• Gujarati News
  • National
  • Breaking News LIVE Update; Jammu Kashmir Encounter| Indian Navy| Gold Scam Kerala| Swapna Suresh| Earthquake

ભાસ્કર LIVE અપડેટ્સ:અરુણાચલ પ્રદેશમાં ચીનની સીમા પર ફરજ પર રહેલો જવાન 13 દિવસથી ગુમ, સેનાએ પરિવારને માહિતી આપી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અરુણાચલ પ્રદેશમાં ચીનની સરહદ પરથી ભારતીય સેનાનો એક જવાન પ્રકાશ સિંહ રાણા છેલ્લા 13 દિવસથી ગુમ છે. પરિવાર દહેરાદૂનમાં રહે છે. જવાનનો પરિવાર ખૂબ જ પરેશાન છે. 7મી ગઢવાલ રાયફલ્સનો આ જવાન 29મી મેથી ગૂમ છે. સેનાએ આ અંગે જવાનની પત્નીને ફોન પર માહિતી આપી છે. મૂળ રીતે જવાન રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠનો રહેવાસી છે. તે ચીન સીમાથી થાકલા પોસ્ટ પર ફરજ પર હતો. સ્થાનિક ધારાસભ્યએ શુક્રવારે પરિવાર સાથે મુલાકાત કરી હતી.

જમ્મુના પુલવામાં એક આતંકવાદી ઠાર
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના દ્રવગામમાં શનિવારે પોલીસ અને સુરક્ષા દળો તથા આતંકવાદી વચ્ચે ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં એક આતંકવાદી માર્યો હતો. આ વિસ્તારમાં 2-3 આતંકવાદી છૂપાયા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. આ સાથે આજનું આ બીજુ એન્કાઉન્ટર છે. સવારે પુલવામામાં એક એન્કાઉન્ટર થયું હતું જેમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને મારી નાંખ્યો હતો.

મમતા વિપક્ષના નેતાઓ સાથે બેઠક યોજશે​​​​​​​

​​​​​​​​​​​​​​18 જૂલાઈના રોજ યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ મજબૂત અને અસરકારક વિપક્ષ માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલ કરી છે. આ માટે મમતાએ વિપક્ષના 22 નેતા તથા 8 વિપક્ષી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને 15 જૂનની સંયુક્ત બેઠકમાં ભાગ લેવા માટે કહ્યું છે. આ બેઠક બંધારણીય ક્લબ દિલ્હીમાં બોલાવવામાં આવી છે.

દિલ્હીની હોસ્પિટલમાં આગ લાગી

દિલ્હીના રોહિણી વિસ્તારમાં બ્રહ્મ શક્તિ હોસ્પિટલના ICUમાં શનિવારે સવારે આગ લાગી હતી. તેના કારણે ઓક્સિજન સપ્લાય રોકાતા એક 64 વર્ષના દર્દીનું મોત થયું છે. હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે શંકા છે કે, શોર્ટ સર્કિટના કારણે હોસ્પિટલના ત્રીજા ફ્લોર પર આગ લાગી હતી.

પોલીસના ડેપ્યૂટી કમિશનર પ્રણવ તયાલે જણાવ્યું કે, આગ લાગી હોવાની માહિતી સવારે 5 વાગે મળી હતી. ત્યારપછી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દિલ્હી ફાયર બ્રિગેડ સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે, 9 ફાયર એન્જિનને તુરંત ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે.

આજના અન્ય મોટા સમાચાર...
BJPથી સસ્પેન્ડ થયેલા નવીન જિંદલે કહ્યું- મને મારવાનું કાવતરું ઘડાયું

વિવાદિત નિવેદનોના કારણે ભાજપથી સસ્પેન્ડ કરવામાં આવેલા નવીન જિંદલના પરિવારે દિલ્હી છોડી દીધું છે. જોકે નવીન અત્યારે પણ દિલ્હીમાં છે. નોંધનીય છે કે, જિંદર અને તેમના પરિવારને ઘણાં દિવસથી મારવાની ધમકી આપવામાં આવે છે. પેયંગબર મોહમ્મદ પર વિવાદિત ટીપ્પણી કરવાના મુદ્દામાં નવીન જિંદલ ચર્ચામાં આવ્યા હતા. વધતા વિવાદના કારણે પાર્ટીએ તેમને 5 જૂને સસ્પેન્ડ કરી દીધા છે.

