તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતમાં કોરોના વિરુદ્ધ વેક્સિનેશન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. સરકારે કહ્યું છે કે જે લોકોને વેક્સિનનો પહેલો ડોઝ 16 જાન્યુઆરીએ અપાયો હતો તેમને બીજો ડોઝ 13 ફેબ્રુઆરીએ લગાવાશે. હવે આ અંગે ઘણા સવાલો ઊઠી રહ્યા છે કે આ બીજો ડોઝ કઈ વેક્સિનનો લાગશે? જો 28મા દિવસે બીજો ડોઝ ન લઈ શક્યા તો શું થશે? શું મોડું થવાને કારણે વેક્સિનની અસર ઓછી થઈ જશે?
આ પ્રશ્નો અંગે હેલ્થ મિનિસ્ટ્રીની ગાઈડલાઈન્સ, બન્ને વેક્સિન કંપનીઓ તરફથી જાહેર કરાયેલી ફેક્ટશીટ અને સરકાર શું કહે છે, એ બધું અમે અહીં તમને જણાવીશું. એ પણ જણાવીશું કે દુનિયાભરમાં કોરોના વેક્સિનના બીજા ડોઝમાં અંતર પર શું ચર્ચા છેડાઈ છે. અમે અમુક નિષ્ણાતો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ આ મુદ્દે શું કહે છે?
બીજા ડોઝ અંગે શું કહે છે સરકારી ગાઇડલાઈન્સ ?
કેન્દ્ર સરકારે વેક્સિનેશન શરૂ કરતાં પહેલાં FAQs જાહેર કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ડોઝમાં 28 દિવસનું અંતર રહેશે. જે વેક્સિનનો પહેલો ડોઝ આપ્યો છે એનો જ બીજો ડોઝ પણ આપવામાં આવશે, એટલે કે જો પહેલો ડોઝ કોવિશીલ્ડનો લાગ્યો છે તો બીજો પણ એનો જ લાગશે. બીજા ડોઝના 14 દિવસ પછી જ વેક્સિનની અસર શરૂ થશે.
કોવેક્સિન બનાવનારી ભારત બાયોટેક અને કોવિશીલ્ડ બનાવનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની ફેક્ટશીટ પણ કહે છે કે બન્ને ડોઝમાં 28 દિવસનું અંતર રાખવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ સ્ટ્રેટેજીમાં કોઈ ફેરફાર નથી કરાયો, એટલે કે ભારતમાં 28 દિવસના અંતરે જ બીજો ડોઝ આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું હતું કે 25 ફેબ્રુઆરી પહેલાં તમામ હેલ્થકેરવર્કર્સને ઓછામાં ઓછો એક ડોઝ મળવો જોઈએ.આ રીતે તમામ ફ્રન્ટલાઈનવર્કર્સને 1લી માર્ચ પહેલાં ઓછામાં ઓછો એક ડોઝ આપવાનો ટાર્ગેટ છે.
केवल 26 दिनों में भारत 70 लाख से अधिक लोगों को #COVID19 टीके लगाने वाला दुनिया का सबसे तेज़ देश बन गया है।
— Dr Harsh Vardhan (@drharshvardhan) February 12, 2021
PM श्री @narendramodi जी का कोरोना के विरूद्ध लड़ाई में आशावादी व जुझारूपन का अलग ही रूप देखने को मिला।
तभी हम हैं सबसे आगे।@PMOIndia #LargestVaccineDrive pic.twitter.com/5JNq33QPL4
બીજો ડોઝ 28મા દિવસે ન લાગે તો શું થશે
મુંબઈમાં જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઈન્ફેક્શિયસ ડિઝીઝી ડિપાર્ટમેન્ટનાં કન્સલ્ટન્ટ ડો. માલા.વી. કાનેરિયાનું કહેવું છે કે જે વેક્સિનના બે ડોઝ જરૂરી હોય છે એમાં સામાન્ય રીતે ચાર દિવસનો ગ્રેસ પિરિયડ રહે છે, એટલે કે નક્કી કરેલી તારીખના ચાર દિવસ વધુ પણ થઈ જાય તો મુશ્કેલી નથી.
