તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Db Original They Were Also Thinking About The Name Of The Child To Be Born, Could Not Get The Test Done Due To Corona, In The Fourth Month, The Child Died In The Stomach.

લોકડાઉનમાં પ્રેગ્નન્સીની દર્દનાક કહાણીઓ:થનારા બાળકનું નામ પણ વિચારી રહ્યા હતા, કોરોનાના કારણે ટેસ્ટ ન થઈ શક્યો, ચોથા મહિને બાળક પેટમાં જ મરી ગયું

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાઈસ્તા કહે છે, હું પ્રેગ્નન્સી દરમિયાન હોસ્પિટલ ગઈ હતી, પરંતુ કોરોનાના ડરના કારણે કોઈ ડોક્ટર તપાસવા જ તૈયાર ન હતા. ડિલિવરીના એક દિવસ પહેલાં બાળકના ધબકારા બંધ થઈ ગયા
  • નોઈડાની પ્રિયંકા કહે છે, મારી નોર્મલ ડિલિવરી થઈ શકે તેમ હતી, પરંતુ તેઓ મને હોસ્પિટલમાં 2-3 દિવસથી વધુ રાખવા તૈયાર ન હતા, તેમનું કહેવું હતું કે રિપોર્ટ પોઝિટિવ આવશે તો પ્રોબ્લેમ થશે

લગ્નનાં બે વર્ષ પછી જ્યારે નિશુને ખબર પડી કે તે પ્રેગ્નન્ટ છે ત્યારે તેની ખુશીનું ઠેકાણું ન રહ્યું. નિશુએ ત્યારથી જ ઘરે આવનાર નવા મહેમાન માટે તૈયારીઓ શરૂ કરી દીધી. નિશુ અને તેના પતિએ આવનારા બાળકનું નામ પણ વિચારવાનું શરૂ કરી દીધું. જ્યારે લોકડાઉન લાગ્યું તોપણ એ ખુશ હતી કે તે હવે તેના પતિ સાથે વધારે સમય પસાર કરી શકશે. જોકે કોવિડ મહામારીને કારણે બદલાયેલી આ દુનિયામાં તેમની ખુશી વધારે સમય સુધી ન ટકી શકી. તેને સમયસર સારવાર ન મળી શકી અને તે ચોક્કસ સમયે ટેસ્ટ પણ ન કરાવી શકી. ચોથા મહિને જ બાળકનું પેટમાં મોત થઈ ગયું. હવે તે આ દુઃખમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે.

નિશુ એકલી નથી, જે આ તકલીફમાંથી પસાર થઈ છે. કોરોના સંક્રમણના કારણે સમગ્ર દુનિયાની પ્રેગ્નેન્ટ મહિલાઓએ આવી સમસ્યામાંથી પસાર થવું પડ્યું છે. ભારતમાં મહિલાઓની સ્થિતિ વધારે પડકારજનક છે. નિશુ કહે છે, ના કોઈ ડોક્ટરે મારી ચોક્કસ રીતે તપાસ કરી, ના હું સમયસર ટેસ્ટ કરાવી શકી. મને તો બાળકના મોતના 15 દિવસ પછી ખબર પડી કે તે હવે નથી રહ્યું. આ બધું ખૂબ તકલીફ આપે તેવું છે.

બાળકો માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનિસેફે જણાવ્યું હતુંકે કોવિડ-19 મહામારીના કારણે ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોને જરૂરી સારવાર મળવામાં ઘણી તકલીફ થઈ રહી છે, તેથી તેમણે વધારે જોખમનો સામનો કરવો પડે છે. યુનિસેફના વૈશ્વિક અંદાજ પ્રમાણે દુનિયામાં મહામારી દરમિયાન 11 કરોડ 60 લાખ બાળકોનો જન્મ થશે. માતાઓ અને નવજાત બાળકો માટે આ ખૂબ પડકારજનક સમય છે. લોકડાઉન અને કર્ફ્યુ પણ આમાં સામેલ છે. મહામારીના કારણે સ્વાસ્થ્ય સેવાઓ પર પહેલેથી ભારણ વધારે છે. આ સંજોગોમાં ગર્ભવતી મહિલાઓને પૂરતી માત્રામાં સ્વાસ્થ્ય કર્મચારી મળવા પણ એક પડકાર છે.

