35 વર્ષ પહેલા 8 હજાર રૂપિયાની લોન લઈને શરૂ થયેલી બીબા આજે ભારતમાં ફિમેલ ફેશનનું ઉદાહરણ બની ગયું છે. મહિલાઓ પોતાના વોર્ડરોબમાં ચોક્કસપણે બીબાના કપડાં રાખવા માંગે છે. આના પરિણામે બીબાએ ભારતમાં અત્યાર સુધીમાં 310 થી વધુ સ્ટોર ખોલ્યા છે.
'Unicorn Dreams with કુશાન અગ્રવાલ'માં આજે આપણે બીબાના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ બિન્દ્રા સાથે વાત કરીશું. વાતો કંપની અને ફેશન ઇન્ડસ્ટ્રીની પણ છે, પરંતુ તે પહેલા તે વાત, જેનાથી કંપની બનાવી, આગળ વધી અને સફળતા મેળવી…
કુશાન: સૌ પ્રથમ આપણે બીબાની શરૂઆતની વાતો જાણવા માંગીએ છીએ? તેની કેવી રીતે શરૂઆત થઈ અને બીબા નામ ક્યાંથી આવ્યું?
સિદ્ધાર્થ બિન્દ્રા: અમારી શરૂઆત ખૂબ જ અનોખી રહીં છે. બીબા બ્રાન્ડની શરૂઆત મારા માતાએ 1980માં કરી હતી. ખરેખરમાં, જ્યારે હું મોટો થયો, ત્યારે મારા માતા ઘરે ફ્રી રહેતા હતા. મારા પિતા નૌકાદળમાં હતા અને અમારી પાસે વધારે પૈસા પણ નહોતા. પછી તેમણે રૂ. 8000ની લોન લીધી અને ઘરે એક નાના કલેકશનનું એકઝીબેશન લગાવ્યું. તે ખૂબ જ સફળ રહ્યું અને તે પછી અમે ક્યારેય પાછળ વળીને જોયું નથી.
તે દિવસોમાં સલવાર કમીઝને પંજાબી સૂટ કહેવામાં આવતું હતું. પંજાબીમાં એક સુંદર છોકરીને બીબા કહેવામાં આવતું હતું અને ત્યાંથી માતાએ બ્રાન્ડનું નામ બીબા રાખ્યું હતું.
કુશાન: તમે 1997 માં BIBAમાં જોડાયા હતા. શરૂઆતના દિવસોમાં તમને સૌથી મોટો પડકાર કયો હતો? તમે તેના ઉકેલ કરવા માટે શું કર્યું?
સિદ્ધાર્થ બિન્દ્રાઃ જ્યારે હું આ બિઝનેસમાં જોડાયો ત્યારે તે ખૂબ જ નાનો હતો પરંતુ ખૂબ જ સારી રીતે સ્થાયી થયો હતો. તે સમયે સૌથી મોટો પડકાર પૈસાનો હતો. અમે ખૂબ રૂઢિચુસ્ત હતા, અને લોન લીધી ન હતી. તેથી, ભંડોળ વિના વ્યવસાયને વધારવો એ સૌથી મોટો પડકાર હતો.
કુશાન: તમે દેશના ફેશન ઉદ્યોગના સૌથી મોટા નામોમાંથી એક છો, તો હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે ફેશન કોણ નક્કી કરે છે?
સિદ્ધાર્થ બિન્દ્રા: અમારી પાસે ડિઝાઇનર્સની એક ટીમ છે જે આના પર કામ કરે છે. મને લાગે છે કે ડિઝાઇનિંગ એ વિજ્ઞાન અને કલાનું મિશ્રણ છે.
