કોરોનાએ ટ્રેન્ડ બદલ્યો:કોરોનાના ડરથી ભારતીયોએ કારનું માર્કેટ ઊંચક્યું, છેલ્લા પાંચ મહિનામાં વેચાણમાં 18%નો ઉછાળો; 2-વ્હીલરના સેલ્સની ધીમી ગતિ

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
  • ટકાવારીની રીતે પાછલા અમુક મહિનાઓમાં 2-વ્હીલરની સામે કારના સેલ્સ ગ્રોથમાં વધારો
  • કોરોનાને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે પોતાની ગાડીમાં વધુ ટ્રાવેલ કરી રહ્યા છે

ઓટોમોબાઈલ સેક્ટર આમ તો છેલ્લાં બે વર્ષથી તકલીફમાંથી પસાર થઈ રહ્યું છે, એમાંય કોરોના આવવાથી આ સેકટરના રિવાઈવલને ભારે ફટકો પડ્યો છે, પરંતુ આ સેક્ટરમાં પેસેન્જર વેહિકલ સેગમેન્ટને કોરોનાથી ફાયદો થઇ રહ્યો છે. કહેવત છે કે 'જાન હૈ તો જહાન હૈ'. કોરોના આવ્યા બાદ સ્વાસ્થ્યની સેફટીને લઈને લોકો ઘણા જ સજાગ બન્યા છે અને એટલે જ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ તેમજ ગ્રુપમાં કોમન વેહિકલનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે અને પોતાના જ વાહનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આ કારણે આ વર્ષમાં 2-વ્હીલરની સરખામણીએ કારના વેચાણનો ગ્રોથ વધુ થયો છે.

ભારતમાં કાર અને 2-વ્હીલરનું વેચાણ અને માસિક ધોરણે સેલ્સ ગ્રોથ

મહિનોપેસેન્જર વેહિકલવેચાણ વૃદ્ધિ %2-વ્હીલરવેચાણ વૃદ્ધિ %
મે30,749--1,59,039--
જૂન1,26,471311.37,90,118396.8
જુલાઈ1,57,37324.438,74,63810.69
ઓગસ્ટ1,78,51313.438,98,7752.75
સપ્ટેમ્બર1,95,6659.610,16,97713.15
ઓક્ટોબર2,49,86027.6910416822.42
નવેમ્બર2,91,00116.46141337835.68

સોર્સ: ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)

લોકો બજેટની બહાર જઈને પણ કાર ખરીદે છે
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના પ્રમુખ વિન્કેશ ગુલાટીએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે લોકોની વિચારસરણી બદલાઈ છે. જે વ્યક્તિ પહેલાં પોતાના માટે 2-વહીલર લેવાનું વિચારતી હતી તે હવે પરિવારની સલામતી ખાતર બજેટની બહાર જઈને પણ કાર ખરીદી રહ્યા છે. લોકો પોતાની જરૂરિયાત કરતાં પરિવારની સલામતીને વધારે મહત્ત્વ આપી રહ્યા છે અને આ જ કારણથી પેસેન્જર વેહિકલ સેગમેન્ટમાં અપેક્ષા કરતાં ઝડપી રિકવરી આવી છે. સ્કૂટર સેગમેન્ટમાં રિવાઇવલ આવતાં હજુ થોડો સમય લાગશે.

અમદાવાદની એક કાર ડીલરશિપમાં ઈન્કવાયરી કરતો પરિવાર.
અમદાવાદની એક કાર ડીલરશિપમાં ઈન્કવાયરી કરતો પરિવાર.

લોકો પોતાની કારમાં સલામતી ઇચ્છે છે
પેસેન્જર વેહિકલમાં ગ્રોથરેટ વધુ હોવા અંગે સમજાવતાં એમરાલ્ડ હોન્ડાના CEO રજનીશ અરોરાએ જણાવ્યું હતું કે આવું પહેલીવાર થઇ રહ્યું છે કે સ્કૂટરના વેચાણની સરખામણીએ કારમાં સેલ્સ ગ્રોથ વધુ હોય. કોરોનાને કારણે લોકો પોતાની અને પરિવારની સેફટી અંગે વધુ વિચારતા થયા છે. જે લોકો પહેલાં પબ્લિક ટ્રાન્સપોર્ટ કે કંપનીના વાહનમાં ઓફિસ જતા હતા અથવા ટ્રાવેલ કરતા હતા એમાંના ઘણા લોકો હવે સલામતીને ધ્યાનમાં રાખીને કાર ખરીદી રહ્યા છે. આ જ કારણથી ગુજરાત સહિત દેશભરમાં ગાડીઓનો સેલ્સ ગ્રોથ વધુ છે.

