બ્લેકબોર્ડ:દિલ્હી-મુંબઈ પહોંચતી છોકરીઓનું પહેલાં શરીર વેચાય છે, પછી પ્લેસમેન્ટ એજન્સી કોઈ પરિવારમાં કામવાળીની નોકરી અપાવી દે છે

14 દિવસ પહેલાલેખક: મૃદુલિકા ઝા

બે ટાઈમ ભરપેટ ખઈ શકું એટલું સપનું લઈને ઘરેથી નીકળી હતી. ત્યારે બીજુ પણ એક સપનું હતું- કડકડાટ અંગ્રેજી બોલવાનું અને પાકુ મકાન બનાવવાનું. દિલ્હી પહોંચી તો સ્કૂલની જગ્યાએ એક રૂમમાં ગોંધી રાખવામાં આવી. પ્રેમ આપનાર પરિવારની જગ્યાએ મને અમુક ગાંડાઓની વચ્ચે રાખવામાં આવી. મારું કામ હતું તેમનું ધ્યાન રાખવું અને તેમની ગાળો સાંભળવી.

ત્યારે હું નાની હતી, હંમેશા ડરેલી રહેતી. કઈ પણ કહું તો તેઓ ક્યારેક દોડીને મારા શરીર પર ઉઝરડાં પાડી દેતા, ક્યારેક બટકાં ભરતાં. ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ પકડાઈ ગઈ. ત્યારપછી એક વાર અડધી રાતે એજન્ટે ટ્રેનમાં બેસાડી દીધી. ના હાથમાં પૈસા હતા, ના ટીકિટ. ઝારખંડથી દિલ્હી આવી ત્યારે હાથમાં માત્ર એક પોટલું હતું અને ઘણાં બધા સપના હતા. પાછી ફરી ત્યારે એકદમ ખાલી થઈ ગઈ હતી.

હવે કોઈ પૂછે છે કે જીવનની સૌથી મોટી ભૂલ શું હતી, તો હું કહીશ- તાજુ ખાવાની ઈચ્છા. ભૂખમરાએ મને નર્ક દેખાડી દીધું.

નિસ્તેજ ચહેરા અને આંસુ ભરેલી આંખો સાથે મંજૂએ તેની વાત કહી. તેના બાળપણનો ઘણો ખરો સમય માનવ તસ્કરોની વચ્ચે જ પસાર થયો છે. તે દુનિયામાં અંધકાર સિવાય બીજુ કશું જ નથી. અંતરિયાળ ગાડાઓ અને ગરીબ ઘરની નાની ઉંમરની બાળકીઓ એક વાર ત્યાંથી બહાર નીકળે તો આપો આપ જ તેના માટે બધા રસ્તા બંધ થઈ જાય છે.

બચી પણ જાય તો 'દિલ્હી રિટર્ન્ડ'નો ધબ્બો વાગી જાય છે. તેનો અર્થ એવો થાય છે કે, આ એ છોકરી છે જે મોટા શહેર જઈને બધુ જ ભોગવીને પાછી આવી છે. હવે તે બાળકી નથી, હવે કોઈ પણ તેનો ઉપયોગ કરી શકે છે.

રાંચીની એક ઓફિસમાં મંજૂ મારી સામે છે. પીળો ડ્રેસ અને બ્લુ દુપટ્ટો પહેરેલી આ છોકરી યાદ કરે છે- પરિવા મોટો હતો. માતા-પિતા અભણ હતા અને ખેતી-વાડી કશુ નહતું. સામાન્ય રીતે એક જ ટાઈમ જમતા હતા અને બીજા દિવસે શું ખઈશું એ વિચારો કરતાં કરતાં સુઈ જતા હતા. ત્યારે જ આ ઓફર મળી હતી.

રાંચીની બહાર બનાવવામાં આવેલું આ મકાન તે બાળકીઓનું ઘર છે, જેમની પાસે ઝૂપડા સિવાય કશું જ નથી જે ચોમાસામાં તણાઈ જતું હોય છે.
રાંચીની બહાર બનાવવામાં આવેલું આ મકાન તે બાળકીઓનું ઘર છે, જેમની પાસે ઝૂપડા સિવાય કશું જ નથી જે ચોમાસામાં તણાઈ જતું હોય છે.

