• Gujarati News
  • Dvb original
  • Competitive Exams And Zen Buddhist Wisdom; Cool Brain, Understanding Of The World, High Marks In Papers

કરિયર ફન્ડા:કોમ્પિટિટિવ એક્ઝામ અને ઝેન બુદ્ધિસ્ટ વિઝડમ; મગજ ઠંડું, દુનિયાની સમજ, પેપરમાં વધારે માર્ક્સ

એક મહિનો પહેલા
  • શિક્ષણવિદ્દ સંદીપ માનુધને

કોઈ માણસ મહાન એટલે નથી હોતો, કારણ કે અસફળ નથી થયો; પણ એટલે કે અસફળતા તેને રોકી ના શકી - કન્ફ્યુશિયસ (ચીની દાર્શનિક)

ભારત અનેક સુંદર દર્શન શાસ્ત્રોનું ઘર રહ્યું છે અને બૌદ્ધ દર્શન હજારો વર્ષોથી પોતાનો પ્રકાશ ફેલાવે છે

ઝેન (ZEN) દર્શન

બૌદ્ધ ઝેન (ZEN) ફિલોસોફી વાસ્તવમાં ભારતીય મહાયાન બૌદ્ધ ધર્મ અને તાઓવાદનું મિશ્રણ છે. "ધ્યાન" દર્શન ચીન સુધી પહોંચ્યું અને કોરિયા તથા જાપાનમાં ફેલાયું અને વીસમી સદીના મધ્યથી પશ્ચિમમાં ખૂબ જ લોકપ્રિય બન્યું.

ઝેન માનવ દક્ષતા (એફિસિઅંસી), રચનાત્મકતા (ક્રિએટિવિટી) અને આપણી ક્ષમતા (કેલિબર)ને સાકાર કરવા માટે ઘણું બધું કહે છે. આ જ કારણ છે કે સ્ટીવ જોબ્સ (એપલના સ્થાપક), એલિસન ઓનિજુકા (પ્રથમ એશિયન-અમેરિકન અવકાશયાત્રી), વિલિયમ ક્લે ફોર્ડ, જુનિયર (ફોર્ડ મોટર કંપનીના ચેરમેન), એન્જેલીના જોલી (હોલિવૂડ અભિનેત્રી), રોઝા પાર્ક્સ (સિવિલ રાઈટ્સ કાર્યકર્તા), જેકી ચેન (અભિનેતા), હર્મન હેસ (લેખક), ડેવિડ બોવી (પોપ સિંગર) જેવી વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ પણ તેને એક યા બીજા સ્વરૂપે અનુસરી રહી છે.
ઝેન (ZEN)ને શબ્દોમાં વર્ણવી શકાતું નથી, એને સમજવા માટે અનુભવ કરવો પડે છે, જેમ કે અમેરિકન ગાયિકા જીની ક્લાર્કે સાચું જ કહ્યું છે કે 'ઝેન એ કોઈ કળા નથી કે તે કોઈ ધર્મ નથી. એ એક અનુભવ છે.'

કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે ઝેન બૌદ્ધિઝમની 6 શીખ

તમે આજે અને અત્યારથી જ ZENની મૂળભૂત બાબતોનો ઉપયોગ કરીને પરીક્ષામાં વધુ સારા પ્રદર્શન તરફ આગળ વધી શકો છો

1) ગહન અનુસાશન - ઝેન બૌદ્ધ ધર્મ ગહન અનુસાશન પર ભાર મૂકે છે, જે લોકો મઠોમાં રહેતા તેનો અભ્યાસ કરે છે. રાત્રે સૂવાથી, સવારે વહેલા ઊઠવાથી લઈને સંપૂર્ણ દિનચર્યા કે જેમાં ખાવું-પીવું સામેલ છે તે અત્યંત શિસ્તબદ્ધ રહેવું જોઈએ. જે, જ્યારે યોગ્ય રીતે પ્રેક્ટિસ કરવામાં આવે છે ત્યારે સંપૂર્ણ સરળતા અને અંતિમ સ્વતંત્રતા તરફ દોરી જાય છે. એ કુદરતી સરળતા સાથે કરવામાં આવે છે, બળપૂર્વક નહીં. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે શિસ્તની પ્રેક્ટિસ કરવી પણ જરૂરી છે.

