દેશમાં કુલ 4033 વિધાયક, કોંગ્રેસના 658 બચ્યા:2014માં કોંગ્રેસના 24% ધારાસભ્ય હતા, હવે 16% જ રહ્યા, 5 રાજ્યમાં કોંગ્રેસ ઝીરો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસનો સૂરજ પૂર્વમાં પણ ન ઊગ્યો. ગુરુવારે સવારે EVM ખૂલતાં જ સ્પષ્ટ થઈ ગયું-ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં કોંગ્રેસ માટે કોઈ આશા નથી, નાગાલેન્ડમાં કોંગ્રેસ ઝીરો હતી, ઝીરો જ રહી. ત્રિપુરામાં 0થી 3 પર આવી ગઈ. મેઘાલયમાં 21થી 5 પર આવી. જ્યારે મોદીવાળી બીજેપી ત્રિપુરામાં બહુમતીના જોરે તો બાકી બંને રાજ્યમાં ગઠબંધનથી સરકાર બનાવવા જઈ રહી છે.

કોંગ્રેસની આ સ્થિતિ 2014 પછીથી સર્જાયેલી છે. ગણ્યાગાંઠ્યાં રાજ્યોને છોડીએ તો દેશની આ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી ઝડપથી સમેટાઈ રહી છે. પાંચ રાજ્યમાં તો પાર્ટીના કોઈ ધારાસભ્ય બચ્યા નથી, જ્યારે 9 રાજ્યમાં 10થી ઓછા ધારાસભ્યો છે. છેલ્લાં 8 વર્ષમાં કોંગ્રેસી ધારાસભ્યોની સંખ્યા 24%થી ઘટીને 16% જ રહી ગઈ છે.

1951માં તામિલનાડુને છોડીને તમામ રાજ્યોમાં સરકાર બનાવનારી કોંગ્રેસના હવે માત્ર 3 રાજ્યમાં CM બચ્યા છે.

2014માં મોદી યુગ આવ્યા પછી કોંગ્રેસ સીમિત થઈ જવાની આ કહાનીને 8 ગ્રાફિક્સથી સમજીએ...

અન્ય સમાચારો પણ છે...