સારવાર ન મળવાને કારણે બાળકનું મોત થયું
ઈન્દોરની શાઈસ્તાને પ્રેગ્નન્સી દરમિયાન યોગ્ય સારવાર ન મળી શકી. જ્યારે તે ડિલિવરી માટે સરકારી હોસ્પિટલ પહોંચી ત્યારે ત્યાંથી તેને કાઢી મૂકવામાં આવી. એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ગઈ તો ત્યાં એટલા પૈસા માગ્યા કે જે પરિવાર માટે આપવા મુશ્કેલ હતા. ત્યાર પછી તેને એક હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યાં તેણે એક મૃત દીકરાને જન્મ આપ્યો. ડોક્ટરોએ જણાવ્યું, તેમના બાળકનું એક દિવસ પહેલાં જ પેટમાં મોત થઈ ગયું હતું. આ 18 જૂનની વાત છે. આ દિવસને યાદ કરીને શાઈસ્તા અત્યારે પણ શોકમગ્ન થઈ જાય છે.

ભાસ્કર સાથે વાત કરતાં શાઈસ્તાએ કહ્યું, હું પ્રેગ્નન્સી દરમિયાન હોસ્પિટલ ગઈ હતી, પરંતુ કોરોનાના કારણે ડોક્ટર્સ સરખી તપાસ કરતાં પણ ડરતા હતા. મારી સોનોગ્રાફી નહોતી કરાઈ. મારા બાળકના ધબકારા પણ ચેક કરવામાં નહોતા આવ્યા. નવ મહિના ખૂબ મુશ્કેલીમાં નીકળ્યા. મને સરખી સારવાર પણ ન મળી. મને લાગે છે કે મને સરખી સારવાર મળી હોત તો મારા બાળકનો જીવ બચી જાત. પોતાની ડિલિવરીના દિવસો યાદ કરતાં તે કહે છે કે ડિલિવરીના સમયે કોઈ હોસ્પિટલે મને એન્ટ્રી ન આપી. મને સખત દુખાવો થતો હતો, પરંતુ કોઈ ડોક્ટર જોવા માટે તૈયાર નહોતું. મને સખત દુખાવો હતો, પરંતુ કોઈ સરકારી હોસ્પિટલે મારી મદદ ન કરી અને અમને ત્યાંથી કાઢી મૂક્યા.

પ્રેગ્નન્સી એન્જોય ન કરી શકી
નોઈડામાં રહેતી વિનીતાને અત્યારે સાત મહિનાની પ્રેગ્નન્સી છે. અત્યારે તે તેની તબિયતનો ખૂબ ખ્યાલ રાખે છે, પરંતુ લોકડાઉનના શરૂઆતના તબક્કામાં તેને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

તેણે જણાવ્યું હતું કે મને માર્ચ મહિનામાં મારી પ્રેગ્નન્સી વિશે ખબર પડી. શરૂઆતમાં અમે રિલેક્સ હતા, પરંતુ જેમ જેમ લોકડાઉન વધતું ગયું, અમારી મુશ્કેલીઓ વધતી ગઈ. જ્યારે અમારે અલ્ટ્રા સાઉન્ડ સોનોગ્રાફી કરાવવાની હતી ત્યારે કોઈ અલ્ટ્રાસાઉન્ડ સેન્ટર ઓપન ન હતા. કોઈ ડોક્ટર અપોઈન્ટમેન્ટ આપવા નહોતા માગતા. બહુ પ્રયત્નો પછી અમને ડોક્ટરની અપોઈન્ટમેન્ટ મળી હતી. આઠમા વીકમાં અમે પહેલી અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કરાવી શક્યા હતા.

તેણે વધુમાં કહ્યું હતું કે સમસ્યા માત્ર એટલી ન હતી કે ડોક્ટર નહોતા મળી શકતા, પરંતુ લોકડાઉનના કારણે ઘરેથી બહાર નીકળવામાં પણ ઘણી સમસ્યા હતી. રસ્તામાં દરેક જગ્યાએ પોલીસ રોકીને પૂછપરછ કરતી હતી. જેમ જેમ કોરોનાના કેસ વધતા જતા હતા તેમ તેમ સ્ટ્રેસ પણ વધી રહ્યો હતો.

