• Gujarati News
 • Dvb original
 • Coronavirus Vaccine Tracker: Latest Coronavirus Vaccine India China Russia USA UK News And Updates | Trump Says Vaccine Will Be Available In October Dr Reddy's Laboratories Zydus Cadilla Healthcare

કોવિડ-19 વેક્સિન ટ્રેકર:રશિયાની વેક્સિનની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ પછી હવે કેડિલા હેલ્થકેર સાથે પણ ડીલ કરવાની ચર્ચા, છેવટે આપણને ક્યારે વેક્સિન મળશે?

એક વર્ષ પહેલા
 • રશિયાના મંત્રીનો દાવો, 14% દર્દીઓમાં સાઇડ ઇફેક્ટ્સ, દુખાવો અને નબળાઈનો અનુભવ થયો
 • ટ્રમ્પનો દાવો, આવતા મહિને વેક્સિન મળશે. આ વાતથી વૈજ્ઞાનિકો, કંપનીઓ અને અધિકારી સહમત નથી

ભારતમાં ફાર્માસ્યુટિકલ કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ(DRL)એ 16 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે તેઓ કોવિડ-19ને રોકવા માટે રશિયામાં બનેલી SPUTNIK V વેક્સિનના 10 કરોડ ડોઝ ભારતમાં લાવશે. આની પહેલાં જરૂરી રેગ્યુલેટરી ક્લિયરન્સ લઈને ફેઝ-3ના હ્યુમન ટ્રાયલ્સ શરુ કરશે. એ વાત નક્કી છે કે પરવાનગી મળી ગયા પછી ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડની સાથે SPUTNIK Vના છેલ્લા ફેઝના ટ્રાયલ્સ પણ આપણે ત્યાં શરુ થશે. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ડૉ. રેડ્ડીઝની સાથે ગુજરાતની કંપની કેડિલા હેલ્થકેરની પણ રશિયા સાથે વાતચીત ચાલી રહી છે. તેવામાં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે અંતે કોરોના વાઈરસથી છુટકારો ક્યારે મળશે? આપણા દેશમાં વેક્સિન ક્યારે આવશે?

...તો રશિયાની વેક્સિન આપણને કોવિડ-19થી બચાવશે?

 • ડૉ. રેડ્ડીઝે રશિયાની વેક્સિન SPUTNIK V માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે ડીલ કરી છે. ટૂંક સમયમાં તેઓ ફેઝ-3ના ટ્રાયલ્સ માટે પણ અરજી કરશે. આ પરિસ્થિતિમાં આપણને વેક્સિન ક્યારે મળશે એ કહેવું મુશ્કેલ છે.
 • હાલના સમયે ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડના પણ ફેઝ-2 અને 3ની ટ્રાયલ્સ ભારતમાં ચાલુ છે. એના શરૂઆતનાં પરિણામો પણ એક-બે મહિનામાં સામે આવી શકે છે. એને આધારે જ ભારતીય ડ્રગ રેગ્યુલેટર કોઈ નિર્ણય લેશે. આ વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય આવી શકે છે.
 • એવા સમાચાર પણ મળ્યા છે કે રશિયાનું ગ્રુપ RDIF ઓછામાં ઓછા ચાર ભારતીય ડ્રગમેકર્સ સાથે ડીલ કરવા માગે છે. ડૉ. રેડ્ડીઝ પછી તેમની વાત અમદાવાદની ઝાયડસ કેડિલા સાથે પણ થઈ રહી છે. તેમનો હેતુ વેક્સિનનું પ્રોડક્શન વધારવાનો છે. ગુજરાતની કંપનીની વાતચીત એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગઈ છે.
 • આ ડીલ્સ અને સમાચારોનો અર્થ એ છે કે રશિયાની વેક્સિનનું મોટા પાયે ભારતમાં ઉત્પાદન થશે. ICMR પહેલાં જ સંકેત આપી ચૂક્યું છે કે હાઈ રિસ્ક ગ્રુપ્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વેક્સિનને જલદી મંજૂરી મળી શકે છે. વેક્સિન ક્યારે ઉપલબ્ધ થશે એ મંજૂરી પર નિર્ભર કરે છે.
 • સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને સંસદમાં કહ્યું હતું કે તમામ વિકલ્પો ખુલ્લા છે. ભારતમાં આગામી વર્ષની શરૂઆતમાં વેક્સિન મળી જશે. એક્સપર્ટ ગ્રુપે ડિસ્ટ્રિબ્યુશન માટે એડવાન્સ પ્લાનિંગ પણ કર્યું છે. આ પહેલાં પણ હર્ષવર્ધને જણાવ્યું હતું કે આવતા વર્ષે માર્ચ મહિના સુધી વેક્સિન મળી જશે.

શું રશિયાની વેક્સિન પર ભરોસો કરી શકાય છે?

