તુર્કીમાં ભૂકંપથી બેઘરો માટે નવું રહેવાનું... લક્ઝરી ક્રૂઝ શિપ:લક્ઝરી લાઉન્જમાં બાળકોના ડે-કેર; 400 રૂમમાં 1000 જેટલા શરણાર્થીઓ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું તમને ક્યારેય ક્રૂઝ શિપ પર વેકેશન વિશે વિચાર્યું છે? ભારતની મોટા ભાગની વસતિ લક્ઝરી ક્રૂઝ શિપ પર છુટ્ટીઓ વિતાવવાનું સપનું તો જોઈ શકે છો, પણ આને કોઈ અફોર્ડ નથી કરી શકતા.

તુર્કીમાં પણ જનતાના આવા જ હાલ છે, પરંતુ તબાહી મચાવનાર ભૂકંપના બે ઝટકાથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા આ દેશના અમુક લોકો માટે આ ક્રૂઝ શિપ પર જવાનું સપનું ખૂબ જ અજીબોગરીબ રીતે પૂરું થયું છે.

ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત દક્ષિણ તુર્કીના રાજ્ય હતાયના ઇસ્કેન્દેરૂનમાં હજારો લોકો અત્યારે લક્ઝરી ક્રૂઝ શિપ્સમાં દિવસો વિતાવી રહ્યા છે, જેને સરકારે ભૂકંપથી બેઘર થયેલા લોકો માટે શેલ્ટર બનાવી દીધું છે.

ઇસ્કેન્દેરુનના પોર્ટ પર લંગર નાખીને ઊભેલી 538 ફૂટ લાંબી લક્ઝરી ક્રૂઝ શિપ જેમિની, એ 5 ક્રૂઝ શિપ્સમાંથી એક છે, જે હંમેશાં પર્યટકોના હસતા-રમતા અવાજોથી ગુંજતી રહેતી હોય છે, પણ એ અત્યારે શાંત છે.

જેમિની શિપ પર અંદાજે 1000 લોકોને જગ્યા આપવામાં આવી છે. આ બધા જ ઇસ્કેન્દેરુનના રહેનારા છે અને ભૂકંપમાં પોતાના પરિવારના લોકો અને ઘર ગુમાવી ચૂક્યા છે.

ક્રૂઝ શિપ જેમિની ઇસ્કેન્દેરુન શહેરના બંદર પર ઊભી છે. આ બંદર પર આવાં 5 જહાજ છે, જેને લોકો માટે કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યાં છે.
ક્રૂઝ શિપ જેમિની ઇસ્કેન્દેરુન શહેરના બંદર પર ઊભી છે. આ બંદર પર આવાં 5 જહાજ છે, જેને લોકો માટે કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યાં છે.

ભૂકંપ બાદ તુર્કીમાં લગભગ 17 લાખ લોકો બેઘર બની ગયા છે. હેતાય પ્રાંતમાં જ ભૂકંપ બાદ લગભગ 6.50 લાખ લોકોએ વિસ્તાર છોડી દીધો છે.

જે લોકો અહીં રહે છે તેમના માટે હવે સૌથી મોટી મુશ્કેલી છુપાઈને રહેવાની જગ્યા શોધવાની છે. સરકારે આ સમસ્યાનો સામનો કરવા માટે ઘણાં તાત્કાલિક પગલાં લીધાં છે અને જેમિની જેવી ક્રૂઝ શિપ પણ આમાંથી એક છે.

ભૂકંપ પહેલાં જેમિની પ્રવાસીઓને તુર્કીથી ગ્રીસના ટાપુઓ પર ફરવા લઈ જતી હતી. ડિસેમ્બરમાં તુર્કીના ઊર્જા વિભાગે આ જહાજ તેના સ્ટાફના રહેઠાણ માટે લીઝ પર લીધું હતું.

જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સરકારે જહાજને ઇસ્કેન્દેરુન પોર્ટ પર લઈ જવાનો આદેશ આપ્યો. એને કામચલાઉ આશ્રયસ્થાનમાં ફેરવી દેવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિકતાના ધોરણે વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને નાનાં બાળકો ધરાવતા પરિવારોને રાખવામાં આવ્યા છે.

