માર્કેટ વ્યૂ:આ સપ્તાહે કોચિન શિપયાર્ડ, ગેઇલ ઈન્ડિયા, KRBL, ચેન્નઈ પેટ્રોલિયમ રોકાણકારોને નફો કરવી શકે છે

અમદાવાદએક મહિનો પહેલા
 • ભારતીય શેરબજારમાં બેતરફી અફરાતફડી જોવા મળી શકે છે

ગત સપ્તાહે વૈશ્વિક મોરચે જિયોપોલિટિકલ ટેન્શન, કોરોનાના નવા વેરિયન્ટનો ખોફ અને આર્થિક ચિંતાના પરિણામે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. માર્ચ 2022ના અંતના કોર્પોરેટ ઈન્ડિયાનાં ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થતાં દરેક ઉછાળે શેરોમાં સાવચેતી જોવા મળી હતી.

પેટ્રોલ, ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાતા ફુગાવો કાબૂ બહાર જવા સાથે ઔદ્યોગિક એકમોને મોટો ફટકો પડવાના સંકેત જોવાઈ રહ્યાં છે અને સ્થાનિક સ્તરે પણ ફુગાવાનો આંક વધીને 17 મહિનાની ટોચે પહોંચતાં આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોંઘવારીને અંકુશમાં લેવા વ્યાજ દરમાં વધારો કરવો અનિવાર્ય બની જવાના સંકેત, અને જીઓપોલિટીકલ ટેન્શન સાથે કોરોનાના વધતાં ઉપદ્રવની ચિંતા વચ્ચે ભારતીય શેરબજારમાં ફોરેન ફંડો સાથે સ્થાનિક ફંડો પણ સાવધાનીપૂર્વક પોર્ટફોલીઓ ગોઠવી રહ્યાં છે.

નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ

 • નિફ્ટી ફ્યુચર બંધ (17519): આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 17606 પોઇન્ટના પ્રથમ અને 17676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 17474 પોઇન્ટથી 17404 પોઇન્ટ, 17373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 17676 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ

 • બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ (37576): આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 38008 પોઇન્ટના પ્રથમ અને 38303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 37303 પોઇન્ટથી 37007 પોઇન્ટ, 36808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 38008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

ફ્યુચર ટ્રેડર્સ સ્ટોક સ્પેસિફિક ટેકનિકલ લેવલ

 • ગોદરેજ પ્રોપર્ટીઝ (1602): ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ. 1570ના સપોર્ટથી ખરીદવાલાયક. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ. 1647થી રૂ. 1670નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • મુથુત ફાઈનાન્સ (1320): આ સ્ટોક રૂ. 1297નો પ્રથમ તેમજ રૂ. 1280ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 1347થી રૂ. 1360 સુધીની તેજી તરફ રુખ નોંધાવશે.
 • ઇન્ડિગો (1897): 250 શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ. 1860નો પ્રથમ તેમજ રૂ.1844ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક. એરલાઇન સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ. 1933થી રૂ. 1770 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
 • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ (1764): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ. 1787 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ. 1808ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 1737થી રૂ. 1717નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ. 1818 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.
 • હેવેલ્સ ઈન્ડિયા (1275): રૂ. 1297 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ. 1309ના સ્ટોપલોસે વેચવાલાયક. ટૂંકાગાળે રૂ. 1260થી રૂ. 1244નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ. 1320 ઉપર તેજી તરફી ધ્યાન.
 • મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસીસ (785): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ. 797 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ. 808ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 767થી રૂ. 755નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ. 818 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.

રોકાણકારો માટે રોકાણલક્ષી સ્ટોક

 • કોચીન શીપયાર્ડ (337): શિપ બિલ્ડીંગ & એલાઈડ સર્વિસીસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. 323 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. 316ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. 353થી રૂ. 360નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ. 373 ઉપર તેજી તરફી ધ્યાન.
 • મઝાગોન ડોક શિપબિલ્ડર્સ (303): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ. 288 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ. 272ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ. 318થી રૂ. 330નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • રાઈટ્સ લિમિટેડ (280): રૂ. 262નો પ્રથમ તેમજ રૂ. 247ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ. 293થી રૂ. 303 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
 • ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ (300): એરોસ્પેસ & ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ. 317થી રૂ. 330ના ભાવની સંભાવના ધરાવે છે. રૂ. 288નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
 • KRBL લિમિટેડ (245): રૂ. 233નો પ્રથમ તેમજ રૂ. 218ના સપોર્ટથી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ. 262થી રૂ. 270 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
 • એલિકોન એન્જિનિયરિંગ (187): સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ. 173 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ. 196થી રૂ. 202ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
 • ચેન્નાઈ પેટ્રોલિયમ (173): આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ. 160ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ. 183થી રૂ. 190ના સંભવિત ભાવની શક્યતા છે.
 • ગેઈલ (ઈન્ડિયા) લિ. (167): ટેકનીકલ ચાર્ટ મુજબ ગેસ ટ્રાન્સમિશન / માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ. 160 આસપાસ રોકાણકારે રૂ. 176થી રૂ. 188ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ. 147નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

બજારની ભાવી દિશા
ઈરાક યુદ્ધની જેમ યુક્રેન - રશિયા યુદ્ધ પણ નોન-ઈવેન્ટ બનતું જોવા મળી રહ્યું છે. ફેડ દ્વારા દરમાં વધારા અંગે આક્રમક નીતિથી આશ્ચર્યચકિત છે કારણ કે યુએસમાં ફુગાવો ફેબ્રુઆરી બાદમાં માર્ચમાં પણ ચાર દાયકાના નવા ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ફેડે વ્યાજ દરમાં ત્રણ વર્ષ બાદ પ્રથમ વખત 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ફેડ આગામી બેઠકોમાં તબક્કાવાર વ્યાજદરમાં 2.75% સુધી વધારો કરશે ઇવીઆઇ શક્યતા જોવાઈ રહી છે.

આગામી દિવસોમાં યુએસ ફેડરલ રિઝર્વના અપેક્ષિત વધારાને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને વ્યાજદરોમાં વધારો અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો - એફપીઆઈઝના શેરોમાં સતત વેચવાલી ભારતના અર્થતંત્ર માટે સૌથી મોટા પડકારો છે. જીઓપોલિટીકલ ટેન્શન હજુ કાયમ હોઈ અને ફુગાવાના પરિબળ સાથે વૈશ્વિક પરિબળો અનિશ્ચિત છે જેમાં હવે કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં આગામી દિવસોમાં કંપનીઓના પરિણામોની અપેક્ષા વચ્ચે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

લેખક નિખિલ ભટ્ટ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર: આ માત્ર અભ્યાસલક્ષી ટેક્નિકલ ચાર્ટ મુજબ આર્ટિકલ છે. દિવ્યભાસ્કર કોઈ સ્ટોક ભલામણ કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...