• Gujarati News
  • Dvb original
  • #CoupleChallenge Meaning What Is Couple Challenge? | Couple Challenge Explained In Simple Words And Why Police Issued A Warning About

ભાસ્કર એક્સપ્લેનર:સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી ‘કપલ ચેલેન્જ’ શું છે? પોલીસ કપલ્સને શા માટે તેમના ફોટોઝ પોસ્ટ કરવાની ના પાડી રહી છે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયામાં શેર કરેલા ફોટોઝ કે પ્રાઇવેટ માહિતી સાઇબર ગુનેગારોના હાથમાં આવી શકે છે
  • ઘણા ફોટોઝમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, પોર્નોગ્રાફી, ડીપફેક કે અન્ય સાઇબર ક્રાઈમ માટે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

સોશિયલ મીડિયા પર હાલ #CoupleChallenge જોરદાર વાઇરલ થઈ રહી છે. કપલ્સ આ હેશટેગની સાથે પોતાના ફોટોઝ કે એકબીજા સાથે રેપિડ સવાલ-જવાબના વિડિયો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર સહિત તમામ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. અત્યારસુધીમાં ઇન્સ્ટાગ્રામ પર જ 40 હજારથી વધારે ફોટોઝ અને નાના વિડિયો પોસ્ટ થઈ ચૂક્યાં છે.

આ ચેલેન્જ ભલે સારું દેખાતું હોય, પણ દેશભરમાં સાઇબર એક્સપર્ટ અને પોલીસે લોકોને સાવધાની રાખવાની વિનંતી કરી છે. આ કેસમાં ઘણી ફરિયાદો પણ આવી છે. ચાલો જાણીએ, આ ચેલેન્જ શું છે? અને આ ચેલેન્જ ના કરવા માટે પોલીસ કેમ કહી રહી છે?

શું છે #CoupleChallenge કેમ્પેન?

  • કપલ ચેલેન્જના હેશટેગની સાથે હજારો લોકો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર કપલ્સના ફોટોઝ પોસ્ટ કરી રહ્યા છે. અત્યારસુધીમાં ઇન્સ્ટાગ્રામ પર જ આશરે 40 હજારથી વધારે ફોટોઝ અને નાના વિડિયો પોસ્ટ આ હેશટેગ સાથે પોસ્ટ થયાં છે.
  • આ ટ્રેન્ડને લઈને હજારો મીમ પણ આવી ગયાં છે, જ્યાં સિંગલ લોકો કોઈ સેલિબ્રિટીના ફોટોઝ ફોટોશોપની મદદથી પોતાની સાથે કનેક્ટ કરી રહ્યા છે. કેટલાક સિંગલ્સે આ ટ્રેન્ડનો ઉપયોગ પોતાના એકલાપણાને મજાકમાં દેખાડવાનો પ્રયત્ન પણ કર્યો છે.
  • નાગપુર પોલીસ લૉ એન્ફોર્સમેન્ટ ઓથોરિટીએ આ કેમ્પેનનો ઉપયોગ કોવિડ-19, મહામારીમાં જાગૃતતા ફેલાવવા માટે કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે આ સમયમાં માસ્ક જ સૌથી સારું કપલ છે.

પોલીસ કેમ આ ટ્રેન્ડથી દૂર રહેવાનું કહે છે?

  • આ ઈન્ટરનેટ ચેલેન્જે પોલીસનું પણ ધ્યાન ખેંચ્યું છે અને તેમને ઘણી ફરિયાદો મળી રહી છે. પોલીસે કહ્યું હતું કે ઘણી તસવીરોની સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. એનો ઉપયોગ પોર્નોગ્રાફી, ડીપફેક અથવા અન્ય સાઇબર ક્રાઇમ માટે થઈ રહ્યો છે. પુણે પોલીસે ટ્વીટ કરીને કહ્યું હતું કે તમારા પાર્ટનરની સાથે ફોટો પોસ્ટ કરતાં પહેલાં બેવાર વિચાર કરવો જોઈએ.
  • કેટલાક લોકોએ પોલીસ સમક્ષ દાવો કર્યો છે કે અશ્લીલ વેબસાઇટ્સ પર તસવીરો પોસ્ટ કરવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. પ્રેસ બ્રીફિંગમાં પુણેમાં સાઇબર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર જયરામ પાઈગુડેએ કહ્યું હતું કે આ પ્રકારની તસવીર પોસ્ટ કરતાં પહેલાં લોકોને સજાગ રહેવાની જરૂર છે.

રિવેન્જ પોર્ન અને ડીપફેક શું છે?

  • છેલ્લાં કેટલાંક વર્ષોમાં, હજારો લોકો -ખાસ કરીને સ્ત્રીઓ ડીપફેક્સ અને રિવેન્જ પોર્ન જેવા સાઇબર ક્રાઇમનો શિકાર બની રહી છે. ડીપફેક્સનો અર્થ થાય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને કમ્પ્યુટરથી તસવીરો અને વીડિયો બનાવવામાં આવે છે. અપરાધીઓ કોઈ વ્યક્તિના ચહેરાને હાજર કોઈ વિડિયો અથવા તસવીર પર સુપરઈમ્પોઝ કરે છે.
  • માર્ચ 2018માં અમેરિકાના રાષ્ટ્રપતિની પત્ની મિશેલ ઓબામાનો એક ફેક વિડિયો ‘રેડિટ’ નામની સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આવ્યો હતો. ફેકએપનો ઉપયોગ કરીને તેમનો ચહેરો એક પોર્નસ્ટારના ચહેરા પર લગાવવામાં આવ્યો હતો. ભારતીય અભિનેત્રીઓના ઘણા વિડિયો પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અશ્લીલ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યા હતા.
  • ફેક કે એડિટેડ ફોટોઝનો સોશિયલ નેટવર્કિંગ અને ડેટિંગ સાઈટ્સ પર ઉપયોગ કરીને લોકોને બ્લેકમેલ કરવા, બદલો લેવો કે છેતરપિંડી કરવાના કેસ ઓછા થયા નથી. વ્યક્તિની પરમિશન વગર તેના અશ્લીલ ફોટોઝ કે વિડિયો બનાવવો અને તેને ઇન્ટરનેટ પર પોસ્ટ કરવું જ રિવેન્જ પોર્ન છે. સાઈબર ગુનેગાર ઘણીવાર વ્યક્તિને હેરાન કરવા માટે આવાં કામ કરે છે.
અન્ય સમાચારો પણ છે...