2) આત્મજ્ઞાન અંદર છે - ઝેન આપણને આત્મજ્ઞાન માટે પોતાની અંદર જોવાનું કહે છે. ઝેન દર્શન કહે છે કે જવાબો માટે તમારી બહાર શોધવાની જરૂર નથી. અમે એ જ જગ્યાએ જવાબો શોધી શકીએ છીએ, જ્યાંથી અમને પ્રશ્નો મળ્યા છે. કોમ્પિટિટિવ એક્ઝામની ભાષામાં તેનો અનુવાદ એ છે કે આપણે આપણા સ્વ-કૌશલ્ય અને જ્ઞાન પર કામ કરવું જોઈએ અને બાહ્ય વસ્તુઓને નિયંત્રિત કરવામાં આપણો સમય બગાડવો જોઈએ નહીં (જેમ કે કેટલાક લોકો સંપર્કો શોધે છે અથવા સિલેક્શન માટે માટે પૈસા ઓફર કરે છે). દલાઈ લામાએ કહ્યું છે કે 'બીજાના વર્તનને કારણે તમારી આંતરિક શાંતિનો નાશ ન થવા દો'.
3) ધ્યાન અને અન્ય પદ્ધતિ દ્વારા આપણા મનને નિયંત્રિત કરવું - ઝેન દર્શનને અનુસરવાનું પ્રથમ પગલું એ છે કે ધ્યાન અને અન્ય પદ્ધતિ દ્વારા આપણાં મન અને શરીરને નિયંત્રિત કરવું. આની પ્રેક્ટિસ કરવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફાયદો થશે કે તમારું મન વધુ વિચલિત નહીં થાય અને ધ્યાન કેન્દ્રિત રહેશે. જાપાની બૌદ્ધ નેતા કોન યામાદા કહે છે કે "ઝેનનો અભ્યાસ એટલે કોઈપણ વસ્તુ સાથે જોડવાની ક્રિયામાં પોતાને ભૂલી જવું."

4) પ્રેસન્સ ઓફ માઈન્ડ - પ્રસિદ્ધ બૌદ્ધ ફિલોસોફર લાઓ ત્ઝુ કહે છે કે "જો તમે ઉદાસ છો, તો તમે ભૂતકાળમાં જીવી રહ્યા છો. જો તમે ચિંતિત છો, તો તમે ભવિષ્યમાં જીવો છો. જો તમે શાંતિમાં છો, તો તમે વર્તમાનમાં જીવો છો." ઝેન દર્શન ફક્ત વર્તમાન ક્ષણમાં સંપૂર્ણપણે જીવંત હોવા પર ભાર મૂકે છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં વખતે ચિંતા ટાળવા, ધ્યાન કેન્દ્રિત, સતર્ક અને જાગ્રત રહેવામાં મદદ કરી શકે છે.

5) ભયથી મુક્તિ - ઝેન મનને કોઈપણ પ્રકારના ભય, જેમ કે અંધશ્રદ્ધા, રૂઢિચુસ્તતા, જુલમ વગેરેથી મુક્ત કરવાનો પ્રયાસ કરે છે. ઝેન એ વ્યક્તિના અસ્તિત્વની પ્રકૃતિને તેના સારમાં જોવાની કળા છે, અને તે બંધનમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે. ગભરાટ, ગભરાટના હુમલા વગેરેથી બચવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિર્ભય રહેવું જરૂરી છે. ઝેન પણ તમને નકારાત્મક અને સકારાત્મક વિચારસરણીને ટાળીને વાસ્તવિકતાથી વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે.

6) લઘુતમવાદ - ગૌતમ બુદ્ધ કહેતા હતા કે "જેમ મધમાખી અમૃત ભેગું કરે છે છતાં એ ફૂલના રંગ અને સુગંધને નુકસાન પહોંચાડતી નથી અને બગાડતી નથી; બુદ્ધિશાળી લોકો એ જ રીતે વિશ્વમાં રહે છે." સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં, આ શિક્ષણ ઓછા પ્રયત્નો સાથે વધુ પરિણામો તરફ નિર્દેશ કરે છે, એટલે કે સ્માર્ટ, એફિશિઅંટ વર્ક. પ્રયોગ કરો અને પોતાને તે રીતે શોધો.

તો આજનું કરિયર ફન્ડા એ છે કે સદીઓના ઝેન બૌદ્ધ વિઝડમનો ઉપયોગ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચોક્કસ સફળતા મેળવી શકાય છે.

કરીને બતાવીશું!

અન્ય સમાચારો પણ છે...