બ્લેકબોર્ડદીકરીની સાથે ગેંગરેપ ને અમે જ 700 દિવસથી ઘરમાં કેદ:પુત્રીનો જીવ ગયો, પુત્રને નોકરી નથી મળતી; ગ્રામવાસીઓ અમને જ હત્યારાઓ કહી રહ્યા છે

હાથરસએક મહિનો પહેલાલેખક: મૃદુલિકા ઝા

બહેન સાથે ગૈંગરેપને બે વર્ષ વીત્યાં. ત્યારથી અમે ઘર પર છીએ-હોમ એરેસ્ટ! યુવાન છે છતાં નોકર પર નથી જઇ શકતાં. ત્રીજ-તહેવાર આવ્યા અને જતાં રહ્યાં. ના કોઇ મુબારકબાદી આવી, ન આંસુ લૂછવાવાળા હાથ. બહેનના અસ્થિ રાહ જોઇ રહ્યા છે. અમારી જિંદગીઓ ઇંતજારમાં છે. ઇન્સાફ મળે તો સમય આગળ વધે.

આ તે ઘર છે, જ્યાં સમય બે વર્ષ પહેલાં સપ્ટેમ્બરમાં અટકી ગયો હતો. ચહેરા પર માસ્ક લગાવેલો યુવક ઘણી વાતો કહે છે. કેટલીક કેમેરા પર, કેટલીક પાછળ. જ્યારે અમે વાતો કરી રહ્યા હતા, CRPFના હથિયારધારી જવાન બાજુમાં ઊભા હતા.

નવેમ્બર 2020માં ગેરુ અને છાણથી લીપેલું અધકચરું મકાન એકદમ છાવણીમાં બદલાઇ ગયું. લોકોને સુરક્ષાની જરૂર હતી. કેમ? કારણ કે અહીં દલિત સમુદાયની એ છોકરી રહે હતી, જેનું ગેંગરેપ બાદ મૃત્યુ થયું હતું. વાત આટલેથી નથી અટકતી. રાતોરાત તેની લાશ સળગાવી નાખી. પરિવારની ગેરહાજરીમાં.

મહિનો ગરમાગરમી રહી. ક્યારેક નેતા આવતા, ક્યારેક NGOવાળા. પછી સિલસિલો અટક્યો. હવે હાથરસના બૂલીગઢમાં કંઇ નવું નથી. આશરે 1 હજારની વસ્તીવાળા આ ગામમાં રવિવારની સવારે પણ ન તો તાજી હવા છે, ન તાજી મુસ્કાન. ઘરની બહાર એકલદોકલ લોકો દેખાય છે, જે મીડિયાનું નામ સાંભળતા દરવાજા બંધ કરી દે છે.

આ બંધ દરવાજા સૂમસામ રસ્તાઓ પર ચાલતા અમે પીડિત પરિવારના ઘરે પહોંચ્યા. ચારે બારુ CCTV કેમેરા. પહોંચતાની સાથે જ નામ-સરનામું લખાય. ઓળખપત્ર જોવામાં આવે. કેટલાંક ફોન કરવામાં આવે, ત્યારબાદ નક્કી થાય કે તમે અંદર જઇ શકવા લાયક છો કે નહીં. તે પણ એકલા કોઇ કાળે નહીં, હથિયારધારી જવાન સાથે આવશે. ઇન્ટરવ્યુ દરમિયાન પણ સાથે રહેશે. જતી વખતે સિગ્નેચર કર્યા પછી જ જવા દેવામાં આવશે. સવાલ એટલા જ, જેમાં કંઇ આળુંઅવળું ન નીકળી જાય. જવાબ પણ જોખી-તોલીને. જે ન પૂછ્યું હોય તે જણાવવાની કોઇ છૂટ નહીં, પરંતુ માહોલ બધી વાતની ચાડી ખાય છે.

જે આંગણામાં અમે બેઠાં હતાં, ત્યાં ઘાસ કાપવાનું મશીન મૂક્યું હતું. હું ધ્યાનથી નિહાળતાં પૂછું છું, આમાં કાટ કેવી રીતે લાગ્યો? ત્યાંથી જવાબ આવે છે- બે વર્ષથી ઘરમાં બંધ રહેતા-રહેતા અમારી ઉપર કાટ ચડી ગયો છે, તો મશીન તો શું ચીજ છે!