અહીં રહેતા મોટા ભાગના લોકો પહેલીવાર ક્રૂઝ શિપ પર આવ્યા છે

તેના સંબંધીઓ સાથે બેઠેલી બાસાક અતાય (જમણે), કહે છે કે તેને ક્રૂઝ શિપ પર લાંબા સમય પછી સારી ઊંઘ આવી હતી.
તેના સંબંધીઓ સાથે બેઠેલી બાસાક અતાય (જમણે), કહે છે કે તેને ક્રૂઝ શિપ પર લાંબા સમય પછી સારી ઊંઘ આવી હતી.

શિપ પર આવતા મોટા ભાગના લોકોએ તેમના જીવનમાં પહેલીવાર લક્ઝરી ક્રૂઝ શિપ પર પગ મૂક્યો છે. 30 વર્ષીય નર્સ બાસાક અતાયે કહ્યું હતું કે 'આ એક વિચિત્ર સપના જેવું છે.' ભૂકંપમાં બસકે પોતાનું ઘર ગુમાવ્યું હતું. તેના ઘણા સંબંધીઓનાં પણ મોત થયાં હતાં. ક્રૂઝ શિપ પર આવતાં પહેલા ંતેણે તેના પરિવાર સાથે કાર, પછી ટેન્ટ અને પછી હોટલમાં આશ્રય લીધો હતો. આ દરમિયાન તેણે હોસ્પિટલના ઈમર્જન્સી રૂમમાં નર્સ તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

તેને યાદ છે કે ક્રૂઝ શિપ પર આવ્યા પછી તે ઘણા દિવસો પછી સારી રીતે સૂઈ હતી. તે હજી પણ હોસ્પિટલમાં કામ કરી રહી છે, જે બંદરથી 20 મિનિટ દૂર છે.

બાસાકે કહ્યું હતું કે 'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવી સ્થિતિમાં હું ક્યારેય ક્રૂઝ શિપ પર આવીશ. આપણે સાંભળ્યું છે કે કે લોકો અહીં આવીને સારી યાદો બનાવે છે, પણ અમે તો આવી સ્થિતિમાં શું સારી યાદો બનાવીશું?'

ડેક-6 પર રહેલી 72 વર્ષની આયસે અકીગોઝ તેના 15 પૌત્ર માટે સ્વેટર બનાવે છે. તે કહે છે કે તેની ઉંમરને કારણે તેને ક્રૂઝ શિપમાં જગ્યા મળી હતી, પરંતુ તેનાં પૌત્ર-પૌત્રીઓ હજુ પણ ટેન્ટ્સમાં રહે છે.

બાળકો ડેક પર દોડે છે…બ્યૂટી સલૂનમાં ફ્રી હેરકટ

ક્રૂઝ શિપ પર ઘણા લાઉન્જ છે અને તેઓ હવે ડે-કેર સેન્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
ક્રૂઝ શિપ પર ઘણા લાઉન્જ છે અને તેઓ હવે ડે-કેર સેન્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

ક્રૂઝની લંબાઈની બરાબર જ ડેક પર આજે બાળકો અને તરુણો રેસ લગાવતાં જોવા મળે છે. લાઉન્જમાં નાનકડાં બાળકો માટે ડે-કેર સેન્ટર બન્યા છે, જ્યાં તેઓ દાનમાં મળેલાં રમકડાંથી રમે છે.

ડેક-8 પર બનેલા ક્રૂઝના બ્યૂટી સલૂનમાં ઇસ્કેન્દેરુનમાં વાળંદની દુકાન ચલાલનાર યુનુસ કુતુકુ હવે લોકોને મફતમાં વાળ કાપી દે છે.

યુનુસ કહે છે કે લોકોના વાળ કાપવામાં જ તેમનો સમય પસાર થાય છે અને લોકોને એવું પણ લાગે છે કે સ્થિતિ થોડી સામાન્ય થઈ ગઈ છે.
યુનુસ કહે છે કે લોકોના વાળ કાપવામાં જ તેમનો સમય પસાર થાય છે અને લોકોને એવું પણ લાગે છે કે સ્થિતિ થોડી સામાન્ય થઈ ગઈ છે.

