ભાસ્કર ઓપિનિયનયુનિફોર્મ vs હિજાબ:શું કોઈ સરકાર કોઈ ડ્રેસકોડને રેગ્યુલેટ કરી શકે છે કે નહિ?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિજાબ મામલે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ. રસપ્રદ દલીલો થઈ. મામલો કર્ણાટકનો છે, અહીં હાઈકોર્ટે સરકારના એ આદેશને યથાવત્ રાખ્યો છે કે કોલેજ પરિસરમાં તો યુનિફોર્મ પહેરીને જ આવવું પડશે, હિજાબ અને હેડ સ્કાર્ફ નહીં ચાલે.

જ્યારે વકીલે તર્ક આપ્યો કે કોઈ ધાર્મિક પ્રથાને યુનિફોર્મના નામે રોકી શકાય? જસ્ટિસ ગુપ્તાએ આ સવાલ પર કહ્યું હતું કે જેવી રીતે આ એક સવાલ છે કે તેમ સ્કાર્ફ પહેરીને એક ધાર્મિક પ્રથા નિભાવી શકાય કે નહીં, એ જ રીતે સવાલ એ પણ છે કે સરકાર ડ્રેસ કોડને રેગ્યુલેટ કરી શકે કે નહીં?

જ્યારે એક વકીલે કહ્યું હતું કે આ કોર્ટમાં પણ લોકો પાઘડી પહેરીને વકીલાત કરે છે તો જજે કહ્યું હતું કે તમે પાઘડીને ધર્મ સાથે ન જોડો. એને કોઈપણ ધર્મની વ્યક્તિ પહેરી શકે છે. પાઘડીને ધર્મ સાથે લેવા-દેવા નથી. આમ પણ આપણો દેશ ધર્મનિરપેક્ષ છે. શું એક ધર્મનિરપેક્ષ દેશે કોઈ સરકારી સંસ્થામાં ધાર્મિક કપડાં પહેરી શકાય? જેમ તમે ગોલ્ફ કોર્સમાં જાઓ અને ત્યાં જે ડ્રેસ કોડ છે તો તમે શું એમ કહી શકશો કે હું મારી પસંદગીનાં કપડાં પહેરીને આવીશ.

દલીલ રસપ્રદ છે અને તર્કસંગત છે. સાચી પણ છે, જો કોઈ જગ્યાએ યુનિફોર્મ નક્કી થયો છે તો તમે ધર્મના નામે એને ખોટો ન ગણાવી શકો. તમારે એ યુનિફોર્મનો આદર કરવો જોઈએ અને પહેરવો જોઈએ. કોઈ ક્રિકેટર ભલે ગમે તેટલો સારો હોય કે કોઈ શ્રેષ્ઠ બોલર હોય અને તે એમ કહે કે હું બરમૂડો પહેરીને ક્રિકેટ રમીશ તો શું વાસ્તવમાં આવું શક્ય છે? તો પછી કોઈ સ્કૂલ કે કોલેજમાં હિજાબ પહેરીને કોઈ કેવી રીતે આવી શકે? આ પણ એક તર્ક છે.

વાસ્તવમાં હિજાબનો ઝઘડો જૂનો છે અને એના રાજકીય અર્થ પણ હોઈ શકે છે. બની શકે કે કોઈ પાર્ટીની લાઈન આની પાછળ કામ કરી રહી હોય, પરંતુ તર્કના આધારે જોવામાં આવે તો આ મુદ્દો જ નથી. યુનિફોર્મ જો નક્કી છે તો એનું પાલન થવું જોઈએ. પછી એમાં હિજાબ હોય કે એના પર પ્રતિબંધ હોય.

નહીંતર કોઈ શૈક્ષણિક સંસ્થામાં આટલા બધા પ્રકારનાં કપડાં પહેરીને આવે તો ઓળખવા મુશ્કેલ બની જશે. કોઈ લુંગી પહેરીને જશે તો કોઈ બુરખામાં. સંસ્થા કે તેના યુનિફોર્મની કોઈ મર્યાદા નહીં રહે. એટલા માટે થવું એ જોઈએ કે જેનો જે ધર્મ હોય એ નિર્વિરોધ રીતે એનું પાલન કરે, પરંતુ એને પોતાના ઘરે, સમાજમાં અને ધાર્મિકસ્થળો સુધી સીમિત રાખે. જો તમે શૈક્ષણિક સંસ્થામાં જાઓ છો તો એની મર્યાદાનું પાલન કરવું જોઈએ. જો બધા ધર્મના લોકો આ પાલન કરશે તો વિવાદ થશે જ નહીં. આ જ રસ્તો છે, જેને આપણે સરળતાથી સમજી શકીએ છીએ અને સફળતાપૂર્વક નિભાવી શકીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...