કાપવાના મશીનની ઠીક પાછળ એક સાઈકલ ઊભી છે. તે પણ કટાઈ ગઈ છે. તેનું ઘસાયેલું હેન્ડલ જણાવે છે કે એવો પણ સમય રહ્યો હશે, જ્યારે આ ફર્રાટેની સાથે ગામમાં ફરતી હશે.
કાપવાના મશીનની ઠીક પાછળ એક સાઈકલ ઊભી છે. તે પણ કટાઈ ગઈ છે. તેનું ઘસાયેલું હેન્ડલ જણાવે છે કે એવો પણ સમય રહ્યો હશે, જ્યારે આ ફર્રાટેની સાથે ગામમાં ફરતી હશે.

મૃતકના મોટાભાઇ સામે બેઠા હતા. કહે છે- કોવિડના સમયે દુર્ઘટના બની. નોકરી ગઇ. હવે ઇન્ટરવ્યુ આપો તો પણ કોઇ કામ પર નથી રાખતું. ચહેરો દેખાડ્યા વિના પણ ઓળખ છતી થઇ જાય છે. જીવનું જોખમ છે, તે અલગ. નાનો ભાઇ અને હું બંને ઘરે બેઠા છીએ. કોઇ ઇમરજન્સી હોચ તો મુદતે જવું પડે, ત્યારે જ બહાર નીકળીએ છીએ. પાર્ટી-ફંક્શન, ચોરા પર બેસવું બધું જ બંધ.

નાનો ભાઇ પાસે ઊભો છે. તેને જોઇને પૂછું છું-દિવસભર શું કરો છો? શું કરીએ! એક ભેંસ છે, તેને ચારો-પાણી કરાવીને ઘરમાં આંટા મારીએ છીએ. દિવસ પસાર થતો જ નથી.

ત્રણ રૂમો, આંગણું, ચોક અને છતથી બનેલું મકાન! 7 લોકો અહીં આશરે 7 દિવસોથી બંધ છે. 14 સપ્ટેમ્બર 2020માં આ ઘરથી 100 મીટર દૂર એક ખેતરમાં યુવતીનું લોહીલુહાણ શરીર તેની માતાને મળ્યું 15 દિવસ પછી હોસ્પિટલમાં તેનું મૃત્યુ થઇ ગયું. પરિવારનો આરોપ છે કે ગામના જ 4 સવર્ણ યુવકોએ તેના પર બળાત્કાર કર્યો હતો.

ત્યાં ગામના મોટા ભાગના પરિવારો તેને ઓનર કિલિંગ બતાવે છે. આ વાત પર મૃતકના ભાઇ કહે છે- CBI તપાસ પણ થઇ ગઇ. તે છતાં પણ કોઇ આવી વાત કરે, તો શું કરી શકીએ! હેવાન દરેકને હેવાનિયતની નજરથી જુએ છે.

ત્રીસ વર્ષના આ યુવાનનો અવાજ શાંત છે. આ સવાલનો જવાબ તે હજાર વાર આપી ચૂક્યો છે, અને હજાર વાર આપવાનો બાકી છે.

ભાઇથી વાતચીત ચાલી રહી હતી ત્યારે જ સાડલાથી મોં લૂછતી મૃતકની ભાભી આવે છે. મધ્યમ ઊંચાઇની આ મહિલાના દેખીતા-અણદેખીતા કેટલાય દર્દ છે. લાડકી નણંદ ગઇ, તેની સાથે મનનો એક ખૂણો કોરો કરતી ગઇ.

પીડિતાની ભાભી કહે છે કે મારી મોટી પુત્રી 7 વર્ષની થઈ ગઈ હતી. સ્કૂલ નહોતી જઈ શકતી. તેને પિયર મોકલી દીધી. અમે તો કેદ છીએ, તે તો પોતાની જિંદગી જીવી લેશે.
પીડિતાની ભાભી કહે છે કે મારી મોટી પુત્રી 7 વર્ષની થઈ ગઈ હતી. સ્કૂલ નહોતી જઈ શકતી. તેને પિયર મોકલી દીધી. અમે તો કેદ છીએ, તે તો પોતાની જિંદગી જીવી લેશે.

તે યાદ કરે છે-ઓગસ્ટના આખરમાં દીકરી થઇ અને થોડા દિવસ બાદ દીદીની સાથે દુર્ઘટના થઇ. હું હોસ્પિટલ જવા માટે ખૂબ રડી, પરંતુ કોવિડને લીધે બધાએ ના પાડી દીધી. પછી ક્યારેય મારી નણંદને જોઇ શકી નહીં.

પાસે જ તે છોકરી રમી રહી છે. છાણથી લીંપેલા આગણામાં અહીં-તહીં ડોલતી આ બાળકીએ બહારની દુનિયા હજુ જોઇ નથી. તે ત્રણ-ચાર રૂમના આ મકાનને જ સંસાર જાણે છે. તેને ખબર નહી કે ઘરના લોકો બહાર જઇ નોકરી પણ કરતા હોય છે. તેઓ બજાર-પાર્ક પણ જાય છે. તે એ પણ નથી જાણતી કે તેની સૌથી મોટી બહેન તેની સાથે કેમ નથી રહેતી.

મૃતકની આખરી યાદ! હા મેં જ્યારે સંતાનને જન્મ આપ્યો, તો બધા કામ દીદી જ કરતી હતી. સવારે ખેતરે જતાં પહેલાં ચા આપતી વખતે ક્યું હતું કે મને સપનું આવ્યું છે, ગામમાં આગ લાગી ગઇ છે અને બધાં અહીં-તહીં ભાગી રહ્યા છે. મેં તેને ટોકતાં સારું સ્વપ્ન બતાવવાનું કહ્યું તો તે હસતી હસતી જતી રહી. પાછા ફરતાં સાસુ માટે દવા પણ લાવવાની હતી, તે વખતે છેલ્લી વાર તેને જોઇ.

હવે ઇમર્જન્સીમાં બહાર તો જવું જ પડે, તો ખેતર પરથી નજર નથી હટતી. જાણે કે દીદી હમાણાં ક્યાંક દેખાશે. સાદ પાડતાં સારું સ્વપ્ન સંભળાવશે.

ઇન્ટરવ્યુની વચ્ચે મૃતકના અસ્થિઓની વાત નીકળે છે, જે ન્યાય થયા પછી જ નદીમાં વિસર્જિત થશે. જો હું જોવાની ઇચ્છા વ્યક્ત કરું છું તો ભાઇ કહે છે- તે અમે નહીં બતાવી શકીએ, જ્યારે ન્યાય થશે, ત્યારે જ તેનાં અસ્થિ બહાર આવશે.

આ માની પાસે દીકરીની યાદમાં રડ્યા સિવાય કંઈ જ નથી વધ્યું. કહે છે- જીવવા ખાતર અમે જીવી રહ્યાં છીએ, પરંતુ હજુ સુધી ન્યાય નથી મળ્યો.
આ માની પાસે દીકરીની યાદમાં રડ્યા સિવાય કંઈ જ નથી વધ્યું. કહે છે- જીવવા ખાતર અમે જીવી રહ્યાં છીએ, પરંતુ હજુ સુધી ન્યાય નથી મળ્યો.

રાતોરાત, કોઇ રસમ વિના આગને હવાલે કરી દીધી, મૃતકના રોપેલા તુલસી તે તેની આખરી ચીજ છે, જે આ ઘરમાં લહેરાઇ રહ્યા છે. તે જોતાં મા જણાવે છે કે- ખૂબ ધાર્મિક હતી મારી દીકરી. તુલસીને પાણી પીવડાવ્યા વિના મોંમાં એક દામો પણ નહોતી નાખતી. હવે નવરાત્રી આવી રહી છે. બીજા લોકો ફળાહાર કરી લે છે, તે કશું ખાધા વિના નવ દિવસ રહેતી હતી.

બોલતાં બોલતાં મા રડી પડે છે. ઘૂંઘટની પાછળથી ધ્રુસકા સંભળાઇ રહ્યા છે. એ માના ધ્રુસકા, જેની દીકરીની લાશ તેને બતાવ્યા વિના સળગાવી દીધી. તે માતાનું રોકકળ , જે અંતિમ સમયે પોતાની મૃત બેટીનું માથું નહીં ચૂમી શકી.

ઘરેથી નીકળી અમે ઘટનાસ્થળે પહોંચીએ છીએ. સામે ચારો રાખવાની ઓરડી બનાવેલી છે. તેના ખૂણામાં બે વર્ષ પહેલાં છોકરીનો લોહીલુહાણ દેહ મળ્યો હતો.

હવે ત્યાં લોહીનાં કોઇ નિશાન નથી. ચીસો પણ હવામાં ઓગળી ગઇ. ત્યારે હવે તેને ચોંટ પહોંચાડતા હાથ પણ હવે ગાયબ છે. સામે તે જમીન છે જે પોતાની હરિયાળીથી ઘટનાની યાદ મિટાવી દેવા ઇચ્છે છે. જમીનની બાબતમાં જાણવા મળ્યું કે ગામના જ કોઇ વ્યક્તિના સંબંધીની છે. શરૂઆતમાં સન્નાટો પસરાયેલો રહ્યો, હવે રોપણી અને નીંદામણ બધું જ થાય છે.