મધ્યમ વર્ગ, સ્ટુડન્ટની ડિમાંડ ઓછી થઈ ગઈ છે
વિન્કેશ ગુલાટીએ જણાવ્યું હતું કે કોરોનાની સૌથી વધુ અસર મધ્યમ વર્ગને થઇ છે. જોબ લોસ તેમજ આવકમાં ઘટાડો થવાને કારણે આ વર્ગ તરફથી 2-વ્હીલરની માગ આવતી હોય છે એ નથી આવી. આ સાથે જ બીજી તરફ સ્કૂલ-કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓની ખરીદી પણ બંધ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લોકો વાહનોની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. આ બધાને કારણે સ્કૂટર સેગમેન્ટમાં વેચાણને અસર થઈ છે.

ફેસ્ટિવલ પિરિયડમાં સ્કૂટરમાં ગ્રોથ વધુ
આંકડા જોતાં જણાય છે કે ચાલુ વર્ષ દરમિયાન તહેવારોના સમય દરમિયાન જ 2-વ્હીલરના વેચાણમાં ગ્રોથ થયો છે, જયારે બાકીના મહિનાઓમાં તેમાં કોઈ ખાસ વધારો દેખાતો નથી. બીજી તરફ, કારના વેચાણમાં સેલ્સ ગ્રોથ જળવાઈ રહ્યો છે. ઓટોમોબાઇલ ડીલર્સના જણાવ્યા પ્રમાણે, હાલની સ્થિતિએ આ ટ્રેન્ડ હજુ 4-5 મહિના જળવાઈ રહેશે. પેસેન્જર વેહિકલ્સમાં જે ગ્રોથ આવ્યો છે એ મુખ્યત્વે એન્ટ્રી લેવલ કાર અથવા તો કોમ્પેક્ટ કારના વધુ વેચાણને કારણે આવ્યો છે.

2-વ્હીલર સેગમેન્ટમાં આવનારા દિવસોમાં સુધારાની આશા
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું કે 2-વ્હીલરમાં રિટેલ સેલિંગ હજુ પણ નબળું છે, એની સામે ઉત્પાદકો તરફથી સપ્લાઇ નિયમિત થઇ રહી છે. અમને આશા છે કે આ સમય પણ પસાર થઇ જશે. ઓવરઓલ વાત કરીએ તો આ વર્ષે એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ગત વર્ષની સરખામણીએ પેસેન્જર વેહિકલલનું વેચાણ 20.57% ઘટ્યું છે, જયારે 2-વ્હીલરમાં 25.08% ઘટાડો થયો છે.

સેગમેન્ટએપ્રિલ-નવેમ્બર 2019એપ્રિલ-નવેમ્બર 2020તફાવત(%)
પેસેન્જર વેહિકલ18.58 લાખ14.76 લાખ-20.57%
2-વ્હીલર1.86 કરોડ96.37 લાખ-25.08%

સોર્સ: સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)

ગુજરાતમાં પણ પેસેન્જર કારમાં સેલ્સ ગ્રોથ વધારે
દેશમાં અનલોક થયા પછીની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં પણ 2-વ્હીલરની સરખામણીએ પેસેન્જર વેહિકલના વેચાણમાં ગ્રોથ વધારે થયો છે. ફાડાના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના આંકડા પ્રમાણે, ગુજરાતમાં ગાડીઓના વેચાણમાં સરેરાશ 15%નો ગ્રોથ થયો છે. એની સામે 2-વ્હીલરમાં 11% જેવો ગ્રોથ રહ્યો છે.

ગુજરાતમાં કાર અને 2-વ્હીલરનું વેચાણ અને સેલ્સ ગ્રોથ

મહિનોકારતફાવત(%)સ્કૂટરતફાવત(%)
મે790--2793--
જૂન124321473.67412091375.43
જુલાઈ1433115.274573110.97
ઓગસ્ટ1682117.34464861.65
સપ્ટેમ્બર1484211.763640321.69

સોર્સ: ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા).

અન્ય સમાચારો પણ છે...