• Gujarati News
  • Dvb original
  • Cold Wave Forecast In Gujarat Today, Deadly Cold Wave Will Return In Gandhinagar And Ahmedabad, 6097 New Cases Of Corona In The State, 1 1 Deaths In Rajkot And Surat

મોર્નિંગ ન્યુઝ પોડકાસ્ટ:આજે ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે, રાજ્યમાં કોરોનાના 6097 નવા કેસ, રાજકોટ અને સુરતમાં 1-1ના મોત

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

નમસ્કાર,

આજે મંગળવાર, તારીખ 11 જાન્યુઆરી, પોષ સુદ નોમ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે

2) આજે કમલમમાં સી.આર પાટીલ ભાજપના મેડિકલ ટાસ્ક ફોર્મની મહત્વની બેઠક લેશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

8 દિવસથી વધતાં કોરોનાના કેસમાં રાજ્યમાં કેસ ઘટ્યા, 6097 નવા કેસ, રાજકોટ અને સુરતમાં 1-1ના મોત

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. સતત ત્રીજીવાર 6 હજારથી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 6097 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1893 કેસ જ્યારે સુરતમાં 1778 કેસ સામે આવ્યા છે. જ્યારે 1539 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 2 દિવસ શૂન્ય કેસ રહ્યા બાદ આજે રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં એક-એક દર્દીનું કોરોનાથી મોત નોંધાયું છે.

વાંચો સમાચાર વિગતવાર

https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/corona-gujarat-live-2022-10th-january-new-cases-discharge-and-death-129288529.html

ઊર્જા વિભાગમાં 16-16 લાખ લઈને ભરતી કરાઈ, 11 ઉમેદવારો સંડોવાયેલા છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના પુરાવા હોવાનો દાવો

ઉર્જાવિભાગ ભરતી કૌભાંડમાં આંદોલનકારી યુવરાજસિંહે વધુ એક ધડાકો કર્યો છે. યુવરાજસિંહે જણાવ્યું કે, ઉર્જા વિભાગમાં મળતિયાઓ અને અધિકારીઓના નજીકના સંબંધીઓને નોકરીએ લગાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. માસ્ટર માઈન્ડ અરવિંદ પટેલે ઉર્જા વિભાગમાં નજીકના સંબંધીઓને નોકરી અપાવી છે. આ નોકરીઓ માટે 16-16 લાખ રૂપિયાનો ભાવ ચાલતો હતો અને તેના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયાના પૂરાવાઓ પણ છે. અમારી પાસે તમામ મુદ્દાના આધાર-પુરાવા છે. તેમજ અત્યારે જે પરીક્ષા ચાલી રહી છે તેના કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવે તો બધી પોલ ખૂલી જશે.

વાંચો સમાચાર વિગતવાર

https://www.divyabhaskar.co.in/local/gujarat/gandhinagar/news/aap-leader-yuvraj-singh-one-more-allegation-129288330.html

ચરોતરમાં હજારોની મેદની વચ્ચે કીર્તિદાનનો ડાયરો, કલાકારે કહ્યું- માસ્ક ઉતારશો તો વધુ મજા આવશે, સ્ટેજ પર ભાજપ MLAનો નોટોનો વરસાદ

આણંદના ખંભાત તાલુકાના કલમસરમાં કિર્તિદાન ગઢવીનો ડાયરો થયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આ ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. ધારાસભ્ય મયુર રાવલ પણ રૂપિયા ઉડાડતા નજરે પડ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રીએ પણ જાહેર મેળાવડામાં લોકોને ન જવા અપિલ કરી છે. તેમ છતાં આ પ્રકારના લોક ડાયરાનું આયોજન થઈ રહ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જે હાલ કોરોનાના સમયમાં ચિંતા ઉપજાવનારો છે.

વાંચો સમાચાર વિગતવાર

https://www.divyabhaskar.co.in/local/gujarat/anand/news/thousands-flock-to-kirtidan-diary-in-korona-hotspot-anand-mla-spends-money-without-wearing-mask-129288473.html

કોરોનાની ત્રીજી લહેરમાં સ્ટુડન્ટસ્ ઝપેટમાં, રાજ્યના 1100 વિદ્યાર્થીઓ સંક્રમિત, સુરતમાં 532માંથી એકપણ વિદ્યાર્થીને દાખલ કરવો પડ્યો નથી

દેશની સાથે રાજ્યમાં કોરોના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે. ત્રીજી લહેરમાં ઝડપથી ફેલાતું સંક્રમણ સ્કૂલમાં પણ વાયુવેગે ફેલાઈ રહ્યું છે. જેથી રાજ્ય સરકારે પ્રાથમિક અને હાઈસ્કૂલ એટલે કે, ધોરણ 9 સુધીના વર્ગો બંધ કરી દીધા છે. જો કે, ડિસેમ્બર 1થી લઈને અત્યાર સુધીમાં ચિંતાજનક રીતે સંક્રમણ સ્કૂલોમાં ફેલાતા 1100 જટેલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે. જેમાંથી અડધો અડધ એટલે કે 532 કેસ તો માત્ર એકલા સુરત શહેરમાં જ આવ્યાં છે. અત્યાર સુધીમાં ધરખમ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યાં છે. જો કે, તે ગંભીર બાબતની વચ્ચે પણ રાહત એક જ છે કે, એક પણ વિદ્યાર્થીની દાખલ ક્રિટિકલ નથી કે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે.