જમ્મુ-કાશ્મીરના કુલુગામમાં હિજબુલનો આતંકી ઠાર કરાયો

જમ્મુ-કાશ્મીરના કુલુગામમાં ખાંડીપોરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં હિજબુલ મુઝાહિદ્દીનના એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. કાશ્મીર પોલીસના જણાવ્યા પ્રમાણે શનિવારે વહેલી સવારે બે આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. ત્યારપછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનાએ બે આતંકીઓને ઘેરી લીધા હતા. ત્યારપછી એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. આ પહેલાં ગયા મંગળવારે આ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીરમાં સેનાએ 24 કલાકની અંદર ત્રણ અલગ અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓને ઠાર કર્યા હતા.

રાજસ્થાનના દૌસામાં થર્મોકોલ ગોડાઉનમાં આગ, 5 મજૂર ફસાયા

રાજસ્થાનના દૌસામાં થર્મોકોલના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડા-દોડી થઈ ગઈ હતી. આગ પર નિયંત્રણ મેળવતા ઘણી વાર લાગી હતી. આગમાં ગોડાઉનમાં 5 મજૂરો પણ ફસાયા હોવાની શંકા છે. જોકે આ વિશે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઘટના મહુવા વિસ્તારના પીપલખેડા ગામ પાસેની છે. આગ એટલી ભયાનક હતી કે 500 મીટર દૂર સુધી તેની જ્વાળાઓ દેખાતી હતી. ઘટનાની જાણ થતાં દૌસા, બાંદીકુઈ, અલવર, હિંડોણ સહિત જયપુરથી પણ ફાયર બ્રિગેડની ટીમ બોલાવી પડી હતી.

બિહારના પૂર્ણિયામાં તળાવમાં સ્કોર્પિયો કાર પડી, 9ના મોત

બિહારના પૂર્ણિયામાં બાયસી પાસે એક રોડ એક્સિડન્ટમાં 9 લોકોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરેક લોકો તારાબાડીથી તિલક સમારોહથી તેમના ગામ કિશનગંજના નૂનિયા પરત ફરતા હતા. ત્યારે ટર્નિંગ પાસે જ સ્કોર્પિયો સીધા તળાવમાં પડી ગઈ હતી. તેમાં 11 લોકો હતા. 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકો બધા એક જ પરિવારના હતા. બીજી બાજુ પટનાના દાનપુરમાં એખ ફૂલ સ્પીડમાં જતી ટેન્કરે ત્રણ યુવકોને કચડી દીધા હતા. આ એક્સિડન્ટમાં 3 લોકોના મોત થયા છે.

નેપાળના કાઠમંડૂમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ

નેપાળના પાટનગર કાઠમંડૂમાં શનિવારે સવારે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ડરના કારણે લોકો ઉઠીને ઘરની બહાર આવી ગયા હતા. નેશનલ સીસ્મોલોજિકલ સેન્ટરે ભૂકંપને રાત્રે 2.36 વાગે રેકોર્ડ કર્યો હતો. તેનું કેન્દ્ર કાઠમંડૂથી 15 કિમી દૂર ભત્કાપૂરા જિલ્લામાં નોંધાયું હતું. જોકે તે ભૂકંપના ઝટકા આખા કાઠમંડૂમાં અનુભવાયા હતા.

સોનાની દાણચોરી મામલે સ્વપ્ના સુરેશે ઓડિયો ક્લિપ જાહેર કરી

કેરળમાં સોનાની દાણચારો મામલે મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશે શુક્રવારે એક ઓડિયો ક્લિપ જાહેર કરી હતી. જેમાં કથિર રીતે પત્રકાર શાજ કિરણ સાથેની તેની વાતચીત રેકોર્ડ થઈ છે. સ્વપ્નાના જણાવ્યા પ્રમાણે સાંજે CM પિનારારઈ વિજયન માટે વચેટિયા તરીકે કામ કરતા હતા. સ્વપ્નાના જણાવ્યા પ્રમાણે તેમણે મેજિસ્ટ્રેટ સામે કલમ 164 અંતર્ગત આપેલું નિવેદન પરત લેવાની ધમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...