સરકારનું કહેવું છે કે 1 કરોડ હેલ્થકેર અને 2 કરોડ ફ્રન્ટલાઈનવર્કર્સના વેક્સિનેશન પછી 27 કરોડ વૃદ્ધ અને રિસ્ક ઝોનમાં આવતા અન્ય લોકોને વેક્સિનેટ કરવાના છે. આશા છે કે માર્ચમાં મોટો અને ત્રીજો તબક્કો શરૂ થશે. હવે જો કોઈ હેલ્થકેર અને ફ્રન્ટલાઈનવર્કર બીજો ડોઝ લગાવવા માટે આગળ ન આવે તો તે પોતે જોખમમાં મુકાશે.
શું દુનિયાભરમાં વેક્સિનના બે ડોઝમાં 28 દિવસનું અંતર રાખવામાં આવી રહ્યું છે?
ના, આવું નથી. દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં અલગ અલગ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. બ્રિટનમાં બે ડોઝ વચ્ચે 2 સપ્તાહનું અંતર રાખવામાં આવી રહ્યું છે, જેથી વધુમાં વધુ લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મળી જાય, સાથે જ અમેરિકામાં સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલે વધુમાં વધુ 6 સપ્તાહનું અંતર રાખવાની વાત કહી છે.
જોકે આખી દુનિયામાં જ ડોઝના અંતર અંગે અભ્યાસ ચાલી રહ્યો છે. ડો. કાનેરિયાએ કહ્યું હતું કે નવા ડેટા પ્રમાણે, કોવિશીલ્ડના સિંગલ સ્ટાન્ડર્ડ ડોઝની ઈફેક્ટિવનેસ 90મા દિવસ સુધી 76% રહે છે. પ્રોટેક્ટિવ એન્ટિબોડી લેવલ્સ પણ મેઈન્ટેન રહે છે. બીજો ડોઝ છ સપ્તાહની અંદર આપવામાં આવે તો ઈફેક્ટિવનેસ 54.9% હતી, જે 12 સપ્તાહના અંતરમાં વધીને 82% થઈ ગઈ.
તેમનું કહેવું છે કે કોરોના વિરુદ્ધ વધુમાં વધુ લોકોને પ્રોટેક્શન આપવું જરૂરી છે. વેક્સિનની સીમિત સપ્લાઈ થઈ રહી છે. એવામાં બ્રિટિશ સ્ટ્રેટેજી સારી છે, જ્યાં ડોઝમાં 12 સપ્તાહ સુધીનું અંતર રાખવામાં આવી રહ્યું છે, સાથે જ પ્રોટેક્શનનું લેવલ પણ વધી રહ્યું છે.
જ્યારે પહેલો ડોઝ પ્રોટેક્શન આપે છે, તો બીજો ડોઝ લગાવવાની શું જરૂર છે?
વેક્સિન એક્સપર્ટનું કહેવું છે કે કોરોના વિરુદ્ધ મોટા ભાગની વેક્સિન બે ડોઝને ધ્યાનમાં રાખીને જ ડિઝાઈન કરાઈ છે. પહેલો ડોઝ તમારા શરીરને ટ્રેન કરે છે કે એ વાયરસના હુમલાને કેવી રીતે ઓળખે? સાથે જ ઈમ્યુન સિસ્ટમને તૈયાર કરે. આ ઈમ્યુન સિસ્ટમ જ બીમારીઓ વિરુદ્ધ શરીરની ડિફેન્સ સિસ્ટમ હોય છે. બીજા ડોઝને બૂસ્ટર શોટ કહે છે. આ ઈમ્યુન સિસ્ટમને વધારે છે. આ જ કારણે બન્ને ડોઝ લેવા જરૂરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.