ભાસ્કર એક્સક્લૂસિવપત્નીની હત્યામાં પતિએ ઘડેલી વાર્તાથી પોલીસ પણ સ્તબ્ધ:ભાણીનો મૃતદેહ જોઈને મામાની આંખો પહોળી થઈ ગઈ, કપાળ ફાટી જતાં આંખ બહાર આવી ગઈ હતી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: સારથી એમ.સાગર

'કિસૂબા કહેતાં હતાં કે એ મને ગમે છે મારે લગ્ન કરવા છે. અને ગોપાલ સિંહ પણ કહેતાં કે હું લઈ જઉ તો એને જ લઈ જઉ. કિસૂબાને ગોપાલ સિંહ ગમતા હતા એટલે અમે એના લગ્ન કરાવી આપ્યા હતાં. થોડા ઘણાં ઝઘડા તો ચાલતાં હશે. પણ માણસની આ કેવી રીત હશે કે એણે મર્ડર કરી નાખ્યું?' ભાવુક થઈને મૃતક કિસૂબાના નાના બહેન લાલુબા કહે છે. લાલુબા આગળ વાત કરે છે કે 'જે દિવસે એમની હત્યા થઈ એ દિવસે લગ્નના દસ મહિના પૂરા થવામાં 4 દિવસ જ ખૂટતા હતા. કિસૂબા ફોનમાં 2-3 વખત એવું કહ્યું હતું કે ગોપાલસિંહને લફરુ હતું એટલે ઘરમાં બબાલ થઈ હતી. અને એવું પણ કહ્યું હતું કે છોકરીના ફોન આવે છે. પણ વધારે કોઈ વાત નહતી કરી. એમને કદાચ એવું હોય કે મારે પપ્પા કે ભાઈ કોઈ છે નહીં અને મમ્મી ચિંતા કરશે. એ સ્વભાવે એટલા સારી હતી કે આખું ગામ રડે છે. કહે છે કે એના કરતાં કિસૂબાને કાઢી મૂક્યા હોત તો સારું હતું. પિયરમાં મજૂરી કરી લેત અને એની મમ્મીનું પણ પૂરું કરત.'

દાંતીવાડાના નાંદોત્રા ઠાકોરવાસમાં રહેતા ગોપાલસિંહ વાઘેલાના લગ્ન 10 મહિના અગાઉ વડગામ તાલુકાના અંધારીયાના બાલસિંગ પૃથ્વીરાજસિંહ ડાભીની પુત્રી કીસૂબા જોડે થયા હતા. પરંતુ લગ્ન બાદ ગોપાલસિંહ ને લફરુ હોવાની જાણ થતાં પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. ત્યારે નવરાત્રી દરમિયાન 4 ઓક્ટોબરની રાત્રે પોતાની ફરી એક વખત બંને વચ્ચે ઝઘડો થતાં ગોપાલે પત્ની કિસૂબાના માથામાં ધોકા વડે ફટકા મારી દેતાં તેનું ઘરમાં જ મૃત્યુ થઈ ગયું હતું. જેને છુપાવવા માટે ગોપાલે અકસ્માતની આખી વાર્તા ઘડી નાખી હતી અને પરિવાર તથા પોલીસ બધાનું આગળ જુઠ ચલાવ્યું હતું.

મૃતક કિસૂબા
મૃતક કિસૂબા

પિતરાઇ ભાઈ જોઈ ગયો તો કહ્યું.. આ અંગે તપાસ અધિકારી PSI એસડી ચૌધરીએ કહ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલતાં જ હતા. છોકરીના હિસાબે કોઈ સાથે પતિનું અફેર હતું. બનાવ બન્યો એ દિવસે બંને એમના ઘરની અંદર હતા. એમનુ ઘર બે રૂમવાળું હતું. ઝઘડો શરૂ થયો પછી રાતે 10 વાગ્યાની આસપાસ માથામાં બે ફટકા મારી દીધા હતા. એની બાજુમાં જ એનો પિતરાઇ ભાઈ રહે છે. એ પોતાના ઘરમાં જતો હતો. એ સમયે કિસૂબાની બૂમ સાંભળી. એ જ સમયે ગોપાલ હાથમાં ધોકા સાથે બહાર આવતો હતો. એટલે એમણે ગોપાલને પૂછ્યું કે શું થયું? તો એણે કહ્યું કે મે માર્યું. ત્યાર બાદ પિતરાઇ ભાઈએ ગોપાલના ભાઈને જાણ કરી અને કિસૂબાને દવાખાને લઈ જવા પ્રોસેસ કરી. ગામમાંથી એક ઇકો લઈ પાલનપુર દવાખાને ગયા. ગોપાલ ઘરે જ રહ્યો. ડોક્ટરે એને મૃત જાહેર કરી. ત્યાંથી કિસૂબાના મૃતદેહ સાથે બધા ઘરે આવ્યા. કિસૂબા મરી ગયા છે એમ કહીને પોલીસને જાણ કરવા કહ્યું. ત્યાર બાદ ગોપાલ ફરી ગયો અને કહ્યું કે મે કયા મારી છે? અમે આવતાં હતા અને એ બાઇક પરથી પડી ગઈ તો વાગ્યું છે. પછી અંતિમ વિધિની પ્રોસેસ કરી. કિસૂબાના પિયરમાં જાણ કરી.

