• Gujarati News
  • Dvb original
  • Cautious Positioning Around 18008 Points In Nifty Futures; Bullish Potential In Reliance, Kotak Bank, Jyoti Laboratories

માર્કેટ વ્યૂ:નિફ્ટી ફ્યુચરમાં 18008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી; રિલાયન્સ, કોટક બેન્ક, જ્યોતિ લેબોરેટરીઝમાં તેજીની સંભાવના

અમદાવાદ2 મહિનો પહેલા
  • FIIના કમબેકથી શેરબજારનું માનસ ફરી સુધરવાની અપેક્ષા

એપ્રિલ બાદ એવું જોવા મળ્યું છે જેમાં વિદેશી રોકાણકારો સતત બે સપ્તાહ નેટ ખરીદદાર રહ્યા હોય. સપ્ટેમ્બર 2021 બાદ ઓગસ્ટ મહિનો વિદેશી રોકાણકારોની ખરીદીની દ્રષ્ટિએ મજબૂત જોવા મળી રહ્યો છે. વિદેશી રોકાણકારોના કમબેકથી ભારતીય શેરબજારનું માનસ ફરી સુધરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, જો કે ફુગાવો અને વ્યાજદરને કારણે વૈશ્વિક સ્તરે સેન્ટીમેન્ટ ખરડાયું છે અને વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે. ભારતમાં ફુગાવાની સ્થિતિ થાળે પડી રહી છે પરંતુ વૈશ્વિક સ્તરે હજી અસ્થિરતા કાયમ છે તેથી અનિશ્ચિતતાના સમયમાં ભારતીય બજારમાં બે તરફી અફડાતફડીની શકયતા હજુ યથાવત રહેતા દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે.

FIIની રૂ. 14,841.66 કરોડની ખરીદી
ક્રુડ તેલના ભાવમાં સ્થિરતા તથા અન્ય ઊભરતા અર્થતંત્રોની સરખામણીએ ભારતની સ્થિતિ મજબૂત હોવાના અહેવાલોને પગલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફરી ભારતીય ઈક્વિટીઝ તરફ વળી રહ્યા છે. ચાલુ માસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાં કેશમાં અંદાજીત રૂ.14,841.66 કરોડની નેટ ખરીદી કરી છે. ગત સપ્તાહમાં પણ વિદેશી રોકાણકારો સતત લેવાલ રહ્યા હતા. જો કે વર્તમાન વર્ષમાં તાઈવાન મામલે અમેરિકા - ચાઈના વચ્ચે જીઓપોલિટીકલ ટેન્શન, રશિયા - યુક્રેન યુદ્ધ, અમેરિકામાં મંદીના ભણકારા તથા વ્યાજ દરમાં વધારા જેવા પરિબળોને કારણે આ વર્ષમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાં અંદાજીત રૂ.2.90 લાખ કરોડની નેટ વેચવાલી પણ કરી ચૂક્યા છે.

રોકાણકારો માટે રોકાણલક્ષી સ્ટોક

  • સન ફાર્મા (910): આ શેરનો ભાવ હાલમાં રૂ.900 આસપાસ રહ્યો છે. રૂ.880ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.933થી રૂ.940નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.944 ઉપર તેજી તરફી ધ્યાન.
  • આઈસીઆઈસીઆઈ બેન્ક (860): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.848 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.830ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.878થી રૂ.885નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
  • રામકો સિમેન્ટ્સ (739): રૂ.727નો પ્રથમ તેમજ રૂ.717ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.754થી રૂ.760 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
  • હેરિટેજ ફૂડ્સ (304): ડેરી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.319થી રૂ.330ના ભાવની સંભાવના ધરાવે છે. રૂ.290નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
  • કોલ્ટે-પાટિલ ડેવલપર્સ (277): રૂ.260નો પ્રથમ તેમજ રૂ.247ના સ્ટોગ સપોર્ટથી રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.284થી રૂ.290 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
  • જ્યોતિ લેબોરેટરીઝ (182): સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.170 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.193થી રૂ.202ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
  • સેલાન એક્સપ્લોરેશન (200): આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.188ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.213થી રૂ.220ના ભાવની શક્યતા છે.
  • સિનેલાઈન ઈન્ડિયા (151): ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.144 આસપાસ રોકાણકારે રૂ.163થી રૂ.170ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.130 સ્ટોપલોસ ધ્યાને લેવો.

