પક્ષીઓ અને ઘોડાઓ નાખુશ ન હોવાનું એક કારણ એ હોઈ શકે છે કે તેઓ અન્ય લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ નથી કરતા ~ ડેલ કાર્નેગી
કરિયર ફંડામાં સ્વાગત છે!
પ્રોફેશનલ અને પર્સનલ સંબંધોને લઈ કેટલાક સવાલ
ઉપર આપેલા સ્ટેટમેન્ટથી બેસ્ટ સેલિંગ ઓથર અને ડેલ કાર્નેગી ઇંસ્ટિટ્યૂટના સંસ્થાપક ડેલ કાર્નેગી કહેવા માંગે છે કે અન્ય જાનવરોથી અલગ માનવમાં પોતાની વાત સાંભળવાની ખાસ પ્રવૃતિ હોય છે.
શું તમે સાચા હોવા છતાં પણ લોકોને સમજાવી શકતા નથી? શું કોઈને નાની બાબતમાં પણ સમજાવવાનો પ્રયાસ 'એક મોટી દલીલ'માં ફેરવાઈ જાય છે? શું લોકો તમારી વાતને ગંભીરતાથી લેતા નથી? જો તમે આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યાં હોય તો આ આર્ટિકલ તમારા માટે છે.
દરેક પ્રોફેશનલે આ શીખવું જોઈએ, અને પ્રેક્ટિસ કરવી જોઈએ!
ડેલ કાર્નેગીની ફેમસ બુકમાંથી પાંચ મોટા પાઠ
આવો જાણીએ લેખક દ્વારા પબ્લિક સ્પીકિંગ વિષય પર લખેલી બેસ્ટ સેલિંગ બુક 'હાઉ ટૂ વિન ફ્રેંડ્સ એન્ડ ઇન્ફ્લુએન્સ પીપલ' જેનો હિન્દી અનુવાદ 'લોક વ્યવહાર પ્રભાવશાળી વ્યક્તિત્વ કી કલા' નામથી ઉપલબ્ધ છે, આપણા માટે પાંચ બાબતો શીખવા જેવી છે.
1) કોઈના આત્મસન્માનને નુકસાન ન પહોંચાડો
A. ડેલ કહે છે કે યાદ રાખો દરેક જીવિત વ્યક્તિ ભલે કોઈપણ ઉંમર, સમાજ અથવા સ્કિલ વર્ગથી હોય, તેનો પોતાનો આત્મસન્માન હોય છે.
B. જો તમે જાહેરમાં કોઈનું અપમાન કરો છો, તો તમને તેના પર કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા ન મળી શકે પરંતુ તે તમારી 'ઇમેજ' પર ચોક્કસ નકારાત્મક અસર કરે છે.
C. આવું તે લોકો સાથે થાય છે જેમના આત્મસન્માનને તમે તમારા 'શબ્દો' અથવા 'બોડી લેંગ્વેજ'થી ઠેસ પહોંચાડો છો, અને જેમણે તમને આમ કરતા જોયા છે તેમની સાથે પણ આવું થાય છે.
D. જ્યારે તમે કોઈનું ખરાબ કરો છો, ત્યારે તમે તેને નીચે દેખાડો છો, અને તમે તે વ્યક્તિના આત્મવિશ્વાસને પણ નુકસાન પહોંચાડો છો. તે તમારા પ્રતિ બદલાની ભાવના રાખશે. પરંતુ જો તમે આ સાવચેતી રાખશો તો સામેની વ્યક્તિને તમારી વાત સાંભળવી ગમશે.
2) સામેની વ્યક્તિને પોતાના વિશે સારું મેહસૂસ કરાવો
A. અને આ ઈમાનદારીથી કરો, 'થોડી બટરબાઝી' ફક્ત 'પતિ-પત્ની' માટે જ સૂચવવામાં આવે છે! નહિંતર, કોઈની અતિશયોક્તિપૂર્વક પ્રશંસા કરવી એ સાબિત કરે છે કે તમે તે વ્યક્તિને ગંભીરતાથી લેતા નથી.
B. પરંતુ જો તમે ખરેખર કોઈ વ્યક્તિની કોઈપણ ક્વોલિટી અથવા કાર્યને સારું માનતા હોવ તો ખુલ્લા દિલથી તેની પ્રશંસા કરો. બહુ ઓછા લોકોની આ આદત હોય છે, અને તેઓ ખુલ્લેઆમ તેમના વખાણ કરતા નથી. ખબર નહીં કેમ, કદાચ એટલા માટે કે તે અચકાય છે અથવા ડરે છે!
