કરિયર ફન્ડા:કોમ્પિટિટિવ એક્ઝામ- એસ્પિરેન્ટ્સના ત્રણ સવાલ, પ્રસિદ્ધ લેખક લિયો ટોલસ્ટોયના જવાબ

3 મહિનો પહેલા
  • શિક્ષાવિદ સંદીપ માનુધને

કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહેલા દરેક સ્ટુડન્ટને ત્રણ સવાલ હોય જ છે.

1. એક્ઝામની તૈયારી શરૂ કરવાનો સાચો સમય શું છે?
2. એક્ઝામની તૈયારીમાં કોનું માનવું, કોનું નહીં?
3. એક્ઝામ ક્લિયર કરવા માટે મેન્ટલ પાવર ક્યાંથી લાવવો?

લિયો ટોલસ્ટોયની વાર્તા 'ત્રણ પ્રશ્ન' દ્વારા આજે તમને જવાબ આપીશું

કરિયર ફન્ડામાં સ્વાગત-વીડિયો સંપૂર્ણ જુઓ અને લેખ ધ્યાનથી વાંચો. શેર પણ જરૂર કરો. લિયો ટોલસ્ટોય મોટા રશિયન લેખર હતા. તેમની વાર્તાનું રહસ્ય ત્રણ પ્રશ્નમાં છુપાયેલું છે. આ મારી પ્રિય વાર્તા છે.

રાજાના ત્રણ પ્રશ્ન અને સાધુ મહારાજ
એકવાર રાજાના મનમાં ત્રણ પ્રશ્ન આવ્યા. પહેલો 'કોઈપણ કામને શરૂ કરવાનો સાચો સમય શું છે?' બીજો 'સંસારમાં કઈ વ્યક્તિની વાત માનવી જોઈએ અને કોની નહીં?' અને ત્રીજો 'દુનિયાની એ વસ્તુ કઈ છે, જેનાથી હું જે ધારું એ કરી શકું?' રાજાએ તરત ઢંઢેરો પિટાવ્યો કે જે આ ત્રણ પ્રશ્નનો સાચો જવાબ આપશે તેને ઈનામ મળશે. ઘણા વિદ્વાન લોકો આવીને રાજાને જવાબ આપવા લાગ્યા, પણ રાજાને કોઈનો જવાબ સંતોષકારક લાગ્યો નહીં.

જવાબની શોધમાં સાધુના આશ્રમની તરફ
1. નજીકના જંગલમાં એક પ્રસિદ્ધ સાધુ રહેતા હતા અને માત્ર ગરીબ લોકોને મળતા હતા. રાજા સાધારણ કપડાં પહેરીને ચાલીને સાધુની કુટીર પર પહોંચ્યા. જોયું તો સાધુ કુટીર પાસે જમીન ખોદી રહ્યા હતા. તેઓ ખૂબ દુબળા અને અશક્ત હતા. પાવડેથી ખોદતાં પણ હાંફી રહેતા હતા.
2. રાજાએ કહ્યું- મહારાજ, હું તમને ત્રણ સવાલ પૂછવા આવ્યો છું. રાજાએ ઉપરના ત્રણ પ્રશ્ન પૂછ્યા. રાજાએ કહ્યું, મહારાજ, લાગે છે તમે થાકી ગયા છો. લાવો પાવડો મને આપી દો અને તમે થોડીવાર આરામ કરો.
3. સાધુએ રાજાનો આભાર માનીને પાવડો તેને આપ્યો અને પોતે જમીન પર બેસી ગયા. રાજાએ ક્યારા બનાવી આપ્યા અને ફરી પોતાના ત્રણ પ્રશ્ન ફરીથી પૂછ્યા. સાધુએ હા પાડીને પાવડો લેવા હાથ લંબાવ્યો, પણ રાજાએ પાવડો ન આપ્યો અને સાંજ સુધી ખોદતા રહ્યા. પરેશાન અને નિરાશ રાજાએ સાધુને કહ્યું- મહારાજ, હું તમને પ્રશ્ન પૂછવા આવ્યો હતો. જો તમે જવાબ ન આપી શકતો હો તો હું પાછો જોઉં છું.

ઉચિત સમય અને ઉચિત મનુષ્ય
ત્યારે સાધુએ કહ્યું, જુઓ કોઈ દોડીને આવે છે.
1. રાજાએ પાછળ ફરીને જોયું તો એક દાઢીવાળો માણસ જંગલ તરફથી દોડીને આવી રહ્યો છે. તેણે તેના પેટને હાથેથી દબાવીને રાખ્યું હતું અને હાથ વચ્ચેથી લોહી નીકળતું હતું. એ માણસ રાજા પાસે પહોંચીને બેભાન થઈ ગયો.
2. રાજા અને સાધુએ તેનો કુર્તો ઊંચો કરીને જોયું તો તેના પેટમાં ઊંડો ઘા હતો. રાજાએ ઘાને પાણીથી ધોઈને તેના પર પોતાનો રૂમાલ બાંધી દીધો. તેને લોહી નીકળતું બંધ થઈ ગયું. થોડીવાર પછી એ માણસ ભાનમાં આવ્યો. પાણી માગ્યું. રાજાએ જલદી પાણી લઈને તેને પાયું.
3. પછી સાંજ થઈ ગઈ. રાજા અને સાધુએ મળીને એ માણસને કુટીરમાં પલંગ ઉપર સુવાડી દીધો. ઘાયલ માણસને ઊંઘ આવી ગઈ. રાજા પણ થાક્યા હતા એટલે તેઓ પણ ઊંઘી ગયા.

રાજા મરવાથી બચી ગયા
સવારે એ માણસ ઊઠ્યો ને બોલ્યો, રાજન, તમે મને ક્ષમા કરો.
રાજાએ કહ્યું, ક્ષમા શાની? હું તને જાણતો પણ નથી.
એ માણસ બોલ્યો, તમે મને નથી જાણતા પણ હું તમને જાણું છું... તમે મારા ભાઈનું ધન લઈ લીધું હતું, એટલે મેં તમારો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. હું જાણતો હતો કે સાધુને મળીને તમે સાંજે ઘરે પાછા ફરશો. હું એ કારણથી જંગલમાં છુપાઈને રહ્યો. તમને ગોળી મારવી હતી, પણ તમારા સિપાઈઓએ મને ઓળખી લીધો અને ગોળી મારી, તો હું ભાગીને અહીં આવ્યો. જો તમે મારો ઘાવ બંધ ન કરત કો હું મરી જાત. હું તો તમને મારવા માગતો હતો, પણ તમે મારો જીવ બચાવ્યો. હું તમારો આભારી રહીશ.
રાજા ખુશ હતા કે ચાલો, એક દુશ્મન ઓછો થયો. તેનાથી વિદાય લઈને રાજાએ સાધુને કહ્યું, મહારાજ, આપે મારા કોઈ પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. મારા પ્રણામ સ્વીકારો અને મને આજ્ઞા આપો.

ત્રણેયના જવાબ આપી દીધા છે રાજન
ત્યારે સાધુએ કહ્યું, તમારા પ્રશ્નોના ઉત્તર તો આપી ચૂક્યો છું.
1. તમે કાલે દયા ખાઈને જમીન ખોદત નહીં અને તરત પાછા ફરી ગયા હોત તો આ માણસ રસ્તામાં જ તમને મારી નાખત. તમે પસ્તાશો કે સાધુ પાસે હું કેમ ન રોકાઈ ગયો. આનો મતલબ એ કે 'ઉચિત સમય' એ હતો 'જ્યારે તમે ધરતી ખોદી રહ્યા હતા' અને 'ઉચિત મનુષ્ય', એ 'હું' હતો. તેના પછી જ્યારે માણસ આવ્યો તો 'ઉચિત સમય' એ હતો કે 'જ્યારે તમે તેના ઘાવને બંધ કરી રહ્યા હતા' અને 'તે ઉચિત મનુષ્ય હતો'. બીજાની મદદ કરીને તમે તમારી જ મદદ કરી.

કોમ્પિટિટિવ એક્ઝામ માટે
1. એક્ઝામની તૈયારી શરૂ કરવાનો સૌથી સાચો સમય ક્યો છે? - આજે, અત્યારે જ
2. એક્ઝામની તૈયારીમાં કોનું માનવું, કોનું નહીં?-પોતાના રિસોર્સીસ અનુસાર નજીકના ટીચર, સંશાધન અને ગાઈડનું માનવું.
3. એક્ઝામ ક્લિયર કરવા મેન્ટલ પાવર ક્યાંથી લાવવો?-બીજાનું હિત વિચારીને (અહીં બીજાનો અર્થ છે તમારો પરિવાર)
આજનું કરિયર ફન્ડા એ છે કે ખૂબ આગળનું વિચારવું. ખૂબ દૂરથી મદદ માગવી અને માત્ર પોતાનું વિચારવું એ સફળતા ન અપાવી શકે.

મજા આવી? તો શેર કરો અને આખો વીડિયો જુઓ.

કરીને બતાવીશું.

અન્ય સમાચારો પણ છે...