તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Coronavirus Disease (COVID 19) Maharashtra West Bengal Bihar UP; Top Ten Most Affected India States And Cities With Highest Number Of Corona Cases

રાજ્યમાં કોરોનાની ગતિ:UP, બિહાર અને બંગાળ જેવા રાજ્યોમાં કેસ ડબલ થવાની ઝડપ વધી રહી છે, મહારાષ્ટ્ર પછી સૌથી વધુ નવા દર્દી આંધ્રપ્રદેશમાં આવી રહ્યા છે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5 કરોડથી વધુ વસ્તી વાળા 10 રાજ્યોમાંથી 6 રાજ્યમાં ગત મહિનાની તુલનામાં કેસ ઝડપથી ડબલ થઈ રહ્યા છે
  • દિલ્હીમાં સૌથી વધુ 90% દર્દી સાજા થયા, અહીંયા 22.5 દિવસની જગ્યાએ હવે 1026 દિવસમાં કેસ ડબલ થઈ રહ્યા છે
  • દેશના 6 રાજ્યોમાં એક લાખથી વધુ કોરોના સંક્રમણના કેસ,આ રાજ્યોમાં દેશના કુલ દર્દીઓના 68% દર્દી

દેશમાં કોરોનાના કેસ 20 લાખને પાર થઈ ગયા છે. મહારાષ્ટ્ર દેશનું સૌથી વધુ સંક્રમિત રાજ્ય બની ગયું છે. અહીંયા સંક્રમિતોની સંખ્યા 5 લાખની નજીક પહોંચી ગઈ છે. પરંતુ ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં સંક્રમણની ગતિ વધી ગઈ છે. આ 5 રાજ્યોમાં દેશની 45% વસ્તી રહે છે. આ મોટા રાજ્યોમાં કેસ ડબલ થવાની ગતિ જૂનના અંતની તુલનામાં વધુ થઈ ગઈ છે. સૌથી વધુ નવા દર્દી હાલ પણ મહારાષ્ટ્રમાં મળી રહ્યા છે, પરંતુ આંધ્રપ્રદેશમાં નવા દર્દી સતત વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં મહારાષ્ટ્રમાં સરેરાશ 9,610 દર્દી રોજ નોંધાયા તો આંધ્રપ્રદેશમાં પણ 9,316 દર્દી રોજ નોંધાયા.એટલે કે મહારાષ્ટ્રથી માત્ર 294 દર્દી ઓછા થયા. કર્ણાટક અને તમિલનાડુમાં દરરોજ 5,000થી વધુ દર્દી મળી રહ્યા છે. UPમાં પણ દરરોજ લગભગ 4,000 નવા દર્દી નોંધાઈ રહ્યા છે.

5 કરોડથી વધુ વસ્તીવાળા 10 રાજ્યોમાંથી 6માં ગત મહિનાની તુલનામાં ઓછા દિવસમાં કેસ ડબલ થઈ રહ્યા છે
દેશમાં 10 રાજ્યોમાં વસ્તી 5 કરોડથી વધુ છે. જેમાંથી 6 રાજ્યોમાં જૂનમાં જેટલા કેસ ડબલ થઈ રહ્યા હતા એનાથી ઓછા દિવસમાં હાલ ડબલ થઈ રહ્યા છે. જેમાં UP, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને પશ્વિમબંગાળ સામેલ છે. એટલે કે, આ 6 રાજ્યોમાં સંક્રમણ વધી રહ્યું છે. સાથે જ મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં કેસ ડબલ થવાની સ્પીડ ધીમી પડી છે.

દિલ્હીમાં રિકવરી વધી, સંક્રમણની ગતિ ધીમી પડી
દિલ્હીમં સૌથી વધુ દર્દી સાજા થયા છે. અહીંયા રિકવરી રેટ 90% સુધી પહોંચી ગયો છે. રિકવરી રેટ વધવાની સાથે જ નવા કેસ પણ ઘટ્યા છે. 30 જૂન સુધી અહીંયા 22.5 દિવસમાં કેસ ડબલ થતા હતા. હવે કેસ ડબલ થવામાં લગભગ 106 દિવસનો સમય લાગે છે. દિલ્હી પછી સૌથી વધુ હરિયાણામાં દર્દી સાજા થઈ રહ્યા છે. અહીંયા રિકવરી રેટ 83% છે. 79% રિકવરી રેટ સાથે તમિલનાડુ ત્રીજા નંબરે છે.

અન્ય સમાચારો પણ છે...