આપણે ફેશનનું વિજ્ઞાન સમજવું પડશે જેમ કે બજારમાં શું ટ્રેન્ડ છે, શું વેચાય છે અથવા લોકોને શું વધુ પસંદ છે, કયા સ્ટોર પર શું મોકલવાનું છે? આ બધાનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ સૌથી મહત્વની વાત આર્ટ છે. ફેશનમાં સર્જનાત્મકતા નવી ડિઝાઇન તરફ દોરી જાય છે. તેમની પ્રેરણા સમાજ, ઇતિહાસ, પુસ્તકોથી સંસ્કૃતિ સુધી મળે છે. આ બધા દ્વારા અલગ અલગ ડિઝાઈન બનાવવામાં આવે છે.
કુશાન: બીબાના દેશભરના 120 શહેરોમાં 310 સ્ટોર છે. જેમાં માત્ર 20% જ ફ્રેન્ચાઈઝી મોડલ પર છે. જ્યારે અન્ય બ્રાન્ડ્સ વિશ્વભરમાં ફ્રેન્ચાઇઝી મોડેલ પર જઈ રહીં છે. આનું કારણ શું છે?
સિદ્ધાર્થ બિન્દ્રાઃ જ્યારે અમે બીબાની પહેલી દુકાન ખોલી ત્યારે તે અમારી પોતાની હતી. અમને ઘણો સારો અનુભવ આપતા હતો. ત્યારથી, અમે માનીએ છીએ કે ગ્રાહકને દરેક સ્ટોર પર સારો અનુભવ મળવો જોઈએ કારણ કે આ ફક્ત બ્રાન્ડની છબીને વધારે છે. અમારી પોતાની દુકાન હોવાથી અમે આની કાળજી લેવા સક્ષમ છીએ અને વ્યક્તિગત સ્તરે મોનિટરિંગ કરવામાં આવે છે. આમાંથી અમારા રિટેલ વાતાવરણ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે અને અમને મહત્તમ નફો મળે છે.
જો કે, હવે અમે ફ્રેન્ચાઇઝી મોડલ તરફ પણ આગળ વધવાનું શરૂ કર્યું છે. અમારી પાસે હવે કુલ 310 બીબા સ્ટોર્સ છે અને જેમ જેમ આપણે નાના શહેરો તરફ આગળ વધીએ છીએ, ત્યાં દુકાન ખોલવી અને તેનું સંચાલન કરવું મુશ્કેલ બની જાય છે. આ જોતાં અમે સ્તર2-3 શહેરોમાં ફ્રેન્ચાઇઝ મોડલ શરૂ કર્યું છે. આ માટે અમે સારા ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સ પણ શોધી રહ્યા છીએ જેઓ ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપી શકે. પરંતુ આ હોવા છતાં, કંપનીપોતાની દુકાનો બીબા માટે સૌથી મહત્વપૂર્ણ ભાગ રહેશે.
કુશાન: બીબા માત્ર સારી ગુણવત્તાના કપડાં જ નહીં પરંતુ સ્થાનિક ડિઝાઇનના કપડાં પણ વેચે છે. પછી બીબા સ્થાનિક વિક્રેતાઓ અથવા તે બુટિકથી કેવી રીતે અલગ છે? BIBA ના સ્પર્ધકો કોણ છે અને તેની USP શું છે?
સિદ્ધાર્થ બિન્દ્રા: BIBA ની USP સારી ગુણવત્તા અને લેટેસ્ટ ડિઝાઈનના કપડાં પોસાય તેવા ભાવે વેચવા છે એટલે કે 'અફોર્ડેબલ ફેશન'. અમે છેલ્લા ત્રીસ વર્ષથી વધુ સારું કરી રહ્યા છીએ. અમે બ્રાન્ડ માર્કેટમાં ચૂડીદાર, અનારકલી, પટિયાલા સલવાર જેવા ઘણા નવા ટ્રેન્ડ લાવ્યા છીએ. અમારું સૌંદર્ય સમગ્ર દેશ માટે છે, કારણ કે અમારી દુકાનો દેશની રાજધાનીમાં નાના શહેરો સુધી સ્થિત છે.
સ્પર્ધા વિશે વાત કરીએ તો, ભારતીય કપડાં વેચતા તમામ વ્યવસાયો અમારા હરીફો છે. દરેક બ્રાન્ડની પોતાની USP હોય છે જેમ કે લોકેશન, કિંમત, કપડાંની સાઈઝ વગેરે.
બીજી બાજુ, કપડાની વાત કરીએ તો, 1980ના દાયકાથી અમે ઘણા પ્રકારનાં કપડાં લૉન્ચ કર્યા છે. શરૂઆતમાં અમે ફક્ત સિમ્પલ સલવાર-કમીઝ વેચતા હતા, પછી 2004માં અમે રેડી-ટુ-સ્ટીચ શરૂ કર્યું. આ પછી, 2007 માં, અમે મિક્સ-એન્ડ-મેચ કેટેગરીમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ 2010માં અમે બાળકોના કપડા વેચવાનું શરૂ કર્યું. હવે તમને બીબા પર ફોર્મલ કપડાં પણ મળશે.
કુશાનઃ ઘણી ફિલ્મોમાં બીબાના કપડાં પણ જોવા મળે છે. બોલીવુડ અને બીબા વચ્ચે શું કનેક્શન છે?
સિદ્ધાર્થ બિન્દ્રા: અમે 2002થી બોલિવૂડ માટે કપડાં ડિઝાઇન કરવાનું શરૂ કર્યું. કિશોર બિયાનીની ફિલ્મ 'ના તુમ જાનો ના હમ' અમારો પહેલો પ્રોજેક્ટ હતો. તે અમારા માટે મોટી સફળતા હતી કારણ કે પ્રથમ બ્રાન્ડ હતી જે અમે બોલીવુડ માટે કપડાં ડિઝાઇન કરી રહ્યા હતા. 4-5 વર્ષ પછી બ્રાન્ડ પાર્ટનરશિપ વધી અને આ કામની કિંમત પણ વધી. આજે એક મૂવી માટે 15-20 બ્રાન્ડ્સ કામ કરે છે.
બોલિવૂડ અને ક્રિકેટ ભારતમાં એવા બે ક્ષેત્રો છે જે લોકો પર સૌથી વધુ અસર કરે છે. ફિલ્મોમાં દેખાતી બ્રાન્ડ્સ તેના વિશે વાત કરીએ, જતો તે હંમેશા અસરકારક છે. આ એક વિશાળ પ્લેટફોર્મ છે અને જો તમે સારું કામ કરશો તો તમને ઘણું બધો નફો મળે છે.
કુશાનઃ ટેક્નોલોજીની જેમ ફેશન પણ ખૂબ ઝડપથી બદલાય છે. આવી સ્થિતિમાં ફેશન ઇન્ડસ્ટ્રીમાં આવનારા નવા કલાકારોને તમે શું સલાહ આપશો?
સિદ્ધાર્થ બિન્દ્રાઃ ફેશન એ ખૂબ જ રોમાંચક અને મોટી કેટેગરી છે. અહીં બિઝનેસ માટે ઘણી તકો છે. આજે ભારતમાં માત્ર 30% જ બ્રાન્ડેડ માર્કેટ બાકીનું 70% અનબ્રાન્ડેડ માર્કેટ છે. દેશમાં મહિલાઓ વધુને વધુ કામ અને તેની ફેશન તરફ વળી રહી છે જેની ફેશન પર ઘણી અસર થાય છે. વર્ક સેક્ટરમાં પ્રવેશ્યા પછી કપડાં અને ખાસ કરીને બ્રાન્ડેડ કપડાંની માંગ વધી જાય છે. તેથી માર્કેટમાં ઘણો સ્કોપ છે.
જો કે, ફેશન બિઝનેસ ખૂબ જ મુશ્કેલ છે. આમાં પ્રોડક્ટ બનાવવાથી લઈને તેના પેકેજિંગ, માર્કેટિંગ અને વેચાણ સુધી બધાં કામ પોતે કરીએ છીએ. તેથી અહીં પૂરો સમય આપવો પડશે.
