તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:નાનપણમાં પિતાનો એક્સિડન્ટ થયો, ઘર ચલાવવા માટે છાપાં વેચ્યાં; આજે છે પાંચ દુકાનના માલિક

પુષ્કર15 દિવસ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • કૉપી લિંક
અજમેરના રહેવાસી ભરત તારાચંદાનીનો હવે પુષ્કરમાં એક મોટો શો રૂમ છે.  એની સાથે જ અનેક દુકાનો પણ છે. - Divya Bhaskar
અજમેરના રહેવાસી ભરત તારાચંદાનીનો હવે પુષ્કરમાં એક મોટો શો રૂમ છે. એની સાથે જ અનેક દુકાનો પણ છે.

આજે અમે વાત કરીશું અજમેરના ભરત તારાચંદાનીની. ભરત જ્યારે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે તેમના પિતાનો એક્સિડન્ટ થઈ ગયો હતો અને તેઓ બેડ રેસ્ટ પર જતા રહ્યા હતા. ત્યારથી જ ભરત અને તેમના પરિવારનો સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. આજે તેઓ પુષ્કરમાં પાંચ દુકાનના માલિક છે અને ટર્નઓવર કરોડોમાં છે. એ બધું તેમણે કઈ રીતે કર્યું, આવો તેમની પાસેથી જ જાણીએ...

ભરત કહે છે, 'પિતા એકલા જ કમાવનારા હતા અને અચાનક તેમનો એક્સિડન્ટ થઈ ગયો હતો, જે બાદ કમાણી બંધ થઈ ગઈ. અમે ભાઈ-બહેન ઘણાં જ નાનાં હતાં. માતા સમજી નહોતાં શકતાં કે હવે પરિવારનું ભરણપોષણ કઈ રીતે કરશે? દિવસે ને દિવસે સ્થિતિ કથળવા લાગી. માતાએ સીવણકામ શરૂ કર્યું. મોટા ભાઈએ મેડિકલ સ્ટોર પર જવાનું શરૂ કર્યું. હું કરિયાણાની દુકાન પર કામ કરવા લાગ્યો. સવારે છાપાં પણ વેચતો હતો. એસટીડી પીસીઓ પર પણ કામ કર્યું. અમે લોકો દરેક નાના-મોટા કામ કરી રહ્યા હતા, જેનાથી ઘરમાં ચાર પૈસાની આવક થાય. કેટલાંક વર્ષો સુધી જીવનની ગાડી આ રીતે જ ચાલતી રહી.'

તેમણે જણાવ્યું હતું કે અમે સિંધી કમ્યુનિટીમાંથી આવીએ છીએ. અમારી કમ્યુનિટીના લોકો કાં તો બિઝનેસ કરે છે અથવા પૈસા કમાવવા વિદેશ જાય છે. પહેલાં તો આવું જ થતું હતું. મારા મોટા ભાઈને કોઈ લિંકથી પશ્ચિમ આફ્રિકા જવાની તક મળી, તેઓ ત્યાં નોકરી કરવા લાગ્યા. જે કંઈ પૈસા મોકલતા હતા એનાથી અમે દેણાં પૂરાં કરી રહ્યાં હતાં. ચાર વર્ષ પછી તેઓ પરત ફર્યા અને પુષ્કરમાં નોકરી કરવા લાગ્યા.

ભરત જણાવે છે, 'હું 12મું પાસ કરી ચૂક્યો હતો. મારા મામાના એક કોન્ટેક્ટથી દુબઈ જતો રહ્યો અને ત્યાં ટેક્સટાઈલ કંપનીમાં નોકરી કરવા લાગ્યો. મને થતું કે દુબઈ જતાં જ બધું ઠીક થઈ જશે, પરંતુ એવું કંઈ ન થયું. ત્યાં મેં ઘણો જ સંઘર્ષ કર્યો. સામાનની ડિલિવરી, બુકિંગથી લઈને કાર્ટન ઉઠાવવાનું કામ પણ કર્યું હતું. પાંચ વર્ષ સુધી ત્યાં નોકરી કરતો રહ્યો.'

ભરત કહે છે કે મેં બધું પહેલાં જ નક્કી કરી લીધું હતું કે મારે એટલી કમાણી કરવી છે કે ક્યારેય મારા પરિવારને કોઈ વાંધો ન પડે.
ભરત કહે છે કે મેં બધું પહેલાં જ નક્કી કરી લીધું હતું કે મારે એટલી કમાણી કરવી છે કે ક્યારેય મારા પરિવારને કોઈ વાંધો ન પડે.

