તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Remained A Boy For 22 Years, Faced Bad Behavior From People; Now I Am Running A Restaurant To Become A Transwoman

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:22 વર્ષ સુધી છોકરો રહી, લોકો તરફથી ખરાબ વર્તણૂકનો સામનો કર્યો; હવે ટ્રાન્સવુમન બની રેસ્ટોરાં ચલાવી રહી છું

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: વિકાસ વર્મા

આજના પોઝિટિવ સમાચાર 27 વર્ષની ઉરૂજ હુસૈનના છે. તે નોઈડામાં સ્ટ્રીટ ટેમ્પટેશન નામની એક રેસ્ટોરાં ચલાવે છે. તે કહે છે, હું એક એન્ટ્રપ્રિનર છું, સોશિયલ વર્કર છું, પણ જ્યારે પણ લોકો મને જુએ છે તો મારી પહેલી ઓળખ ટ્રાન્સવુમન તરીકે જ કરે છે. લોકોની નજરમાં અમારી તસવીર કંઈક એવી બની ગઈ છે કે તેમને ફક્ત એક કિન્નર તરીકે જ અમે નજર આવી છીએ.

ઉરૂજ કહે છે, લોકોને લાગે છે કે અમે તાળીઓ પાડીને ભીખ માગી છીએ અથવા તો સેક્સવર્કર્સ હોઈ છીએ, પણ હકીકત એનાથી તદ્દન અલગ છે. મને મારી જાત પર ગર્વ થાય છે કે હું સમાજની રૂઢિઓને તોડીને પગભર બની આ રેસ્ટોરાં ચલાવી રહી છું.

પરિવારે કહ્યું- છોકરાની માફક વર્તન કર
ઉરૂજ આગળ કહે છે, મેં પણ એક સામાન્ય બાળકની માફક જ જન્મ લીધો હતો. ધીમે ધીમે મને એવો અહેસાસ થવા લાગ્યો કે મારું શરીર ફક્ત છોકરા જેવું જ નથી, પણ મારી ફિલિંગ્સ એક મહિલા જેવી પણ છે. એને લીધે મને પરિવાર અને સમાજ તરફથી ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મારા મિત્ર, પરિવાર ઈચ્છતા હતા કે હું એક છોકરાની માફક વર્તણૂક કરું. મેં પ્રયત્ન કર્યો, પણ મારાથી એ થઈ ન શક્યું.

ઉરૂજ કહે છે કે મને મારી જાત પર ગર્વ છે કે હું સમાજની રૂઢગત પરંપરા તોડી પગભર બનીને રેસ્ટોરાં ચલાવું છું.
ઉરૂજ કહે છે કે મને મારી જાત પર ગર્વ છે કે હું સમાજની રૂઢગત પરંપરા તોડી પગભર બનીને રેસ્ટોરાં ચલાવું છું.

ઇન્ટર્નશિપ સમયે લોકો મારી સાથે ખરાબ વર્તણૂક કરતા હતા

ઉરૂજ આગળ જણાવે છે, બાળપણમાં ક્લાસમાં પણ છોકરાઓ મારી મજાક ઉડાવતા હતા અને મને પરેશાન કરતા હતા, પણ મેં હાર સ્વીકારી નહીં. શાળા બાદ હું હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને વર્ષ 2013માં મેં દિલ્હીમાં આવી એક ઈન્ટર્નશિપ સમયે વર્કપ્લેસ પર મારી સાથે ખૂબ જ ખરાબ વર્તણૂક થતી હતી. લોકો મને ખરાબ ઈરાદાથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા, મને ખૂબ જ હેરાન કરતા હતા.

આ પ્રકારના વ્યવહારને જોતાં મેં મારી જાતને લોકોથી દૂર રાખવાની શરૂઆત કરી. એક સમયે તો મેં મારી જાતને ઘરની અંદર જ બંધ રાખવાની શરૂઆત કરી. ત્યારે મને એવું લાગતું હતું કે હું હારી ગઈ છું, પણ ત્યારે મેં નક્કી કર્યું કે જો હું હિંમત હારી જઈશ તો તૂટી જઈશ અને હું તૂટવા માગતી ન હતી.

22 વર્ષ સુધી મારી ઓળખથી ભાગતી રહી
તે કહે છે, હું મારી ઓળખથી ભાગતી રહી. 22 વર્ષ સુધી હું દુનિયાની નજરમાં એક છોકરો હતો. હું મારા કાર્યસ્થળ પર એક પુરુષ કર્મચારી તરીકે જ કામ કરતી હતી, પણ મારા સહકર્મચારીઓ સતત મારી પજવણી કરતા હતા. હું હંમેશાં કન્ફ્યુઝ રહેતી હતી કે મારે શું કરવું જોઈએ. આ અગાઉ મને ટ્રાન્ઝિશનને લગતી પ્રક્રિયા અંગે કોઈ માહિતી ન હતી, કારણ કે હું બિહારના એક નાના શહેરમાં રહેતી હતી.
વર્ષ 2014માં મને વિચાર આવ્યો કે મારે હવે મારી જાતને બદલવી જોઈએ. સાઈકોમેટ્રિક ટેસ્ટ કરાવ્યા બાદ મેં લેઝર થેરપી ટ્રીટમેન્ટ કરાવવાની શરૂઆત કરી. આશરે એક વર્ષનો એવો પણ સમય આવ્યો કે જ્યારે મારે ઘરે જ રહેવું પડતું હતું. ત્યારે સતત મૂડ સ્વિંગ્સ, એકલતાનો અહેસાસ થતો હતો. ઘણી વખત આત્મહત્યાને લગતા વિચારો પણ આવતા હતા, પણ આજે હું મારા શરીરને લઈ ખુશ છું. આ અગાઉ મને એવું લાગતું હતું કે હું કોઈ જેલમાં છું.