હું પતંગીયાને જેમ અહીં તહીં ઉડીને જવાની તૈયારી કરવા લાગી. માએ વિચાર્યું કે દિકરી મોટા શહેર જાય છે તો કોઈનાથી ઓછી ના લાગવી જોઈએ. તેથી પ્રેમથી નવા કપડાં અને શ્રૃંગારનો થોડો છૂટો-છવાયો સામાન પણ બાંધી આપ્યો. તે મને એવી વળાવી રહી હતી જાણે તે મારી છેલ્લી વિદાય હોય. કદાચ તે મારી છેલ્લી જ વિદાય જ હોત જો હું ત્યાંથી બચીને ના ભાગી હોત તો. ધીમેથી મંજૂ આ બધુ બોલી રહી છે.

દિલ્હી પહોંચતા જ ત્રણેય બહેનપણીઓને અલગ પાડી દેવામાં આવી. મને જ્યાં લઈ જવામાં આવી ત્યાં બધા અડધા ગાંડા રહેતા હતા. મારા કરતા બધા બહુ મોટા. બધા પુરુષો જ હતા. મારું કામ તેમનું ધ્યાન રાખવાનું હતું. ત્યારે હું 8 વર્ષની જ હતી. અજાણ્યું શહેર, એકલી, અલગ પ્રકારના લોકોની વચ્ચે. મંજૂ આ બધુ અડધાં ગાડાં લોકો વિશે કહી રહી છે.

મારા ઘરે કોઈ દિવસ રસોઈ નથી બનાવી, અહીં રોજ બનાવતી હતી. તેમના રૂમ સુધી પહોંચાડતી હતી અને ફટાફટ મારા રૂમમાં બંધ થઈ જતી. ખબર નહીં આ રીતે જ કેચલો બધો સમય પસાર થઈ ગયો. એક સમયે ગામમાં સૂરજનું પહેલું કિરણ જોનારી હું દિલ્હીમાં ફિક્કા બલ્બના પ્રકાશમાં આંખો મીંચીને ઉંઘી જતી હું. ત્યાં જંગલ મારું ઘર હતું, અહીં હાથ પણ હલાવું તો દિવાલો સાથે અથડાઈ જાય તેવા રૂમમાં હું કેદ હતી.

ક્યારેક અડોશ-પડોશમાં વાત કરીને બહાર નીકળવાનો પ્રયત્ન ના કર્યો? ના, ના કર્યો. તેમનાથી વધારે ડર લાગતો હતો. ત્યારપછી તેણે કહ્યું- એક વાર દુધ લેવાના બહાને બહાર નીકળીને ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ના થઈ શક્યો. બાળકી હતી, મોટું શહેર હતું. ડરીને પાછી આવી ગઈ.

એજન્ટને ખબર પડી તો એણે મને ખૂબ ધમકાવી. તેણે કહ્યું કે, અડધી રાતે ઘરમાંથી બહાર ફેંકી દઈશ. લોકો તારા ચિથરાં ઉડાવી દેશે અને કોઈને ખબર પણ નહીં પડે.

મંજૂ કહે છે, મેં ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ પકડાઈ ગઈ. ગુસ્સે થયેલા એજન્ટે મને બહેનપણી સાથે ટ્રેનમાં બેસાડી દીધી, ટ્રેન ચાલી ત્યારે ખબર પડી કે તે ઝારખંડ જતી ટ્રેન નથી.
મંજૂ કહે છે, મેં ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ પકડાઈ ગઈ. ગુસ્સે થયેલા એજન્ટે મને બહેનપણી સાથે ટ્રેનમાં બેસાડી દીધી, ટ્રેન ચાલી ત્યારે ખબર પડી કે તે ઝારખંડ જતી ટ્રેન નથી.

કદાચ અમે ફરી દિલ્હીમાં ખોવાઈ જાત અથવા ત્યાં પહોંચી જાત જ્યાંથી કોઈને અમારા કોઈ સમાચાર ના મળતા. પરંતુ અમે બચી ગયા. ઘરે આવી તો મા છાતીથી વળગાડીને ખૂબ રડી અને સતત કહેતી હતી કે, હવે તને ફરી ક્યાંય નહીં મોકલું. આ વાત કરતાં કરતાં મંજૂ પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

જતા જતા બાળકીઓને સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતી મંજૂએ અમારું માઈક હટાવીને કહ્યું- ગરીબ હોવું એ જ ખૂબ મોટું પાપ છે મેડમ. તમે જીવતા જીવ નરક જોઈ લો છો.