કરિયરની દ્રષ્ટિએ આ એક ખૂબ જ સારો ઉદ્યોગ છે જ્યાં તમને ઘણી સારી તકો મળશે. જે લોકો આ ઉદ્યોગમાં આવવાં માંગે છે, હું હંમેશા તેમને પ્રોત્સાહિત કરીશ. હું ઉદ્યોગમાં નવા આવનારાઓને એક જ વાત કહીશ કે તમે તમારી બ્રાન્ડની એખ USP નક્કી કરો અને તેની સાથે તમારી બ્રાન્ડનો વિકાસ કરો. આ હંમેશા સફળતા તરફ દોરી જશે.
કુશાન: બીબાની અત્યાર સુધીની યાત્રા કેવી રહી? શું ક્યારેય એવો સમય આવ્યો હતો કે તમારું હાર માનવાનું મન કરી રહ્યું હતુ? એ મુશ્કેલ સમયમાંથી તમે કઈ રીતે બહાર આવ્યા?
સિદ્ધાર્થ બિન્દ્રાઃ છેલ્લા 24 વર્ષમાં આપણે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. વ્યવસાય શરૂ કરવો ખૂબ જ મુશ્કેલ છે અને આ પ્રવાસમાં તમામ ઉદ્યોગ સાહસિકોને અનેક પડકારોનો સામનો કરવો પડે છે.
મારી યાત્રા દરમિયાન મેં શીખ્યું કે વ્યક્તિએ ક્યારેય હાર ન માનવી જોઈએ અને સખત મહેનત કરવી જોઈએ. એક સકારાત્મક વિચાર સાથે ચાલવું ખુંબ જ જરૂરી છે. જો તમે કોઈ વસ્તુમાં વિશ્વાસ કરો છો, તો તેના માટે કામ કરો. તેમાં બદલાવ કરવા પડી શકે છે. પરંતુ જો તમે સખત મહેનત કરશો, તો તમે ચોક્કસપણે 10 માંથી 9 વખત જીતી શકશો.
કુશાન: હવે થોડી પર્સનલ લાઈફ વિશે વાત કરીએ છીએ. જ્યારે તમે બિઝનેસની વાત કરતા નથી હોતા, ત્યારે શું કરો છો? તમારી હોબી શું છે?
સિદ્ધાર્થ બિન્દ્રાઃ મને ક્રિક્ટ રમવાનો ખુબ જ શોખ છે, અને તેની સાથે ગાર્ડનિંગ કરવાનું પણ પસંદ છે. જોવામાં આવે તો મનો આઉટડોર એક્ટિવિટી ઘણી જ પસંદ છે. તેની સાથે જ મુવી જોવી, અને સાંજે પોતાના પરિવાર,મિત્રોની સાથે સમય પસાર કરવાનું હંમેશા સારું લાગે છે.
કુશાન: તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સ્તરે તમારો ફ્યુચર પ્લાન શું છે?
સિદ્ધાર્થ બિન્દ્રાઃ હુ પત્નીને હજી પણ સ્ટાર્ટ-અપની જેમ જોવ છું. અને હતી પણ ઘણું બધું વનું કરી શકીએ છીએ, અને આમારા બધામાં એક સ્ટાર્ટ-અપની જેવી એનર્જી છે. અમે આગામી પાંચ વર્ષ માટે અમારો બિઝનેસનો પ્લાન તૈયાર કરી રાખ્યો છે અને તેના પર સંપુર્ણ રીતે ધ્યાન આપી રહ્યા છીએ.
પર્સનલ પ્લાનની વાત કરીએ તો હું બિઝનેસ પર સંપુર્ણ ધ્યાન આપવાં માંગું છું. તે સિવાય મને મારા બાળકોની સાથે સમય પસાર કરવાનું સારું લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.