ભારતમાં મજબૂત આર્થિક રિકવરી
સ્થાનિક સ્તરે જોઈએ તો ભારતમાં આર્થિક રિકવરી મજબૂત જોવા મળી રહી છે. વર્તમાન વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7% રહેવા ધારણાં મૂકવામાં આવી રહી છે, જે અર્થતંત્રમાં મજબૂતાઈના સંકેત આપે છે. વિશ્વના મોટા અર્થતંત્રોમાં ભારતનું અર્થતંત્ર હાલમાં ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે. વર્ષ 2022ના પ્રથમ 6 મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા 30 અબજ ડોલરનું રોકાણ પાછું ખેચી લેવાયું હતું પરંતુ તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો એટલો જ ઈન્ફલોઝ જોવા મળ્યો છે.

સ્થાનિક રોકાણકારોમાં સેન્ટિમેન્ટ મજબૂત
ભારતમાં સ્થાનિક રોકાણકારોમાં સેન્ટિમેન્ટ મજબૂત છે, જે તેના અર્થતંત્રમાં વિશ્વાસની ખાતરી આપે છે. વર્ષ 2010 બાદ વર્તમાન વર્ષમાં પ્રથમ જ વખત દેશની 75 ટોચની કંપનીઓમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું હોલ્ડિંગ્સ ઘટીને 25%થી નીચે ચાલી ગયું છે આની સામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો, ફન્ડ હાઉસો તથા વ્યક્તિગત રોકાણકારોનું આ 75 કંપનીઓમાં સંયુકત રોકાણ 25% કરતા વધુ છે. છેલ્લા બે વર્ષમાં ભારતના રિટેલ રોકાણકારોનો ઈક્વિટીઝમાં વ્યાપક રસ વધ્યો હોવાનું પણ જોવા મળ્યું છે. ઉપરાંત, ભારત વૈશ્વિક અર્થતંત્રનો એક મહત્વનો હિસ્સો બની રહ્યું છે.

ફ્યુચર સ્ટોક સ્પેસિફિક ટેકનિકલ લેવલ

  • દીવી`ઝ લેબોરેટરીઝ (3724): ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.3660ના સપોર્ટથી ખરીદવાલાયક. ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.3770થી રૂ.3808નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
  • મહિન્દ્રા & મહિન્દ્રા (1267): આ સ્ટોક રૂ.1230નો પ્રથમ તેમજ રૂ.1218ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1288થી રૂ.1303 સુધીની તેજી તરફ રુખ નોંધાવશે.
  • ગોદરેજ પ્રોપર્ટીઝ (1358): 325 શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.1330નો પ્રથમ તેમજ રૂ.1318ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક. રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.1377થી રૂ.1390 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (2634): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2680 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.2707ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.2606થી રૂ.2590નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.2707 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.
  • એસીસી લિમિટેડ (2255): રૂ.2280 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2303ના સ્ટોપલોસે વેચવાલાયક. ટૂંકાગાળે રૂ.2220થી રૂ.2207નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.2303 ઉપર તેજી તરફી ધ્યાન.
  • કોટક બેન્ક (1848): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1880 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1893ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1828થી રૂ.1808નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1893 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.

શેરબજારમાં નોંધપત્ર ઉછાળો જોવા મળી શકે છે
અમેરિકામાં મોંઘવારીના આંકડા તેમજ રોજગારી વૃદ્વિના આંકડા અપેક્ષાથી સારા આવતાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ વધારો નહીં થવાના સંકેત જોવા મળી રહ્યા છે અને સ્થાનિક સ્તરે આરબીઆઇ દ્વારા મોંઘવારી અને જીડીપીનું સકારાત્મક અનુમાન આપતા સાથે સાથે ચોમાસાની સારી પ્રગતિ સાથે ફુગાવો અંકુશમાં આવવાની અપેક્ષાએ વિદેશી ફંડોએ શેરોમાં સતત ઘટાડે ખરીદી અવિરત ચાલુ રાખી છે જે ધ્યાને લેતાં આગામી દિવસોમાં પણ કરતાં ભારતીય શેરબજારમાં નોંધપત્ર ઉછાળો જોવા મળી શકે છે.

લેખક નિખિલ ભટ્ટ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર: આ માત્ર અભ્યાસલક્ષી ટેક્નિકલ ચાર્ટ મુજબ આર્ટિકલ છે. દિવ્ય ભાસ્કર કોઈ સ્ટોક ભલામણ કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...