• Gujarati News
  • Dvb original
  • Corona Positive Gujarat Businessman, If He Received A Bill Of Rs 12.5 Lakh From The Hospital,he Was Turned His Office Into A Hospital

આજના પોઝિટીવ સમાચાર:કોરોના પોઝિટિવ થયા ગુજરાતના બિઝનેસમેન, હોસ્પિટલ તરફથી સાડા બાર લાખનું બિલ મળ્યું તો, ઓફિસને હોસ્પિટલમાં ફેરવી દીધી

સૂરતએક વર્ષ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • કૉપી લિંક
  • સૂરતના બિઝનેસમેને કહ્યું, હોસ્પિટલે મને સાડા બાર લાખનું બિલ પકડાવી દીધું, ત્યારે લાગ્યું કે ગરીબો માટે કંઈક કરવું જોઈએ
  • કહે છે, પરિવારને જ્યારે કોરોના થયો તો ગરીબોના દુઃખનો અહેસાસ થયો, જ્યાં સુધી કોરોના રહેશે, ત્યાં સુધી ફ્રી હોસ્પિટલ ચાલતી રહેશે

મારા ઘરમાં મને મારા મમ્મીને અને ભાઈને કોરોના થયો હતો. મારી મમ્મી 45 દિવસોમાં કોરોનાથી રિકવર થયા. મારા ભાઈ 24 દિવસ સુધી પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા. હોસ્પિટલે સાડા બાર લાખ રૂપિયાનું બિલ બનાવી દીધું. આટલા પૈસા આપ્યા પછી પણ ભાઈની હાલત ખરાબ હતી. તે એકદમ દુબળો થઈ ગયો હતો. હોસ્પિટલમાં તેની સાથે વ્યવહાર પણ એવો થયો જાણે મફતમાં સારવાર કરાવવા માટે આવ્યો હો. આ ઘટના પછી મારા મનમાં થયું કે અમે પૈસાની વ્યવસ્થા કરી લીધી પણ એવા ગરીબોનું શું થશે, જેમની પાસે સારવાર માટે પૈસા જ નથી. બસ ત્યારે જ વિચારી લીધું હતું કે, કોરોના દર્દીઓ માટે એક હોસ્પિટલ બનાવવાની છે, જ્યાં ફ્રીમાં બધાની સારવાર થઈ શકે.

હોસ્પિટલમાં કુલ 84 બેડ છે. જેમાંથી તમામમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે.
હોસ્પિટલમાં કુલ 84 બેડ છે. જેમાંથી તમામમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે.

આ કહાની સૂરતમાં પ્રોપર્ટીનું કામ કરનાકા કાદર શેખની છે. તેમણે કોરોના દર્દીઓ માટે 84 બેડ વાળી હોસ્પિટલ તૈયાર કરી છે. લગભગ 20 દિવસોમાં તૈયાર કરવામાં આવેલી આ હોસ્પિટલમાં 10 ICU બેડ છે. દરેક બેડ પર ઓક્સિજનની સગવડ છે. અહીંયા સારવાર, જમવા પીવાનું અને દવાઓ સુધી મફતમાં આપવામાં આવી રહી છે. જો કે, હવે તેનું સંચાલન સૂરત નગર નિગમ કરી રહી છે. કાદર શેખે કહ્યું કે, સાડા બાર લાખ રૂપિયાનું બિલ બન્યું તો અમે હોસ્પિટલને પુછ્યું કે, આવડુ મોટું બિલ કેવી રીતે બની ગયું.સાંસદ સુધી વાત કરાવી ત્યારે જઈને માંડ એક લાખ ઓછા કર્યા. ભાઈનો કોરોના રિપોર્ટ તો નેગેટિવ આવ્યો હતો પણ તેની હાલત જોઈને લાગતું હતું કે, હોસ્પિટલે તેને સાજો નહીં પણ પહેલા કરતા વધુ નબળો કરી દીધો છે. કોવિડ નેગેટિવ આવ્યા પછી પણ તેમણે ભાઈને પોઝિટીવ દર્દીઓ વાળા વોર્ડમાં જ રાખ્યો હતો. દરેક ત્રીજા દિવસે કોઈન કોઈ ચાર્જના નામે પૈસા વસુલવામાં આવતા હતા.

આ રીતે બે ફ્લોર પર બેડ તૈયાર કર્યા છે. 10 બેડ ICU વાળા પણ છે
આ રીતે બે ફ્લોર પર બેડ તૈયાર કર્યા છે. 10 બેડ ICU વાળા પણ છે

ભાઈના ડિસ્ચાર્જ થવાના દિવસે જ મે વિચારી લીધું હતું કે, ગરીબો માટે કંઈક કરવાનું છે, સુરતના અડાજણમાં શ્રેયમ કોપ્લેક્ષમાં મારી પાસે ત્રણ ફ્લોર છે. હું ત્યાંથી પ્રોપર્ટીનું કામ કાજ કરું છું. પછી મેં સાંસદ સાથે વાત કરી અને તેમણે કહ્યું કે, હું મારા ત્રણ ફ્લોર પર કોરોના દર્દીઓ માટે હોસ્પિટલ તૈયાર કરીને આપવા માગું છું શરત એટલી જ છે કે જે પણ તેને ચલાવે તેણે સારવાર એકદમ મફતમાં આપવી પડશે અને જમવા-પીવાનું પણ મફતમાં જ મળવું જોઈએ. તેમણે તાત્કાલિક નિગમના અધિકારીઓ સાથે વાતચીત કરી અને અમે હોસ્પિટલ તૈયાર કરવાની મંજૂરી મળી ગઈ. અમે લગભગ 20 દિવસમાં હોસ્પિટલ તૈયાર કરાવી દીધી. બે ફ્લોર પર 42-42 બેડ રાખ્યા છે અને એક ફ્લોરને મેડિકલ સ્ટાફ માટે બનાવાયો છે. ત્યારપછી નિગમે ત્યાં કોરોના દર્દીઓની સારવાર શરૂ કરી દીધી.

કાદર શેખ પહેલા અહીંયા ઓફિસ ચલાવતા હતા. સાંસદ સીઆર પાટિલે હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું
કાદર શેખ પહેલા અહીંયા ઓફિસ ચલાવતા હતા. સાંસદ સીઆર પાટિલે હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું

હોસ્પિટલ તૈયાર કરવાના બદલામાં તમે સરકાર પાસેથી કોઈ મદદ લઈ રહ્યા છો? આ અંગે શેખે જણાવ્યું કે, સાહેબ અમે પહેલા જ અધિકારીઓને કહી દીધું છે કે, અમારે કંઈ નથી જોઈતું. જીવનમાં પહેલી વખત આટલી શાંતિનો અનુભવ કરી રહ્યો છું. એવું લાગી રહ્યું છે કે અમે કોઈના કામમાં આવી રહ્યા છીએ. કોઈ પણ કોમની વ્યક્તિ આવીને ફ્રીમાં સારવાર કરાવી શકે છે. જમવાનું પીવાનું , દવાઓ પણ ફ્રીમાં લઈ શકે છે. જો કે અમારી પહેલી પ્રાયોરિટી ગરીબો માટે જ છે. હસતા હસતા શેખે જણાવ્યું કે, અહીંયા આવનારા દર્દીઓને માત્ર ચાર વસ્તુ ટૂથપેસ્ટ, બ્રશ, સાબુ અને કોરોના લઈને આવવાનો રહેશે. બાકી બીજું બધું અહીંયાથી મળશે.

શું હવે તમે તમારા કામ માટે કોઈ નવી ઓફિસ લીધી છે? આ અંગે શેખે જણાવ્યું કે, હાલ તો કામધંધો બંધ જેવો જ છે. બહાર એવી સ્થિતિ જ નથી કે કામ કરી શકાય. જ્યારે બધુ બરાબર થશે તો ક્યાંક ભાડાની ઓફિસ લઈ લઈશ. જો કે, હોસ્પિટલ ત્યાં સુધી બંધ નહીં થાય, જ્યાં સુધી કોરોના ચાલી રહ્યો છે.પછી ભલે આમા બે વર્ષ લાગે કે ત્રણ વર્ષ. રિટાયર્ડ DSP સિરાજ જાબા અહીંયાનું મેનેજમેન્ટ સંભાળે છે. જાબાએ જણાવ્યું કે, અમે આર્થિક રીતે મદદ નથી કરી શકતા પણ શારિરીક રીતે જરૂર કરી શકીએ છીએ. એટલા માટે મફતમાં જ અહીંયાની વ્યવસ્થાઓનું યોગ્ય રીતે સંચાલન કરાવવામાં મદદ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...