કૃષિ કાયદાના વિરોધી રહેલા રાજ્યપાલનો ઈન્ટરવ્યુ:સત્યપાલક મલિકે કહ્યું- હું ખુલ્લેઆમ ખેડૂતોની સાથે હતો

નવી દિલ્હી10 દિવસ પહેલાલેખક: રવિ યાદવ
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી છે. જોકે ખેડૂતોને આવી આશા નહોતી. જોકે મેધાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકને કદાચ આનો અંદાજ નહોતો. રણનીતિના જાણકારોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર મલિકનો સેફટી વોલ્વની જેમ ઉપયોગ કરી રહી હતી. સરકાર કાયદાઓને પરત ખેંચવા માટે પોતાના જ ઘરમાંથી એક રસ્તો ખુલ્લો રાખવાની રણનીતી પર કામ કરી રહી હતી. આ કારણોસર જ કૃષિ કાયદાઓ પર સતત સરકારની વિરુદ્ધ નિવેદનબાજી કરવા છતાં તે તેમના પદ પર ચાલુ રહ્યાં.

સત્યપાલ મલિકે ઓક્ટોબરમાં જ ખેડૂતોના આંદોલનનો અંત આણવા માટે MSP ગેરન્ટીની ફોર્મ્યુલા શેર કરી હતી. તેમનું કહેવું હતું કે સરકાર ત્રણે કાયદાને ચાલુ રાખે પરંતુ MSP ગેરન્ટીને કાયદો બનાવી દે. તેમણે કહ્યું હતું કે જો સરકારે ખેડૂતોની વાત ન માની તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

કાયદાને પરત લેવાની જાહેરાત પછી ભાસ્કર રિપોર્ટર રવિ યાદવે સત્યપાલ મલિક સાથે વાત કરી. તો ચાલો જાણીએ તેમનું આ અંગે શું કહેવું છે...
સવાલઃ વડાપ્રધાનના નિર્ણય અંગે તમારી પ્રતિક્રિયા શું છે?
જવાબઃ હું સૌથી પહેલા વડાપ્રધાનને અભિનંદન આપવા માંગુ છું. પછી ખેડૂતોને અભિનંદન આપવા માંગુ છું કે આટલુ લાંબુ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચલાવ્યું. આ સારુ થઈ ગયું. મોડું થયું પરંતુ સારુ થયું. આ બધાના હિતમાં છે.

સરકાર સમજી ગઈ છે કે ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે, તેનો અંત લાવવો જોઈએ. હું એ અંગે કઈ કહી શકું તેમ નથી કે વડાપ્રધાને આજનો દિવસ જ શાં માટે પસંદ કર્યો. હું પહેલા જ તેમને મળીને એ વાત કહી ચૂક્યો છું કે આ વાતનું ઝડપથી નિરાકરણ કરો. તેમાં ઘણા ખેડૂતોના જીવ પણ ચાલ્યા ગયા છે.

સવાલઃ શું સરકારે સત્યપાલ મલિકનો સેફટી વોલ્વના રૂપમાં ઉપયોગ કર્યો?
જવાબઃ હું તો ખેડૂતોની સાથે હતો.

સવાલઃ કાયદા પરત લેવામાં 14 મહિના શાં માટે લાગી ગયા?
જવાબઃ હું તો આ એક્સપ્લેન કરી શકતો નથી. આ વાત તો એ જણાવશે જેમણે આ બાબતે સમય લગાવ્યો.

સવાલઃ શું આગામી વર્ષે થનારી ચૂંટણીમાં ફાયદા માટે સરકારે આમ કર્યું છે?
જવાબઃમને તેની સાથે કોઈ લેવાદેવા નથી. હું પોલિટિક્સમાં નથી. હું ગવર્નર છું, હું મારી ડ્યુટી કરું છું. જે ખેડૂતો માટે અનુભવું છું, તે કહું છું.

સવાલઃ શું રાજ્યોની ચૂંટણી પર તેની અસર થશે?
જવાબઃ મને એ વાતનો ખ્યાલ નહોતો કે તેની શું અસર થશે, જોકે ચૌધરી ચરણ સિંહજીનો શિષ્ય રહ્યો છું. તે કહેતા હતા કે પોતાના વર્ગના સવાલો પર ક્યારેય સમાધાન ન કરો. મેં નક્કી કર્યું હતું કે ગવર્નરની ખુરશી છોડી દઈશ, જોકે ખેડૂતોની વાત જરૂર કરીશ.

સવાલઃ શું સત્યપાલ મલિકજી યુપીની કમાન સંભાળવાના છે?
જવાબઃ ના, ના કઈ નહી. હું રાજકારણમાં જઈશ જ નહિ, કોઈ ચૂંટણી નહિ લડૂ. હું રિટાયર્ડ થઈને કાશ્મીર પર બુક લખીશ.

સવાલઃ પેટાચૂંટણીના પરિણામોથી ભયભીત થઈને સરકારે આ નિર્ણય લીધો છે?
જવાબઃ ના, હું કઈ નહી કહી શકું. જોકે રાજસ્થાનની પેટાચૂંટણીના જે પરિણામ આવ્યા હતા તે ચોંકાવનારા જરૂર હતા.

અન્ય સમાચારો પણ છે...