C. જો કેટલીક ખામીઓ હોય તો સીધી 'ટીકા' કરવાને બદલે 'સહાનુભૂતિ' દર્શાવો. શા માટે કોઈ વ્યક્તિ જાણીજોઈને પોતાનામાં ખામી રાખવા માંગશે?
D. વ્યક્તિના વર્તનમાં રહેલી 'જટિલતા' અમુક યા બીજા 'પૂર્વ અનુભવ'ને કારણે હોય છે. જ્યારે તેઓ પોતાના વિશે સારું અનુભવે છે ત્યારે લોકો વધુ સારો પ્રતિભાવ આપે છે. તેથી નાના સુધારાઓની પ્રશંસા કરો અને દરેક સુધારાને યોગ્ય રીતે ઓળખવાનો પ્રયાસ કરો.
3) ચહેરા પર થોડી સ્માઈલ રાખો
A. માત્ર ચાર બાબતો - હસતો ચહેરો અને ત્રણ શબ્દો 'Thank you', 'Sorry' અને 'welcome' તમારા સમગ્ર વ્યક્તિત્વને બદલી શકે છે.
B. પણ સહજતાથી કરો એટલે જો તમે કોઈના દુ:ખમાં સહભાગી થવા ગયા હોવ તો હસતા રહેવાની જરૂર નથી કે આખો સમય ચહેરો લટકાવવાની જરૂર નથી. પરંતુ સરળ વર્તન જરૂરી છે. નકલી સ્મિત ટાળો.
C. તમને કોઈ ખ્યાલ નથી કે કોઈ વ્યક્તિનો દિવસ કેવો પસાર થઈ રહ્યો છે, અથવા તેઓ કયા સામાજિક દબાણ હેઠળ છે, પરંતુ કોઈ અજાણી વ્યક્તિ અથવા પરિચિત વ્યક્તિની સ્માઈલ તેમનો મૂડ બદલી શકે છે અને તેમને પણ સ્માઈલ કરવા પ્રેરિત કરી શકે છે.
D. સ્માઈલ તમારા સુધી પહોંચવામાં સરળ બનાવે છે. નકલી સ્મિત સાથે ન ચાલો. આ લોકોને તમારાથી દૂર કરી દેશે.
4) લોકોમાં સ્વાભાવિક રસ લેવાનું શરૂ કરો
A. લોકોમાં સ્વાભાવિક રસ લેવો, તેમની પસંદ-નાપસંદ વિશે તેમના અનુભવો સાંભળવા, તેમના નામ યાદ રાખવાથી, તેમને તે નામોથી બોલાવવાથી વ્યક્તિને 'મહત્વપૂર્ણ' હોવાનો અહેસાસ કરાવે છે.
B. આ બતાવવાની શ્રેષ્ઠ રીત એ છે કે તે જે ટોપિક વિશે વાત કરી રહ્યો છે તે જ ટોપિક પર અન્ય વ્યક્તિને પ્રશ્નો પૂછો.
C. માર્કેટિંગ અને સેલ્સ ટીમને પ્રોત્સાહિત કરવાની આ સૌથી અસરકારક રીત છે.
5) કોઈપણ રીતે 'આર્ગ્યુમેન્ટ્સ અથવા દલીલ' કરવાથી બચો
A. આર્ગ્યુમેન્ટ્સથી કોઈ જીતી નથી શકતું, મોટાભાગે લોકો છેલ્લે પોતાની વાતથી જ સહમત થાય છે.
B. પોતાના પક્ષ માટે દરેક વ્યક્તિ પાસે લોજિક હોય છે, જેને તે સાચું માને છે.
C. એટલે કે આર્ગ્યુમેન્ટ કરવાને બદલે મિત્રતાની જેમ વાર્તાલાપ કરો.
D. સૌથી મુશ્કેલ મુદ્દા વિશે હળવાશથી અનૌપચારિક ભાષામાં વાતચીત કરવી એ એક મોટી સ્કિલ છે.
E. આ કારણે તમારી આસપાસના લોકો તમારી સાથે 'અનકમ્ફર્ટેબલ' અનુભવતા નથી.
આ બુક ખુબજ લોકપ્રિય છે અને તમારે બે વખત જરૂરથી વાંચવી જોઈએ. આજના વિશ્લેશણમાં મજા આવી?
તો આજના કરિયર ફંડામાં એ છે કે ઈંટર-પર્સનલ રિલેશનમાં બીજાના માધ્યમથી દુનિયાને જોઈને, સામે વાળાનો પક્ષ સમજીને, તેના આત્મસન્માનને જાળવી રાખીને, ઈમાનદારીથી કરેલી વાતચીત ક્યારેય અસફળ નહીં થાય.
કરીને બતાવીશું!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.