આ તે જગ્યાએ જ છે, જ્યાં લોહીલુહાણ યુવતીને સૌથી પહેલા માએ જોઈ હોવાનો દાવો કર્યો છે. શરૂઆતના કેટલાંક મહિના અહીં કંઈ જ ન ઉપજ્યું, પરંતુ હવે ખેતર લહેરાઈ રહ્યાં છે.
આ તે જગ્યાએ જ છે, જ્યાં લોહીલુહાણ યુવતીને સૌથી પહેલા માએ જોઈ હોવાનો દાવો કર્યો છે. શરૂઆતના કેટલાંક મહિના અહીં કંઈ જ ન ઉપજ્યું, પરંતુ હવે ખેતર લહેરાઈ રહ્યાં છે.

પીડિતાના ઘરેથી નીકળ્યા પછી અમારી મુલાકાત પક્ષના વકીલ મુન્નાસિંહ પુંધીર સાથે થઇ. તેમનો તર્ક પીડિતાનું દર્દ ખોતરી દે છે.

તેને લઇને ત્રણ તર્ક આપે છે

1. ચાર આરોપીઓમાંથી બે સગા કાકો-ભત્રીજો છે. એક જ ઘરમાં રહેવાવાળા! તમે જ બતાઓ કે કાકા-ભત્રીજો કોઇ છોકરી પર સાથે-સાથે રેપ કરી શકે છે? 2. ઘટના દિવસે ઘટી. ઘટનાસ્થળ સડકની બાજુમાં છે. લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા. એવામાં નવ-સાડા નવ વાગે રેપ, તે પણ ગૈંગરેપ કેવી રીતે થઇ શકે! 3. પીડિતાનો આરોપીઓમાંથી એક છોકરાની સાથે અફેર હતો. છોકરીના પરિવારને તે સામે વાંધો હતો. તેમણે તેમની દીકરીને મારપીટ કરી અને વાત વણસી ગઇ. મારવાનો ઇરાદો તેમનો પણ નહીં હોય.

ગામની સીમા પૂરી થતાં-થતાં સાઇકલ પર એક બુઝુર્ગ આવતો જોવા મળ્યો, જે ચાર આરોપીઓમાંથી એકના પિતા હતા. ચહેરા પર કરચલીઓ અને આંખો ઊંડી ઊતરી ગયેલી હતી. જાણકારી ન હોય તો આ ચહેરાને જોઇને ઠંડું પાણી અને ગોળ ખવડાવવાની ઇચ્છા થાય. આટલા કોમળ અને નિર્દોષ ચહેરાનો તર્ક પણ 'અફેર' પર જઇને અટકી ગયો.

ઓન-કેમેરા કંઇ પણ કહેવાથી ઇન્કાર કરતા કહે છે, 'તમે તો મારી દીકરીની ઉંમરના છો. કહેતા સારું નથી લાગતું, પરંતુ છોકરીનું 'કંઇક' હતું. તેના ઘરવાળાઓને ખબર પડી, તો ગુસ્સામાં એટલી મારી કે અધમૂઇ થઇ ગઇ પછી મરી ગઇ. એક બીજી વાત-પરમાત્મા બધું જ જોઇ રહ્યો છે. તે જ્યારે ન્યાય કરશે, તો બધાં જોતાં રહી જશે.'

આ દરમિયાન બે બાળકો આવીને ટીંગાઇ જાય છે, જે તેના પૌત્રો છે. તેમની તરફ જોઇને કહે છે, જવાન દીકરો જેલમાં છે. ઘરડો બાપ તેની પત્ની-બાળકોને પાળવા માટે મજૂરી કરતો ભટકી રહ્યો છે. ખબર નહીં કુદરત કેટલી કસોટી કરશે.

આરોપીઓનો પરિવાર શરૂઆતમાં લગાતાર આજીજી કરતો રહ્યો, પરંતુ હવે સૌએ મૌન સેવી દીધું છે. ગમે તેટલું પૂછો, ચૂપ જ રહીશું.

અમે હાથરસના છેવાડા પર પહોંચી ગયા છીએ. છેલ્લી દુકાને ગૈંગરેપની ચર્ચા પર દુકાનદાર પૂછે છે- તમે ક્યાંથી આવો છો? પછી આગળ કહે છે, ઘટનાઓ ક્યાં નથી બનતી. તમારા મુંબઇ-દિલ્હીમાં શું રેપ નથી થતા! બદકિસ્મતી એ છે કે અમારું શહેર બદમાન થઇ ગયું.

હું કેમેરા પર બોલવા માટે કહું છું, તો મના કરીને તરત હિંગની ડબ્બીઓ નીકાળીને કાઉન્ટર પર ગોઠવી દે છે. કહે છે- હાથરસની આ ઓળખ છે. સૂંઘશો તો 'ઘટના-બટના' ભૂલી જશો.

(ઇન્ટરવ્યુ કોઓર્ડિનેશન- શુભમ ગુપ્તા)

અન્ય સમાચારો પણ છે...