મંજૂની અધુરી વાતની કડીઓ જોડી અરવિંદ મિશ્રાએ. જેઓ એક સંસ્થામાં હ્યુમન ટ્રાફિકિંગ રોકવાનું જ કામ કરે છે. તેઓ કહે છે કે, આવા લોકોનું આંખુ નેટવર્ક છે. તેમનું કામ છે ગામમાં ગરીબ બાળકીઓની ઓળખ કરીને તેમને ભોળવીને મેટ્રો શહેર સુધી પહોંચાડવી.

આખા શરીર પર માર માર્યાના ઈજાના નિશાન, ઈસ્ત્રીથી દાઝેલી પીઠ. જ્યારે અમે તે ઘર પર દરોડા પાડ્યા ત્યારે છોકરી બાથરૂમના ફ્લોર પર પડી હતી. ખૂબ ઓછા કપડાં એના શરીર પર હતા કે શરમના કારણે તે ક્યાંય ભાગી પણ ના શકે. મહિનાઓ સુધી તેની સારવાર કરી તેપછી તે તેના ગામનું નામ યાદ કરી શકી.

મારઝૂડ કરવી અને ભૂખ્યા રાખવા સામાન્ય વાત છે. જે ઘરમાં છોકરીઓ રાખવામાં આવે ત્યાં મોટાભાગે યૌન શોષણ પણ થતું હોય છે. પરત આવ્યા પછી ખૂબ ઓછી છોકરીઓ આ વિશે વાત કરી શકે છે. તેઓ એ બધુ ભૂલી જવા માંગતી હોય છે.

દલાલોનું નેટવર્ક કેવી રીતે કામ કરે છે? મોટાભાગના કેસમાં બાળકીના સંબંધીઓ જ એજન્ટ બને છે. કોઈને કોઈ ફુવા-માસા-જીજા જ હોય છે જે આવા ઘરો સુધી પહોંચ રાખે છે. તે છોકરીઓના અભણ માતા-પિતાને ભોળવે છે. મોટા શહેર અને ભણાવવા-ગણાવવાના સપના જોવે છે.

ભૂખમરાથી પીડાતા લોકો આવા લોકોની જાળમાં ફસાઈ જાય છે અને દિકરી મોકલી દે છે. અહીંથી એક બીજો એજન્ટ તેને લઈને રાંચી રેલવે સ્ટેશન પહોંચે છે. આટલી જ વારમાં પ્લેસમેન્ટ એજન્સીએ છોકરી પર ઘણાં રૂપિયા લગાવી દીધા હોય છે. છોકરીને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી પહોંચાડવામાં દરેક એજન્ટ પૈસા લે છે.

આ રીતે દિલ્હી પહોંચતા પહોંચતા જે બાળકીએ કદી એક સાથે એક હજાર રૂપિયા નથી જોયા તે દોઢથી બે લાખની દેવાદાર બની જાય છે. નોંધનીય છે કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો પ્રમાણે ઝારખંડ માનવ તસ્કરીમાં ચોથા નંબરે છે. જ્યાંથી દર ચોથા દિવસે ખાસ કરીને છોકરીઓની તસ્કરી થાય છે.

અરવિંદ પછી અમે મળ્યા બૈધનાથ કુમારને. જેઓ બાળકીઓના રેસ્ક્યુનું પણ કામ કરે છે. બૈધનાથે જણાવ્યું કે, ગામથી દિલ્હી-મુંબઈ પહોંચતી દરેક છોકરીઓનું યૌનશોષણ થાય છે. સૌથી પહેલીવાર તેને શારીરિક સંબંધ બનાવવા માટે જ વેચવામાં આવે છે.

એજન્ટને તેની ખૂબ મોટી કિંમત મળે છે. ત્યારપછી બાળકીઓનું પ્લેસમેન્ટ કોઈ એજન્સી દ્વારા કોઈ પરિવારને આપી દેવામાં આવે છે અને ત્યાં તે કામવાળી તરીકે નોકરી કરે છે. ઘણી વખત એવું પણ થાય છે કે, બાળકીઓ સેક્સ રેકેટમાં ફસાઈ જાય છે. છોકરીઓને નશાની સાથે હોર્મોન્સ પણ આપવામાં આવે છે જેથી તે ઝડપથી મોટી દેખાવા લાગે.

બૈધનાથ કહે છે, અત્યાર સુધી હજારો બાળકીઓનું રેસ્ક્યુ કર્યું છે, ઘણી વાર ધમકીઓ મળી છે. ઘણીવાર વેશ બદલીને જવું પડે છે. પરિવારને પણ જોખમ રહે છે. પરંતુ કોઈ પણ ડર તે તકલીફ કરતા વધારે નથી જે ગામે-ગામ આ બાળકીઓ ભોગવી રહી છે.
બૈધનાથ કહે છે, અત્યાર સુધી હજારો બાળકીઓનું રેસ્ક્યુ કર્યું છે, ઘણી વાર ધમકીઓ મળી છે. ઘણીવાર વેશ બદલીને જવું પડે છે. પરિવારને પણ જોખમ રહે છે. પરંતુ કોઈ પણ ડર તે તકલીફ કરતા વધારે નથી જે ગામે-ગામ આ બાળકીઓ ભોગવી રહી છે.

આ છોકરીઓ કદી ભાગતી કેમ નથી?
કારણકે તેમની પાસે ના પૈસા હોય છે, ના તાકાત. ગણતરીની સંખ્યાવાળા ગામડાઓમાંથી બહાર આવીને આ છોકરીઓ એટલા મોટા શહેરમાં હોય છે જ્યાં પડોશી પણ પડોશમાં કદી વાત ના કરતાં હોય. આવા સંજોગોમાં તે એક હાથમાંથી નીકળીને ભાગશે તો બીજા હાથમાં પકડાઈ જશે. તે ઉપરાંત એજન્ટ તેમના ન્યૂડ ફોટો પણ બનાવીને રાખે છે. જેથી ભાગવા અથવા ઘરે પાછા જવાની જીદ કરે તો તેને બ્લેકમેલ કરી શકાય.

ચિરૌંદીમાં પથ્થરના પહાડોની આગળ અમારુ એક શેલ્ટર હોમ જેવી સંસ્થા છે, જ્યાં બાળકીઓ રહે છે. ત્યાં જવા માટે તો ટેક્સ બુક થઈ જાય છે પરંતુ પરત આવવા માટે બીજો કોઈ રસ્તો નથી.

વરસતા વરસાદમાં પગદંડી જેવા રસ્તાઓથી થઈને હું ત્યાં પહોંચી. જોકે સેન્ટર પહોંચતા જ બધો થાક ઉતરી ગયો. અંદર જતા પહેલાં જ નવા વરસાદની જેમ બાળકીઓ હસવાનો સુંદર અવાજ આવ્યો.

રવિવારની રજા હતી એટલે દરેક છોકરીઓએ શેમ્પુથી વાળ ધોયા હતા તેની સુગંધ આખા રૂમમાં ફેલાયેલી હતી. બાળકીઓને આજે જમવામાં વાનગી પણ મળવાની હતી તેની ખુશી પણ તેમના ચહેરા પર દેખાતી હતી. અહીં દરેક બાળકી વાતની શરૂઆત હસતાં હસતાં કરતી હતી પરંતુ જેમ જેમ વાત આગળ ચાલતી તેમના ફેસ પરથી સ્માઈલ ગાયબ થઈ જતી.

ગામમાંથી નીકળીને દરેક છોકરીઓ દિલ્હી-મુંબઈમાં નથી ખોવાઈ જતી, ઘણાં લોકોના સપનાઓ ઈંટની ભઠ્ઠીઓમાં સળગી પણ જાય છે.

ભઠ્ઠીમાં કામ કરી ચુકેલી રેખા પૂછતી હતી કે, કદી ઈંટ બનતા જોઈએ? સળગતી જમીનથી પગમાં ફોલ્લા પડી જાય છે. ક્યારેક હાથમાં વાગે છે તો ક્યારેક પગમાં, પરંતુ કોઈ તેની ભરપાઈ કરતું નથી.

અને પૈસા કેવી રીતે મળે છે? મેં આવું પુછ્યું તો રેખા મારી સામે જોઈને કહે છે કે, એક હજાર ઈંટ પકવવાના દોઢસો રૂપિયા. આટલું બોલીને જ રેખા ઉભી થઈ જાય છે. તેને ફૂટબોલ રમવા જવું છે અને પછી આવીને ભણવા પણ બેસવાનું છે.

નોટ: બાળકોના નામ અને ચહેરા છુપાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...