યુનુસે કહ્યું હતું કે 'ભૂકંપની સ્થિતિમાં તેની દુકાન પણ જતી રહી છે. જ્યારે તે આ ક્રૂઝ પર આવ્યો અને સલૂન જોયું, તો તેને ખ્યાલ આવ્યો કે આ કપરા સમયમાં લોકોના વાળ કાપવાથી કદાચ થોડો આનંદ મળે.'

રોજ તેની પાસે બાળકો અને પુરુષોની લાંબી લાઇન લાગેલી હોય છે. અહીં ઇસ્કેન્દેરુનમાં તેની દુકાન પર આવનારા ઘણા લોકો ફરી મળ્યા હતા.

શિપના ઇક્લિપ્સ લાઉન્જમાં લાગેલા ટીવી પર લોકો ભૂકંપના ન્યૂઝ પણ જુએ છે. તો અમુક લોકો પ્રાર્થના કરી સમય વિતાવે છે.

ક્રૂઝ પર જ બને છે બધા લોકોનું જમવાનું

અહીં રહેતા લોકો માટે ક્રૂઝના કિચનમાં જ જમવાનું તૈયાર કરવામાં આવે છે.
અહીં રહેતા લોકો માટે ક્રૂઝના કિચનમાં જ જમવાનું તૈયાર કરવામાં આવે છે.

ક્રૂઝના કિચનમાં જ રાહત સામગ્રીની રીતે આવેલું ખાવાનું લોકો માટે બનાવવામાં અને પીરસવામાં આવે છે.

33 વર્ષની આયસે સિમસેકે કહ્યું હતું કે ખાવાનું ગરમ હોય છે અને રોજ-રોજ અલગ-અલગ જમવાનું આપવામાં આવે છે.

આયસે જણાવે છે કે ભૂકંપમાં તેનું ઘર પડ્યા પછી તેણે પોતાની બે દીકરી સાથે 9 દિવસ એક કારમાં વિતાવ્યા હતા. આ દરમિયાન માત્ર રાહતકર્મીઓએ આપેલા સૂપથી દિવસો વિતાવ્યા હતા.

ક્રૂઝ પર જ જન્મી પુત્રી...નામ શિપિંગ કંપનીના નામ પર રાખી દીધું

ગુલ સેકર તેની નવજાત પુત્રી મિરાયા સાથે.
ગુલ સેકર તેની નવજાત પુત્રી મિરાયા સાથે.

ગુલ સેકેર 34 વર્ષની છે. જ્યારે ભૂકંપ આવ્યો તો તે ગર્ભવતી હતી અને થોડાક જ સમયમાં ડિલિવરીની તારીખ હતી.

ઘર તબાહ થઈ ગયું હતું અને તે પોતાના પતિ અને એક પુત્રની સાથે ઇસ્કેન્દેરુનમાં જ શિપમેન્ટ કન્ટેનર્સમાં બનેલા શેલ્ટરમાં રહી હતી.

એક પાડોશીએ ક્રૂઝ પર જગ્યા માટે અપ્લાય કરવાનું જણાવ્યું હતું. તેણે અપ્લાય કર્યું, તો થોડાક જ સમયમાં તેને અને તેના પરિવારના લોકોને ક્રૂઝ પર રહેવાની જગ્યા મળી ગઈ હતી, પરંતુ અહીં આવ્યા પછી પણ ડિલિવરીની ચિંતા હતી. તે કહેતી કે 'મને લાગતું હતું કે હું મરી જઈશ. મેં મારા પતિને બોલાવીને છેલ્લી ઇચ્છાઓ સુધી સાથે રહેવાનું કહ્યું હતું.' પરંતુ ક્રૂઝની રિસેપ્શનિસ્ટ અને અન્ય લોકોએ મળીને મદદ કરી. સરકારી હોસ્પિટલમાં તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. ગુલે કહ્યું હતું કે 'મારી પુત્રી માટે આ ચમત્કાર છે. અમે પુત્રીનું નામ ક્રૂઝ ચલાવનાર શિપિંગ કંપનીના નામ પર મિરાયા રાખી દીધું હતું.'

બાળક માટે કપડાં, દૂધની બોટલો અને ડાયપર સહિત ક્રૂઝ પર હાજર રહેલા લોકોએ ગિફ્ટ્સ પણ દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...