આરોપી પતિ ગોપાલસિંહ વાઘેલા.
આરોપી પતિ ગોપાલસિંહ વાઘેલા.

જ્યારે ગોપાલે જૂઠ પર જૂઠ બોલવાનું શરૂ કર્યું
છોકરીના મામા વેલસીભાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે ગોપાલ અકસ્માતની વાત કરે છે પરંતુ અમને કોઈ બીજો બનાવ લાગે છે. એના પતિ કે અન્ય કોઈ તો પોલીસ સ્ટેશનમાં આવ્યા જ નહતા. અમે તપાસ ચાલુ કરી ત્યારે ગોપાલે અમને અકસ્માતની અકસ્માતની આખી સ્ટોરી ઘડી નાખી એટલે અમે FSLને બોલાવી. એક સ્કૂલ આગળ બંપ હતો. એ જગ્યા ગોપાલે બતાવીને કહ્યું કે હું બાઇક લઈને નવરાત્રી જોવા જતો હતો. ત્યાં એ બાઇક પરથી પડી ગઈ. એમાં એને ઇજા થઈ. પરંતુ બંપ સાવ નાનો હતો કોઈ ત્યાંથી કોઈ માણસ પડીને મરી જાય એટલો મોટો નહતો. પરંતુ સ્થળ પર બ્લડ સ્પોટ કે અન્ય વસ્તુ મળી નહીં. અમને પહેલેથી શંકા હતી. બીજું એ કે લાશના ફોટા જોઈને પણ અમને જાણ થઈ ગઈ હતી કે આ ઇન્જરી પડીને વાગેલાની નથી. પરંતુ એ વખતે અમારી પાસે કોઈ એવિડેન્સ ન હતા. એટલે ગોપાલે કહ્યું એ પ્રમાણે FSL તપાસ કરાવી. એની પૂછપરછ કરી. ગામમાંથી પણ વાત જાણી. બીજી વખત એની ક્રોસ પૂછપરછ કરી ત્યારે એણે સ્વીકારી લીધું કે ગામની જ એક છોકરી સાથે અફેર હતું. એણે કારણે ઝઘડા ચાલતાં હતા. પછી બીજું જૂઠ બોલ્યો કે એ દિવસે પણ ઝઘડો થયો ત્યારે હું પગ ઉપર ધોકો મારવા ગયો પણ કિસૂબા નીચે બેસી ગયા તો એમને માથામાં વાગ્યું. પરંતુ માથામાં કપાળ પર અને કાનની બાજુમાં એમ બે ફટકા મારેલા હતા. પગમાં મારવા જાય અને કોઈ નીચે બેસી જાય તો બે ફટકા કોઈ ન મારે. સીધી વાત એ હતી કે એણે બધુ જાતે જ કર્યું હતું. એણે એવું પણ કહ્યું હતું કે મે ઇકો ગાડી અકસ્માતના સ્થળે બોલાવી હતી. ત્યાંથી કિસૂબાને દવાખાને લઈ ગયા હતા. પણ ઇકો ચાલકનું કહેવું કઈક અલગ જ હતું. તેણે પોતે ઘરેથી લઈ ગયાની વાત કરી હતી. ત્રીજું, એક દિવસ 2-3 વ્યક્તિને સાથે લાવીને તપાસ શરૂ કરી હતી. એ વખતે એના પિતરાઇ ભાઈએ એ રાત્રે જે ઘટના બની એ અમને કહી હતી. ગોપાલસિંહના ભાઈઓ વગેરે નવરાત્રી જોવા ગયા હતા, જ્યારે માતાપિતા તથા બહેન ખેતરમાં રહે છે. એટલે ઘરે એ બે જ હતા. ગોપાલના મગજમાં એવું પ્લાનિંગ નહતું કે આજે જ મારી નાખવી છે, પણ ઝઘડા ચાલુ જ હતા અને એ વખતે ધોકો મારી દીધો.

લગ્ન બાદ પહેલી જ દિવાળી હતી
કિસૂબાના મામાના દીકરા કહે છે કે અમને સવારે જાણ કરવામાં આવી હતી ત્યારે અમે તો શ્મશાનમાં પહોંચ્યા હતાં. અત્યારે મારા મોટાં બાપુજી વેલસીભાઈએ કિસૂબાનું મો જોયું તો એમને શંકા ગઈ કે અકસ્માતમાં આવું ન વાગે. કિસૂબાના કપાળમાં બધુ તોડી નાખ્યું હતું. આંખ પણ નીકળી ગઈ હતી. એટલે અમે એમની સાથે વાત કરી તો એ લોકોએ અમને અકસ્માત થયો છે એવું જ રટણ કર્યે રાખ્યું હતું. રાત્રે અમને જાણ થઈ હોત તો અમે ત્યારે જ પોલીસને બોલાવી લીધી હોત. લગ્ન બાદ એમની પહેલી દિવાળી જ હતી. એમને ઝઘડા ચાલે છે એવી અમને કોઈ જ જાણ નથી કરી. નહીંતો અમે ક્યારેય ઢીલું ન મૂકીએ. અમને એવું જાણવા મળ્યું કે ગોપાલસિંહને બાજુમાં જ કોઈ લફરુ હતું. એમાં એમણે આવું કામ કરી નાખ્યું.

