તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Corona Can Only Be Countered By Medical Experts, Not Leaders officers; After All, Why Not IMS Like IAS?

IMA અધ્યક્ષની ચોખ્ખી વાત:કોરોનાનો મુકાબલો મેડિકલ એક્સપર્ટ્સ જ કરી શકે, નેતા-અધિકારીઓ નહીં; આખરે IASની જેમ IMS કેમ નહી?

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • કૉપી લિંક

સમગ્ર દેશ મેડિકલ ઈમર્જન્સીમાંથી પસાર થઈ રહ્યો છે. વ્યવસ્થા દમ તોડી ચૂકી છે અને મોતના આંકડા અટકવાનું નામ લેતા નથી. કોરોના વાયરસ હજુ કેટલો કહેર વરસાવશે, તેનો ચોક્કસ અંદાજ વિજ્ઞાનીઓ પણ મેળવી શકતા નથી. આખરે મહામારીને હેન્ડલ કરવામાં સિસ્ટમથી ક્યાં ચૂક થઈ, ‘ભાસ્કરે’ એ જાણ્યું ડોક્ટર્સના સૌથી મોટા સંગઠન ઈન્ડિયન મેડિકલ એસોસીએશન(IMA)ના અધ્યક્ષ ડોક્ટર જે. એ. જયલાલ પાસેથી, તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશો...

કોરોનાની બીજી લહેરને હેન્ડલ કરવામાં મુશ્કેલી ક્યાં થઈ? સમગ્ર મેડિકલ સિસ્ટમ ફેઈલ કેમ થઈ ગઈ?
સેકન્ડ વેવમાં સૌથી મોટી મુશ્કેલી મેડિકલ ઓક્સિજનની રહી પણ હું તેને અછત નહીં, મિસ મેનેજમેન્ટ કહીશ. આ ઓક્સિજન, બ્યુરોક્રસી અને રાજકિય સિસ્ટમમાં ફંસાઈ ગયો. વાસ્તવમાં, મેડિકલ એક્સપર્ટ જો વહીવટી પદો પર બેઠા હોત તો ઓક્સિજનની આટલી ગેરવ્યવસ્થા ન થઈ હોત. મેડિકલ પ્રોફેશનલ્સ, મેડિકલ ઈમર્જન્સીમાં પ્રાથમિકતા નક્કી કરીલેત, પરંતુ વહીવટી પદોમાં બેઠેલા લોકો આ વાત સમજી જ ન શક્યા કે ઓક્સિજનની ગેરવ્યવસ્થા કેટલી મોટી આફત લાવશે.

સેંકડો કોરોના દર્દીઓનાં મોત એટલા માટે થયા કેમકે તેમને સમયસર ઓક્સિજનવાળા બેડ ન મળ્યા. આઈએમએના અધ્યક્ષ ડોક્ટર જયલાલ તેને અમલદારીશાહીની ગેરવ્યવસ્થા માને છે.
સેંકડો કોરોના દર્દીઓનાં મોત એટલા માટે થયા કેમકે તેમને સમયસર ઓક્સિજનવાળા બેડ ન મળ્યા. આઈએમએના અધ્યક્ષ ડોક્ટર જયલાલ તેને અમલદારીશાહીની ગેરવ્યવસ્થા માને છે.

IMA છેલ્લા કેટલાક દિવસથી અખિલ ભારતીય મેડિકલ સેવાની માગ કેમ કરી રહ્યું છે?
ઈન્ડિયન મેડિકલ એસોસીએશન સતત ઈન્ડિયન મેડિકલ સર્વિસિઝ (IMS)ની માગ કરી રહ્યું છે. તેના દ્વારા મેડિકલના અભ્યાસ કર્યા પછી ડોક્ટર્સ વહીવટી પદોમાં જઈ શકશે. મહામારીના સમયે અમે આ માગ ફરી કરી છે. સરકારે વિલંબ ન કરવો જોઈએ. પ્રોફેસર રામ ગોપાલ યાદવની અધ્યક્ષતાવાળી પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ કમિટી હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે પણ 2021-22ના બજેટમાં આ સર્વિસિઝ માટે ગ્રાન્ટની સલાહ આપી હતી. કમિટીએ 8 માર્ચ, 2021ના રોજ પોતાનો રિપોર્ટ સંસદની સામે રજૂ કરતા કહ્યું હતું, આફતના સમયે અવસર તરીકે આપણે ‘ઈન્ડિયન મેડિકલ સર્વિસીઝ’ને ઓર્ગેનાઈઝ કરવી જોઈએ. IMSનું પ્લાનિંગ કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના અંગે સલાહ પણ આ કમિટીએ આપી હતી.