ઉરૂજ કહે છે, અત્યારે દરરોજ 4થી 5 હજાર રૂપિયાના ઓનલાઈન ઓર્ડર મળે છે.
ઉરૂજ કહે છે, અત્યારે દરરોજ 4થી 5 હજાર રૂપિયાના ઓનલાઈન ઓર્ડર મળે છે.

એલજીબીટી ફ્રેન્ડલી હોટલમાં 2 વર્ષ કામ કર્યું
ઉરૂજ કહે છે કે વર્ષ 2014થી વર્ષ 2015 દરમિયાન મારો હોર્મોન ટ્રાન્સફોર્મેશન પિરિયડ હતો. ત્યાર બાદ વર્ષ 2015થી વર્ષ 2017 દરમિયાન મેં દિલ્હીમાં જ લલિત હોટલમાં કામ કર્યું. ત્યાં હું એક ફિમેલ તરીકે કામ કરતી હતી, કારણ કે લલિત ગ્રુપ એલજીબીટી કમ્યુનિટીને સપોર્ટ કરે છે, માટે ત્યાં મને કોઈ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો તેમ જ ત્યાં કોઈ જ પ્રકારનું હેરેસમેન્ટ ન હતું.

મેં હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો, માટે ઈન્ટર્નશિપ દરમિયાન નક્કી કર્યું હતું કે પોતાનું જ કોઈ કામ શરૂ કરવું છે. 22 નવેમ્બર 2019માં મે નોઈડામાં એક રેસ્ટોરાંની શરૂઆત કરી. રેસ્ટોરાં શરૂ કરવા પાછળ મારો અન્ય એક ઉદ્દેશ હતો કે એનાથી તમામ ટ્રાન્સજેન્ડર્સ આત્મનિર્ભર બને અને પોતાની જાતને વધુ મજબૂત બનવા માટે પ્રેરણા મળે.

ટ્રાન્સવુમનને શોપ આપવા લોકો તૈયાર ન હતા
ઉરૂજ કહે છે, એક ટ્રાન્સવુમન હોવાને લીધે મને રેસ્ટોરાં શરૂ કરવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો. સૌથી પહેલા તો મને શોપ મળવામાં ઘણી મુશ્કેલી આવી. મને મારા જેન્ડરને લીધે કોઈ શોપ આપવા માટે તૈયાર ન હતું. ત્યારે મારા એક મિત્ર અજય વર્માએ મારી મદદ કરી, આજે તે મારો બિઝનેસ પાર્ટનર પણ છે.

ઉરૂજની મુશ્કેલી અહીં પૂરી થતી નથી. રેસ્ટોરાં શરૂ થયાના 4 મહિનામાં જ લોકડાઉન લાગી ગયું. તે કહે છે કે જુલાઈ મહિનામાં અમે ફરી રેસ્ટોરાં ખોલી. અત્યારે દરરોજ 4થી 5 હજાર રૂપિયા ઓનલાઈન ઓર્ડર આવી રહ્યા છે. હું આ રેસ્ટોરાંના વિકાસ માટે સતત મહેનત કરી રહી છું.

તે કહે છે કે એક ટ્રાન્સવુમન હોવાથી રેસ્ટોરાં શરૂ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શોપ મેળવવામાં પણ તકલીફ પડી.
તે કહે છે કે એક ટ્રાન્સવુમન હોવાથી રેસ્ટોરાં શરૂ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શોપ મેળવવામાં પણ તકલીફ પડી.

દરેક શહેરમાં રેસ્ટોરાં શરૂ કરવા ઈચ્છુ છુંઃ ઉરૂજ
ઉરૂજ કહે છે, મારી રેસ્ટોરાં પર જે ગ્રાહકો આવે છે તેમનો વ્યવહાર સારો હોય છે. અત્યારે રેસ્ટોરાંમાં સાત લોકોની ટીમ કામ કરે છે. તેમાં 2 શેફ છે. મારી ઈચ્છા છે કે દરેક શહેરમાં મારી રેસ્ટોરાં હોય અને તેને ટ્રાન્સજેન્ડર્સ જ ચલાવે. હું બસ એટલું જ ઈચ્છુ છું કે ટ્રાન્સજેન્ડર્સ પણ મુખ્ય પ્રવાહમાં આવી જાય. તેઓ પોતાના કારોબાર કરે, પોતાની જાતને સ્થિર કરે.

ઉરૂજને બોલીવૂડથી પણ ફરિયાદ છે. તે કહે છે કે બોલિવૂડ મૂવીમાં ટ્રાન્સજેન્ડર્સને મજાકના સ્વરૂપમાં દેખાડવામાં આવે છે અથવા તો સેક્સ સિંબોલ સ્વરૂપમાં. એને લીધે સમાજ પણ ટ્રાન્સજેન્ડર્સને મજાક અથવા સેક્સના દૃષ્ટિકોણથી જ જુએ છે. ઉરૂજ ઈચ્છે છે કે બોલિવૂડમાં ટ્રાન્સજેન્ડર્સને અર્થપૂર્ણ અભિનય સ્વરૂપમાં દેખાડવા જોઈએ, જેથી સમાજને મૂળ ટ્રાન્સજેન્ડર્સ અંગે માહિતી મળી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો