• Gujarati News
  • Dvb original
  • DB Exclusive A Woman Who Has Lost Her Husband Is Like An Open Bottle Of Perfume That Makes Even The Men Of A Good House Forget

વાત બરાબરીની:પતિ ગુમાવી ચૂકેલી સ્ત્રી અત્તરની એવી ખુલ્લી બોટલ જેવી હોય છે, જે સારા ઘરના પુરુષોનું પણ ભાન ભુલાવે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીનમાં ત્યારે મિંગ સામ્રાજ્યનો સમય હતો. 1400મી સદીનો એ સમય, જ્યારે ચીનના મસાલાથી લઈને અત્તરની સુગંધ દુનિયાને પાગલ બનાવતી હતી. ઘર મહેલોમાં બદલાતા હતા. ટૂંકમાં, બધી બાજુ વિકાસ થતો હતો, માત્ર સ્ત્રીઓ સિવાય. એ સમયે સ્ત્રીશરીરની પવિત્રતા પર વધુ ભાર આપવામાં આવતો હતો. પુરુષ એકવાર ઝેરીલી ચા પીને બચી શકે છે, પણ કપટવાળી સ્ત્રીથી તેનું મોત નક્કી. ત્યારે સ્ત્રીની શુદ્ધતા પારખવા માટે ઘણા નુસખા શોધવામાં આવ્યા હતા. કેવી રીતે તપાસવું કે તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડ વર્જિન છે.

એ સમયે ચીની ભાષામાં એક પુસ્તક આવ્યું હતું- Za Shi Mi Zhong, એટલે કે રહસ્યોના ઊંડાણ સુધી કેવી રીતે પહોંચવું. રહસ્ય એટલે સ્ત્રીનું શરીર. એમાં અંતરિક્ષ કરતાં પણ વધારે રહસ્યમય અને ખોફનાક માનવામાં આવે છે. આ ભેદને ખોલવા માટે દરેક પ્રકારની મહેનત અને પ્રયત્નો કરવામાં આવતા હતા. ચાલો, પવિત્રતાની ઓળખ કરીએ. હવે એ કેવી રીતે ખબર પડશે કે પરિણીત સ્ત્રી તેના પતિને વફાદાર છે અથવા પછી વિધવા સ્ત્રી તેની વર્જિનિટી ગુમાવી દેવાનો ફાયદો ઉઠાવી રહી છે. એને રોકવા માટેના ઉપાયો પણ શોધવામાં આવ્યા હતા.

રેશમ-મસાલા વેચવા માટે ફરતા વેપારીઓએ દુનિયાના ખૂણે-ખૂણે ફરીને ચેસ્ટિટી બેલ્ટ શોધી કાઢ્યો હતો. આ ધાતુનો એ બેલ્ટ હતો, જે સ્ત્રીના નીચેના ભાગને તાળાથી બંધ રાખે છે. સરળ ભાષામાં કહીએ તો લોખંડનું બનેલું એ અંતર્વસ્ત્ર, જેના પર તાળું લગાવેલું હોય છે. એની એક ચાવી પણ હોય છે. મહિલા જો પરિણીત હોય તો એ ચાવી તેના પતિ પાસે રહે છે. લાંબી યાત્રા પર જતો પતિ તેની સ્ત્રી પર આવું તાળું લગાવીને રાખે છે, જેથી તે પરત આવે ત્યાં સુધી તેની પત્ની પવિત્ર રહે. વિધવાઓના કેસમાં આ ચાવી ધાર્મિક ગુરુ અથવા મહિલાઓના મુખિયા પાસે રહે છે.

વિધવા પવિત્રતા પર એટલો ભાર આપવામાં આવે છે કે મિંગ સામ્રાજ્યે ઘણા અવૉર્ડ્સ બનાવી દીધા. આ અવૉર્ડ તે વિધવાઓને મળતાં, જેમના પતિના મોત પછી આખી જિંદગી સાદાઈથી જીવતી. એમાં પણ આવી સ્ત્રીઓ જેટલી વધારે રડે-કકળે તેને વધારે શુદ્ધ માનવામાં આવતી. જો કોઈ આત્મહત્યા કરી લે ત્યારે તો જોરદાર માનવામાં આવતું. તેના નામ પર ઈનામ આપવામાં આવતું. તો થયું એવું કે એ ચારસો વર્ષમાં વિધવાઓની આત્મહત્યાનો દર વધી ગયો. પવિત્રતાનું પ્રેશર સ્ત્રીઓના જીવ લઈ લેતી.

આ વાત તો 1400 સદીની છે, હવે વાત કરીએ 21મી સદીની. અત્યારે દેશોમાં પથ્થરમારાનો સમય ચાલી રહ્યો છે. આ દરમિયાન એક સુંદર તસવીર સામે આવી. પૂલના બ્લૂ પાણીમાં એક્ટ્રેસ મંદિરા બેદી તેમના મિત્ર આદિત્ય મોટવાની સાથે એન્જોય કરતી દેખાઈ હતી. પૂલ છે તો સ્વાભાવિક છે કે તેણે એવાં જ કપડાં પહેર્યાં હશે. તસવીરની સાથે મંદિરાએ એક સરસ કેપ્શન પણ આપી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. એ પછી તો જાણે હોબાળો શરૂ થઈ ગયો.