વાંચો સમાચાર વિગતવાર

https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/in-the-third-wave-of-corona-in-student-zapat-out-of-1100-students-in-the-state-532-cases-were-in-surat-yet-not-a-single-student-had-to-be-admitted-129288287.html

રાજ્યના વાહન ચાલકો હવે વાહનનો જૂનો નંબર જ ફરી મેળવી શકશે, જૂનું વાહન સ્ક્રેપમાં જાય કે વેચો નવા વ્હીકલનો પણ એ જ નંબર મળશે

વાહન ચાલકો માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહન ચાલકો હવે વાહનનો જૂનો નંબર રિટેન(જૂનો નંબર ફરી લઈ શકશે) કરી શકશે એ માટે વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામાં આવશે.

વાંચો સમાચાર વિગતવાર

https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/gujarat-vehicle-owners-will-now-be-able-to-retain-the-old-vehicle-number-129288708.html

રિલાયન્સનો વારસો ઝડપથી સોંપાશે, સંપત્તિની વહેંચણી મુદ્દે મુકેશ-અનિલ વચ્ચે વિવાદ થયેલો; નવી પેઢીને સામ્રાજ્ય સોંપતાં પહેલાં તેમાંથી પાઠ લેશે

દુનિયાનાં 11મા સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાના 16 લાખ કરોડ રૂપિયાથી વધુના સામ્રાજ્યને પોતાના સંતાનોને સોંપવાનો પ્લાન કરી રહ્યા છે. તે ઇચ્છે છે કે પિતા ધીરુભાઈ અંબાણીના નિધન પછી ભાઈ અનિલ અંબાણી સાથે સંપત્તિની વહેંચણી મુદ્દે જે વિવાદ થયો હતો એવો તેમના દીકરા-દીકરીઓ વચ્ચે ન થાય. તેવામાં તમારા મનમાં પણ સવાલ થતો હશે કે અત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશ-દુનિયામાં કેટલી વિસ્તરણ પામેલી છે, તેમના દીકરા-દીકરીઓ કયા-કયા વેપારમાં પિતાને સહાય કરી રહ્યા છે, તથા મુકેશ અંબાણી પોતાના સમ્રાજ્યને કેવી રીતે પોતાના સંતાનોને સોંપશે, તો ચાલો આપણે આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ...

વાંચો સમાચાર વિગતવાર

https://www.divyabhaskar.co.in/business/news/mukesh-ambanis-succession-plan-217-billion-dollar-empire-next-gen-to-take-over-at-reliance-129288360.html

રક્ષામંત્રી રાજનાથ સિંહને કોરોના થયો, દિલ્હીમાં 1000 પોલીસકર્મીઓ સંક્રમિત

રક્ષા મંત્રી રાજનાથ સિંહને કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. મને હળવા લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટિન છું. મારા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ પોતાનો ટેસ્ટ કરાવે.દિલ્હીમાં હવે પોલીસ વિભાગમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. રવિવારે સાંજે આવેલા રિપોર્ટ પ્રમાણે દિલ્હી પોલીસના લગભગ 1000 કર્મચારીઓ ત્રીજી લહેરમાં સંક્રમિત થયા છે. દિલ્હી પોલીસે એક નિવેદનમાં આ માહિતી આપી છે.દિલ્હી પોલીસના એક ઓફિશિયલ નિવેદન પ્રમાણે, આ સંક્રમિતોમાં દિલ્હી પોલીસના જન સંપર્ક અધિકારી અને એડિશનલ પોલિસ અધિકારી ચિન્મય બિસ્વાલ પણ સામેલ છે.

વાંચો સમાચાર વિગતવાર

https://www.divyabhaskar.co.in/national/news/in-the-last-24-hours-the-number-of-new-cases-has-crossed-175-lakh-129288049.html

PMની સુરક્ષામાં ચૂક પર SCમાં સુનાવણી, સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થશે; NIA અને IB અધિકારી તેમા હશે, પંજાબ-કેન્દ્રની સમિતિઓ રદ

પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક કેસની તપાસ હવે સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતાવાળી સમિતિ કરશે. જેમાં NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ના DG અને IB (ઈંટેલિજેન્સ બ્યૂરો)ના પંજાબ યૂનિટના એડિશનલ DG સામેલ હશે. સોમવારે ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાનીવાળી બેંચે આ આદેશ આપ્યો છે. આના પરથી માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં તપાસ કરી રહેલી કેન્દ્ર અને રાજ્યની તપાસ સમિતિઓ રદ થઈ ગઈ છે. સુનાવણીમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે PMના પ્રવાસ દરમિયાન બ્લુ બુક મુજબ સુરક્ષાની વ્યવસ્થા કરાઈ ન હતી. રાજ્યમાં DGPની દેખરેખમાં રૂટ પર સુરક્ષાની વ્યવસ્થા કરવાની હતી. પરંતુ તેમા ચૂક થઈ છે. આ બાબતે પંજાબના અધિકારીઓને નોટિસ અપાઈ છે. પરંતુ સુપ્રીમકોર્ટની રોક પછી કોઈ કાર્યવાહી થઈ નથી. બીજી તરફ પંજાબ સરકારે પોતાનો પક્ષ રાખ્યો હતો. જેમાં કહેવાયું છે કે પંજાબના અધિકારીઓને નોટિસ આપીને ધમકાવવામાં આવી રહ્યા છે. જો કોઈ અધિકારી જવાબદાર હોય તો કાર્યવાહી થાય, પરંતુ આ પ્રકારના આરોપ ન લગાવવામાં આવે. પંજાબના એડવોકેટ જનરલ ડીએસ પટવાલિયાએ સુપ્રીમકોર્ટે આગળ સ્વતંત્ર તપાસ સમિતિ બનાવવાની માંગ કરી હતી.

વાંચો સમાચાર વિગતવાર

https://www.divyabhaskar.co.in/national/news/the-supreme-court-will-hold-a-hearing-today-ordering-the-nia-to-also-cooperate-129288128.html

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) રાજ્યના 3500થી વધુ કેન્દ્રો પર 60થી વધુ વયના વૃદ્ધો, ફ્રન્ટ લાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત, રાજકોટમાં વજુભાઈ વાળાએ લીધો ત્રીજો ડોઝ

2) રાજકોટ મનપાના આસી. કમિશનર સમીર ધડુક કોરોના પોઝિટિવ, CMના રોડ શોમાં હાજર ભાજપના 4 નેતાઓ પણ સંક્રમિત

3) AMCની સ્કૂલના ધો. 6થી 8ના પાંચ હજાર જેટલા બાળકોને ભણવા માટે સ્માર્ટફોન અપાશે, બજેટમાં વધુ 6 કરોડની ફાળવણી

4) સુરત શહેરમાં સંક્રમણ વધતા કોર્ટ બંધ, અરજન્ટની સાથે કેસ ઓનલાઈન ચાલશે, વયસ્ક અને વોરિયર્સને રસીનો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ

5) લીંબડીના બોરાણા ગામે માતા-પિતાનો ઝઘડો શાંત પાડવા વચ્ચે પડેલા પુત્ર પર પિતાએ ફાયરિંગ કર્યુ, છાતીના ભાગે ગોળી વાગતાં પુત્રનું મોત

6) કલેક્ટર આર.બી. બારડે વેક્સિનનો ત્રીજો ડોઝ લીધો, પ્રિકોશન ડોઝ લેવાને પાત્ર હોય તે તમામ લોકોને ડોઝ લઇ લેવા અપીલ કરી

7) PMની સુરક્ષામાં ચૂક મામલે પ્રિયંકા ગાંધીએ કહ્યું- વડાપ્રધાન આખા દેશના છે, તેથી તેમની સુરક્ષાને લઈને ચિંતા થતા CM ચન્ની સાથે વાત કરી

8) વૉશિંગ મશીનમાં 10%નો જંગી ભાવ વધારો ઝીંકાશે, એસી-ફ્રીઝ પણ મોંઘાં થશે

મૌસમનો મિજાજ અને ઠંડીની વાત

શહેર તાપમાન ઠંડીનું અનુમાન

અમદાવાદ 21 ડીગ્રી ઠંડીમાં વધારો થઈ શકે

સુરત 26 ડીગ્રી ઠંડીમાં વધારો થઈ શકે

વડોદરા 22 ડીગ્રી ઠંડીમાં વધારો થઈ શકે

રાજકોટ 24 ડીગ્રી ઠંડીમાં વધારો થઈ શકે

મુંબઈ 27 ડીગ્રી ઠંડીમાં વધારો થઈ શકે

દિલ્હી 19 ડીગ્રી ઠંડીમાં વધારો થઈ શકે

આજનો ઈતિહાસ

વર્ષ 1966માં આજના દિવસે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશકંદમાં મોત થયું હતું

સોના-ચાંદીના ભાવની સાથે બજારની સ્થિતિ

કેટલું થયું વધ ઘટ %માં

સેન્સેક્સ 60,395 + 650 + 1.09

નિફ્ટી 18,003 + 190 + 1.07

સોનું 49,500 - -

ચાંદી 61,500 - -

ડોલર 74.03 - 0.27 - 0.36

અને આજનો સુવિચાર

ભગવાન કસોટી કરે ત્યારે હિંમત ટકાવી રાખે તે જ સાચો વિશ્વાસુ ભક્ત

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...