ઈન્ડિયન મેડિકલ એસોસીએશને હેલ્થ બજેટને વધારીને જીડીપીના 8-10% કરવાની માગ કરી છે, એ થોડું વધારે નથી?
ભારત જેવા દેશમાં જ્યાં, 130 કરોડ લોકો રહે છે, ગામોમાં લગભગ 65 ટકા વસતી રહે છે. ત્યાં હેલ્થ બજેટ જીડીપીના 8-10 ટકા હોય એ વધુ નથી. આમેય અનેક દેશોમાં આટલું બજેટ છે. અત્યારે નહીં તો આખરે આપણે ક્યારે આરોગ્યના બુનિયાદી માળખા પર ધ્યાન આપવા અને મેડિકલ પ્રોફેશનલ્સની સંખ્યા વધારવાની આવશ્યકતાને સમજીશું?

મેડિકલ સંશોધનમાં ઝડપ અને ગુણવત્તા લાવવા માટે વધુ રોકાણની આવશ્યકતા છે. જૂઓ, જેટલા પણ દેશ ખુશહાલ અને સમૃદ્ધ દેખાશે, એ તમામના હેલ્થ બજેટ ખૂબ વધારે છે. અમેરિકા, સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વીડન, ફ્રાંસ, જર્મની, જાપાન... આ બધાથી આપણે ખૂબ પાછળ છીએ.

ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના અધ્યક્ષ (IMA) ડોક્ટર જે. એ. જયલાલ કહે છે કે મેડિકલ ઈમર્જન્સીમાં ડોક્ટર જ યોગ્ય નિર્મય લઈ શકે છે. આથી દેશમાં એક અખિલ ભારતીય મેડિકલ સર્વિસ શરૂ કરવી જોઈએ.
ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના અધ્યક્ષ (IMA) ડોક્ટર જે. એ. જયલાલ કહે છે કે મેડિકલ ઈમર્જન્સીમાં ડોક્ટર જ યોગ્ય નિર્મય લઈ શકે છે. આથી દેશમાં એક અખિલ ભારતીય મેડિકલ સર્વિસ શરૂ કરવી જોઈએ.

IMA એવી માગ કરી રહ્યું છે કે ‘હોસ્પિટલ વાયોલન્સ’ વિરુદ્ધ સેન્ટ્રલ કાયદો આવવો જોઈએ, પરંતુ સરકાર સતત અવગણના કરે છે. હવે, ડોક્ટરોએ એકવાર ફરીથી આ માગ ઉઠાવી છે, શું અત્યારના સમયે હિંસા ખૂબ વધી ગઈ છે?
તમે જોઈ રહ્યા છો હોસ્પિટલોમાં મોતનો આંકડો ખૂબ ઝડપથી વધી રહ્યો છે તો હિંસા પણ એ જ ઝડપથી વધી રહી છે. જીવ જોખમમાં મૂકીને ઈલાજ કરનારા ડોક્ટરોને સુરક્ષાનું જોખમ સતાવે છે. મેડિકલ પ્રોફેશન પીસ ઓફ માઈન્ડ માગે છે, કેમકે જો ડોક્ટર ગભરાયેલો હશે તો ઈલાજ પર તેની અસર પડશે.

આથી, ડોક્ટરોની સુરક્ષાને ભારતીય દંડ સંહિતા અંતર્ગત લાવવી જોઈએ. જ્યારે પણ કોઈનું હોસ્પિટલમાં મોત થાય છે તો તેના સગાસંબંધીઓમાં ઈમોશનલ આઉટબ્રેક થાય છે. તેઓ ડોક્ટરને દોષિત ગણે છે. જેમ કે અત્યારે વધુ મોત બુનિયાદી માળખાના અભાવે થાય છે. હોસ્પિટલમાં ઓક્સિજન ખતમ થઈ ગયો તો તેમાં ડોક્ટરનો શો વાંક? પરંતુ લોકો ડોક્ટરો સાથે મારપીટ, ગાળાગાળી કરે છે. મહિલા ડોક્ટરોની સાથે દુર્વ્યવહાર કરે છે. આમ ડોક્ટરો પરના હુમલાને ક્રિમિનલ એક્ટર અંતર્ગત લાવવા જ જોઈએ. આ માટે સજા અને દંડ નિર્ધારિત કરવા જોઈએ.

શું મહામારી દરમિયાન માસ્ક, પીપીઈ કિટ, લાઈફ સેવિંગ ડ્રગ્સ પર જીએસટી ઠોકી બેસાડવો યોગ્ય છે?
બિલકુલ નહીં, ઈન્ડિયન મેડિકલ એસોસીએશન તેને હટાવવાની માગ કરી રહ્યું છે. માસ્ક પર 5 ટકા, પીપીઈ કિટ પર 12 ટકા અને લાઈફ સેવિંગ ડ્રગ્સ પર 12 ટકા જીએસટી લગાવાઈ રહ્યો છે. ઓછામાં ઓછું અત્યારના સમયે તો જીએસટી દૂર કરી જ દેવો જોઈએ. અમે ભારત સરકારને લેટર લખીને આ માગણી કરી છે.