ટ્રોલ્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે મંદિર આટલી ખુશ કેવી રીતે હોઈ શકે, જ્યારે પતિના મોતને હજી તો એક વર્ષ પણ નથી થયું. ટ્રોલર્સ ગુસ્સો વ્યક્ત કરવા લાગ્યા કે સ્ત્રીઓ સ્વાર્થી જ હોય છે, તેથી ટૂંક સમયમાં જ તેના પતિના મોતને પણ ભૂલી જાય છે. કંઈક આવું જ ટ્રોલિંગ અંકિતા લોખંડે માટે પણ થયું હતું, જ્યારે તેણે પ્રેમી સુશાંત સિંહના નિધન પછી તેની ખુશીવાળી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. નોંધનીય છે કે બંને તેના મોતનાં ચાર વર્ષે પહેલાં જ છૂટાં પડી ગયાં હતાં. તેમ છતાં લોકો ઈચ્છતા હતા કે સુશાંતના મોત પછી તે બધું છોડીને સફેદ કપડાં પહેરીને બેસી જાય અને રડી રડીને તેની આંખો સુજાડી દે.

નાઈજીરિયાનું એક શહેર છે- ઈનુગુ. એક સમયે અહીંની નદીઓ એ સાયન્સ લેબ હતી, જે મહિલાઓની પવિત્રતા પર ISOનો થપ્પો લગાવતી હતી. પતિના મોત પછી વિધવાઓને એક રૂમમાં બંધ કરી દેવામાં આવતી હતી. તેમને એક બારીમાંથી જ ખાવા-પીવાનું આપવામાં આવતું હતું. ત્રણ સપ્તાહ પછી તેને નદી કિનારે લઈ જવામાં આવતી હતી. ત્યાં તેના માથાના વાળ ઊતરાવીને તેને શપથ લેવડાવવામાં આવતા હતા કે તે તેના પતિને ખૂબ પ્રેમ કરતી હતી અને તેના મોતમાં તેની કોઈ ખરાબ ઈચ્છા કે પ્રાર્થના ન હતી. નદીની લહેરો ઉપર-નીચે થવાથી વિધવાની નિયતનો ખ્યાલ આવી જતો અને એ પ્રમાણે તેની સજા નક્કી કરવામાં આવતી.

પતિને ગુમાવી ચૂકેલી સ્ત્રી અત્તરની એ ખુલ્લી બોટલ જેવી હોય છે, જે દરેક પ્રકારના પુરુષનું ભાન ભુલાવી શકે છે, તો આવી બોટલનું મોઢું એ રીતે બંધ કરીને એને રસોડાના એક ખૂણામાં રાખવામાં આવતી. નવા નવા રસ્તાઓ શોધવામાં આવતા, જેમકે તેના વાળ ઉતારવામાં આવતા, તેનું મનપસંદ ખાવાનું છોડાવી દેવામાં આવતું અથવા ઘરના એક ખૂણામાં બંધ કરી જબરદસ્તી ત્રણ મહિના શોક પળાવવામાં આવતો.

બીજી બાજુ, પત્ની ગુમાવી ચૂકેલો પુરુષ મેળામાં ભૂલા પડેલા તે નિર્દોષ બાળક જેવો હોય છે, જેને જોઈને દયા આવી જાય કે આ એકલો પુરુષ બિચારો શું-શું સંભાળશે. ચલો જેમતેમ કરીને ઓફિસ તો જતો રહેશે, પરંતુ પાછો આવીને શું ખાશે. સાંજે દીવા-બત્તી કોણ કરશે. બાળકોને કોણ સંભાળશે અને સૌથી જરૂરી વાત- એસી ઓફિસમાં કામ કરીને આવ્યા પછી તેના પગ દૂખશે તો એના પર તેલમાલિશ કોણ કરશે. એવા સમયે કાકી-મામી-ફોઈ બધા એક જ સૂરમાં કહેવા લાગે છે કે કોઈ સારી છોકરી શોધીને તેના ફરી લગ્ન કરાવી દેવા જોઈએ.

લાઇફ પાર્ટનરના મોત પછી લગ્નની પેટર્ન સમજવા માટે પ્યુ રિસર્ચ સેન્ટરે એક સરવે કર્યો. વર્ષ 2014માં થયેલા આ સરવેમાં જાણવા મળ્યું છે કે પત્નીના મોત પછી 64% પુરુષો ફરી લગ્ન કરી લે છે, જ્યારે માત્ર 52% મહિલાઓ જ બીજીવાર કોઈ સંબંધ નિભાવવાનું વિચારે છે, એ પણ ઘણા સમય પછી.

અમેરિકન લેખક ડેનિયલ એમ. ઓર્ટબર્ગે જુદા-જુદા ન્યૂઝપેપર માટે ઘણા સમય સુધી રિલેશનશિપ કાઉન્સેલરનું કામ કર્યું. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમની પાસે એવી મહિલાઓના પત્ર આવતા, જેમાં તાજેતરમાં તેમના પતિનું નિધન થયું હોય. તેઓ એ વાતથી પરેશાન હતી કે તેમના પતિના મોતનો તેમને કોઈ આઘાત નથી લાગ્યો. તેઓ સમજવા માગતી હતી કે પતિના નિધન પછી પણ તેમને તૈયાર થવાના-ફરવાના વિચાર આવતા તો શું તે નીચલા સ્તરની સ્ત્રી ગણાય.

ડેનિયલ કહેતા- આવો સવાલ કદી કોઈ પુરુષ તરફથી નથી આવ્યો. કદાચ પુરુષ જાણે છે કે સ્ત્રીને ગુમાવવી એ કોઈ મોટા પર્સમાંથી છૂટા ગુમાવવાથી વધુ કંઈ નથી.

અન્ય સમાચારો પણ છે...