તપાસ અધિકારી PSI એસડી ચૌધરી.
તપાસ અધિકારી PSI એસડી ચૌધરી.

આ અકસ્માત નથી
જ્યારે કિસૂબાના મામા જેમણે ફરિયાદ નોંધાવી હતી અને હત્યા થઈ હોવાનું બહાર આવ્યું. એમણે કહ્યું કે 'અમે શ્મશાનમાં ગયા. તેનું મો જોયું. વાગેલાનું નિશાન હતું પણ મને થયું કે એક્સિડેન્ટ આવું ન થાય. મે મારા ભાઈને વાત કર્યા બાદ પોલીસમાં જાણ કરી. ગોપાલને પૂછતાં એણે ગરબા અને અકસ્માત વાળી સ્ટોરી અમને કહી હતી.'

બીકના માર્યા અમને ફોન ન કર્યો
કિસૂબાથી નાના બેન લાલુબા એ કહ્યું હતું કે અમને એવી જાણ થઈ છે કે એ લોકો અમને રાજીનામું મૂકવા(સમાધાન કરવા) કહે છે. એમણે આ વાત સીધી અમને નથી કરી પણ બીજા બધાને કહે છે. પણ અમારે એવું કઈ કરવું નથી. અમારે પૈસા ખાવાવાળું કોઈ છે નહીં. અમારે તો ફક્ત ન્યાય જ જોઈએ છે. એમણે કેમ આવું કર્યું? ઘટના વિશે વાત કરતાં લાલુબા કહે છે કે અમે એક જ ગામમાં રહી છીએ. ઘર પણ નજીક જ છે. એ રાત્રે 12 વાગ્યે એમણે એમના મામાને ફોન કર્યો. અમને ફોન ન કર્યો. એમના મામાએ આવીને અમને રાત્રે જગાડ્યા હતા કે નવરાત્રી જોવા જતાં તમારી દીકરીનો એક્સિડેન્ટ થઈ ગયો છે. પરંતુ એ મર્ડર જ છે કારણ કે એક્સિડેન્ટ થાય તો હાથે અને પગે નિશાન હોવા જોઈએ. મારા મમ્મી રાત્રે ગયા હતા. એમણે જોયું પણ એવા કોઈ નિશાન નહતા. ખાલી માથામાં વાગેલું હતું. અમે પૂછ્યું કે અમને ફોન કેમ ન કર્યો તો કહે કે તમારો નંબર મારી પાસે નહતો. તો મે કહ્યું કે આટલા દિવસથી ફોન કરો છો ત્યારે મારો નંબર હતો! એટલે એણે બીકના માર્યા જ અમને ફોન નહોતો કર્યો.

મૃતક કિસૂબા.
મૃતક કિસૂબા.

મજૂરી કરીને દાગીના બનાવડાવ્યા, લગ્નનો ખર્ચ જાતે કાઢ્યો
મારી બહેન સાત ચોપડી ભણેલી હતી. ખેતી અને ખેત મજૂરીનું કામ કરતી હતી. મારા પપ્પા વર્ષ 2005માં મૃત્યુ પામ્યા હતા. પછી કિસૂબાએ પોતે ખેતી કરીને એના લગ્નનો ખર્ચો કાઢ્યો હતો. બધુ પોતાના પૈસે કર્યું હતું. મારા મમ્મી સાથે ખેત મજૂરી કરીને દાગીના બનાવ્યા હતાં. અમે તો થોડું ઘણું એને આપ્યું હતું. અમે દર ભાદરવી પૂનમે અંબાજી ચાલતાં હતા. આ વર્ષે એના લગ્ન થઈ ગયા તો એ સાસરેથી અમારી સાથે આવી હતી. એ બંને જ્યારે અમારા ઘરે આવતાં ત્યારે ખૂબ સારી રીતે બેસતાં એટલે તો અમને ખબર ના પડી. એ બહુ સારું રાખતો પણ અમને ખબર નહતી કે એ આવી રીતે મર્ડર કરી નાખશે.

કિસૂબાના ઘરમાં એમની વિધવા માતા અમતુબા બાલસિંઘ ડાભી અને ત્રણ બહેનો. સૌથી મોટાં કોમલબા, પછી કિસૂબા અને છેલ્લા લાલુબા. જેમાંથી કોમલબા અને કિસૂબા ના લગ્ન થઈ ગયા હતા. જ્યારે આરોપી ગોપાલ મજૂરી કામ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...