારણે પાકિસ્તાન હવે દેવાદાર બની ગયું છે.

પાકિસ્તાનમાં તમામ વસ્તુઓના ભાવ વધ્યા

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખરાબ થતાં વિદેશી મુદ્રા ભંડાર અને મદદના અન્યો માર્ગો પણ બંધ થઈ ગયા છે. જેની અસર સામાન્ય જનતા પર પડી છે. મોંઘવારીએ છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ચોખા 200 રૂપિયા કિલો, દૂધ 150 રૂપિયા લિટર, લોટ 120 રૂપિયા કિલો અને પેટ્રોલ 250 રૂપિયા લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. તો પાકિસ્તાની રૂપિયો 1 ડૉલરની સામે 283 પર પહોંચી ગયો છે.

અર્થવયવસ્થા સુધારવા આ પગલાં લઈ રહ્યું છે પાક.

પાકિસ્તાનનું પહેલું પગલું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની મદદ લેવાનું હતું. પરંતુ, ખરાબ અર્થવ્યવસ્થા, ગ્લોબલ ઇમેજ અને ભારે દેવાને લીધે IMFએ ઈનકાર કરી દીધો. બીજું, અર્થતંત્રને સુધારવા માટે પાકિસ્તાન સરકારે દુકાનો અને માર્કેટ વહેલા બંધ કરીને વીજળી બચાવવા અને ચા પીવાનું બંધ કરવાની અપીલ કરી. જેથી ચાની ઓછી આયાત કરવી પડે. ત્રીજા પગલા તરીકે પાકિસ્તાનની સ્થિતિ સુધારવા માટે સામાન્ય ચૂંટણીની માંગ સતત કરવામાં આવી રહી છે.

શું પાકિસ્તાન પાસે ચૂંટણી કરવા માટે પૈસા છે?

પાકિસ્તાની અખબાર ડૉનની એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં આગામી સામાન્ય ચૂંટણીનો ખર્ચ 47 અબજ રૂપિયાથી વધુ થઈ શકે છે. જોકે, છેલ્લી ચૂંટણીમાં આ રકમ 21 અબજ રૂપિયાની આસપાસ હતી. જેમાંથી આશરે 9 અબજ રૂપિયા સિક્યોરિટી પાછળ ખર્ચવામાં આવ્યા હતા. હકીકતમાં માત્ર પૈસા જ નહીં પરંતુ સિક્યોરિટી પણ પાકિસ્તાનમાં એક મોટો મુદ્દો છે. એક્સપર્ટ મુજબ, સમય પહેલાં ચૂંટણી કરાવવાથી કોઈ મોટું પરિવર્તન નહીં આવે. ખાસ કરીને અર્થવ્યવસ્થાને લઈને.. હાલમાં પાકિસ્તાનની જે સ્થિતિ છે તેમાંથી બહાર આવવા માટે સમય લાગશે.

આ સ્થિતિ જોઈને લાગે છે કે પાકિસ્તાન પણ બીજું શ્રીલંકા બનાવવાની અણી પર છે. આજે એ જાણવું જરૂરી છે કે દેવામાં ડૂબેલા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સુધારવા માટે પાકિસ્તાન શું કરી રહ્યું છે? ઉપરના ફોટા પર ક્લિક કરો અને વીડિયો જુઓ