તેણે કહ્યું હતું કે શરૂઆતમાં અમે ન્યૂઝ વધારે જોતા હતા અને ત્યારે લેબર પેઈનના કારણે કોઈ મહિલાનું મોત થઈ જતું તો એવા ન્યૂઝ જોઈને ખૂબ ડર લાગતો હતો. સ્ટ્રે્સ ખૂબ વધી જતાં મેં ન્યૂઝ જોવાનું જ બંધ કરી દીધું. મેડિટેશન શરૂ કર્યું, જેને કારણે ખૂબ રાહત મળતી હતી. મને મારા કરતાં બાળકની ચિંતા વધારે થતી હતી. બહાર જાઉ તો પણ ડર લાગતો હતો. એક છીંક આવે તોપણ એવો ડર લાગતો કે ક્યાંક કોરોના તો નથી થઈ ગયોને. કોરોના મહામારીના કારણે તેઓ તેમની બીજી અલ્ટ્રા સાઉન્ડ સોનોગ્રાફી પણ નહોતા કરાવી શક્યા. વિનીતાની તબિયત હાલ સારી છે પણ તેને એક અફસોસ છે કે તે તેની પ્રેગ્નન્સી એન્જોય ન કરી શકી.

કોવિડના સ્ટ્રેસના કારણે પ્રેગ્નન્સીને અસર થઈ

દિલ્હીમાં રહેતી આંત્રપ્રેન્યોર અને સોશિયલ મીડિયા એન્ફ્લુઅન્સર અહાના મેહતા.
દિલ્હીમાં રહેતી આંત્રપ્રેન્યોર અને સોશિયલ મીડિયા એન્ફ્લુઅન્સર અહાના મેહતા.

દિલ્હીમાં રહેતી આંત્રપ્રેન્યોર અને સોશિયલ મીડિયા એન્ફ્લુઅન્સર અહાના મેહતા. અહાના મેહતાની પ્રેગ્નન્સીમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું. તેને વધારે કોઈ મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડ્યો, પરંતુ કોવિડના કારણે તેમનો સ્ટ્રેસ એટલો વધી ગયો કે તેની ડિલિવરી એક મહિનો વહેલી કરવી પડી હતી. અહાના કહે છે કે અમારા પરિવારમાં એક વ્યક્તિને કોવિડ થયો હતો, પરંતુ તેને કોઈ ખાસ લક્ષણો નહોતાં. હું પણ તેમને મળી હતી. તેથી મને પણ ડર હતો કે ક્યાંક મને કોરોના ન થઈ જાય.

તે કહે છે, કોવિડના કારણે મને ખૂબ સ્ટ્રેસ થઈ ગયો હતો. મને સ્ટ્રેસ હતો કે ક્યાંક મારા બાળકને કોરોના ન થઈ જાય. તે સમયે હું આખો દિવસ રડ્યા કરતી હતી. મને લાગે છે કે તેની અસર મારી પ્રેગ્નન્સી પર થઈ અને મારે ડિલિવરી એક મહિનો વહેલી કરવી પડી. મને લાગે છે કે તે સ્ટ્રેસ મને ખાઈ ગયો. જ્યાં સુધી મારો કોવિડ ટેસ્ટ નેગેટિવ ન આવ્યો ત્યાં સુધી હું રડ્યા જ કરતી હતી. રિપોર્ટ આવવામાં એક અઠવાડિયાનો સમય થઈ ગયો હતો.

અહાનાને ચિંતા હતી કે જો તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો કોઈ હોસ્પિટલ તેને ડિલિવરી માટે દાખલ નહીં કરે. તે વિચારતી હતી કે ક્યાંક મારે કોવિડ હોસ્પિટલમાં ડિલિવરી ના કરાવવી પડે અને મારા બચ્ચાને કઈ થઈ ન જાય. મને આ વિશે બહુ જ સ્ટ્રેસ થઈ ગયો હતો.

અહાના જ્યારે હોસ્પિટલમાં ચેક-અપ માટે ગઈ ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેને તરત ડિલિવરી કરાવવી પડશે અને એ માટે તેને બે કલાકનો સમય આપવામાં આવ્યો. અહાના કહ્યું, સર્જરી દરમિયાન મારા પતિને પણ અંદર ન આવવા દીધા. આ સમય ખૂબ ડરામણો હતો, હું ખૂબ ગભરાયેલી હતી. મને લાગતું હતું કે કદાચ હું નહીં બચી શકું. અહાનાનો દીકરો હવે બે મહિનાનો થઈ ગયો છે અને તે એકદમ સ્વસ્થ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો