તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બે વર્ષની વિક્રમી કિંમતે વેચાઈ રહેલું પેટ્રોલ-ડીઝલ ભવિષ્યમાં પણ આનાથી પણ મોંઘું થઈ શકે છે. તજજ્ઞો કહે છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ નહીં ઘટાડે તો આગામી 2 મહિનામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે રૂ. 100ને પાર થઈ જશે. એનું કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં આવેલી તેજી છે. ઓક્ટોબરમાં ક્રૂડની સરેરાશ કિંમત પ્રતિ બેરલ 35.79 ડૉલર હતી, જે નવેમ્બર મહિનામાં વધીને પ્રતિ બેરર 45.34 ડૉલર થઈ ગઈ છે, એટલે કે એક મહિનામાં ક્રૂડની કિંમતમાં 26.68%નો વધારો થયો છે.
કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શેલ ક્રૂડનું ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપ્યું હતું, આથી અમેરિકા ક્રૂડ તેલની આયાતના સ્થાને નિકાસ કરતું થઈ ગયું. હવે પ્રમુખ બનવા જઈ રહેલા જો બાઈડન સ્પષ્ટ કહી ચૂક્યા છે કે તેઓ તેને પ્રોત્સાહન નહીં આપે, આથી અમેરિકા ફરી એકવાર આયાતકાર બની જશે.
બીજી બાજુ, વેક્સિન બનવાથી વિશ્વભરમાં આર્થિક ગતિવિધિ વધશે, આથી ક્રૂડની માગમાં વધારો થશે. કેડિયા કહે છે કે તેમનું અનુમાન છે કે બે મહિનામાં ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 56 ડૉલર થઈ જશે. આ રીતે એન્જેલ બ્રોકિંગના કોમોડિટી રિસર્ચના વડા અનુજ ગુપ્તાનું પણ અનુમાન છે કે આગામી બે મહિનામાં ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 55-56 ડૉલર થઈ જશે. ગુપ્તાના જણાવ્યા મુજબ, ક્રૂડના ઓછા ભાવ હવે વીતેલા જમાનાની વાત છે. હવે માગ વધવા માંડી છે. આગામી મહિના સુધી ચાલુ રહેશે. આંકડાનું વિશ્લેષણ કહે છે કે જો ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 56 ડૉલર પર પહોંચી ગયા અને કેન્દ્ર અથવા રાજ્ય સરકારોએ ટેક્સમાં ઘટાડો કર્યો નહીં તો પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 100ને પાર થઈ જશે.
જીએસટી લાગુ થાય તો મહત્તમ સ્લેબમાં પણ પેટ્રોલ પ્રતિ લિટર 37 રૂપિયે મળે
પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની વાત થઈ રહી છે. જો તેમ થશે તો પેટ્રોલને સૌથી ઊંચા 28%ના ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવે તો પણ એક લિટર પેટ્રોલનો ભાવ લગભગ 37 રૂપિયા થશે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.