 • જ્યાં સુધી રશિયાની વેક્સિનના ફેઝ- ટ્રાયલના કોઈ ડેટા સામે નથી આવતા ત્યાં સુધી કશું કહી શકાય તેમ નથી. ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડને અત્યારસુધી સૌથી સુરક્ષિત વેક્સિન માનવામાં આવી રહી હતી.
 • રશિયાના સ્વાસ્થ્યમંત્રી મિખાઈલ મુરાશ્કોએ જણાવ્યું છે કે રશિયાના સાતમાંથી એક અર્થાત 14% કોવિડ વેક્સિન વોલન્ટિયર્સમાં આડઅસરો જોવા મળી રહી છે. તેમનામાં નબળાઈ અને સ્નાયુઓમાં દુખાવા જેવી સમસ્યાઓ જોવા મળી છે. જોકે એ બીજા દિવસે સામાન્ય થઈ જાય છે. આ આડઅસરો પ્રિડિક્ટેબલ છે.
 • લેન્સેટ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં પ્રાથમિક પરિણામો અનુસાર, વેક્સિનનો પ્રતિકૂળ પ્રભાવ પણ છે. સૌથી વધારે 58% વોલન્ટિયર્સને ઈન્જેક્શનની જગ્યાએ દુખાવો, 50%ને તાવ, 28%ને નબળાઈ અને 24%ના સ્નાયુઓમાં દુખાવો થયો હતો અર્થાત રશિયાની વેક્સિનની પણ આડઅસરો છે.

ટ્રમ્પે કહ્યું, ‘ઓક્ટોબરથી અમેરિકામાં વેક્સિન મળવા લાગશે’

 • અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકામાં ઓક્ટોબરથી વેક્સિન મળવા લાગશે. વર્ષ 2020ના અંત સુધીમાં 10 કરોડ ડોઝ ડિસ્ટ્રિબ્યુટ કરી દેવામાં આવશે. આ માટે ડ્રગ રેગ્યુલેટરના ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે તેમજ ડેમોક્રેટ્સનો આરોપ છે કે ટ્રમ્પનાં નિવેદનો ડ્રગ રેગ્યુલેટર પર દબાણ લાવી રહ્યાં છે.
 • ન્યૂ યોર્ક ટાઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે ઓક્ટોબરમાં વેક્સિન આવી જવાનો દાવો કર્યો છે, જ્યારે વૈજ્ઞાનિકો, કંપનીઓ અને ફેડરલ અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે આ વેક્સિન આવતા વર્ષે જ ઉપલબ્ધ થશે. કોવિડ-19ને કારણે અમેરિકામાં લગભગ બે લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. આને કારણે આ એક મોટો ચૂંટણી મુદ્દો બની ગયો છે.

અત્યારસુધી વેક્સિનની સ્થિતિ શું છે?

 • અત્યારસુધી, રશિયા, ચીન અને યુએઈ જ માત્ર એવા દેશો છે, જેમણે ફેઝ-3 ટ્રાયલનું રિઝલ્ટ આવ્યા પહેલાં તેમના દેશોમાં વિકસિત થયેલી વેક્સિનને પહેલા જ મંજૂરી આપી દીધી છે. રશિયાએ પણ હાઇ રિસ્ક ગ્રુપ્સને વેક્સિન લગાવવા માટેના પ્રયત્નો પણ ઝડપી બનાવ્યા છે.
 • તેમજ ચીનમાં અત્યારસુધીમાં ત્રણ વેક્સિનને ઇમર્જન્સી અપ્રૂવલ મળી ચૂક્યું છે. જો કોઈ આ રસી લગાવવા ઇચ્છે તો આ વેક્સિન મુકાવીને કોવિડ-19થી સુરક્ષાની ખાતરી કરી શકે છે. જોકે ચીન કે રશિયાની વેક્સિનની હ્યુમન ટ્રાયલ હજી સુધી પૂરી થઈ નથી. યુએઈએ ચીનની વેક્સિનને મંજૂરી આપી દીધી છે.

WHO વેક્સિન લેન્ડસ્કેપ શું કહે છે?

 • અત્યારે સમગ્ર વિશ્વમાં 182 વેક્સિન વિકસિત કરવામાં આવી રહી છે.
 • 36 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે.
 • 9 વેક્સિન ફેઝ-3 એટલે કે છેલ્લા ટ્રાયલમાં છે. એમાંની પણ 4 વેક્સિન ચીનમાં ડેવલપ થઈ રહી છે.
 • 146 વેક્સિન પ્રી-ક્લિનિકલ ટ્રાયલ્સના ફેઝમાં છે, એટલે કે હજી સુધી લેબમાં તેમનું ઇવેલ્યુએશન ચાલી રહ્યું છે.

(નોંધ: 17 સપ્ટેમ્બર સુધીનું અપડેટ)

અન્ય સમાચારો પણ છે...