• Gujarati News
  • Dvb original
  • Discussion Of A Man Getting Pregnant On Social Media, Can A Man Really Get Pregnant, Know The Whole Process

ભાસ્કર એક્સપ્લેનર:સોશિયલ મીડિયા પર પુરુષના પ્રેગ્નન્ટ થવાની ચર્ચા, શું ખરેખર પુરુષ પણ પ્રેગ્નન્ટ થઈ શકે છે, જાણો એની સંપૂર્ણ પ્રોસેસ

2 મહિનો પહેલાલેખક: નિકિતા અગ્રવાલ

તમે કદાચ એમ વિચારતા હશો કે માતા માત્ર મહિલાઓ જ બની શકે છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. ફેશન બ્રાન્ડ કેલ્વિન ક્લેનની નવી જાહેરાત પણ આ જ વાત કહી રહી છે. આ જાહેરાતમાં બ્રાઝિલના રિયાલિટી ટીવી સ્ટાર અને ટ્રાન્સમેન રોબર્ટો બેતેને પ્રેગ્નન્ટ બતાવવામાં આવ્યા છે. એમાં તેની પાર્ટનર અરિકા ફર્નાન્ડિઝ પણ છે.

તો ચાલો, જાણીએ શું કોઈ પુરુષ માતા બની શકે છે? કદાચ બની શકતો હોય તો તેના માટે તેણે મેડિકલ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે?

બ્રાઝિલના રિયાલિટી ટીવી સ્ટાર રોબર્ટોએ શનિવારે પોતાના પુત્ર નોઆહને જન્મ આપ્યો.
બ્રાઝિલના રિયાલિટી ટીવી સ્ટાર રોબર્ટોએ શનિવારે પોતાના પુત્ર નોઆહને જન્મ આપ્યો.

જાણીતા ફેશન બ્રાન્ડ કેલ્વિન ક્લેને મધર્સ ડે પર એક કેમ્પેન શરૂ કર્યું છે. માતૃત્વના દરેક રૂપને સપોર્ટ કરતા બ્રેન્ડે એક ટ્રાન્સમેન રોબર્ટોને પ્રેગ્નન્ટ દર્શાવ્યો છે. એમાં તેની સાથે તેની પાર્ટનર અરિકા ફર્નાન્ડિઝ પણ જોવા મળી હતી. જાહેરાત બહાર આવ્યાના થોડા દિવસો પછી રોબર્ટોએ પોતાના વધુ એક પુત્ર નોઆહને જન્મ આપ્યો છે. માતૃત્વની પ્રશંસા કરતી જાહેરાત રિલીઝ થયા પછી એ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. એને લઈને કેટલાક લોકો કેલ્વિન ક્લેનની પ્રશંસા કરી રહ્યા છે. બીજી તરફ, એક મોટો વર્ગ સોશિયલ મીડિયા પર એને જોરદાર ટ્રોલ અને બાયકોટ કરી રહ્યો છે.

પ્રેગ્નન્સીની પ્રોસેસ શું હોય છે?
પ્રેગ્નન્સી માટે સામાન્ય રીતે ત્રણ ચીજની જરૂરિયાત હોય છે. સ્પર્મ, એગ, યુટ્રસ અને કેટલાક હોર્મોન્સ. નેચરલ પ્રોસેસમાં મેલના સીમેનમાંથી સ્પર્મ રિલીઝ થાય છે. જ્યારે મેલ અને ફીમેલ પરસ્પર સંબંધ બનાવે છે તો સીમેન દ્વારા સ્પર્મ મેચ્યોર એગ સુધી પહોંચી જાય છે અને ફેલોપિયન ટ્યૂબ(ફીમેલ પાર્ટ)માં એને ફર્ટિલાઈઝ કરે છે. ફર્ટિલાઈઝ થયા પછી આ એગ મહિલાના યુટ્રસમાં જાય છે.

એની સાથે જ પ્રેગ્નન્સીની શરૂઆત થાય છે. પ્રેગ્નન્સીને સપોર્ટ કરવા માટે hCG, hPI, એસ્ટ્રોજેન જેવા હોર્મોન્સની જરૂર પડે છે, જે મહિલાઓની બોડીમાંથી રિલીઝ થાય છે.

અમેરિકાના ટ્રાન્સજેન્ડર થોમસ બીટી 2007માં પ્રેગ્નન્ટ થનારા વિશ્વનો પ્રથમ પુરુષ હતો.
અમેરિકાના ટ્રાન્સજેન્ડર થોમસ બીટી 2007માં પ્રેગ્નન્ટ થનારા વિશ્વનો પ્રથમ પુરુષ હતો.

ટ્રાન્સજેન્ડર પ્રેગ્નન્ટ થઈ શકે છે?
લોકો જન્મતાંની સાથે જ પુરુષ કે સ્ત્રી હોય છે. જોકે કેટલાક લોકો જે જન્ડરમાં જન્મ્યા હોય એ અનુભવતા નથી. આવા લોકો ટ્રાન્સમેન કે ટ્રાન્સવુમન હોય છે. ટ્રાન્સમેન એટલે કે જન્મના સમયે મહિલા અને પછીથી પુરુષ. આવા લોકો મા બની શકે છે, કારણ કે તેની પાસે ઓવરી અને યુટ્રસ હોય છે. એવામાં આ વિટ્રો ફર્ટિલાઈઝેશન એટલે કે IVFની મદદથી એગ અને સ્પર્મને લેબમાં ફર્ટિલાઈઝ કરાવવામાં આવે છે અને પછીથી તેને યુટ્રસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. પ્રેગ્નન્સીને સપોર્ટ કરવા માટે હોર્મોન્સ થેરપીની મદદ લઈ શકાય છે.

એટલે કે ટ્રાન્સમેન પ્રેગ્નન્ટ થઈ શકે છે. રોબર્ટો બેતે પણ ટ્રાન્સમેન જ છે. આવા મામલાઓમાં મોટા ભાગે સીઝેરિયન ડિલિવરી જ થાય છે.

હવે વાત ટ્રાન્સવુમનની, એટલે કે જન્મના સમયે પુરુષ અને પછીથી મહિલા. આવા લોકો માટે મા બનવું મુશ્કેલ છે, કારણ કે તેમની પાસે ઓવરી કે યુટ્રસ હોતા નથી. જ્યાં સુધી યુટ્રસ ટ્રાન્સપ્લાન્ટેશનની વાત છે, આવા લોકો માટે પણ ખતરો છે. જોકે એને લઈને ઘણું રિસર્ચ ચાલી રહ્યું છે અને ઝડપથી જ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે.

બ્રિટનમાં 2014માં પ્રથમ વખત પુરુષ હેડેન ક્રોસે એક બાળકને જન્મ આપ્યો હતો.
બ્રિટનમાં 2014માં પ્રથમ વખત પુરુષ હેડેન ક્રોસે એક બાળકને જન્મ આપ્યો હતો.

શું સામાન્ય પુરુષ પ્રેગ્નન્ટ થઈ શકે છે?
સામાન્ય રીતે પુરુષ માતા બની શકતો નથી, કારણ કે તેની પાસે પ્રેગ્નન્સી માટે જરૂરી ચીજોમાંથી સ્પર્મ તો હોય છે, પરંતુ એગ અને યુટ્રસ હોતું નથી. હવે સવાલ ઊઠે છે કે શું IVF અને યુટ્રસ પ્લાન્ટેશન દ્વારા પુરુષ પ્રેગ્નન્ટ થઈ શકે છે. એનો જવાબ પણ ના જ છે, કારણ કે જો IVFની મદદથી લેબમાં ફર્ટિલાઈઝેશન કરાવી પણ લેવામાં આવે તો પુરુષના શરીરમાં યુટ્રસને ટ્રાન્સપ્લાન્ટ કરવું સરળ નથી. યુટ્રસને સપોર્ટ કરવા માટે ઘણી બાયોલોજિકલ પ્રોસેસની જરૂરિયાત હોય છે, જે મેલના શરીરમાં શક્ય નથી.

જોકે પુરુષ માતા બનવા માગે તો એના માટે બીજી રીત પણ છે. આ રીતને એબ્ડોમિનલ પ્રેગ્નન્સી કહે છે. આ ઘણી રેર છે. એક રિપોર્ટ મુજબ રોજની 10 હજાર પ્રેગ્નન્સીમાંથી એક જ એબ્ડોમિનલ પ્રેગ્નન્સી થાય છે. રસપ્રદ વાત એ છે કે આ રીતથી પુરુષો જ નહિ, પરંતુ મોટી સંખ્યામાં તે મહિલાઓ પણ પ્રેગ્નન્ટ થાય છે, જેમની પાસે કોઈ કારણસર યુટ્રસ જ હોતું નથી.

તો ચાલો, આ પ્રોસેસને સમજી લઈએ. એબ્ડોમિનલ પ્રેગ્નન્સીમાં સૌથી પહેલા આ વિટ્રો ફર્ટિલાઈઝેશન એટલે કે IVFની મદદથી એગ અને સ્પર્મને લેબમાં ફર્ટિલાઈઝ કરાવવામાં આવે છે. પછીથી તેને લેબમાં જ એબ્રિયાના રૂપમાં ડેવલપ કરવામાં આવે છે. એ પછીથી તેને એબ્ડોમનમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે છે. જોકે એ ઘણું રિસ્કી થઈ જાય છે અને કેટલીક વખત જીવ પણ જતો રહે છે, એટલે કે ગુડ ન્યૂઝ માટે ગુડ લુક ખૂબ જ મહત્ત્વનું છે.

જ્યારે સફળતાપૂર્વક એમ્બ્રિયો એબ્ડોમેનમાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે તો પ્લાસેન્ટા ડેવલપ થાય છે, એટલે કે બેબીને ન્યૂટ્રિશન મળવા લાગે છે. એ પછીથી પ્રેગ્નન્સીના સપોર્ટ માટે હોર્મોન્સ થેરપીની મદદ લેવામાં આવે છે. ત્યારે એક પુરુષ માતા બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...