ઈન્સેન્ટિવની સ્કીમ કામ કરી ગઈ
ભરત જણાવે છે, 'જ્યારે હું પરત ફરીને અજમેર આવ્યો તો મોટા ભાઈએ કહ્યું હતું કે હવે આપણે આપણું કંઈક કરવું જોઈએ. અંતે, ક્યાં સુધી બીજા લોકોનાં કામ કરતાં રહીશું. ગલ્ફ કન્ટ્રીમાં રહેતા મારા એક એક મિત્ર પાસેથી મેં ત્રીસ લાખ રૂપિયા ઉધાર લીધા. કેટલાક પૈસા મોટા ભાઈએ જ્યાં-ત્યાંથી ભેગા કર્યા અને અમે પુષ્કરમાં 6 લાખ રૂપિયાની લીઝ પર એક દુકાન લીધી. જ્યાં દુકાન લીધી ત્યાં એ સમયે કોઈ જ ડેવલપમેન્ટ ન હતું. આજુબાજુના દુકાનદાર બોલતા હતા કે અહીં સાંજે એક પારેવડું પણ ફરકતું નથી, ગ્રાહક શું આવશે, પરંતુ મેં જોયું કે ત્યાં આજુબાજુ હોટલ અને ધર્મશાળાઓ ઘણી જ છે. મને આશા હતી કે કપડાંની દુકાન ખૂલશે તો ગ્રાહક આવવાના શરૂ થઈ જશે. મેં હિંમત કરીને ત્યાં જ દુકાન ખોલી.'

ભરતે જણાવ્યું, 'ગાઈડ અને ડ્રાઈવર્સને પાંચ પરસેન્ટ ઈન્સેન્ટિવ આપવાનું શરૂ કર્યું. શરત એ હતી કે જેટલા ગ્રાહક દુકાન પર લાવશો એટલું જ ઈન્સેન્ટિવ તમને પણ મળશે અને દસથી પંદર પરસેન્ટ ડિસ્કાઉન્ટ ગ્રાહકોને પણ આપીશ. મારી આ સ્કીમ કામ કરી ગઈ અને દુકાન પર ગ્રાહકોની ભીડ લાગવા લાગી. મારી દુકાન પર બસોમાં ટૂરિસ્ટ આવવા લાગ્યા. રાત્રે બે-બે વાગ્યા સુધી ગ્રાહક ઊમટી પડ્યા.'

ત્રણેય દુકાન મળીને બનાવ્યો શો રૂમ
તેઓ જણાવે છે, બધું જોઈને આજુબાજુના અનેક વેપારીઓએ મારી દુકાનની નજીક દુકાન ખોલવાની શરૂ કરી દીધી. ધીમે-ધીમે માર્કેટ ડેવલપ થઈ ગયું. બધી જગ્યાએ એક જેવો જ માલ મળવા લાગ્યો. જે પછી મને થયું કે હવે કંઈ મોટું ન કર્યું તો પછી બિઝનેસમાં આગળ નહીં વધી શકીએ, તેથી જે પૈસા કમાયા હતા એ બધા જ લગાવીને બે દુકાન વધુ ખરીદી. ત્રણ દુકાન મળીને શો રૂમ બની ગયો. ત્યારથી આજ દિવસ સુધી મને અને મારા પરિવારે પાછળ વળીને નથી જોવું પડ્યું. હવે અમારી પાસે પુષ્કરમાં પાંચ દુકાન છે. જે દુકાન પર હું બેસું છું એનું જ ટર્નઓવર એક કરોડ રૂપિયાથી વધારે છે. દસથી પંદર લોકોને અમે રોજગારી આપી છીએ. મેં એવો અનુભવ કર્યો કે ભલે જ જે નસીબમાં હતું એ તમને ન મળે, પરંતુ જે તમારી મહેનતનું છે એ તમારી પાસેથી કોઈ છીનવી ન શકે.

ભરતે કહ્યું, 'મને લખવા-વાંચવાનો શોખ નાનપણથી જ રહ્યો છે. પહેલાં મજબૂરીને કારણે આ કામ કરી શક્યો ન હતો. હવે બિઝનેસની સાથે આ શોખને પૂરો કરું છું અને સ્ક્રિપ્ટ્સ પર કામ કરું છું, પણ હા, સવારે ઊઠવાનો જે નિયમ પાંચ વર્ષ પહેલાં હતો એ આજે પણ છે. આજે પણ સવારે સાડાસાત કે આઠ વાગ્યે દુકાન ખોલી નાખું છું, એ પછી ગમે તેવા સંજોગ કેમ ન હોય.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser