તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Companies Spent Only Rs 8,000 Crore Through CSR, Half Of Last Year; Ambani's Reliance At The Forefront

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ડેટા સ્ટોરી:કંપનીઓએ CSR દ્વારા 8 હજાર કરોડ જ ખર્ચ કર્યા, ગત વર્ષથી અડધા; અંબાણીની રિલાયન્સ સૌથી આગળ

10 દિવસ પહેલા
 • કૉપી લિંક

દેશની મોટી કંપનીઓએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી એટલે કે CSR દ્વારા ખર્ચ કરાતી રકમ ઘટાડીને અડધી કરી છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સે 2019-20નો ડેટા જારી કરી દેવાયો છે. આ ડેટા જણાવે છે કે 2019-20માં દેશની મોટી કંપનીઓએ CSR દ્વારા 8 હજાર કરોડથી પણ ઓછો ખર્ચ કર્યો. આ વર્ષે માત્ર 7823 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા. જ્યારે 2018-19માં 18655 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

આ આંકડા એટલા માટે પણ ઓછા છે કે 2019-20માં માત્ર 1075 કંપનીઓએ જ CSR દ્વારા રકમ ખર્ચ કરી. આ અગાઉ 2018-19માં 24932 કંપનીઓએ ખર્ચ કર્યા હતા. CSR અંતર્ગત એ જ કંપનીઓ આવે છે જેનું વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછું એક હજાર કરોડ રૂપિયા અને નેટ પ્રોફિટ 5 કરોડ રૂપિયા હોય છે.

પરંતુ, આ વખતે માત્ર એક હજાર કંપનીઓએ જ CSR દ્વારા રકમ કેમ ખર્ચ કેમ કરી? જ્યારે ગત વખતે તેની સંખ્યા 25 હજાર આસપાસ હતી. આ અંગે સામાજિક કાર્યકર્તા સચિન જૈન કહે છે કે શક્ય છે કે અત્યારે કંપનીઓએ રિટર્ન ફાઈલ ન કર્યુ હોય, આ કારણથી તેમની સંખ્યા ઓછી દેખાતી હોય

સરકારી કંપનીઓનું પરફોર્મન્સ સારૂં
સરકારના અનુસાર, 2019-20માં જે 1075 કંપનીઓએ CSR દ્વારા રકમ ખર્ચ કરી છે, જેમાં 14 સરકારી અને 1061 ખાનગી કંપનીઓ છે. સરકારી કંપનીઓએ 438 કરોડ રૂપિયા અને ખાનગી કંપનીઓએ 7384 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

તેની જો સરેરાશ કાઢવામાં આવે તો એક સરકારી કંપનીએ 31 કરોડથી વધુ ખર્ચ કર્યા છે. જ્યારે ખાનગી કંપીનીઓએ લગભગ 7 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જો કે, કુલ ખર્ચમાં સરકારી કંપનીઓની હિસ્સેદારી માત્ર 6% જ છે, જે ગત વખતે 21% હતી.

મુકેશ અંબાણીની રિલાયન્સ સૌથી આગળ
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ CSR પર ખર્ચ કરવામાં સૌથી આગળ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 2019-20માં સૌથી વધુ 909 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તેમની કંપની દર વર્ષે સૌથી વધુ ખર્ચ કરવામાં સૌથી આગળ રહે છે. બીજા નંબરે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) છે, જેણે 602 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. ત્રીજા નંબરે 360 કરોડ રૂપિયા સાથે ઈન્ફોસિસ છે.
જો કે, 248 કંપનીઓ એવી પણ છે, જેણે જેટલો નક્કી કર્યો હતો, એટલો ખર્ચ કર્યો નહોતો. માત્ર 621 કંપનીઓ એવી છે, જેમણે નક્કી લિમિટથી વધુ ખર્ચ કર્યો. જ્યારે 98 કંપનીઓએ એક રૂપિયો પણ ખર્ચ કર્યો નથી.

આ પૈસા કર્યા ખર્ચ કરવામાં આવ્યા?
CSR દ્વારા આ પૈસા સૌથી વધુ એજ્યુકેશન પર ખર્ચ કરવામાં આવ્યા. 2019-20માં એજ્યુકેશન પર CSR અંતર્ગત કંપનીઓએ 2627 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તેના પછી હેલ્થકેર છે, જેના પર 1049 કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી. સૌથી ઓછા 40 લાખ રૂપિયા ક્લીન ગંગા ફંડને આપવામાં આવ્યા.

જ્યારે રાજ્યોની વાત કરીએ તો સૌથી વધુ પૈસા મહારાષ્ટ્રમાં ખર્ચ કરવામાં આવ્યા. તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે વધુ કોર્પોરેટના હેડક્વાર્ટર મહારાષ્ટ્રમાં જ છે. 2019-20માં મહારાષ્ટ્રમાં 1314 કરોડ રૂપિયા ખર્ચ થયા. તેના પછી કર્ણાટકમાં 587 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.

પરંતુ CSR ઘટાડો કેમ આવ્યો?
આ અંગે સામાજિક સચિન જૈન કહે છે કે CSRને લઈને અનેક નવા રૂલ્સ અને રેગ્યુલેશન આવી ગયા છે, જે કારણથી પણ તેમાં ઘટાડો આવ્યો છે. CSRનો સામાન્ય રીતે મકસદ એ જ રહે છે કે કેટલાક એવા નવા મોડેલ્સ ઊભા કરવામાં આવે, જેનાથી લોકોની મદદ કરી શકાય. આ ઉપરાંત જે સરકાર કરી રહી છે, તેના અંતર્ગત કંપનીઓ કંઈક નવું કરવા વિચારે છે.

જૈન કહે છે કે હવે સરકાર ઈચ્છે છે કે CSRના વધુમાં વધુ પૈસા તેની પાસે આવે. જે રીતે ગત વર્ષે પીએમ કેર ફંડને મળ્યા. સરકારે પછી નિયમ પણ બદલી નાખ્યો કે પીએમ કેર ફંડમાં આપેલા પૈસા CSR અંતર્ગત જ માનવામાં આવશે.

કોરોનાના કારણે મોડેથી આવ્યો ડેટા
સામાન્ય રીતે કંપનીઓ ફાઈનાન્સિયલ યર સમાપ્ત થયાના 6 મહિના પછી રિટર્ન ફાઈલ કરે છે પણ આ વખતે કોરોનાના કારણે તેને ત્રણ મહિના વધારીને ડિસેમ્બર સુધી કરી દેવાયા હતા. તેના એક મહિના પછી કંપનીઓ CSRનો ડેટા ફાઈલ કરે છે. આ મુજબ જાન્યુઆરીમાં કંપનીઓએ CSR ડિટેઈલ ફાઈલ કરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો