• Gujarati News
  • Dvb original
  • Bollywood Women Are Drunk, They Just Take Drugs, Boys Are All Cultured, They Drink With Horlicks In Milk

વાત સરખામણીની:બોલિવૂડની મહિલાઓ નશામાં ડૂબેલી છે, માત્ર તે જ ડ્રગ્સ લે છે, છોકરાઓ બધા સંસ્કારી છે, તેઓ દૂધમાં હોર્લિક્સ નાખીને પીવે છે

એક વર્ષ પહેલાલેખક: મનિષા પાન્ડેય
  • કૉપી લિંક
  • જ્યારે સાક્ષીઓએ કહ્યું, સુશાંત ડ્રગ્સ લેતો હતો તો હેડલાઇન બનાવી-'સુશાંતને રિયા ચક્રવર્તી ડ્રગ્સ આપતી હતી', તે લેતો ન હતો, ચૂડેલ ગર્લ્ડફ્રેન્ડ આપતી હતી
  • વિશ્વનો ઈતિહાસ જોઈ લો, અબજો પાનાં ઓછાં પડી જશે એ કહેવામાં, તે પુરુષોના અપરાધમાં મહિલાને જવાબદાર ઠેરવાઈ હોય

એક જાણીતી ન્યૂઝ ચેનલ પર સમાચાર ચાલી રહ્યા છે કે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ અભિનેત્રીઓને સમન્સ પાઠવ્યા છે. પછી એક એક કરીને સ્ક્રીન પર તેનાં નામ આવે છે. પાછળ સ્ક્રીન પર તેની તસવીરો અને તેની ફિલ્મોની વિડિયો ક્લિપ્સ.

દીપિકા પાદુકોણ: જ્યારે એન્કર દીપિકાના ફોનની ખાનગી ચેટ જાહેર કરે છે, ત્યારે પાછળ પીળા રંગની બિકિનીમાં તેનો વિડિયો બતાવે છે. પડદા પર દૃશ્યો ફટાફટ બદલાઈ રહ્યાં છે અને તે ફ્લોર પર નાચી રહી છે. 30 સેકન્ડમાં દૃશ્ય ફરી બદલાય જાય છે. હવે તે કારમાં ચાર યુવકો સાથે છે. પછી એક ફોટો આવે છે, જેમાં તેણે વાદળી રંગની બિકિની પહેરી છે.

પછી બીજો ફોટો, જેમાં ચહેરાથી વધુ ફોકસ તેની ક્લીવેજ પર છે. પછી ત્રીજો ફોટો, હોટ પેન્ટમાં કામુક વિડિયો. આમાં એકપણ ફોટો કે વિડિયો તેની રોજિંદા જીવનનો નથી. જીન્સ-ટોપમાં એરપોર્ટ પર જતી, બેડમિન્ટન રમતી, કામ પર જતી, ઈન્ટરવ્યુ દેતી, અવોર્ડ લેતી, ભાષણ દેતી દીપિકા પાદુકોણ. દરેક વિડિયો તેની ફિલ્મમાંથી લેવાયો છે, જેમાં તે કોઈ એક પાત્રમાં છે. તે દીપિકા પાદુકોણ પોતે નથી.

બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી આ નગ્ન તસવીરો સાથે એન્કર ગળું ફાડી ફાડીને બૂમો પાડી રહ્યો છે કે કેવી રીતે બોલિવૂડની મહિલાઓ નશામાં ડૂબેલી છે. પછી એક એક કરીને નામ આવે છે અને તેની પાછળ એવી જ તસવીરો અને વિડિયો. શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલસિંહ પ્રીત. તસવીરો પસંદ કરતી વખતે જાણે કાળજી ન લેવાઈ હોય કે એકપણ તસવીર ભૂલમાં પૂરાં કપડાંમાં ન આવી જાય.

હું એક બીજા વિડિયોને જોઈ રહી હતી, ત્યારે વિડિયો પોઝ થાય છે અને એક જાહેરાત આવે છે. એક પુરુષ લિફ્ટમાં છે, એક મોટી ઉંમરની મહિલા પણ સાથે છે. પુરુષ પોતાના ફ્લોરનું બટન દબાવે છે. ત્યારે લિફ્ટમાં એક સુંદર મહિલા આવે છે. તેની પીઠ ખૂલી છે. મહિલા અચાનક લિફ્ટના બધા બટન દબાવી દે છે. જાહેરાત પૂરી થઈ જાય છે. સ્ક્રીન પર એક લાઈન લખેલી આવે છે કે મેન વિલ બી મેન.

જાહેરાત પૂરી, સમાચારનો સિલસિલો ફરી ચાલુ થઈ જાય છે. ફરી દીપિકા એ પીળી બિકિનીમાં પરદા પર છે. કેમેરાનું ચહેરાને છોડીને બાકીના ભાગમાં ફોકસ છે. એન્કરનું ફોકસ બગડ્યું નથી. તે હવામાં હાથને ઉછાળી રહ્યો છે. આંખો પહોળી કરે છે અને બૂમો પાડે છે- બોલિવૂડની નશેડી મહિલા. વચ્ચે એક જગ્યાએ સુશાંતનું પણ નામ આવે છે અને તરત જ સ્ક્રીન ઉપર જીન્સ અને ટીશર્ટમાં સુશાંતની હસતી તસવીર આવે છે. તેના પછી તરત જ ગુલાબી બિકિનીમાં રકુલપ્રિત આવે છે.

આ જોઈને આપણને શું સમજાય છે?
એજ કે બોલિવૂડની મહિલાઓ નશામાં ડૂબેલી છે. માત્ર તે જ છે, જે ડ્રગ્સ લે છે. છોકરાઓ બધા સંસ્કારી છે, તેમના ફોનમાં કોઈ એવા ચેટ નથી જેને સૂંઘીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તેના ઘર સુધી પહોંચી શકે, જેને વાંચીને સંસ્કારી દેશના સંસ્કારી પુત્રોના ચરિત્ર પર કોઈ આંચ આવે. તપાસ દરમિયાન જ્યારે સાક્ષીઓએ કહ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો, લોકો અને મીડિયાએ હેડલાઈન ચલાવી કે સુશાંતને રિયા ચક્રવર્તી ડ્રગ્સ આપતી હતી. રાજા સાહેબ લેતો ન હતો, ચૂડેલ ગર્લફ્રેન્ડ તેને આપતી હતી.

અને એવું નથી કે આ કહેનાર બધા અજાણ્યા ટ્રોલર્સ છે. મારા ઘરમાં વોટ્સએપ ગ્રુપમાં મામા, કાકા, માસા, ફૂવા મીમ્સ મોકલી રહ્યા છે. રંગબેરંગી કપડાંમાં રણવીરની તસવીર છે. નીચે અંગ્રેજીમાં લખ્યું છે કે When your wife shop for you after taking drugs. વધુ એક મીમ છે, રણવીર સિંહ એક વાળ વિખેરાયેલની નશામાં રહેલી યુવતીને લઈને જઈ રહ્યો છે, નીચે લખ્યું છે કે પત્નીને NCB ઓફિસ લઈ જઈ રહેલો રણવીર સિંહ.

શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલપ્રીત.
શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલપ્રીત.

મારી બહેને મને ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે કે, દીપિકા પાદુકોણને જેલમાં જોવા માગો છો તો આને શેર કરો. એક મહિના પહેલાં એ જ બહેને પોસ્ટ લખીને દેશનાં માતા-પિતાને અપીલ કરી હતી કે તેમના દીકરાઓને લિવ ઈનવાળી યુવતીઓથી કેવી રીતે બચાવાય.

તો એવું નથી કે આ બધું કોઈ બીજી દુનિયામાં બની રહ્યું છે. આ મારા ઘરમાં જ થઈ રહ્યું છે. આ તમારા ઘરમાં પણ થઈ રહ્યું છે. આ આપણી ટીવી સ્ક્રીન પર થઈ રહ્યું છે. હવે સંસ્કારી છોકરા દૂધમાં હોર્લિક્સ નાખીને પી રહ્યા છે અને બરબાદ છોકરીઓ નશામાં ચૂર છે. આ બધાની વચ્ચે છોકરાઓની નબળાઈ, ભૂલોની મજાક ઉડાવતા જોક્સ પણ ચાલી રહ્યા છે. ટેગલાઈન છે કે, ‘બોટઝ વિલ બી બોયઝ મેન વિલ બી મેન’

બિચારા છોકરાઓ જ તો છે, છોકરાઓથી ભૂલ થઈ જાય છે. જો તમને યાદ હોય તો નેતાજીએ મંચ પર કહ્યું હતું કે દુષ્કર્મ કરનારા છોકરાઓ માટે ‘છોકરાઓ છે, ભૂલ થઈ જાય છે’ હવે એક સાચી વાત કહું છું. એ વિચારવાનું તમારું કામ છે કે અલગ અલગ જોવા મળતી આ બધી કહાનીનું કનેક્શન એકબીજા સાથે છે.

ફેસબુક પર મહિલાઓના એક ક્લોઝ્ડ ગ્રુપમાં એક વખત લેબનાનના અમીર ઘરની દીકરીએ પોતાની કહાણી લખી હતી. લગ્ન પછી તેને ખબર પડી કે તેના પતિનું બીજી સ્ત્રી સાથે અફેર છે. આ આઘાત અને તકલીફ વચ્ચે પહેલા બાળકનો જન્મ ઘરે જ થઈ ગયો. જ્યારે તેને તકલીફ હતી, પણ હોસ્પિટલ ન લઈ ગયા.

બાળકનો જન્મ થયો પરંતુ ગર્ભાશય લટીને બહાર આવી ગયું. પછી તેને સાજી કરવામાં ઓપરેશન કરાયું. પરંતુ ત્યાર પછી તેના પેટના નીચેના ભાગમાં દુખાવો રહેવા લાગ્યો. સેક્સ કરવું તેના માટે અશક્ય બની ગયું. પતિ બીજી મહિલાને ઘરે લઈ આવ્યો.

તે રડી પડી, બૂમો પાડી તો તેની સાસુ-સસરા અને માતા-પિતાએ કહ્યું કે ભૂલ તારી છે. તું પતિને ખુશ ન રાખી શકી. તે ડિપ્રેશન અને ડ્રગ્સનો શિકાર બની ગઈ. 14 વર્ષ પછી જ્યારે તે આ કહાની કહી રહી હતી. ત્યારે તે ડિપ્રેશન, ડ્રગ્સ, પતિ અને સાસરા પક્ષથી આઝાદ થઈ પોતાના પગ પર નિર્ભર બની ગઈ હતી.

તેની કહાનીના જવાબમાં વિશ્વના તમામ દેશ અને શહેરની મહિલાઓએ પોતાની કહાની સંભળાવી કે પુરુષની દરેક ભૂલની પોતાને કેવી રીતે જવાબદાર ઠેરવવામાં આવી. રેપ થયો તો તેની ભૂલ, છેડતી થઈ તો તેની ભૂલ, પતિને અફેર થયું તો તેની ભૂલ, તેને માર પડ્યો તો તેની ભૂલ, તેને ઘર બહાર કાઢી મૂકાઈ તો તેની ભૂલ.

પ્રેગ્નેન્ટ થઈ જાય તો તેની ભૂલ, ન થાય તો પણ તેની ભૂલ. સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી તો રિયા ચક્રવર્તીની ભૂલ. બોલિવૂડમાં ડ્ર્ગ્સ ચાલે છે તો ત્યાંની તમામ મહિલાઓની ભૂલ. તમામ ભૂલો માત્રને માત્ર મહિલાઓની છે. પુરુષો તમામ પવિત્ર, મહાન, ગંગાજળથી સ્નાન કરેલા ઈશ્વરના અવતાર.

વિશ્વનો ઈતિહાસ જોઈ લો, અબજો પાના ઓછા પડી જશે તે કહેવામાં તે પુરુષોના અપરાધમાં મહિલાને જવાબદાર ઠેરવાઈ હોય. માત્ર આટલું જ નહીં, ક્યારેક તેનું ગળું કાપી નખાયું, જાહેરમાં ફાંસી અપાઈ.

ઈંગ્લેન્ડની પ્રથમ મહિલા શાસક ક્વીન એલિઝાબેથ પ્રથમની માતા એન્ન બોયલને ભરી બજારમાં ફાંસી અપાઈ હતી, કારણ કે તેણે પોતાના પતિ સાથે ખોટું બોલી હતી. હાલ એટલી જગ્યા અને સમય નથી કે સમગ્ર કહાણી સંભળાવું. એ ફિલ્મ છે ધ અદર બોયલન ગર્લ. શોધીને જોઈ લેજો જેથી થોડો સમય દિલ પર હાથ રાખીને રોઈ શકો, આ મારા નાનપણની ઘટના છે.

ઈસ્લામાબાદના જાણીતા લેખકની પુત્રીએ 16 વર્ષની ઉંમરમાં ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી. મારા મગજમાં આજે પણ તે ડરામણી કહાણી છે, જે મેં ઘરની મહિલાઓ અને પુરુષોના મોઢે સાંભળેલી છે. છોકરીનું ચરિત્ર ખરાબ હતું, તે પ્રેગ્નેન્ટ થઈ હતી.

ઘરના જે છોકરાએ તેની કહાણી સંભળાવી, ત્યાર બાદ એક દિવસ તક જોઈ મારા છાતી પર પણ હાથ મારવાનો પ્રયત્ન કર્યો. જોકે આમ થવાથી ન હું બદનામ થઈ, ન ગાળ ખાધી, કે ન મરી, કારણ કે વાત મેં કોઈને કહી ન હતી. મહિલા ચૂપ રહે તો બધું ઠીક રહે છે. પડદામાં રહે, ગાય બનીને ખીલે બંધાયેલી રહે, મોઢું ન ખોલે તો ચેનલો પર પણ બધું બરાબર રહે છે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સચ્ચાઈ શોધતા નથી, જેલમાં પૂરતા નથી કે પછી દુનિયા ચૂડેલ કહેતી નથી. JNU જઈને કહે છે કે તે ફક્ત સુંદર જ નહીં, રાજકીય સમજણ પણ ધરાવે છે, તો પછી કિંમતતો ચૂકવવી પડશે ને.

અને આ તમામ બાબતમાં કિંમત ફક્ત મહિલાઓ જ ચૂકવે છે. રાજા બેટા પર કોઈ આંચ આવતી નથી. ઈતિહાસનાં પુસ્તકો વાંચતા એવું લાગતું હતું કે બર્બર મધ્યયુગનો અંત આવી ગયો છે. ફોબી વોલર બ્રિજે તેના કોમેડી શોમાં કહ્યું હતું કે 'પહેલાં હોર્ની મહિલાઓ ફાંસી પર ચડાવવામાં આવતી હતી, હવે તેને એમ્મી આપવામાં આવે છે, પણ આ હજુ પણ મારા દેશની સચ્ચાઈ નથી.

બસ, ચાર પગલાં વધતાં હતાં, થોડાં સારા, થોડા ન્યાયપૂર્ણ, થોડા માનવીય થવાની દિશામાં અને 40 પગલાં પાછળ ધકેલાઈ દેવામાં આવે છે. જો આ દેશના પોપુલર મેન સ્ટ્રીમ મીડિયા, ન્યાયિક સંસ્થા, તપાસ એજન્સી એક-એક કરી ફક્ત મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે તથા કોઈ પર પ્રશ્ન કરતા નથી તો વાત ડરામણી છે. તથા અમે મહિલાઓને આ વાતથી વધારે ડર લાગી રહ્યો છે કે મહિલાઓ માટે એટલી ઝડપથી ડરામણી સ્થિતિ બની રહી છે ત્યારે આ દેશમાંથી પુરુષોને કોઈ ડર લાગતો નથી.

અન્ય સમાચારો પણ છે...